Anubandh - 5 books and stories free download online pdf in Gujarati

અનુબંધ - 5

           

                                                                                    પ્રકરણ 3 : પ્રેમ જંગ જીતવો છે .

 

                  મેં વિચાર્યું,હવે મારે જીવનના નવા સંગ્રામની તૈયારી કરવાની હતી.એ સુરજ કેવો હશે અને કેવી સવાર લઈને આવશે તેનાથી હું અજાણ હતો.આમ વિચારતો હું આવતીકાલની સવારની રાહ જોતો પથારીમાં આડો પડ્યો.આંખો છત સામે ટીકી ટીકીને  જોઈ રહી હતી,ચિત્તમાં તોફાન ઊમટ્યું હતું અને પાછો થાક પણ લાગ્યો હતો.આ તંદ્રામાં મને ઊંઘ પણ આવી ગઈ. સૂરજનાં કિરણ અને  કલબલ કરતાં પંખીડાનો અવાજ સાંભરતાં જ હું પથરીમાં સફાળો બેઠો થઈ ગયો. હાથમાં ન્યૂઝપેપર લીધું, હેડિંગ અને નાની કોલમો વાંચી.મહા મુસીબતથી બાર વગાડ્યા જમવાની તો ઇચ્છા ન હોતી.કાકીને "જયશ્રીકૃષ્ણ" કહીને બહાર નીકળ્યો. બસસ્ટેન્ડ પર પહોંચી ચાલીસ નંબર ની બસ પકડી. " આસપાસ " ની ઓફિસ પાસે ઊતર્યો. આજુબાજુ નજર કરી પણ ઋત્વિ અને કુંજલિકા જોવા ન મળ્યા.હું સમય કરતાં  વહેલો પહોંચ્યો હતો.સાઈડ પર ઊભો રહ્યો.ત્યાં જ બંને સખીઓ આવતી નજર આવી.ઋત્વિને ધણા લાંબા સમય પછી જોતો હતો.મનમાં થયું કેટલી સુંદર લાગે છે તે !તેનું સુંદરતા વધુ મોહક લાગી રહી છે.કોલેજમાં હતી તેના કરતાં પણ વધારે સુંદર અત્યારે આ ચાંદ દેખાય છે.  શું .... આ મારો.... મનનો ભ્રમ તો નથી ને.... મારું દિલ તો તેના પર આવી ગયું છે.તે બધાને પાગલ બનાવી રહી છે.કોણ જાણે આ પારેવડું  મારાં હાથમાં આવશે કે નહીં ? ત્યાં જ  ઝડપથી બન્ને સહેલિયો મારી સામે આવીને ઊભી રહી, મારી વિચારતંદ્રા તૂટી ગઈ. કુંજલિકાએ કહ્યું, ચલ પ્રથમેશ, આજે આપણી ટ્રેનિંગનો પહેલો દિવસ છે. સમયસર પહોંચી જવું જોઈએ.

           અમે  ઓફિસમાં જઈ " આસપાસના સહતંત્રી"  મયંક પટેલને મળ્યા.અમારી કોલેજનો લેટર બતાવ્યો. તેમણે અમને ન્યૂઝપેપરના જુદાંજુદાં વિભાગોથી માહિતગાર કર્યા.તેમણે કહ્યું, આ ડેસ્ક પર તમારે ટ્રેનિંગ લેવાની છે.તેની સમજણ અને માહિતી પણ આપી.તેની સાથે અમારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. દરરોજ નવીન જાણવાનું, શીખવાનું  અને વળી સંગાથ હતો દિલબર ઋત્વિનો ! તો પછી ભલા ન ગમવા જેવું શું હતું ?તાલીમ દરમ્યાન અમે ખૂબ મઝાક-મસ્તી કરી લેતાં હતા. ઓછાબોલી અને એકાંકી રહેતી ઋત્વિ પણ હવે મારી સાથે ધીમેધીમે મઝાક-મસ્તી ,વાતોમાં રૂચિ લેતી થઈ હતી.આ મસ્તી-મઝાક્માં મને એકમેકના ઋણાનુબંધનની પ્રતીતિની ઝાંખી થતી  હતી. મને ઇચ્છા થતી કે કહી દઉં આ પળને થંભી જા, આગળ ન વધ. પણ તે કદાચ શકય હોત તો.... અમે દરેક ડેસ્ક પર ઉત્સાહપૂર્વક  ટ્રેનીંગ લેતા હતા.આ દરમિયાન અમારી નિકટતા પણ વધી ગઈ હતી, છ્તાં પણ ઋત્વિ અને મારી વચ્ચે એક મહાસાગર જેટલું અંતર હતું. જે અંતર મારે કાપવાનું હતું પણ એક નન્નો સો  દુખને હણે" એમ મેં વિચાર્યું...

 

          આ બાજુ અમારું જર્નાલિઝમનમં નું પરિણામ આવી ગયું હતું.નક્કી દિવસે અમે કોલેજ પર જઈને રિઝલ્ટ પ્રાપ્ત કર્યું.ઋત્વિ બીજા નંબરે પાસ થઈ હતી.તેને લેખનકલામાં સુંદર લખાણ માટે કોલેજ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.હું સેકન્ડ કલાસ અને કુંજલિકાએ ફર્સ્ટક્લાસ મેળવ્યો હતો.હું તેને મળેલા એવોર્ડ માટે ખીજવતો કે સર તારી પાછળ પાગલ  હશે ને ઋત્વિ ત્યારે....તને....તે ચિઢાઇ જતી અને મને જોવાની મઝા આવતી હતી.તે સમયે તેનો ગુસ્સો જોવા જેવો હોય.પણ થોડીવારમાં તે શાંત નીર જેવી બની જતી હતી.અમે ટ્રેનીંગ પિરિયડ ખૂબ એન્જોય કરતાં હતા ને હવે ઋત્વિનો  ધીમેધીમે  મારા તરફનો અભિગમ બદલાઈ રહ્યો હતો.તે ધીમે ધીમે મારી નજીક આવી રહી હતી.તેનો મારા પ્રત્યેનો અસંભવિત ડર ધીમેધીમે દૂર થઈ રહ્યો હતો.જે માટે હું સુખદ લાગણી અનુભવતો હતો.ઘણીવાર હું શાંત ચિતે બેસતો ત્યારે મને કુતૂહલ થતું આમ કેમ બન્યું હશે? પરંતુ વધારે જાણવાની કોશિશ  મેં કરી નહીં. ટ્રેજેડી ટ્રેજેડી જ રહેવાં દેવી જોઈએ. એવું મેં વિચાર્યું. 

        ઈટ ઈઝ શો હોરીબલ..... કેટલીક એવી વાતો હતી કે જે મારે તેને કહેવી હતી,પરંતુ મારી જુબાન ચાલતી ન હતી. જવાનીના આ આવેગમાંથી મારે બહાર આવવાનું હતું. જે મારા માટે મુશ્કેલભર્યું તો હતું.આ બધાની વચ્ચે તેણે મારી મુલાકાત તેના પરિવારનાં સભ્યો તથા મિત્રો જોડે કરાવી.તેના પરિવારના સભ્યો ખુબજ સ્નેહાળ અને મિલનસાર સ્વભાવના હતાં.પણ આ બધાની  વચ્ચે મને એક વાત ખૂબ જ ખટકતી રહેતી કે જ્યારે તે  હું તેનો મિત્ર છું એવો પરિચય સૌ કોઈને કરાવતી હતી.એ સમયે  હદય વિહવળ થઈ જતું હતું.આ તો દિલની રમત હતી,જેમાં નાદાનિયત કરું તે ચાલે તેમ ન હોતું. મારી પ્રેમીપ્સા વધતી જતી હતી.પણ...... હાલમાં..... મારે મારા પોતાના પર  સંયમ રાખવો જરૂરી હતું. સંજોગો અને સમય જાણે હજી મારો પીછો છોડતો નહતો એમ મને લાગ્યું .એવામાં જ સમયે મારી સામે એક નવી ટ્રેજેડી આવી.ઋત્વિની એક સહેલી દિક્ષિતા મને પસંદ કરતી હતી.તે મનોમન મને પ્યાર કરતી હતી.જેની જાણ ઋત્વિને અમે અંબાજી પિકનિક પર ગયા ત્યારે થઈ હતી.તેણે સમજદારીથી અમારા બંનેની મુલાકાત ગાર્ડનમાં ગોઠવી આપી.ગાર્ડનમાં હું અને દિક્ષિતા એકબીજાને મળ્યા,પરંતુ હું મારા પ્યારની વાત તેને ના કરી શક્યો.મારી જીભ તેની સહેલી સામે પ્રેમનો એકરાર કરવા જાણે ના ન પાડતી હોય તેમ ઉપડી જ નહીં.મેં વાતચીત દરમ્યાન મારાં રૂઢિચુસ્ત કુટુંબની વાત જણાવી અને છૂટાં પડ્યા.પિકનિક પરથી જ્યારે ઘરે હું પાછો જતો હતો ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવતો હતો.મનોમન પરમેશ્વરને દોષ દેતો.ઓ પરમેશ્વારા" હું માત્ર ઋત્વિને જ પ્રેમ કરૂં છું". શામાટે મારાં શાંત જીવનને ખળભળાવી મૂક્યું....?હવે તો મેં નક્કી કરી લીધું કે સમય બગાડવો  નથી. સમય આવી ગયો  છે કે ઋત્વિને મારાં પ્રેમની અનુભૂતિ કરાવવી જ રહી.જો મારાથી આ તક ચૂકી જવાશે તો તેને મારે જિંદગીભર માટે તેને ગુમાવી દેવી પડશે. હું આવતીકાલે જ તેના ઘરે જઈશ અને  મારા પ્યારનો એકરાર તેની સમક્ષ કરીને જ રહીશ.મને અફસોસ થતો હતો. દુનિયાદારીથી અલિપ્ત આ હંસલીને માટે એક  હંસલો તેનું સોણલું સ્વપ્ન જોઈ રહ્યો છે. તેનાથી કેટલી અબૂધ હતી આ છોકરી!આજની રાત મને વધારે કાળી દિબાંગ લાગતી હતી. હદયની વિહવળતા પણ વધી ગઈ હતી.મારા પોપચાં....મારે ઊંધવું હતું...... સ્વપ્નાં જોવા હતાં.....કેસરી.......ગુલાબી.......પીળા......લાલ....ઊંધ ગાયબ થઈ ગઈ હતી. મગજમાં ધમસાણ ચાલી રહ્યું હતું.હું જાગું છુ ? કે ઉંઘું છું ? એવા અનેક પ્રશ્ન મૂંઝવતા હતાં.હું નિશ્ચેત થઈને પડ્યો હતો.બીજે દિવસે જ્યારે સવારે મારી આંખ ઊધડી ત્યારે મને ગઈ કાલની બીહામણી રાત્રી....ના...ના... મારાથી બોલી જવાયું.શું થયું પ્રથમેશ?કાકીએ પુછ્યું.એ  તો  બસ.... મેં ઉડાઉ જવાબ આપ્યો.

