Shwet Ashwet - 30 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૩૦

શ્વેત, અશ્વેત - ૩૦

‘આ જગતમાં જુઠ્ઠું બોલનારા ઘણા બધા માણસો છે. એ માણસ હું છું, અને તું પણ છે. જુઠ્ઠું બોલવું એ એક કળા છે. જૂઠ બે પ્રકારના છે: મોટા અને નાના. મોટા જૂઠ બોલવા માટે તમારે ઘણી થોડીક વસ્તુઓની જરૂર પડે  છે, જે નાના જૂઠ બોલવામાં પડતી નથી. તમે તમારો વેશ બદલો છો તો પણ તમારી શરીરની ભાષા એક જ રહે છે. અને જે કોઈ તે ભાષાને ઓળખી શકે તે બુદ્ધિમાન હોય છે. શ્રુતિએ જ્યારે તેને સૌપ્રથમ જોયો ત્યારે તે હકીકતથી ઊંધું પણ બોલતી હોય શકેત. તે એકલી તેને મળી હતી. પણ સમર્થ. એ જુઠ્ઠું નહતો બોલતો. હા, પણ સમર્થ એક બીજું જુઠ્ઠું બોલ્યો છે: કે તે શ્રુતિનો જૂનો પાડોશી છે. હું મારા નાનપણમાં મારી સાથે રહેલા નેબર્સના મુખ ભૂલી ચૂકી છું. અને ઘણા વર્ષોથી વિશ્વકર્મા રામેશ્વરમમાં છે. તે ગુજરાત છોડી રામેશ્વરમ કેમ જતાં રહ્યા તેનું કારણ કોઈને ખબર નથી. જો તમારા નેબર્સ સાથે તમારા આટલા સારા રીલેશન્સ છે તો પછી તેઓને તો ખબર જ હશે કે તે કેમ જતાં રહ્યા. હું એ નેબરની દીકરી ને મળવા કે મદદ કરવા, એ પણ આટલા શોખથી, કોઈ દિવસ ન જાઉ. ઈટ મીન્સ કે   શ્રુતિને તે જાણતો નથી, પણ શ્રુતિ સાથે તેને કઈ બીજો જ નાતો છે.’

‘તે આટલુ મોટું ભાષણ આપ્યું.. મને કઈ પણ ના ખ્યાલ આવ્યું.’ 

‘તારા નાનપણના પડોસીના બેટાના ઘરે શું તું અત્યારે જઈશ?’

‘ના.’

‘અને જો જઈશ તો કોઈ એવો કારણોસર જઈશ કે જેમાં પૈસા લેવાના બાકી હોય કે આપવાના.’

‘પૈસા ક્યાંથી આવ્યા?’

‘આ બાબતમાં ક્યાંક તો પૈસા વચ્ચે છે જ.ઇટ ડસ્ન’ટ મેક સેન્સ વિધાઉટ ઈટ. તો તું સમર્થને પૂછ: કોઈ પૈસા આપવાના કે લેવાના તો હશે જ.’

પછી ફોન વાગ્યો. કૌસરે ફોન ઉપાળ્યો, અને સામેથી અવાજ આવ્યો, 

‘હલ્લો. કૌસર મે’મ?’

‘હં... ક્રિયા?’

નાઝ પણ ધ્યાન આપી સાંભળી રહી હતી. 

‘મારે એક વસ્તુ તમને કહેવી છે. લિવિંગ રૂમના કોર્ડલેસ ફોનમાં નંબર ડાયલ કર્યા વગર શ્રુતિને અવાજ સંભળાયા હતા. ભૂત જેવા અવાજ. એવા અવાજ કે જેના સરને શ્રુતિને લાગતું હતું કે વર્ષો પહેલા કોઈ ષડયંત્ર અહી રચાયું હશે.’

‘આ ક્યારની વાત છે?’ નાઝે પૂછ્યું, 

‘અમે આવ્યા તેના પછીના જ દિવસે કે તે પછીના દિવસે.’

‘અને ફોન ક્યારે આવ્યો હતો?’ કૌસર પૂછવા લાગી. 

‘શ્રુતિ રાત્રે તેની મમ્મીને ફોન લગાવવા જઈજ રહી હતી કે તેને ફોન ઉપાડ્યો અને તે સાંભળી જ રહી.’

‘તેને કેમ એવું લાગ્યું કે આ બનાવ ભૂતકાળમાં થયો હશે?’ નાઝનો પ્રશ્ન. 

‘કારણકે એને થોડીક ડિસ્ટર્બન્સ સાંભળાઈ અને તે માણસ જૂની તારીખ બબડતો હતો.’

‘એ માણસ કોઈ પાગલ પણ હોય શકે છે.’

‘હા. પણ શ્રુતિની વાતથી તો તે.. કદાચ એ માણસની રેકોર્ડ કરેલી વાત સંભળાતી હોય.’ 

નાઝે કૌસરને ફોન કટ કરવાનો ઈશારો કર્યો. 

