Megha ni dayari - 2 books and stories free download online pdf in Gujarati

મેઘાની ડાયરી - 2

મારા પ્રેમ પ્રકરણને લઇને આજે ઘણા વિઘ્ન આવ્યા. મારી મરજી વિરુદ્ધ મને પરણાવી દીધી મારી ઈચ્છાઓ સપનાંઓ, ઓરતાઓ અધૂરા રહી ગઈ. મારાં જીવનનો અંત હોય એવો અહેસાસ થયો.

શું એક સ્ત્રીની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી હશે ખરી..?
શું પ્રેમ કરવો કોઈ ગૂનો છે..? કોઈ આભડછેટ છે? તો કેમ લોકો પ્રેમને લફરુંનુ નામ આપી પ્રેમીઓને છૂટાં પડે છે?

મેં પાનું ફેરવ્યું
હું નવપલ્લવિત પ્રભુતાના પગલાં પડી સાસરીની ઘરની શોભા, લક્ષ્મી બની. કબૂતરનાં પગ નવ દિવસ રાતાં. પછી એક સાથે, સ્ત્રીને જેમ મા દુર્ગાને નવ હાથ હોય એમ સાસુ પોતાની રૂમ માંથી બૂમ પડે મેઘા ચા લાવજો સાડા સાત વાગી ગયા છે અને નળિયા ક્યારનાં સોનાના થઈ ગયા છે. ત્યાં બીજી ક્ષણે બેડરૂમ માંથી પતિદેવ નાહિને બાથરૂમ માંથી બહાર નીકળી તૈયાર થઈને બૂમ પડે મારો બેલ્ટ નથી મળતો મારે ઓફીસ જવાનું લેટ થાય છે જલ્દી આવીને ગોતી આપ. ત્યાં પૂજાઘર માંથી અવાજ આવ્યો બેટા મેઘા મારી માળા નથી મળતી ભાળી છે??
"રાઈટ એક વર્ષ વિતી ગયું વહું બેટા અમે તમારી ઉંમરના હતાને ત્યાં પારણાં બંધાઈ ગયાતા હવે મને ટેકો કરે એવું, અને ખોળો ખુંદનાર આપો" મારા સાસુ બોલ્યા. હું શરમાઈ છતાં નજરો નીચી ઢાળીને આશિર્વાદ લીધા. એટલામાં પારસ પણ આવી ગયા. પહેલી લગ્નની વર્ષગાંઠ બહુ જ ધૂમધામથી ઊજવાય.
બીજું વર્ષે પણ મારી સૂની કોખ પર હાથ પ્રસરાવવા સિવાય કંઈ ન હતું. આવાં સમયે ગોળાને તો ગળણા બંધાય પણ આપડો સમાજ એક સ્ત્રીને જ દોષિત કેમ સમજે છે. એક સ્ત્રી માતૃત્વ ધારણ ન કરી શકે તો શું કોઈ શુભ પ્રસંગોમાં પણ એની હાજરી ખૂંચે? આવો છે આપડો સમાજ ? હું માતૃત્વ ધારણ ન કરી શકું એમાં મારો શું વાંક, માંરો શું દોષ ?
દરેક સ્ત્રીને વળાવતી વખતે સાસરી પક્ષના મોભી, પિયર પક્ષના મોભી ને એવું જ કહેતા હોય છે કે તમારી દીકરી એ અમારી દીકરી પરંતુ જ્યારે વહું બનેલી સ્ત્રી ક્યારેય પોતાના અધિકારો માટે અથવા કોઈ વાત પર મનમાની કરે કે ઉંચા અવાજે બોલે તો વહુને કહેવામાં આવે છે વહું જરા માપમાં રહેજો....
એક, બે ત્રણ, ચાર વર્ષો વિતતા ગયા. માતૃત્વ ધારણ કરવાં હું થનગની રહી હતી પણ વિધિનાં વિધાનમાં ક્યાં કોઈ મેખ મારી શકે છે ખરું. લોકોએ પોતાના વિચારોને બદલાવવા જોઈએ.
અમે એક પ્રસંગમાં અમારા સંબંધીના ઘરે સીમંત વિધિમાં ગયા હતાં. ત્યાં વિધિ ચાલતી હતી. હું જેનું સીમંત હતું તેમની બાજુમાં ઉભી હતી. તો એક જૂના જમાના થી ચાલી આવતી પ્રથા મુજબ ચોખા ભરેલી થેલી મારા હાથમાં હતી. અચાનક એક દાદીમા જેવડાં દાદી ઉભા થયા અને જોર જોર થી બધાને કહેવા લાગ્યા કે આ સ્ત્રીને તો સંતાન નથી તો એમને ચોખા ભરેલી થેલી ન આપવી જોઈએ. આ સાંભળીને બધી સ્ત્રીઓ અંદરોઅંદર ગુપચુપ વાતો કરવા લાગી. આ વાત પુરુષોની અલગ બેઠક વ્યવસ્થા હતી ત્યાં સુધી પહોંચી. પારસ બધાં પુરુષોની બેઠક વ્યવસ્થા માંથી ઉભા થઇ બધાં વચ્ચે આવીને બોલ્યાં એવું કંઈ જ નહીં હોય 'સાપ ગયા ને લીસોટા રહી ગયા' અમારાં ઘરે સંતાન નથી તો શું એમાં મેઘાનો કે મારો કોઈ દોષ ?? સંતાન નહીં થાય તો અમે અનાથ બાળકનાં માતા-પિતા બનીને અનાથ બાળકને સહાય આપી સથવારો બનીશું. પણ આ રીતરિવાજો ન બદલાય તો કંઈ નહીં આ વિચારધારા તો બદલો. આપડે એકવીસમી સદીમાં જીવવું જોઈએ આ જોઈ મારું મન અંદરથી ખુબ ખુશ થયું અને બહારથી હું રડી પડી. કોઈની તો ખબર નથી પણ આજ પારસ મારી સાથે છે.
હું આજ દસ વર્ષ પછી પણ માતૃત્વ વિહોણી, સંતાન વિહોણી મારી આ વ્યથા તો હું કોને કહું એટલે જ તને (ડાયરી) કહું છું. આઈવીએફ પણ બે થી ત્રણ વખત કર્યું પણ પરિણામ શૂન્ય ભગવાન પણ બેરા અને આંધળા થયાં હોય એમ એ પણ સામે નથી જોતા પથ્થર એટલા દેવ કર્યા માનતાં, બાધા આખડી, જે પણ થતું હતું બધું કર્યું, હજુ બધું કરવા તૈયાર છું.
આમ જોવા જઈએ તો ભગવાનને પણ દોષ ન દેવો જોઈએ. મારા નસીબમાં જ નહીં હોય.
પણ મેં મારા મનને હંમેશા મક્કમ રાખ્યું છે, હું ટૂટી છું પણ હાર નથી માની.

શું માતૃત્વ ધારણ ન થવું એમાં સ્ત્રી દોષિત ગણાય ખરી?

એટલું વાચતા જ મારી આંખમાં આસુ આવી ગયા.

મને તો ખબર જ ના હતી કે બહારથી હંમેશા ખુશ દેખાતી મારી સખી મેઘા અંદરથી ખૂબ પીડાય રહી છે.
હું કદાચ એના માટે કંઈ ના કરી શકું તો કંઈ નહીં પરંતુ મારી સખીને ખુશ રાખી એનું મન જરૂર હળવું કરી શકું..

સમાપ્ત 🙏🏾