              આજે ઋત્વિ અને કુંજલિકા આવવાના નહોતા એટલે મારે માટે ઋત્વિને ઘરે જવાની તક સારી હતી,એ વિચારની સાથે આસપાસની ઓફિસ પર પહોંચ્યો.લગભગ બધું કામ પૂરું કરતાં નવ વાગી ગયા હતાં.ઋત્વિના ઘરે તો આજે જવું જ છે.સંકોચ તો થતો હતો કે આટલી મોડી રાત્રે.!તે પણ એક છોકરીનાં ઘરે...શું કરું....સમજાતું નહોતું અને મારે ઝૂકવું પણ નહોતું.કામ પતાવીને મેં ઝડપથી રિક્ષા પકડી.નહેરુનગર ઋત્વિને ઘરે પહોંચ્યો.આટલી મોડી રાત્રે મને જોઈને તે અચંબામાં પડી ગઈ, ઘરનાં સભ્યોને શું કહેવું વિમાસણમાં મુકાઇ ગઈ હતી તે.તેણે ઘરના સભ્યો સામે બહાનું  બનાવ્યું કે આવતીકાલે અમારે ફિલ્ડમાં જવાનું છે તેની વાત કરવા આવ્યો છે. થોડીવાર માટે અમારા બંને વચ્ચે ચુપકીદી રહી.વાત કયાંથી શરૂ કરવી એની સમજણ પડતી નહોતી.ઔપચારિક વાતથી શરૂઆત કરી.વાતચીત દરમ્યાન દિક્ષિતાની વાત નીકળી ને મેં તરત જ તક ઝડપી લીધી.મેં તેની સમક્ષ એકીશ્વાસે મારા પ્રેમનો એકરાર કરી લીધો.સાંભળતાંની સાથે જ ઋત્વિના આંખના ભવા ચઢી ગયા. તે કશું બોલી નહીં.સૂનકાળ રાત્રી... તેમાંય તેની જીભ  અકાળે મૌન બની ગઈ હતી.તેના કમરામાં અમે બંને એકલા હતા અને મેં મારા પરનો સંયમ ક્યારે ગુમાવી દીધો એની ખબર જ ના રહી.મેં ઋત્વિના ગાલને ચૂમી લીધા.તેને મારી બાંહોમાં એવી તો જકડી લીધી હતી કે છૂટવાની લાખ કોશિશ  અને  પ્રયત્નો કરવાં છતાંય તે મારા બાહુપાશમાંથી છૂટી શકી નહીં.તે માછલીની જેમ તડપતી હતી,પરંતુ હાથમાં આવેલી માછલીને છોડું કેવી રીતે.....?  અથાગ કોશિશ પછી હાથમાં આવી છે મારી જાન.... મેં તેનાં પૂરા બદનને ચૂમીઓથી ભરી દીધું હતું  છતાં તે મારા હાથમાંથી છૂટવાની નિષ્ફળ કોશિશો કરતી રહી  અને હું તેને ચૂમતો જ રહ્યો.

           ત્યાં અચાનક તેની મમ્મીએ ઋત્વિના નામની બૂમ પાડી, મારાથી તેની પક્ક્ડ ઢીલી થઈ ગઈ અને તે છૂટી ને બીજા કમરા તરફ દોડી ગઈ. થોડીવાર પછી તે કમરામાં પાછી આવી.તેણે મને આવીને કહ્યું પ્લીઝ પ્રથમેથ હવે તમે  જાવ.મને તેનો ઈશારો સમજાઈ ગયો.તેની મમ્મીએ જરૂર તેને અજુગતું કહ્યું હોવું જોઈએ.હું ગુનાહિત ભાવના અનુભવવા લાગ્યો. તેનો  શ્વાસ હજી પણ નીચે બેસતો નહોતો. હજીપણ તેના ઊભાર ઉછાળા મારતાં હું જોઈ શકતો હતો. મારા પગ જવા માટે ઊપડતાં નહોતા અને જીભ પણ સિવાઈ ગઈ  હતી,પરંતુ નિર્દોષ આંખોમાં પ્રેમનો ભાવ જોતાં આખરે દુખી હદય સાથે તેના કુટુંબના લોકોની વિદાય લઈ બહાર નીકળી ગયો.રિસ્ટવોચમાં જોયું તો લગભગ અગિયાર વાગ્યા હતાં.હું વ્હેકિલ પકડવાની સાથે વિચારી રહ્યો હતો કે આજની રાત્રી એવી હતી કે જે મારા જીવનની સદાય યાદગાળ પળો બની રહેશે.મન ગણગણવા લાગ્યું :  

                                નથી પ્રેમ છુપાવતાં પ્રેમ અમે શું કરીએ ?

                                 નથી તમે પ્રેમ સ્વીકારતાં અમે શું કરીએ ?

                                 તમે અમને ચાહો છો બીજા કોઈને

                                ઉત્તર નથી આપતાં અમે શું કરીએ ?

                                મેરુ કોઈને ચાહીએ કે ન ચાહીએ

                                કશું  નથી  તમે  કહેતાં અમે શું કરીએ...?

                   

             ઘરે પહોંચતા મોડી રાત થઈ ગઈ હતી.દૂધ અને ભાખરી  જમીને હું પથારીમાં પડ્યો.તે સમયે  વિચારી રહ્યો હતો કે ઋત્વિ, મારા વિષે શું વિચારતી હશે.. મારો અચાનક આવો તોફાની પ્રેમનો એકરાર સામે તો  તે સડક જ થઈ ગઈ હતી.મારી પાસે આ સિવાય કોઈ રસ્તો નહોતો. ઋત્વિને જોઈ છે ત્યારથી એના જુદાજુદા સપનામાં હું જીવું છું,એવી આશા લઈને કે આ સપનું હકીક્તમાં બદલાશે.તો આ બાજુ વિચારોના વમળમાં ફસાયેલા મારા તનને નિંદ્રાદેવીએ પોતાની ગોદમાં લઈ લીધો.સવારનો સૂરજ જાણે મારા માટે નવી આશાઓ લઈને આવ્યો હોય તેવો આભાસ થયો.ઓફિસે પહોંચીને જેમ તેમ કરીને થોડાક અખબારો વાંચતો ઋત્વિ અને કુંજલિકાની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં  તે બંને આવી પહોચ્યા. મેં "હેલો " કહીને ઋત્વિની તરફ નજર નાખી.તેની અને મારી નજર એક થતાં હંમેશની જેમ તેણે પોપચાં ઢાળી દીધા.અમે જઈને અમારી ડેસ્ક પર ગોઠવાઈ ગયા.કામ પૂરું થતાં જ ઋત્વિ અને કુંજલિકા ઊભા થયા એટલે હું પણ ફટાફટ ઊભો થયો અને  આગળ તેમની રાહ જોઈને ઊભો રહ્યો .ઋત્વિ અને કુંજલિકા તેમના વેહિકલ લેવા પાર્કિંગમાં ગયા.ત્યાં સુધીમાં મેં " આઈ લવ યુ" ની ચબરખી પણ લખી નાખી. બંને સહેલીઓ વેહિકલ લઈને હું જ્યાં ઊભો હતો ત્યાં આવ્યા.થોડીવાર વાતચીત કરવા રોકાયા.ત્યાં ઘડિયાળમાં જોતાં કુંજલિકા બોલી  ઋત્વિ આજે મારે મોડું થાય છે,મારે બહાર જવાનું છે.તમે બંને વાતચીત કરો અને પછી શું નક્કી કર્યું તે મને આવતીકાલે જણાવજો.કુંજલિકના ગયા પછી અમે બંને પાંચ મિનિટ મૌન ઊભા રહ્યા.શું વાત કરવી તેની ગડમથલમાં હતાં.ત્યાં મેં જ શરૂઆત કરી, ઋત્વિ મને જાણવા મળ્યું છે કે " શબ્દ-વિચાર" ન્યૂઝપેપરમાં ટ્રેનરો લેવામાં આવે  છે,તો  આપણે પ્રયત્ન કરીએ તો કેવું ? ઋત્વિ કશું બોલી નહીં, તે  ગાઢ વિચારોમાં ઊંડી ઊતરી ગઈ હોય તેવું લાગ્યું. મેં ઋત્વિને હાથ પકડ્યો તે તરતજ ચોંકી ગઈ. હાથ છોડાવતાં તે બોલી"તમે શું કહેતાં હતાં" ? હું કશું જ બોલ્યા વિના તેના હાથમાં મેં લખેલી ચબરખી પકડાવી દીધી. ઋત્વિએ કહ્યું હું નિકળું છુ. આવતીકાલે મળીશું,એમ બોલીને એ કાઇનેટિકનું સ્ટાર્ટ બટન દબાવીને મારી સામેથી નીકળી ગઈ.આ બાજુ  મારૂ મન બહુ વ્યાકુળ હતું.મને એવું હતું કે ગઇકાલની ઘટનાના કેવા પ્રત્યાઘાતો ઋત્વિ તરફથી આવશે..પણ, જાણે કશું બન્યું જ નથી,એવું ઋત્વિનું વર્તન જોવા મળ્યું હતું.આટલા સમયથી અમે સાથે છે છતાં ઋત્વિ કેમ કોઈ અણસારો આપતી નથી.મનમાં વિચારોના વમળો ઉઠી રહ્યા હતા. 

