Poetry books and stories free download online pdf in Gujarati

કવિતા


😇મળવું છે 😇

મળવું છે મારે કઈ પણ કારણ વગર,
સંબંધ રાખું છું કઈ પણ સગપણ વગર...
પ્રેમ કરું છું કાઇ પણ અપેક્ષા વગર,
સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર...
એક એક પળ નકામી લાગે છે તમારી યાદ વગર,
તમે સાથે હોય તો ચાલુ છું કોઈ પણ ડર વગર...
માની લીધા છે જીવનસાથી કોઈપણ રસમ વગર,
સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર...
શબ્દો પણ નથી લખાતા લાગણી વગર,
તમેતો જિંદગી છો કેમ રહી શકું હું તામારા વગર!

😊😊😊😊😊😊😊😊😊😔😔😊😊


😇 પ્રેંમ કર્યો 😇

તારી બધી વાતોને પ્રેમ કર્યો છે.

તારીબધી આદતો ને પ્રેમ કર્યો છે.

તું હંમેશા સાથે હોઈશ...

તારા વિશ્વાસને પ્રેમ કર્યો છે...

તું પહેલા રડાવે પછી મનાવે,

એ એહસાસને ને પ્રેમ કર્યો છે...

જેમાં હું અને તારી વાતો હોય,

એ વાતોને પ્રેમ કર્યો છે,

તું મારી સાથે જિંદગીભર પ્રેમ કરીશ,

એવા સપનાઓને પ્રેમ કર્યો છે...

ના પૂરા થાય એવા અરમાનો સાથે...

આ અધૂરી જિંદગી ને પ્રેમ કર્યો છે...

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊




😇આશનું કિરણ 😇

તારું મળવું એ મારી માટે આશા નું કિરણ છે...

તું મારી માટે એક વાર એકવાર આવીશ એ મારી આશા છે...

તારું મળવું એ મારી માટે આશાનું કિરણ હતું...

રાતો જાગી ને તું મારી સાથે વાત કર એવી મારી આશા છે...

તારું મળવું એ મારી માટે આશાનું કિરણ હતું...

ભરપૂર નિરાશા વચ્ચે તારો એક મેસેજ ની રાહ જોવી...

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊



😇દિલની ડાયરી😇

ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય...

પેન સહી થય રેલાય ત્યારે નામ તારું લખાય,

ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય...

ડાયરી જોઈ ને યાદો તારી રચાય,

કેમ રોકુ આ યાદો ને તુ જ બતાવ,

ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય...

પંક્તિ લખુ તો શબ્દો ભુલાય,

કેમ કરું કવિતા પુરી તુ જ બતાવ,

ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય...

ડાયરી ના પના પના તારી યાદો અપાવે,

કેમ કરી ને તને ભૂલી જવાય,

ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય...

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


😇યાદ😇

આજે હું તારા પાસે જ છું તને કોઈ ફર્ક નથી પણ
એક દિવસ હું તને યાદ આવીશ,
અત્યારે તો ઘણા છે સાથે તારા પણ એકલતા
અનુભવી ત્યારે હું તને યાદ આવીશ,
આજે તો મારી વાતો તને હેરાન કરે છે
તુ આજ વાતો યાદ કરીશ,
નથી અસર તને મારી નારાજગીની પણ ક્યારેક તો
તું પણ મને યાદ કરીને નારાજ રહીશ,
હાલ તો ઘણા છે ચાહવાવાળા તારા પણ ક્યારે સાચા
પ્રેમ ની કમી ખૂટશે ત્યારે હું યાદ આવીશ ,
અત્યારે તો છું તારા સાથે નહીં હોવું ત્યારે તું
જ મને શોધવા આવીશ,
બધું જ તારા પાસે હોવા છતાં કંઈક ખુટશે ત્યારે તને
હું યાદ આવીશ.❤

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


😇અમારા શિક્ષક 😇

અમારા શિક્ષક અમારા ભગવાન હતા...
એમ ના જીવન મા બે રંગ લય ને,
અમને હજારો રંગ બતાવીયા છે.
એજ હજારો રગ થી અમેને આજે,
સાચા રસ્તા પર ચાલતા શીખવીયુ છે.
શિક્ષા આપીને અમને સાચો રસ્તો બતાવીયો.
પેલા ગુરુ આપના માતા-પિતા અને,
બીજા ગુરુ આપના શિક્ષક હોય છે.

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


😇રમત😇

નિશાળે જાતા ને રમતો રમતાં...

કોઈ કહે મારે રમવું છે સંતાકુકડી,
અને કોઈ કહે મારે રમું છે સાત-તાળી

ભેરું જોડે તો આંધરોપાડો રમતા,
આંધરોપાડો રમી ને લગડી પણ રમતા,

નિશાળે જાતા ને રમતો રમતાં...

સર તો અમને કેટલાં-કેટલાં રમાડતાં,
સાથે ખો-ખો પણ રમતાં અને રમાડતા,

ઘરે આવીને શેરીમાં જય ને કેતા કે,
અમને નિશાળે તો રમતો રમાડે,

નિશાળે જાતા ને રમતો રમતાં...

નિશાળે જય ને બેટબોલ રમતાં,
સાત-કુકડી રમવાની મજા આવતી,

પાટીમાં ઈસ્ટો ને નવકૂકડી દોરતા,
બે રંગ ના પણા ગોતી ને રમતાં,

નિશાળે જાતા ને રમતો રમતાં...

કાગળના પ્લૅન બનાવીને તેનાથી રમતાં,
ઝાડ ઉપર ચડી ને આમલી-પીપળી રમતાં,

ટીમ પાડીને કબડી રમતાં,
ઠેરીએ રમતાં ને ઠેરી જીતતા,

નિશાળે જાતા ને રમતો રમતાં...

બોટલમાં રેતી ભરીને ડબલાનું ડૂશ રમતાં,
ચકલી ઉડે ફરરર એ પણ રમતાં,

ભમેળામાં દોરી વિટી ને તેને ફેરવતા,
કોઈ તો તેને હાથ માં ફેરવતા,

નિશાળે જાતા ને રમતો રમતાં...

પાંચ પાણા ગોતી ને ચબે રમતાં,
સાત ખાના ગારી ને ઠાકલા રમતાં,

નિશાળની એ રમતો અને શિક્ષકો મને આજે પણ યાદ છે,

નિશાળે જાતા ને રમતો રમતાં...
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