Faith and superstition books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા


પ્રભુ એ આ બ્રહ્માંડ નું નિર્માણ કર્યું અને પછી બનાવી આ દુનિયા અને એમાં વસાવ્યા જીવ, દરેક પ્રકાર ના જીવ. પણ જ્યારે એમણે ઇન્સાન નું સર્જન કર્યું, તો શું એમને ખબર હતી, કે મનુષ્ય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ગુંચવાય જશે?

અરીસા નું તૂટવું, એટલે સાત વર્ષ માટે ખરાબ શુકન વસી જાય. કાળી બિલાડી રસ્તો કાપે, તો સમજો દિવસ બગડી જાય. અને જો ખરાબ નસીબ જોતા હોય, તો દિવસ આથમ્યા પછી નખ કાપવાના.

આવી કેટલી એ અગણિત અંધશ્રદ્ધાઓ સાંભળી ને અને જોઈને આપણે મોટા થયા. પણ મારો એક પ્રશ્ન. શું આ મહાન અને વિશાળ દુનિયા બનાવવા વાળો ઈશ્વર, ઉપર એટલે બેઠો છે, કે આવી કોઈ પરિસ્થિતિ ઉભી કરે અથવા ઉભી થાય, અને એનો અસર આપણા નસીબ પર કરે??

જે ન સમજે, એના માટે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની રેખા ઘણી ધૂંદલી હોય છે. એ લોકો પોતાની સાથે થયેલા અકસ્માત ને પ્રભુ નો ગુસ્સો અથવા પોતાના કરેલા કર્મો ની સજા નું નામ આપતા હોય છે.

કોઈ સમજદાર વ્યક્તિએ એક વાર કહ્યું હતું, "તમારો ઇશ્વર એટલો જ બળવાન છે, જેટલી તમારી એનામાં શ્રદ્ધા અટલ છે."

પ્રભુ ની લીલા અપરમ પાર છે અને ચારે બાજુ દેખાય છે. એ પોતાના ભક્તજનો ની પરીક્ષા જરૂર લેતો હશે, પણ ક્યારે એમને છોડી નહીં દે. દરેક પરિસ્થિતિ માં ડાયરેક્ટ ઈશ્વર માં શ્રદ્ધા રાખવી જોઈએ અને ન કે બીજી બધી બેકાર ની અંધશ્રદ્ધા ની ગૂંચવણમાં પોતાને ફસાવવા જોઈએ..

દોસ્તો, ચાલો, જ્યાં વાત અધૂરી મૂકી હતી એને આગળ વધારતા આજે સમાપ્ત કરીએ. મને મારા નાનપણ ની એક ઘટના યાદ આવી. અમે નાના હતા, તે વખતે દાદીમા કહેતા, "કોઈ સુતુ હોય, તો એના પર થી ટપી ને ન જવાય. સૂતેલો વ્યક્તિ મરી જાય." અને અમે છોકરાઓ એ વાત પર હસતા.
"દાદી, એવું થોડી થાય!" ત્યારે દાદીમા એ પાંખ માં બેસાડી ને સમજાવ્યું,
"બેટા, આ તો ફક્ત એક અંધશ્રદ્ધા છે. પણ જો એવું કંઈક ન કહીયે તો લોકો સારી રીતભાત વગર કીધે ન અનુસરે."

દાદીમા ની આ શીખામણ જીવન ભર યાદ રહી અને ધીરે ધીરે સમજણ પણ પડી કે ઘણી બધી અંધશ્રદ્ધા ની શરૂઆત કંઈક જુદા ઉદેશ્ય થી કરવા માં આવી હતી. પણ દુઃખ ની સાથે કહેવું પડે છે કે ઘણા લાલચી લોકોએ, ઇન્સાન ના ડર નો લાભ ઉપાડી ને બિઝનેસ બનાવી નાખ્યો છે. જેના લીધે અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન મળે છે. આજે લગભગ બધીજ અંધશ્રદ્ધા નો વાસ્તવિક ઉદેશ્ય ભુલાઈ ગયો છે.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ખુબજ પાતળી રેખા હોય છે. અને અજ્ઞાન લોકો, આવા ચતુર અને કપટી
વ્યક્તિઓ ની વાત માં ભોળવાઈ જાય છે.

જો ખરી રીતે જોવા જઇયે, તો અંધશ્રદ્ધા આપણને પ્રભુ ની શ્રદ્ધા થી દૂર લઈ જાય છે. જ્યારે તમે અંધશ્રદ્ધા માં કરેલા કાર્ય ને પ્રભુ ની ખુશી અથવા પ્રભુ નો કોપ માનવા લાગો, તો શું તમે ખરેખર પ્રભુ ને માનો છો, કે પછી તમોએ એક નવા કાલ્પનિક પ્રભુ ને જન્મ આપી દીધો??

સતત, દરેક સમય અને પ્રત્યેક હાલ માં, ફકત પ્રભુ પર અટલ વિશ્વાસ હોવો જોઈએ. જેણે આપણને જન્મ આપ્યો અને આ દુનિયામાં લાવ્યો, એને આપણી ચિંતા આપણા કરતા વધુ છે. શુ એને દુઃખ નહીં થતું હોય, એ જોઈ ને કે આપણે એને મૂકી ને બીજી અર્થહીન વસ્તુઓ માં ગુંચવાય ગયા છીએ?

આજના આધુનિક અને ડિજિટલ દુનિયા માં અંધશ્રદ્ધા ની કોઈ જગ્યા કે મહત્વ નથી. જ્ઞાની બનો, પોતાને અપગ્રેડ કરો. પ્રભુ પર વિશ્વાસ રાખવાની સાથે, મેહનત કરો. અને પછી જુઓ, સારો સમય ને આવતા કોઈ નહીં અટકાવી શકે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
______________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/