              બીજે દિવસે "આસપાસ" ની ઓફિસેથી છૂટયા પછી કમ્પાઉન્ડમાં અમે ત્રણે વાતો કરવા ઊભા રહ્યા.ત્યાં મેં વાતવાતમાં ગઇકાલે ઋત્વિને "શબ્દ-વિચાર" અખબારની વાત કરી હતી,તેનું  મેં પૂછ્યું.ત્યારે કુંજલિકાએ કહ્યું શેની વાત કરે છે પ્રથમેશ તું?કાંઈક સમજાય એમ બોલ ને ...પછી મેં તેને વિગતે બધું સમજાયું.કુંજલિકાએ ઋત્વિને પુછ્યું તારો શું વિચાર છે?તારે આ ક્ષેત્રમાં આગળ જવું છે કેપછી...?આ બાજુ  વિચારોમાં ખોવાયેલી ઋત્વિની સામે હું દ્રષ્ટિ ફેરવી રહ્યો હતો.એવામાં તેને તરતજ જવાબ આપ્યો કે  "હા" મારે તો આ જ ક્ષેત્રમાં આગળ વધવું  છે.પછી મેં કુંજલિકને પુછ્યું તારો શું વિચાર છે ? તેને કહ્યું મારે અત્યારે કશુંજ નવસર્જન કરવાનો ઇરાદો નથી.આમાં આગળ વધીશ તો ઠીક,નહિતર ભવિષ્યની વાત ભવિષ્ય પર છોડું છું.તે પછી બંને સહેલીઓએ મારો અભિપ્રાય પૂછ્યો તારો શું વિચાર છે ? મેં જવાબ આપ્યો કે આ  જ યોગ્ય છે.એટલે...  ? મેં કહ્યું ...મારો મતલબ તમારાં બંનેનો જે ઉત્તર છે તેમાં હું તમારી સાથે જ છું. વાતચીત પછી અમે છૂટા પડ્યા. ઋત્વિ અમારી વાતચીત દરમ્યાન કાંઈ ઝાઝું બોલી નહીં અને મારી સામે આંખ ઉંચી કરીને જોતી પણ નહોતી. મારી ચિઠ્ઠીનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો.મને વિચાર આવ્યો કે ક્યાંક કોઈ બીજાને..?ના એવું  ના બને.જો આમ હોય તો ખબર પડ્યાં વિના ન રહે.મારા મનમાં પણ ઊથલપાથલ ચાલી રહી હતી.એવું પણ બની શકે કે કદાચ તે મને સમજવા માટે સમય લેવા માંગતી હોય!વાંધો નહીં.આમ પણ તેની વર્ષગાંઠ નજીક આવી રહી છે,તો તે વખતે મને કદાચ સરપ્રાઈઝ આપે !વિચારોની ગડમથલમા હું ઘરે પણ પહોંચી ગયો.જમી પરવારીને હું ઉપર ગયો,ત્યાં જ કાકીએ બૂમ પાડી.પ્રથમેશ તારી મમ્મીનો ફોન છે."વિચારોમાં બ્રેક પડી ગયો.ઊઠીને મેં ફોન લીધો.મેં મમ્મીના સમાચાર પૂછ્યા.સામેથી મમ્મીએ પુછ્યું,ક્યારે ગામડે આવે છે ? મેં જવાબ આપ્યો,અત્યારે તો શકય નથી.અનુકૂળ થતાં હું બે -ત્રણ દિવસ આવી જઈશ.તું મારી ચિંતા ન કરીશ.ચાલો મમ્મી જેશીક્રષ્ણ ફોન મૂકું છું? ત્યાં મમ્મીએ કહ્યું ઉતાવળ શું છે.દર્પર્ણા તારી  સાથે વાત કરવાં માંગે છે.દર્પર્ણાએ મારી સાથે થોડીક મસતીભરી વાતો કરી.પછી બંને બાજુએથી રિસીવર મુકાઇ ગયા.પાછો વિચારમાં સારી પડ્યો.મને ઋત્વિના ઘરે ગયે પણ બે દિવસ પસાર થઈ ગયા હતા.આમછતાં પણ ઋત્વિ તરફથી કોઈ જ પ્રત્યુતર મળતો નહોતો.મન બહુ જ બેચેનીનો અનુભવ કરી રહ્યું હતું અને એમાં પણ આવતીકાલે તેની વર્ષગાંઠ હતી અને તે પછીના દિવસે અમારી ટ્રેનિંગનો  છેલ્લો દિવસ હતો.

            દિલમાં હજી તોફાન ચાલતું હતું.અંધારા કમરામાં...અડધી નિંદ્રાવસ્થામાં હું પડખાં બદલતો બદલતો સવારના સૂરજની રાહ જોતો રહ્યો.આખી રાત ઋત્વિના વિચારોમાં પસાર થઈ હતી.સૂર્યોદય થતાં જ પથારીમાં બેઠો થઈ ગયો.શરીર આમળ્યું.ત્યાં એકદમ ખ્યાલ આવ્યો કે,અરે,આજે તો મારી વ્હાલીની વર્ષગાંઠ છે.મને તેમજ કુંજલિકાને જમવાનું પણ આમંત્રણ છે.હોલમાં આવીને મેં ઋત્વિના ઘરનો ફોન જોડ્યો.સામેથી ઋત્વિનો જ મધૂરો અવાજ સંભરાયો.મેં એને અભિનંદન આપ્યા. સવારનો તેનો મીઠો મધૂરો અવાજ દીલને ટાઢક અને મનને શાંતિ આપતો  હતો.અત્યારે પણ તેનું પ્રકાશથી ઝળહળતું  યૌવન.... તેની નજાકટતા .......તેનો શરમ ભરેલો ચહેરો... આ બધું જ  મારી કલ્પનામાં આકાર પામતું હતું.ફોન ક્યારે મુકાઇ ગયો તેની પણ મને ખબર ના રહી.જ્યારે મેં હેલો...હેલો કહ્યું અને સામે છેડેથી કોઈ પ્રત્યુતર ન આવ્યો ત્યારે ખબર પડી કે,ફોન મુકાઇ ગયો હતો.દિલના વલોપાતે તો ખરેખર મને શૂન્યમનસ્ક બનાવી દીધો હતો.હું મારા પર હસી રહ્યો હતો.પછી હું પણ રિસીવર મૂકીને ઊભો થયો અને ઓફિસ જવા તૈયાર  થઈ ગયો.આજે તો ઋત્વિ અને કુંજલિકા બન્ને આવવાના ન હતાં,એટલે મને પણ જવાની  ઇચ્છા નહોતી.આમછતાં ઉદાસ ચિતે ઓફિસે તો પહોંચ્યો અને ઝડપથી કામમાં પરોવાઈ ગયો.મનમાં તો હું ક્યારે ઋત્વિના ઘરે પહોચી જાઉં,તેની ગડમથલ ચાલતી હતી ત્યાં સાગરે આવીને મને ઢંઢોળ્યો ત્યારે મારી ગડમથલ તૂટી.એને મને પૂછ્યું,અરે, પ્રથમેશ,ક્યાં  ગઈ તારી બન્ને  સાથીઓ ! કેમ દેખાતી નથી.મને ખબર નહીં,મેં ટૂંકમાં જવાબ આપ્યો.સાંજ થવા આવી હતી.હું ઉઠવાની તૈયારી કરતો હતો ત્યાં સાગરે કહ્યું ,પ્રથમેશ આટલો પેરેગ્રાફ  ઝડપથી એડિટ કરી આપ.મેં  અનિચ્છાએ પણ કામ પૂરું કર્યું અને બધાથી નજર બચાવતો ઝડપથી ઓફિસની બહાર નીકળી ગયો. રિક્ષામા હું નહેરુનગર ઋત્વિને ઘરે જવા નીકળ્યો.બાપરે! આજે તો આખો દિવસ આ બંને સહેલીઓ વિષે પૂછીને સૌ કોઈ મારું માથું ખાઈ ગયા.તેમાંય સાગર તો ઋત્વિમાં વધારે રસ લેતો  હોય તેવું મને લાગ્યું.એવામાં રિક્ષાચાલકે જોરથી બ્રેક મારી. 

      મારો વિચાર તૂટ્યો.રિક્ષાચાલકે કહ્યું,ભૈયા,આ ગયા નહેરુન્નગર  અબ કંહા પર જાના હૈ.રાઇટ સાઇડ મેં  ધુમા લો ભૈયા.ઋત્વિની સોસાયટીની બહાર ઓટોરિક્ષા ઊભી રાખી.ભાડું ચૂકવીને ઋત્વિના ઘરે પહોચો.આવો પ્રથમેશ એવું કહીને તેને મને મીઠો આવકાર આપીને ખુરશી પર બેસવા સંકેત કર્યો.તેને મને, કુંજલિકા, દિક્ષિતા અને અમારી સાથે અભ્યાસ કરતાં કેટલાક મિત્રોને આમંત્રણ આપેલ હતું. હું પણ તે બધા સાથે જોડાઈ ગયો.ઋત્વિને બધા બર્થર્ડે અભિનંદન આપતા હતાં,મેં પણ ઊભા થઈને તેને શેકહેન્ડ કર્યા અને અભિનંદન આપ્યાં.તેના નાજુક હાથનો હૂંફાળો સ્પર્શે મારા રોમરોમમાં ઉષ્મા ભરી દીધા હોય તેવો આભાસ થતો હતો.તેના હાથ છોડવાનું દીલને કાબુલ નહોતું પણ મજબૂરીએ હાથ છો....ડ.....વો ..... પ......ડ.....યો ......આજે બ્લેક ડ્રેસમાં તેનું રૂપાળું યૌવન ઝળહળતું હતું.તેનું દેહલાલિત્ય મને આકર્ષિત કરતું હતું.તેના લાંબા કાળા ધેરા છૂટા વાળ...તેની વાળની વાંકડી લટો સાથે રમવું હતું.આ બધુ અત્યારે સ્વપ્નમયી ખુશાલીના જમણ જેવુ હતું. હજી તો આ કામણગારી મળવી મુશ્કેલ હતી.