‘વાત સહી છે. ક્રિયાએ શ્રુતિને  નથી મારી નાખી. કોઈ બીજું છે. તેને કાલે આા વાતની સ્ટેટમેન્ટ લેવા બોલાવજે. અને શ્રુતિના રીલેશન તેના પેરેંટ્સ સાથે કેવા હતા તે પણ પૂછજે.’ 

‘પણ આવું કેમ લાગે -’

‘બસ લાગે છે. શ્રુતિનું બોયફ્રેન્ડ. ક્યારે શરૂ થયું હશે આ બધુ?’

‘તે લોકોના ટર્મ બ્રેક વખતેજ, કે તે જ સમયમાં ક્યારેક.’

‘હોઇજ ન શકે.’ 

‘કેમ?’ 

‘ના હોય શકે. તે વખતે શ્રુતિની યુનિવર્સિટીમાં પેલી છોકરીનું ડ્રામા ચાલતું હતું જે ભૂતખાનામાં રહીને આવી હતી. આ સમયે હું શ્રુતિની જગ્યાએ હોઉ તો હું એક એવો બોઈફ્રેન્ડ રાખું જે પૈસાદાર હોય, સફેદ હોય, અને જે અકેડેમિક્સમાં આગળ પડતો હોય.’

‘પણ એવું કેમ?’

‘બધી વસ્તુ પ્રશ્ન કરવી જરૂરી છે?’

‘આટલી બધી પ્રશ્નશીલ ધારણાઓ કરવી જરૂરી છે?

પછી કૌસરને કોઈ ફોન આવ્યો. 

તે વાત કરતાં કરતાં બોલે, ‘હં.. ના, ઓહ.. તે- હં.. એટલે ડેફિનિટ છે. હા. સારું તો હું.. યાહ. સારું થયું.’
ફોન મૂકી કૌસર નાઝની સમ્મુખ જોવા લાગી. 

‘રિપોર્ટમાં એક પ્રોબ્લેમ હતો. બે વાર. શ્રુતીને બે વાર મારવામાં આવી હતી. પહેલી વાર કોઈ એજલેસ પથ્થરથી મારવામાં આવી હશે, તો બીજી વાર કોઈ શાર્પ વસ્તુ થી. તે હમણાંજ મને ખબર પડી. બે વાર વચ્ચે થોડોક સામે હોય તેવું લાગે છે.’

‘શું?’

‘હા. હવે આ એક જ માણસ હશે? તેઓ બે વ્યક્તિ હશે? તે પહેલા માણસ એ જોયું હશે? નહીં જોયું હોય? તે બંનેવ ના મકસત અલગ હશે? એક હશે? કોઈ ઘરથી આવ્યું? શું આ હત્યા સેલ્ફ ડિફેન્સ માં થઈ હશે-’

‘ઓહ! આ વાત મે પહેલા કેમ ના વિચારી?’ નાઝ બોલી ઉઠી. 

‘શું?’

‘શ્રુતિ. તેની પર.. શ્રુતિ. તેને તો ખબર જ હશે .’

‘શું?’

‘કે તેને કોણ મરી ગયું.’

‘હા. એને તો ખબર જ હોઈને.’ 

‘એજ તો. એને ખબર છે.’

‘.. શું?’

‘જો હું તારી પર અટેક કરું તેવું લાગતું હોય તો તું તો નીચે આવેજ નહીં.’

‘શો મતલબ?’

‘કોઈ અજાણ્યું વ્યક્તિ નથી. શ્રુતિના પેરેન્ટ્સ નથી. કોઈ બીજું છે.’

‘કોણ છે?’

‘એજ તો હવે જોવાનું છે. તે બે વાર મરી ગઈ. તે પહેલી વાર આવી, નીચે જોયું. વાત થઈ હશે? સવારે અચાનકથી કોઈ આવી જાય.. વાત નો ટોપિક શું? કઈ પણ નહીં. વાતો થશે તો બીજાને ખબર પડી જશે. જલ્દી કામ પતાવીને ભાગી જવાનું. તેના માટે સ્ફૂર્તિ અને વીહિકલ જોઈએ. શ્રુતિ..’

‘વીહિકલ. ગાડી. બાઇક -’

‘બળદ ગાડુ?’

‘હે?’

‘એટલે કઈ પણ હોય શકે. વીહિકલ ઇમ્પોર્ટેંટ નથી. એનો અવાજ છે.’

‘વીહિકલના આવાજની આજુ બાજુ રહી ને આવેલ લોકો એના થી ઉઠે?’

‘પણ આજુ બાજુ સી શોર પર રહેતા માલમને તો ખબર હશે ને.’

‘પૂછાવી લીધું. તેઓને નથી ખબર.’ 

‘ઓહ..’

‘તે આ વાંચ્યું નહીં.’

‘આ વાંચ્યું ને. પણ હું ધ્યાન ન હતી આપતી. મને ભૂખ લાગી છે.’ 

ત્યાં બીજો ફોન આવ્યો. 

‘શું!’ કૌસરે જોરથી બૂમ પાડી. 

ફોન મૂકી નાઝ પૂછવા લાગી, ‘ક્રિયા?’

‘હા.’ 

Rate & Review

Hema Patel

Hema Patel 4 months ago