Anubandh - 4 books and stories free download online pdf in Gujarati

અનુબંધ - 4

                                                                 પ્રકરણ:૨ "" દિલ તો પગલ છે"    - આગળ વાંચો

 

                     તે મારી સામે જોઈ રહ્યા. મેં સંકોચ અનુભવતા  કહ્યું, "કશું નહીં,મમ્મી  તને ખબર છે ને દર્પણાને મને ચિઢવવાની આદત પડી ગઈ છે.રેહવા દે તું.આના રવાડે ના ચઢીશ.અરે,હા ઘરમાં તું જોવા ન મળી,તો ક્યાં ગઈ હતી તું?" મમ્મીએ  કહ્યુ", મંદિરે ગઈ હતી.ત્યાં પાછી  દર્પણા વચમાં બોલી," કેમ આન્ટી,શું મારા ભાઈ  માટે  સુંદર કન્યાની પ્રાર્થના કરવા ગયા હતા ને...!એવું જ સમજ ને બેટા" મમ્મી કહ્યું "મેં કહ્યું",અરે,મમ્મી તમે આ બઘી લપ છોડો.બે  દિવસ પછી મારે અમદાવાદ પાછા જવાનું  છે.પછી ખબર નહીં હું પાછો ક્યારે આવીશ.મેં મમ્મીનો હાથા મારા હાથમાં પસારતા કહ્યું,મમ્મી મારો વિચાર શહેરમાં જ નોકરી મેળવીને સ્થાયી થવાનો છે.જો તારી મંજૂરી મળી જાય તો.....હું એની આંખ સામે જોતો રહ્યો.પછી મમ્મીએ તેની આંખનો ખૂણો લૂછતાં કહ્યું,બેટા તે નક્કી જ કરી લીધું છે પછી મને શું કામ પૂછે છે.એટલે મેં કહ્યું,એવું નથી મમ્મી.મેં આગળના ભવિષ્ય માટે વાતો કરી.તે પછી મમ્મી માની.પણ એણે મારી પાસે છોકરીના લફરમાં નહીં પાડવાનું વચન માંગી લીધું.એવામાં પાછી દર્પણા બોલી,અને પછી આવશે મારી....." ચૂપ, બસ તને તો આખો દિવસ એની સાથે ચડભડ કરવાનું ગમતું હોય છે". મમ્મીએ કહ્યું."પછી દર્પણા મોઢું ચઢાવતી મારી સામે જીભ કાઢીને જતી રહી.આ બાજુ બે દિવસ પસાર થઈ ગયા.સવારે વહેલા અમદાવાદની બસ પકડવાની હતી એટલે મમ્મી સાથે મોડા સુધી વાત કરીને પથારીમાં લંબાવ્યું.ઋત્વિના સપના જોતો સવારે મમ્મીએ ઉઠાડયો.મેં અને મમ્મીએ સાથે ચા-પાણી કર્યા અને પછી પરવારીને મેં મમ્મીના આશીર્વાદ લીધા અને ગામની બહાર આવેલા પાદર તરફ ચાલવા લાગ્યો.દોડતી બસમાં પણ મારું મન ઋત્વિના વિચારોમાં દોડતું હતું.આ બાજુ અમદાવાદ પણ આવી ગયું અને મેં કાકાના ઘરની બસ પકડી.

જ્યારે કંડક્ટરે " ગિરધરનગર સોસાયટી" બૂમ પાડી,ત્યારે અચાનક હું તંદ્રામાંથી  જાગ્યો. અરે !અરે,મારે તો ઉતરવાનું છે.  ફટ રે ભૂંડા.....કેવો રોગ લગાડીને બેઠો છુ.એવું હું મનોમન વિચારી રહ્યો હતો.હજી ઘરમાં પગ જ મૂકું છુ ત્યાં કાકીએ બૂમ મારી, અલ્યા પ્રથમેશ આવી ગયો.બેસ...થોડીકવાર  પછી કાકી મારી સાથે ગોઠવાયા.કાકા ન્યૂઝપેપર વાંચવામાં મગ્ન હતા.કાકીએ મને ધીમે રહીને પૂછ્યું,આ  કુંજલિકા કોણ છે ?કાકીનો પ્રશ્ન સાંભળીને હું એકદમ ચોંકી ગયો.કુંજલિકા ? "હા...... કુંજલિકા.... કાકીની વેધક નજર મારી તરફ જોઈ રહી હતી.પછી મેં  કહ્યું.હા,એ ..તો ..મારી સાથે અભ્યાસ કરે છે. અમે  ટ્રેનીંગ સાથે લેવાના છે.હા,તો એ છોકરીનો ફોન આવ્યો હતો, તારે ફોન કરવાનો છે.લે, આ કુંજલિકનો નંબર કાકીએ  મારા  હાથમાં એક કાગળ પકડાવ્યો.એક ક્ષણની પણ રાહ જોયા વગર મારા આંગરા નંબર જોડવા લાગ્યા.સામે છેડેથી કુંજલિકનો જ અવાજ હતો. તે મને ઓળખી ગઈ." હા બોલ પ્રથમેશ"તે ફોન કરવાનો કહ્યો હતો.હા,પ્રથમેશ આવતીકાલથી ટ્રેનીંગ શરૂ થઇ  રહી છે, તો  મારે ,ઋત્વિને અને તારે  કાલે બપોરે એક વાગે " આસપાસ" ની ઓફિસ પર પહોંચી જવાનું છે.આટલું કહીને સામેની બાજુથી ફોન મુકાઇ ગયો. હું વિચારતો હતો કે આ જિંદગી પણ કેવી અજીબ પહેલી છે.ઋત્વિની આગળ -પાછળ ઘુમે રાખે છે.હીરરાંઝા, સોનીમહીંવાલ , મુમતાઝજહાંગીર આ બધા પ્રેમીઓના દ્રષ્ટાંતો આપાણી આંખો સમક્ષ જ છે.જો આ બધાએ પ્રેમના દ્રષ્ટાંત બની ગયા છે ત્યારે હું પણ પ્રેમમાં પડીને આ જંગ જિતવા માંગુ છે.જો પાસા પોબારા પડશે તો જીત મારી જ છે અને નહીં પડે તો પણ જીત મારી જ છે. "આમ પણ જીત ભી મારી પટ ભી મારી" જીતની વાત નીકળી તો ગણગણવા લાગ્યો : 

                                                            "  જીત જાયેંગે હમ  અગર તું સંગ હૈ ,

                                                                જિંદગી હર કદમ: એક નઇ જંગ હૈ.... ! "

 

                                                   ...........******************...............