           બર્થડે પાર્ટીમાં અમે બધાએ ખૂબ જ આનંદ,મજાક મસ્તી કરી.અમે છૂટાં પડ્યાં.આવતીકાલે મળીશું,એમ કહીને મેં અને કુંજલિકાએ પણ ઋત્વિથી વિદાય લીધી.રાત્રે જ્યારે હું પથારીમાં આડો પડ્યો ત્યારે મેં વિચાર્યું કે, આ મારો આભાસ હતો કે પછી અનુભૂતિ તેની સમજણ પડતી ન હતી.મેં વિચાર્યું કે,ઋત્વિ ભલે પ્રેમનો એકરાર ન કરી શક્તી હોય,પરંતુ તેનું મૌન મને કહી જતું હતું કે તે મને જ પ્રેમ કરે છે.યસ સી ઈઝ.... હું પણ કેવો પાગલ છું.હાલમાં મને પહેલી પ્રીતનું ધેન ચઢ્યું છે, ઉન્માદ જાગ્યો છે. ઉતેજના અને રોમાંચ પણ વધી રહ્યા છે."શું થઈ ગયું છે મને......? " આમ ઉતાવળે આંબા ન  પાકે મારી જાત સાથે વાતો કરતાં કરતાં મારી  આંખનાં પોપચાં ભીડાઈ ગયા.આજે અમારી ટ્રેનિંગનો અંતિમ દિવસ હતો.મને એટલી બધી ચિંતા નહોતી થતી કારણ  આગળ અમે સાથે આ ફિલ્ડમાં સાથે કામ કરવાના હતા.ટ્રેનિંગ દરમ્યાન ઓફિસમાં મારા નવા જે મિત્રો બન્યા હતા તે બધાનું સરનામું અને કોન્ટેક નંબર લીધા.લેવડદેવડમાં આખો દિવસ પૂરો થઈ ગયો. અમે નીચે આવીને  અમે બે દિવસ પછી " શબ્દસિતાર "ની ઓફિસના તંત્રીને મળવા જવાનું નક્કી કર્યું.વચ્ચેના આ  બે દિવસમાં હું ગામડે જઈ મમ્મીને મળી આવ્યો.દીલને સંતોષ થયો . 

             નક્કી કર્યા પ્રમાણે,હું,ઋત્વિ અને કુંજલિકા બે દિવસ પછી "શબ્દસિતાર"ની ઓફિસે પહોંચી ગયા.તેના તંત્રી સાથે બધી વાતચીત કરી.બીજા દિવસથી ઓફિસે આવવાનું નક્કી કર્યું.અમે છૂટાં પડ્યા,પણ મારૂં મન હજી પણ ધૂમરાતું હતું કે "ઋત્વિ કેમ કશો જવાબ આપતી નથી?"તે મારાં માટે સુંવાંળી લાગણી અનુભવતી હશે કે નહીં...?"વસંતનું આગમન થાય અને કોયલ ટહુકયા વિના રહે ખરી...?આમ ધણા બધા સવાલોએ હાલમાં મારા મગજ પર ભરડો લીધો હતો.જો કે આમાંથી  કોઈ એકનો જવાબ મારી પાસે તો નહોતો.મને થયું કે,એવું પણ બની શકે કે કેટલાક  લોકો એવા હોય છે કે પહેલાં પ્રેમની  કબૂલાત કરતાં કે વાત કરતાં સંકોચ અનુભવતા હોય.ઋત્વિ પણ આમાંની એક હોવી જોઈએ.ચાલો,આવતીકાલે તો મળીશું.પછી તો તે મારી નજરની સામે જ હશે. આ  દરમ્યાન મને  તેનામાં પ્રેમ જગાડતાં વાર લાગશે નહિઁ.આમ પણ રાહ જોઈ રહ્યો છું.થોડીક વધારે જોઈ લઉં.શું કરું!આમ વિચારીને મેં મારા મનને મનાવી લીધું.બીજા દિવસે નિયત સમય પ્રમાણે" શબ્દ સિતારની ઓફિસ પર અમે ત્રણેય પહોંચી ગયા.અમને ડેસ્ક પર સમજણ આપવામાં આવી રહી હતી.અહીં પણ સૌ કોઈ એકવાર ઋત્વિની સામે જોઈ જ લેતા હતા જે નજારો મારા આંખથી અજાણ નહોતી.મને એવું થતું કે ઋત્વિને પડદામાં જ રાખું.કુબ જ ગુસ્સો આવી જતો હતો કે જ્યારે કોઈ ફાટી નજરે ઋત્વિને નીરખે.પણ થાય પણ શું જેના રૂપને જોઈને તો ચમનના ફૂલો પણ આપોઆપ ખીલી જતાં હોય ત્યાં મારી શી વિસાત !

            પ્રતિદિન હું મારા અંત:બાહ્ય મનથી ઋત્વિની મુરતને મારા હ્રદયાસન પર બેસાડતો હતો અને તેના પ્રત્યુત્તરની રાહ જોઈને બેઠો હતો.દિલમાં તેને પામવાના અરમાન વધુ ને વધુ પ્રબળ બની રહ્યા હતા.મહિનાઓ પણ પસાર થઈ રહ્યા હતા.આ દરમ્યાન ક્યારેક ક્યારેક ગામડે જઇ આવતો હતો.દિલ અહીં જ હતું એટલે ગામડે પણ વધારે ટકતો નહોતો.એકવાર એવું બન્યું કે મારે ગામડે લાંબો સમય રોકાવું પડ્યું હતું.પછી જ્યારે અમદાવાદ પાછો આવ્યો અને ઓફિસ પર પહોંચ્યો ત્યારે મને ન તો ઋત્વિ જોવા મળી કે ન કુંજલિકા.મન બેચેન બની રહ્યું હતું.શું થયું હશે?ઘણા વિચારો મને ઘેરી વળ્યા હતા એવામાં ઓફિસમાં કામ કરતાં રાજેશભાઈએ મારો બરડો થપવતાં કહ્યું,અરે,પ્રથમેશ,આ વખતે તો તું ગામડે બહુ લાંબો રોકાયો ને ભાઈ?શું લગ્ન કરીને આવ્યો કે ....?ના..ના..એવું કશું નથી,બીમાર પડી ગયો હતો એટલે રોકાવવાનું લાંબુ ખેંચાઇ ગયું.મેં કહ્યું.પછી હું મારી ડેસ્ક પર જઈને બેઠો.ઋત્વિ ને કુંજલિકા આજુબાજુ ક્યાંય દેખાતા નહોતા.મને થતું કે,આ બે સખીઓનું કહેવું શું?રજા પર જાય છે તો પણ સાથે જાય છે ને આવે તો પણ સાથે.ખરી છે બંને જણીઓ!હું વિચારોમાં ડૂબેલો હતો એવામાં પાછા રાજેશભાઈએ આવીને મને ઢંઢોળ્યો ત્યારે હું વિચારોમાથી બહાર આવ્યો.રાજેશભાઈએ આવીને મને કહ્યું,અલા પ્રથમેશ,તારા વિના ઓફિસ સુની લાગતી હતી.એટલે....શું કહેવા માંગો છો તમે!મેં જરા તેમના મનમાથી કઢાવવાની કોશિષ કરી.મેં કહ્યું  કેમ રાજેશભાઈ!ઋત્વિ ને કુંજલિકા તો હતા ને ....મેં તેમના ચેહરા સામે જોઈને હાવભાવ વાંચવાની મથામણ કરવા લાગ્યો.રાજેશભાઈએ ઉદાસ બનીને કહ્યું.શું કહું પ્રથમેશ,હવે તો હંમેશા માટે ઓફિસ સૂનકાર જ લાગશે.કે..મ...મારાથી અચાનક મોટેથી બોલાઈ ગયું.શું થયું ઋ ...ત્વિ ....અને કું...જ...લિકાને...કંઇ ...!ના,ના એવું કશું નથી થયું તે લોકોને.અહીં તેમણે પગાર શરૂ કરવા માટેની વાતચીત કરી હતી,પણ કશું બંધબેઠું નહીં,એટલે તે લોકોએ આવવાનું બંધ કરી દીધું.પણ હા, પ્રથમેશ મને જાણવા મળ્યું છે કે તેઓ ગાંધીનગરની "ટાઈમ્સ" ઓફિસમાં જોડાયા છે.હું તો સાવ તદ્દન બેશુધ્ધ બનીને સાંભરતો જ રહ્યો હતો.એક પળ માટે તો લાગ્યું કે આભ મારા માથા પર આવીને પડ્યું છે અને હું હવતિયા મારી રહ્યો છું.પણ મેં જાતને સંભારી લીધી અને કામ પતાવીને ઓફિસની બહાર નીકળ્યો. 

               રસ્તામાં હું વિચાર કરી રહ્યો હતો કે,મને જેની બીક લાગતી હતી તે જ બનીને રહ્યું.મને ગામડે જ થતું હતું કે કશું અજુગતું મારી સાથે બનશે અને જે બનીને જ રહ્યું.મારું મન ઉદાસ બની ગયું હતું.લાગતું હતું કે,હું પાગલ બની ગયો છું અને રસ્તા પર દોડી રહ્યો છું.મારે હજુ કેટલી પ્રેમની પરીક્ષા આપવાની હશે!બંને જણાએ આવો નિર્ણય લીધો અને મને જાણ પણ ના કરી...શું હું આટલો બધો ....અરે,ઋત્વિ પણ...મારાથી નિસાસો નંખાઈ ગયો.બહુ જ મથામણ સાથે હું ઘરે પહોંચ્યો.ઘરે જઈને પહેલા મેં ઋત્વિને ફોન જોડ્યો.કોણ હશે સામે?કોણ ઉપાડશે ?એ બધા વિચારોમાં અટવાયેલો હતો ત્યાં જ સામેથી ફોન ઉપડાયો.મેં કહ્યું શું હું ઋત્વિ સાથે વાત કરી શકું છું?જરા મીઠાશભર્યા શબ્દોથી બોલ્યો. હું ઋત્વિ જ બોલી રહી છું. આપ કોણ!મારામાં એક અણધારી કંપારી વછૂટી ગઈ.મેં એક પળ રોકાઈને કહ્યું હું પ્રથમેશ..તું ....પ્રથમેશ ....સોરી,તમારો અવાજ ઓળખી ના શકી.તમે ક્યારે આવ્યા અમદાવાદ ...?  આજે જ આવ્યો છું  અને રાજેશ પાસેથી તમારાં બન્ને ની વિષેની માહિતી મળી તેથી ફોન કર્યો.મેં  ઋત્વિને પુછ્યું કે શું બન્યું હતું ? ઋત્વિ એ મને  વિગતવાર માહિતી  આપી. અમે  આવતીકાલે  ઇંન્ક્મટેક્ષ  ગાંધીનગર બસસ્ટેન્ડ પાસે રૂબરૂ મળવાનું નક્કી કર્યું.ફોન મુકાઇ ગયા પછી  કાકા- કાકી સાથે  થોડી વાતચીત  કરી હું મારા કમરામાં ગયો. મારા મગજ વિચારી રહ્યું હતું.ઋત્વિ... આ તે જ ઋત્વિ કે જેણે આજે ફોન પર  મારી સાથે કેટલી સમજદારીપૂર્વક વાત કરી હતી.હું તો  તેને અલ્લડ,અભિમાની,અને નાદાન સમજતો હતો, પણ તે આટલી સમજદાર હોઈ શકે ખરી...! તેનું આ બીજું રૂપ નિહારીને મેં મનોમન નિર્ધાર કરી લીધો કે હવે મારી જીવનસંગિની ઋત્વિ જ બનશે......ભલે તે માટે મારે કાચા પાપડ  કેમ ન વણવા પડે. સંજોગો સામે ઝુકીશ નહીં. મારો  નિર્ણય અફર જ રેહશે.

              બીજે દિવસે ગાંધીનગરના બસ સ્ટેન્ડે જવાના વિચારથી હું ઝડપથી તૈયાર થઈ ગયો.ઘણા દિવસ પછી મને ઋત્વિનો ચહેરો જોવા મળવાનો હતો.હું ધોળે દિવસે પણ સપનામાં ખોવાઈ ગયો.અરે,વાહ આજે તો ચાંદ અને ચાંદનીનું મિલન થશે.... કેવો સુંદર દિવસ હશે આજનો ...વાહ,મારાથી થોડા મોટા અવાજે  બોલાઈ ગયું.પણ હું અચાનક બેશુદ્ધિમાથી બહાર આવ્યો અને આજુબાજુ નજર ફેરવી જોઈ કે કોઈ મારી સામે જોતું તો નથી  ને...!ઇન્કમટેક્સની બસ પકડી.ચાર  સ્ટોપ પસાર કર્યા બસ ઇન્કમટેક્સના સ્ટોપ પર આવીને ઊભી રહી.નીચે ઉતરી ગાંધીનગરના સ્ટોપ પર  જઈને ઋત્વિ અને કુંજલિકાની  રાહ જોતો હતો,એવામાં સામેના સ્ટોપ પરથી કુંજલિકાને બસમાંથી ઊતરતી જોઈ.તેને રોડ ક્રોસ કર્યો અને ગાંધીનગરના બસ સ્ટોપ પર આવીને ઊભી રહી. હું તેની નજીક ગયો.તેને મને જોઈને આશ્ચર્ય થયું. તે બોલી "પ્રથમેશ તું ...! કયાંથી અહીંયા....કયારે આવ્યો...ગામ...અરે,શાંત થઈશ...આટલા બધા સવાલોના જવાબ  એકીસાથે કેવી રીતે આપું?તું મને બોલવા દઇશ તો જવાબ આપીશ ને..? કુંજલિકા બોલી, ક્રમવાર પૂછીશ.તો ચાલશે ને મિસ્ટર.યાર,તું હજી બદલાયો નથી.તેણે કહ્યું.પછી મેં ઋત્વિ સાથે ફોન પર થયેલી વાતની બધી ડિટેલ જણાવી.હં..મ...એટલે તું  ફોન સુધી પહોંચી ગયો એમ ને...ઓએ....તારો...મતલબ...શું છે?મેં ગુસ્સાનો દેખાવ કર્યો.   

        કશું નહીં...એણે કહ્યું.એવામાં તો ઋત્વિ આવી ગઈ.મેં તેને હેલ્લો કહ્યું.તેને પણ મને સામે તેવો જ  ઉત્તર આપ્યો.અમે વાતોએ વળગ્યાં ત્યાં જ કુંજલિકાએ વાત કટ કરતાં કહ્યું ,તો મિસ્ટર પ્રથમેશ,તે મને હમેંશા મિસ્ટરના સંબોધનથી જ બોલાવતી.તેં શો વિચાર કર્યો છે..? પગાર વિના ક્યાં સુધી ટ્રેનીંગ લેવાની હોય!મેં કહ્યું,કુંજલિકા તારી વાત અને વિચાર સાથે હું સંમત  છું.હું પણ  હવે બીજે જવાની કોશિષ કરીશ અને તેની શરૂઆત આજથી જ કરી દઇશ.ઋત્વિ ચૂપચાપ અમારી વાતચીત સાંભરતી હતી.પછી હું ઋત્વિને સંભરાય તે રીતે બોલ્યો,હું જે સ્થળે જોઇન્ટ થઈશ તેનો કોન્ટેક્ટ નંબર તમને બંનેને આપીશ. જેથી આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકીએ.મેં એક નજર ઋત્વિની સામે ફેરવી તો  મારી અને તેની નજર અચાનક એક થઈ ગઈ,અને તેની આદત મુજબ અચાનક પોપચાં..... ઢાળી દીધા.હું ઋત્વિ એમ બોલવા જતો જ હતો ત્યાં તો તેમની બસ આવી ગઈ.બંને સહેલીઓ બસમાં ચઢી.હું બસને ક્યાંય સુધી અમીટ નજરથી જોતો જ રહ્યો.બસમાં ચઢતી વખતે ઋત્વિએ જે રીતે મારી સામે જોયું હતું તે ચેહરો,તે નયનો મારી આંખ સમક્ષ આવતાં જ વળી,પાછું દિલ ખળભળી ઉઠ્યું.હાય....રે જુદાઇ....      

           બેચેન દિલે શબ્દ સિતારની ઓફિસે પહોંચ્યો. હજીપણ ઋત્વિના તે નયનો મારો પીછો છોડતાં જ નહોતા.આજે પણ હું ઋત્વિને મારા દિલની વાત કહી ન શક્યો તેનો અફસોસ થતો હતો.તો આ બાજુથી ઋત્વિ તરફથી  કોઈ જ અણસાર પણ નહોતો મળતો.હું પણ કેવો છું કે તેના નામની માળા  જપતો રહું છું.ઊંડા વિચારોમાં ડૂબેલો હતો ત્યાં રાકેશે આવીને  ટેબલ પર પાણીનો ગ્લાસ મૂક્યો.  અવાજ થતાં જ તંદ્રા તૂટી ગઈ.હવે ઓફિસમાં આવવાનો ઉન્માદ રહ્યો નહતો. આજનો દિવસ મારાં જીવનનો કરૂણ  હતો. વિરહ.....વેદના....ઋત્વિની સાંકેતિક મૂક નજર....શું સૂચન કરતાં હશે...!બધું પ્રશ્નનાર્થ બની ગયું હતું.પાણીનો ધૂંટ ભર્યો અને કુંજલિકાની આજની વાત યાદ કરી મન મક્કમ કર્યું.મારે મારા પગ પર ઊભા રહેવાનું છે.સંભવત....મારી  જિંદગીમાં  ઋત્વિ આવે અને મારામાં કશી આવડત નહીં હોય તો પછી.... ! ના.... એ.....શકય નથી.તે સમયે રાજેશ મારા ટેબલ પાસે આવીને ઊભો હતો.તેણે કહ્યું શું શકય નથી ?શું જવાબ આપવો તેની પળોજણમાં મુકાઇ ગયો.કંઈ નહીં.મેં કહ્યું.એવામાં મેં મારા ટેબલ પડેલી પ્રેસનોટ પર નજર કરીને કહ્યું.હા...હું  આ પ્રેસનોટ વાંચી રહ્યો હતો.તેમાં જે લખેલું  હતું  તે જોઈને મને થયું કે " આ શકય નથી"અરે, તમે શું કહી રહ્યા હતા રાજેશ....?મેં વાતને  તોડતાં કહ્યું. ચા પીવા બહાર જવું  છે ? તે  પૂછવા આવ્યો હતો.સોરી... રાજેશ,આજે ખૂબ જ વધારે  કામ છે.ઓ......કે.......નો પ્રોબ્લેમ....રાજેશે કહ્યું,તેમના ગયા પછી મારી થોડીક ક્ષણોની અકળામણ ઓછી થઈ.મને વિચિત્ર લાગણી થતી હતી.મારું મન કામમાં લાગતું  ન હોતું, હું ભટકી ગયો હતો, અને આંખો  તેની આદત મુજબ ઋત્વિની ખુરશી પર મંડાયેલી રહેતી હતી. જે હવે ખાલી હતી.તે વેરાન ખુરશી ને જોઈ મને એક પ્ંકિત યાદ આવી.

                                                               

                                                                   નજર સમક્ષ છે તારો ચહેરો,

                                                                    ત્યારે મહેંકી રહ્યો છે તારો શ્વાસ,

                                                                     સતત લાગે છે તું મારી આસપાસ,

                                                                     આવી જા અધરાતે- મધરાતે ને,

                                                                      ભીંજવી દે મને તારા સ્નેહથી

                                                                      આપણો સહવાસ તો નભ- ધારા છે

                        હજી તેની મહેંક શ્વાસમાં ભરતો હતો ત્યાં આદર્શે મારી પીઠ પર ધબ્બો માર્યો.હું એકદમ ચોંકી ગયો.અરે,પ્રથમેશ તું  ઘણા દિવસે દેખાયો કંઈ ! અલ્યા તું ગામડે જઈ આવ્યો.... કેવા હાલચાલ છે ? ટનાટન...... મેં કહ્યું. આદર્શનો સ્વભાવ જ રમતિયાળ હતો. મેં પણ આંખ મિકચારીને સામેથી પુછ્યું  " અહીં તો બધું બરાબર ચાલે છે ને ...?  તેણે કહ્યું , જવા દેને યાર.....શું  વાત કરવી....તેને પણ ઋત્વિના તરફ આકર્ષણ તો  થયું જ હતું. પરંતુ શું.......?અરે યાર, તારી સાથે જે બે છોકરીઓ આવતી હતી. તે ક્યાંક બીજે જોઇન્ટ થઈ છે એવું જાણવા મળ્યું  છે. હું બહારગામ  ગયો હતો અને પેલી  છોકરીઓએ થોડીક  રાહ પણ ન જોઈ. હું આવીને તેમનું સેટઅપ કરવી આપત, શું કહેવું એમને ? આદર્શ નિરાશ થઈને બોલ્યો.શું થઈ ગયું બીજા તાલીમાર્થી આવશે, મેં કહ્યું." ના પણ છોકરીઓ સારી હતી, ક્યાં , યાર આના જાના તો કિસ્મતમેં લીખા હીં હોતા હૈ."આદર્શના આ શબ્દો ઉદાસીથી ભરેલા હતાં. દરમિયાન મેં  "વિકલી ન્યૂઝ" ની ઓફિસમાં મારી જવાની કોશિશો ચાલુ કરી દીધી હતી.બીજી બાજુ હું ,કુંજલિકા અને ઋત્વિ તે દરમ્યાન મળતા રહેતાં હતાં.ઋત્વિ હંમેશા ચૂપ જ રહેતી હતી. મને ક્યારેક લાગતું કે ઋત્વિને મારા પ્રેમની કોઈ દરકાર જ નથી. એક વર્ષ પૂરું થવા  આવ્યું પણ તેના તરફ થી " યસ ... ઓર....નો..." જવાબ પણ મળતો નથી.  તો મારે શું સમજવું ? મને અંબાજીની ધટના યાદ આવી ગઈ. અંબાજીથી પાછા ફરતા, તે લોકો પાછળની સીટમાં બેસીને અંતાક્ષરી રમતાં હતાં. હું ડ્રાઈવર સાથે આગળ સીટ પર બેઠો હતો. ત્યારે મારી અને તેની નજર એક થતી ત્યારે પણ તે તેની નજર હંમેશ મુજબ ઢાળી દેતી. મેં મનોમન નક્કી કર્યું કે હવે હું તેની સામે જોઈશ  પણ નહીં, તે શું મને લોફર,પ્રેમીપાગલ અને  આવારા સમજે છે....? જી .....હા..... હું પણ એક ઉચ્ચ પરિવારનો ,ખાનદાની કુટુંબનો, કોઈકનો લાડકવાયો ,આંખનો તારો છું.જો તે મારા માટે કાઇંક ખરાબ છાપ ધરાવતી હોય તો મારે તેને ભૂસવા  પ્રયત્ન કરવો રહ્યો. ભલે પછી તેના તરફથી મને " ના" નો ઉત્તર મળે. હવે તો મેં પણ મારા મનમાં નિર્ધાર  કર્યો હતો કે " મારા પ્યારની જ્યોત તેનાં દિલમાં પેટાવીને જ જંપીશ. મારું શાયર દિલ જાણે કહેતું હતું:

                                માલૂમ જો હોતા હમે અંજામ મહોબત

                                  લેતે ન કભી ભૂલસે હમ નામે મહોબત.

               એવામાં અચાનક મારી પાસે " વિકલી ન્યૂઝ " તરફથી ઓફર આવી. મેં એ ઓફરનો તરત જ સ્વીકાર કરી લીધો. પગાર ધોરણ નીચું હતું,પરંતુ જ્યારે નવી મંઝિલની શરૂઆત કરતાં હોય  ત્યારે તેની ફળ પ્રાપ્તિની ઈચ્છા તરત ન રાખી શકાય,મેં વિચાર્યું.હું એકદમ ખુશ હતો.ગામડે મમ્મીને ખુશખબર આપ્યા.કુંજલિકાને પણ ફોન કરીને સારા સમાચાર આપ્યા.ઋત્વિને ફોન કરીને  આ સમાચાર આપવાં હતાં પણ.... આખરે અહમ તોડ્યો. મનનાં બારણે તો લીલા તોરણ બ્ંધાતા હતાં છતાં પણ હજી...હું  જ્યારે ઋત્વિને  પ્રેમ કરું છું અને તે પણ અનરાધાર, તો પછી શા માટે હું પ્રેમના સરવાળા- બાદબાકી, ગુણાકાર- ભાગાકાર કરી રહ્યો છું. આનંદની વાત તો પોતાના પોતીકા સાથે સૌ પ્રથમ કરવી જોઈએ ! મારી ઋત્વિ તો પોતાના કરતાં પણ પોતીકી છે. કેમ અળગી કરી રહ્યો છું તેની સમજ મને પડતી નથી , સમજાતું નથી કે હું શામાટે આમ કરી રહ્યો છું ? સ્વમાનની લાગણી બાજુ પર રાખી, આખરે મેં તેને ફોન કર્યો. તેના ઘરનો નંબર ડાયલ કર્યો. યોગાનુયોગ ઋત્વિએ ફોન ઉપાડયો, મેં તેને નવી જોબના સમાચાર આપ્યાં.તેને પણ પોતાની ખુશી વ્યક્ત કરી. સામાન્ય વાતો કરી ફોન મૂકી દીધો.આજે પણ ઋત્વિ સાથે વાતો કરતાં મારી આંખો ઝાંકળભીની બની ગઈ.શરીરમાં હવે જાણે કોઈ ઉત્સાહ જ ન રહ્યો તેવી પ્રતીતિ થવા લાગી.અક્લ્પનીય  થાક  મહેસુસ થવા લાગ્યો.મુશ્કેલીથી હું ચાંદલોડીયાના બસસ્ટેન્ડ પાસે પહોચ્યો. બસ પકડી ઘરે પહોંચ્યો. ઘરમાં દાખલ થયો ત્યારે તીવ્ર બેચેની લાગતી હતી. મનનો થાક..... કે પછી દિલનો થાક.....મૂંઝવણમાં હતો.અથાગ થાકને કારણે મેં પથારીમાં જરા ટેકાવ્યું ને મારી વિચારધારા કવિતાના પરિધમાં ફરવા લાગી.

                                                        તું અર્પિતા બનીને આવ, હું સમર્પિત બની જઈશ 

                                                          તું પ્રેમ બનીને આવ, હું પ્રીત બની જઈશ  

                                                          મારા જીવનનું સાતત્ય મારો પ્રેમ છે સનમ

                                                          અને મારા પ્રેમ નું સત્ય તું છે ઋત્વિ   !

            સૂરજના કુમળા  કિરણોએ મારી પથારીમાં પથરાવ કરીને મને જગાડ્યો.પથારીમાંથી ઊભો થયો દૈનિક ક્રિયા પતાવી હું નવાં કપડાં પહેરીને તૈયાર થઈ ગયો.ભગવાનનાં દર્શન કર્યા..... આજે મારી નવી નોકરીનો પ્રથમ દિવસ હતો. રસ્ત્તામાં પણ ભગવાનના મંદિરે માથું ટેકવી સમયસર  ઓફિસે પહોચી ગયો. "વિકલીન્યૂઝ" ના "તંત્રી મિસ્ટર  તન્મયભાઈએ " મારી ઓળખાણ સાથી મિત્રો સાથે કરવી. મારી ફિલ્ડની કામગીરી સમજાવી મને મારૂ ટેબલ  બતાવ્યું.તન્મયભાઈના ગયા પછી હું મારી જગ્યાએ  ટેબલ પાસે મૂકેલી ખુરશી પર બેઠો.મને જે કામ સોંપવામાં આવેલું તે કામ હું ગંભીરતાથી કરવા  લાગ્યો.ત્યાં જ એકાએક મારી  નજર" સંવેદના" અખબાર પર પડી.ન્યૂઝપેપર હાથમાં લીધું  તેમાં બે  ખૂબ સુંદર લાઈનો લખેલી હતી,જે મારા દીલને ખૂબ જ સ્પર્શી ગઈ.

                                                         હરઘડી જેને પ્રેમ કરતો રહું છું 

                                                         બસ,એના પ્રેમની બે ઘડી તો મળી જાય !

               મારી આંખ સમક્ષ ઋત્વિનું છાયાચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું.મેં મનમાં કહ્યું ઋત્વિ તને પ્રેમ કરું છું અને તને મારા પ્રેમની કિંમત જ નથી.તું ક્યારે મારા અંતરની લાગણીને સમજીશ.જીવનમાં પહેલીવાર અઢી અક્ષરનું પાનું ખોલ્યું છે.તેને કોરું ના રાખીશ.તારો રંગ ચઢવા દે તેના પર.....હે ઈશ્વર,એમ કહીને મારા મોઢામાથી નિસાસો નખાઈ ગયો.મને અત્યારે ને અત્યારે જ ઋત્વિ પાસે જઈને પ્રેમનો એકરાર કરવો હતો.મન ઉદાસ થઈ ગયુ હતું,પરંતુ મેં મારી ઇચ્છાને દબાવી રાખી. સાહેબ, એવામાં પટવાળાએ આવીને કહ્યું  " તુમકો તનમય  સાહેબ બુલા રહે હે ".એક પળનો વિલંબ કર્યા વિના હું ખુરશીમાંથી ઊભો થયો અને સાહેબની કેબિન તરફ આગળ વધ્યો.સાહેબને મેનર્સથી " મેં આઈ કમ ઇન ," સરે કહ્યું "યસ ....યસ.....કમ ઇન, હેવ  એ સીટ પ્રથમેશ ." મેં તેમની સામેની સીટ  પર બેઠક લીધી. સરે પુછ્યું , "ઓલ ઈઝ વેલ , આર યૂ કમ્ફર્ટેબલ......? ઓફિસમાં આજે તમારો પ્રથમ દિવસ છે, વાતાવરણ તમને અનુકૂળ રહ્યું ને ...?" મેં તેમને જવાબ આપ્યો , જી ,હા .. તેમની સાથે વાતચીત કરીને હું  કેબિનમાંથી બહાર નીકળ્યો. મારા ટેબલ પર આવીને ફરીથી કામમાં પરોવાઈ ગયો. કામ પૂરું કરીને સાહેબની મંજૂરી લઈ ઓફિસમાંથી બહાર નીકળ્યો. બસ પકડી સીધો ધરે પહોંચ્યો.મનમાં  અનેક  મૂંઝવણો  ઊભી થઈ હતી. મને ખબર  નથી કે આગળ જતાં આ જંગ કેવો રહેશે ..? યાતનાઓ  કેવી હશે ! મને તો એટલી જ ખબર છે, કે જ્યારે પ્રેમનો વાયરો ફૂંકાય છે ત્યારે સાથે તોફાન જરૂર લાવે છે. મારી મૂંગી આંખોની વેદના...કાશ.... ઋત્વિ .... મારા મોઢામાંથી નિ:શ્વાસ નીકળી ગયો.ઝાંપો ખોલીને હું નિરાશ વદને ઘરમાં દાખલ થયો.કાકા-કાકી મારી રાહ જોઈને બેઠા હતાં. હું પણ તેમની સાથે સોફા પર ગોઠવાયો.પછી કાકાએ પૂછ્યું,પ્રથમેશ કેવો રહ્યો આજે ઓફિસનો પહેલો દિવસ ..?                        સરસ..... મેં વ્યથિત અવાજે કહ્યું.  " શું ઓફિસનું વાતાવરણ સારું નથી ...? કાકીએ પુછ્યું." મેં કહ્યું 'સારું છે.'.... તો પછી આમ ઉદાસ કેમ છે ?  કાકી, મને ખૂબ થાક લાગ્યો છે. થોડોક આરામ કરવાની ઇચ્છા છે.તું પણ...... કાકાએ  કહ્યું .જઈને તું તારા કમરામાં આરામ કર.મારા કમરામાં ગયો. લાઇટ પણ કરવાની ઇચ્છા ન હતી.અંધારામાં પડી રહેવું  હતું. મને ઋત્વિની ખુબજ યાદ આવતી હતી.તેના હાથના સ્પર્શનો ઉન્માદ હજી શમ્યો ન હતો.મને તેના હોઠનો જામ પીવાનું મન થાય છે, ક્યારે આ તુષા તૃપ્ત થશે.....! બેફામ ઉન્માદ વિચારોમાં હું ધેરાઈ ગયો હતો. મને ખબર નહોતી કે હું આ વણઉકેલ્યા કોયડાનો  ઉકેલ મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો.

            રાતનાં આઠ વાગ્યા હતા. કાકીએ મને જગાડ્યો ,કહ્યું ચલ પ્રથમેશ, જમવાનું તૈયાર છે.  ઊભા થવાની ઇચ્છા નહોતી થતી, છતાંય હું અનાયાસે આપોઆપ ઊભો થઈ ગયો. નીચે ઉતરીને આપોઆપ  ટેબલ પર ગોઠવાઈ ગયો. મને ગુમસુમ જમી રહેલો જોતાં , કાકાએ પુછ્યું "કેમ પ્રથમેશ આજે તું બહુ ઉદાસ લાગે છે..... કશું બોલતો નથી.... મમ્મીની બહુ યાદ આવી રહી છે.. તો..... ફોન કરી લે.....ના.... કાકા, મેં કહ્યું એવી કોઈ વાત નથી.પરંતુ તબિયત નરમ લાગે છે.કાકાએ કહ્યું,"આરામ કાર બેટા" .... આ બાજુ  સમય પસાર થતો ગયો. ઓફિસ જોઇન્ટ કરે  પંદર દિવસ પૂરાં થઈ ગયાં.હું  સ્વસ્થતા મેળવવા પ્રયત્ન કરતો હતો. ઓહ.....ખરેખર મને મારા પર દયા આવતી હતી. ઋત્વિ  તરફથી સૂકી પ્રતિકિયા મને  વધુ તડપાવતી હતી. જીગરમાં તેની સંવેદના અને વેદના પામીને જીવી રહ્યો હતો. પ્રણયથી પણ કેટલી ગહરી હોય છે.  પ્રણયની ભાવના  મને થયું. નીરવ શાંતિ લગતી હતી. આ ક્ષણે, ત્યાં બારણે ટકોરા પડ્યા...... કોણ ? મેં પુછ્યું.

                       હું  નંદુ.... પ્રથમેશ ભૈયા.

                       શું કામ હતું....!

                       નીચે તમારો ફોન છે.

ફોનનું નામ સાંભળતા જ મારા શરીરમાં જાણે કોઈ શક્તિનો સંચાર થયો ન હોય તેમ બેઠો થઈ ગયો અને ઝડપથી નીચે ઉતર્યો  ને નજીક જઈને રિસીવર ઉપાડયું,....." હેલો..... કોણ......" સામેથી  કુંજલિકાનો અવાજ સંભળાયો.પ્રથમેશ..... હું....કુંજલિકા...... કેમ ફોન કર્યો ? કામ હતું ?કેમ....વળી કામ વિના ફોન ન કરાય !  ના... મારા કહેવાનો ભાવાર્થ એવો  ન હતો. હું તને ફોન કરવાનો  જ  હતો.પરંતુ, ..... જૂઠ્ઠા.....મને નહીં.....એ તો તું.........શું કહી રહી છું? મારા મોઢા પર શરમના શેળા પડ્યા.એ..ય...  મિસ્ટર, શું મને  કાશી જ ખબર નથી પડતી. અણજાણ  બનવાની  કોશિશ  ન  કરીશ.  હું  જાણું છુ તારા દિલની અને આંખોની વાત. તો.....  તું.....  શ્યોર.તો પછી.....તારી સહેલીને....સોરી..... પ્રથમેશ  હું  આવા મામલામાં પડવા નથી માંગતી. મને અટકાવીને બોલી,પણ  તારા માટે શુભ સમાચાર છે, કુંજલિકાએ કહ્યું. શું તારા એંગજ્મેંટ.....!જી ના મિસ્ટર.....પણ કાલનો દિવસ કોયલનો પહેલો  ટહુકો મીઠો લાગે તેવો હશે. કેમ....? મેં પુછ્યું એવું તો શું બનવાનું  છે મારી જિંદગીમાં જેની મને જ ખબર નથી !કુંજલિકાએ કહ્યું સાંભળ... મેં કહ્યું, બોલો મેડમ...... કાલથી ઋત્વિ  તારી ઓફિસમાં જોઇન્ટ થઈ રહી છે. શું કહ્યું  તે ? મને મારા કાનપર વિશ્વાસ બેસતો નહોતો. ઋત્વિ ઇસ કમિંગ ઇન યોર ઓફિસ ટુ મોરો ..... અંડરસ્નેંન્ડ  મિસ્ટર. ....ક્ષણ માટે તો મારા કાન બંધ પડી ગયા. સામે છેડેથી  કુંજલિકા  હેલો....હેલો.... કરી રહી હતી.થોડીક સેકન્ડમાં હું ગડમથલનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી આવ્યો. રિસીવર સંભાળી લેતાં હેલો....કુંજલિકા....આ તો શુભ સમાચાર જ કહેવાય.તો પછી.... પરંતુ....આમ કેમ....!અને તું.... ! મારી ચિંતા છોડ, કુંજલિકાએ કહ્યું, હવે જે ચિંતા મેં તને વળગાડી છે એની ફિકર કરો મિસ્ટર. હું ટૂંકમાં પતાવું, આ લાઇન છોડી રહી છું. કારણ ના પૂછીશ.લાંબી વાત ફોન પર કરી શકાય નહીં, પણ તું ઋત્વિકા પાસેથી જાણી  શકે છે. આપણી મુલાકાત ક્યારે થશે તેની ખબર નથી,રિસીવર મૂકતાં પહેલાં કુંજલિકાએ " ઓલ ધ બેસ્ટ ફોર યુ ન્યુ....આગળ સમજી ગયો હોઈશ,પ્રથમેશ બાય એન્ડ ગુડનાઈટ. સામે છેડેથી રિસીવર મુકાઇ  ગયું. મેં પણ રિસીવર મૂકી દીધું અને મારા કમરા તરફ ચાલ્યો.

            હું  કોયડામાં અટવાઈ ગયો હતો. ચિતમાં રમખાણ મચી રહ્યું હતું. " શું આ ઈશ્વરીય સંકેત હશે ? દિલમાં ઉમળકો પણ હતો અને મુંઝવણ પણ.... હું વિચારોના ઘોડા દોડાવતો પથારીમાં આડો પડ્યો.એવું તે શું બન્યું હશે,કે કુંજલિકાએ લાઇન છોડવાનો નિણર્ય લીધો ? અને ઋત્વિ.....એકલી મારી પાછળ......?   .... જોડાવવાનું કારણ શું હશે ? સંદેહ જતો હતો, પણ એક વાતનો આનંદ હતો કે મારી મનસા હવે પૂરી  જરૂર થશે."થેંક્યું ગોડ",મેં મનોમન પ્રભુનો આભાર માન્યો.સવારે ઉઠ્યો ત્યારે એકદમ ફ્રેશ લાગતો હતો.ઘણા સમય પછી ગઇકાલની રાત્રિ હું નિરાંતે સૂઈ શક્યો તેવું મેં મહેસૂસ કર્યું, સવારનો બ્રેકફાસ્ટ લીધો અને ઝાંપાની બહાર નીકળ્યો.આજે તો મનને આકાશમાં ઊડવાનું મન થતું હતું.કેવો સુખમય આજનો  દિવસ.....મારા આનંદની કોઈ સીમા ન હોતી ત્યાં કંડક્ટરે બૂમ પાડી નહેરુબ્રિજ સર્કલ.... હું ઉતાવળે  બસમાંથી નીચે ઉતર્યો,ઓફિસના ઝાંપામાં  દાખલ થયો ત્યારે ઋત્વિનું જીજે-વન-બી- 1710 કાઇનેટિક જોવા  મળ્યું. હદયનાં ધબકારા એકદમ વધી ગયાં.ક્યાંક હદય ઉછળીને બહાર ન આવી જાય... બાપરે...મારા મનની મનોદશા અને દિલનું સામ્રાજ્ય ની દશા કેવી થઈ ગઈ છે !" બન્ને જણ સમરાંગણમાં ઉતર્યા  છે.......!" ઓફિસની અંદર ગયો ત્યારે ઋત્વિ જોવા ન મળી. પરંતુ તેનું કાઇનેટીક .... હું વિચારમગ્ન અવસ્થામાં મારાં સ્થાન પર  જઈને બેઠો.ટેબલ પર પડેલા પાણીના ગ્લાસમાંથી  બે ધૂંટ ભર્યા.હવે ધડકનનો થડકાર ધીમો થઇ રહ્યો હોય તેવું લાગ્યું. છતાં અમુક સમયે તેનો થડકાર વધી  જતો હતો. કયાં ગઈ હશે.....! કયાં હશે..... એ ખ્યાલોમાં હતો.ત્યાં  પ્યુને આવીને સાહેબ..... હું તરત સમજી ગયો કે મારે તનમય સાહેબની કેબિનમાં જવાનું છે.

                  સરની પરવાનગી લઈને તેમની કેબિનમાં દાખલ થયો.ઋત્વિ સાહેબની સામેની ખુરશીમાં બેઠી હતી.હું ક્ષણિક એને અચંબાથી તેને તાકી રહ્યો. જાણે હું ઋત્વિને બદલે તેની છાયાને જોતો હોઉં તેમ.... ત્યાં તનમય સાહેબે કહ્યું,પ્રથમેશ આવ, બેસ....હું ઋત્વિની સાઇડમાં ખાલી પડેલી ખુરશીમાં ગોઠવાયો.સાહેબે અમારા બંનેની ઓળખાણ કરાવી. થોડીક ઔપચારિક  વાતો કર્યા પછી સાહેબે ઋત્વિને કહ્યું  " નાઉ  યુ કેન ગો .... બટ .... પ્રથમેશ યું  સીટ હિયર.... આઈ વોન્ટ ટુ સમ ટોક વીથ યુ.ઓકે.સર મેં કહ્યું. ઋત્વિ  કેબિનની બહાર ગઈ, પછી સાહેબે કહ્યું મુબંઇમાં આપણી બીજી એક શાખા છે ત્યાં થોડું કામ છે. મને વિશ્વાસુ માણસની શોધ હતી અને જે માટે મેં તને મોકલવાનો વિચાર કર્યો છે."તું જઈને પૂરું કરીને આવીશ ને...? " હું વિમાસણમાં મુકાઇ ગયો. એક તરફ ઋત્વિનો આનંદ..... બીજી તરફ વિહરની વેદના.... મારાથી  નિસાસો નંખાઈ ગયો. હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. મસ્તકમાં શૂન્યતા છવાઈ ગઈ.... મારી આંખ સાહેબ સામે જ  સ્થિર થઈ ગઈ હતી...... મારી જીભ શું બોલવું તેની મુઝવણમાં હતી.......નિ :શબ્દ....પ્રથમેશ,મારી સામે શું આમ ટગરટગર જોઈ રહ્યો છું.તો,પછી  શું વિચાર્યું...? હું એકદમ ક્ષોભીલો પડી ગયો. સાહેબ સામેથી નજર હટાવી નતમસ્તકે " યસ સર...... જઈશ . .... કામ પૂરું કરીને આવીશ, મે કહ્યું.ઓકે.... ફાઇન..... સાહેબે કહ્યું " લે આ ટિકિટ.... ટિકિટ.... મારા મોઢામાથી શબ્દો સરી પડ્યાં.

              હા,આજ રાતની લક્ઝરીની.... આજની રાત .....હા,કોઈ પ્રોબ્લેમ છે પ્રથમેશ.....નહિતર પછી રાજેશ....સાહેબે કહ્યું.નો.....સર.... આઈ વીલ ડેફીનેટલી ગો,ડોન્ટ વરી,સાહેબ પાસેથી ટિકીટ લઈને હું કેબિનમાંથી બહાર આવ્યો.ઉદાસ ચહેરે હું મારા ટેબલ પાસે આવીને ચેર પર ગોઠવાયો.ચહેરો ઉતરી ગયો હતો. વ્યથિત મને કામમાં પરોવાયો. મેં એક નજર ઋત્વિના ટેબલ પર  ફેરવી.એ મેડમ તો હંમેશની જેમ નીચી મુંડીએ કામ કરી રહી હતી.મેડમને  મારી ઉદાસીમાં જાણે કોઈ રસ જ નહતો....ગુસ્સો આવતો હતો કે હમણાં જ ઋત્વિની પાસે જાઉં અને કહી દઉં, તને હજી મારા પ્રેમની પરિભાષા સમજાતી નથી.....ક્યાં સુધી..... ડોળ કરીશ.....!અરે..... હું કયાં પાછો અટવાઈ ગયો, એમ વિચારીને, મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. ઝડપથી કામ પતાવીને  વહેલાં ધરે જવાનું હતું. બેગ ભરીને પાછું પાલડી આવવાનું હતું. મારી પાસે બે કલાકનો સમય હતો.પણ ઋત્વિને..... કેવી રીતે જણાવીશ.....એને શુભેચ્છા પણ આપવાની  છે. !" ફોન પર પણ જણાવીશ દઇશ... એક કાંકરે બે પક્ષી મરાશે." મેં વિચાયું.

         ઘડિયાળમાં સાડા સાત થયા હતાં. હું મારી જગ્યાએથી ઊભો થયો અને સાહેબની રજા લઈને ઓફિસના દરવાજાની બહાર નીકળી ગયો.નવાવાડજ સુધીની રિક્ષા લીધી અને ત્યાંથી ચાંદલોડીયાની બસ પકડી. ઘરે પહોંચ્યો ત્યાં કાકી ફોન પર વાત કરી રહ્યાં હતાં. હું દાદરા ચઢીને મારાં કમરામાં ગયો. બેગ પેક કરી. મને બેગ સાથે નીચે ઉતરતા જોઈ ને કાકીને નવાઈ લાગી.અરે, પ્રથમેશ....શું થયું.... ? ગામડે મમ્મી બીમાર છે...? પણ..... ફોન..... ! કાકી એકીશ્વાસે સવાલ પર સવાલ કરતાં રહ્યાં. મેં તેમને વચમાં અટકાવીને કહ્યું કાકી ચિંતા કરવા જેવી વાત નથી. પણ.... આ બેગ....અને તું.....કાકી મારા સાહેબ મને ઓફિસના કામે મુંબઈ મોકલી રહ્યા છે.અઠવાડીયું થશે' . મારી ચિંતા ના કરશો. હું તમારા સંપર્કમાં રહીશ.ઊભો રહે પ્રથમેશ.... કાકીએ કહ્યું. કાચના ગ્લાસમાં પાણી લઈ આવ્યાં. હું સમજી ગયો તેમની જૂની માન્યતા, પાણીનો ધૂંટ ભરીને " જયશ્રીકૃષ્ણ" કહીં હું ઘરની બહાર નીકળ્યો. બસ પકડવાં જેટલો સમય ન હતો કારણ ઋત્વિને અને મમ્મીને ફોન કરવાનો હતો.રિક્ષા પકડી પાલડી પહોંચ્યો.રાત્રિના સાડાઆઠ થયા હતાં. મારી પાસે હજી અડધો કલાકનો સમય હતો.મેં આમતેમ નજર કરી એસટીડીપીસીઓનું બોર્ડ વાંચ્યું ત્યાં પહોંચીને  કેબિનમાં જઇ પહેલાં ગામડે મમ્મીને ફોન કરી ટૂંકમાં બધુ જણાવી  દીધું.

                રિસીવર મૂકીને ધડિયાળમાં નજર કરી તો પોણાનવ થયાં હતાં. ઋત્વિ ઘરે પહોચી ગઈ હશે.જોઈએ નસીબ કેવો સાથ આપે છે....મને  સમજાતું નથી કે વાતની શરૂઆત ક્યાંથી કરવી. શબ્દો ગોઠવતા ઋત્વિના ઘરનો નબંર ડાયલ કર્યો. સામેથી રિસીવર ઉઠાવતાં તેનો મધુર અવાજ સાંભરવા મળ્યો. હેલો.... હું પ્રથમેશ બોલું છું....મેં કહ્યું ,હા કેમ છો તમે...?મઝામાં,તેણે કહ્યું તમને શુભેચ્છા આપવા ફોન કર્યો હતો. થેન્કયુ .....ઋત્વિએ કહ્યું.તેણે કુંજલિકાની વાત ટુકમાં કરી.ઓફિસમાં આજના દિવસની શરૂઆત તેના પર વાત કરી.વાત પૂરી કરતાં જ તેણે મને સવાલ કર્યો કે,  પણ આજે તમે કેમ વહેલા જતાં રહ્યા.....? મારે તમારું કામ હતું, ઋત્વિકાએ કહ્યું.મેં ઋત્વિને સાહેબની કેબિનમાંથી નીકળ્યા પછીની વાતચીત સંક્ષિપ્તમાં જણાવી.સમયનો કાંટો ઝડપથી ફરી રહ્યો હતો.મેં કહ્યું,જો તમારે અગત્યની વાત ન હોય તો  હું અઠવાડીયા પછી આવું ત્યારે રૂબરૂમાં જણાવશો..... અઠવાડીયા પછી.....અવાજમાં ચિંતા જેવુ જણાતું હતું.કેમ બહુ અગત્યનું.....?" હા" તેણે કહ્યું.જરા  જલ્દી કહેશો...... મારી બસ...."

                                               " આઈ લવ યુ  પ્રથમેશ " એકદમ ઉતાવળે તે બોલી ગઈ.

           આમ સાંભળ્યા પછી તો મને મારા કાન પર  વિશ્વાસ બેસતો ન હતો.શું કહ્યું ...? મેં ફરી પૂછ્યું,તમે  જે સાંભળ્યું એ...જ... તેણે કહ્યું.શું ખરેખર....  તમે.... સોરી તું મારી સાથે મઝાક તો નથી કરતી ને.....? તને આ રમત લાગે છે પ્રથમેશ ? આવેગમાં તે બોલી.એક મિનિટ  તો અમારા વચ્ચે ચુપકીદી સધાઈ ગઈ.મને ખૂબ આશ્ચર્ય થતું હતું.ઋત્વિ.......  હકીક્તમાં....આ બાજુ મારા મનમાં બીજી જ મથામણ ચાલી રહી હતી અને સામેથી તે મીઠડી બોલતી જતી હતી.....પ્રથમેશ.....કઈ દુનિયામાં છો  તમે ....!મેં તમારી ચિઠ્ઠી નો જવાબ આપી દીધો.....અચાનક ......મારાથી બોલી જવાયું  "નહીં....." કેમ..... તમે મને નથી કરતાં......? શું પેલી ચિઠ્ઠી.....!"નો  ડિયર ...... આઈ.. લવ.. યુ..   .. ટુ મચ..તો... શું... તેણે પૂછ્યું. મેં કહ્યું ઋત્વિ,પ્રેમની દીક્ષા  તો  તારે  મને  રૂબરૂમાં  આપવી જ પડશે.પછી  વાત....અત્યારે તમે ફોન મૂકો,તમારા જવાનો સમય થઈ ગયો છે.તેણે કહ્યું

                                                         "   આઈ  વીલ મિસ યુ ટુ મચ""  કહીને મેં રિસીવર મૂકી દીધું..... 

                                         

                                       @@@@@@@@***********@@@@@@@@@************@@@@@@@@@@

          

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

            

 

 

 

 

 

 

 

 

                       

 

                                                                               

 

 

 

 

 

 

 

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                       

 

 

       

b