pehramni books and stories free download online pdf in Gujarati

પહેરામણી

ઘર માં ધમાલ છે રેવતી ના લગ્ન ની, ભણેલી ગણેલી કમાતી છોકરી છે રેવતી અને પાછી સ્વત્રંત મિજાજ ની પણ પ્રેમાળ છે..
તો જ સોહમ પ્રેમ માં પડે ને, ખુબ વધારે માની લો ઊંધે કાંધ પ્રેમ માં હતો.. ભણતા ભણતા જ પ્રેમ થઇ ગયેલો પછી સોહમ એ એના પપ્પા નો બિઝનસ સાંભળી લીધો અને રેવતી જોડાઈ ગઈ બેન્કિંગ સેક્ટર માં.

લગ્ન માં વિરોધ થઇ શકે એમ જ ના હતો રેવતી ના ઘરે માં પપ્પા મમ્મી અને રેવતી. મમ્મી પ્રોફેસર અને પપ્પા ad agency ચલાવે. ઘર માં ખુબ જ મુક્ત વાતાવરણ.. રવિવાર કે રજા ના દિવસે મમ્મી પપ્પા ના મિત્રો ઘરે આવે આખો દિવસ સંગીત, કયારેક કોઈ મૂવી જોવા નો કે પછી ક્રિકેટ મેચ જોવાનો કાર્યક્રમ ગોઠવાઈ.


પપ્પા કામ માટે ૧૫ ૨૦ દિવસ જયારે જયારે બહાર રહે ત્યારે મમ્મી અને રેવતી શોપિંગ કરે, બહાર જમવા જાય કે પછી પપ્પા સાથે ત્યાં જોડાઈ જાય, ઈન મીન અને તીન નો સંસાર બસ..
આ રેવતી લગ્નઃ ગ્રંથિ થી જોડાય રહી છે સોહમ સાથે..


સદાય ચોખ્ખા અને વ્યવસ્થિત રહેતા રેવતી ના ઘર માં અવ્યવસ્થા ભરપૂર છે સાંજ ના લગ્ન છે એક ખૂણા માં ગાદલા ની થપી પર થી બાળકો કુદકા મારી રહીયા છે.... તો બીજી બાજુ બધી ઢોસીઓ ભેગી થઇ ને વર્ષો જુના વાતો ના પોટલાં ખોલી રહી છે.... ફૂલ વાળો હજી ફૂલ લઇ ને આવ્યો નથી અને પૂજાપા ના સમાન માં ચાર વસ્તુ ખૂટે છે... અત્યંત કાળજી થી તૈયાર કરેલા પતાસા ના પડા ક્યાં મુકાઈ ગયા છે યાદ નથી આવતું.. ને બ્યૂટીપાર્લર વાળી ફોન ઉપાડતી નથી.. આગળ ના  દિવસ રસમ માં બાકી રહી ગયેલી સ્ત્રીઓ હાથ માં મહેંદી મુકાવી રહી છે.. અને રેવતી વ્યસ્ત છે મોબાઈલ પર સોહમ સાથે વાતો કરવા માં..


સોહમ ના ઘરે મંડપ મુહર્ત ની વિધિ ચાલી રહી છે..ફોન માં પણ રેવતી ને ખાસો શોરબકોર સંભળાઈ રહીયો છે.
સોહમ નું કુટુંબ તો મોટું અને સંયુક્ત, સોહમ ના મમ્મી પપ્પા એની બેન, ૨ કાકા કાકી અને એમના છોકરાઓ અને વિધવા ફોઈ ૧૩ લોકો એક જ ઘર માં રહે..

શરુ શરુ માં તો રેવતી ને બધા ના નામ યાદ રાખવા માં પણ તકલીફ થતી હતી.. એક તો ઘર માં જ બોવ બધા લોકો ઉપર તેથી લગ્ન ના મેહમાન સોહમ નું ઘર તો જાણે મોટી છાવણી બની ગયું હતું.કકળાટ અને શોરબકોર થી ત્રાસી ને રેવતી અને સોહમ એ છેવટે WhatsApp નો સહારો લીધો ત્યારે વાત થઇ શકી..


ખુબ બધા ઘોંઘાટ વચ્ચે હવે લગ્ન વિધિ ચાલી રહી છે.કન્યાદાન, હસ્તમેળાપ, સપ્તપદી ના વચનો બધું જ ધીમી ગતિ એ ચાલી રહીયુ છે ફેરા પછી મળવા આવનાર બધા સામે ઓળખાણ પડ્યા વગર જ હસી ને રેવતી થાકી ગઈ છે.હવે એના ચેહરા પર નારાજગી, થાક અને કંટાળો દેખાઈ રહીયા છે..અને એને નવાઈ લાગી રહી છે કે સોહમ બધા જોડે હસી હસી ને વાતો કરી રહીયો છે એ થાકતો નહિ હોઈ?  પોતાના કુટુંબ ની વય્ક્તિ હોઈ તો તો ઠીક એ તો રેવતી ના કુટુંબ ની વય્ક્તિ, મામા માસી કાકા ને એમના પણ બચ્ચા કચ્ચા સાથે હસી હસી ને વાતો કરી રહીયો છે આટલી વાતો તો રેવતી પણ નહિ કરતી હોઈ આખરે ઉભા થવાનો આદેશ મળી ગયો છે, વડીલો ને પગે લાગી વર કન્યા જમવા તરફ જવા લાગ્યા, બીજી બાજુ ગાદલા પાથરી ને પહેરામણી ની તૈયારી થઇ રહી છે.


રેવતી ના મમ્મી પપ્પા ને આમ રિવાજો માં વધારે ખબર ના પડે પણ વડીલો ની સલાહ માની ને એમને પહેરામણી નું લિસ્ટ મગાવેલું સોહમ ના માં બાપ પાસે થી સોહમ ના માં બાપ એ છેક સુધી કઈ નક્કી કર્યું જ નહિ અને લગ્ન નો દિવસ આવી ને ઉભેલો, રેવતી ના ઘરે વાળા તરફ થી આવડ્યું અને યાદ આવ્યું એવી પહેરામણી કરવાની હતી બસ ને જેવી પહેરામણી શરુ થઇ સોહમ ના પપ્પા ઉભા થયા.

સોહમ ના પપ્પા એ મંડપ ની વચ્ચે ઉભા થઇ ને કહી દીધું આ કોઈ પહેરામણી અમને ખપે નહિ, સોપો પડી નો ઘડી ભર તો. બધા વિચાર માં પડી ગયા પહેરામણી જ ના કરો એમ કે છે કે પછી આવી પહેરામણી ના કરો એમ કે છે આ લોકો? રેવતી ના મમ્મી પપ્પા તો સ્તભ થઇ ને જોઈ રહિયા.. 

આમ પણ સોહમ ના ઘરેવાળા કાહિયા કરતા હતા કે કંકુ અને કન્યા સિવાય કઈ ના જોઈએ(આપણા સમાજ માં છોકરા વાળા ખાલી સારું લગાડવા માટે જ આવી વાતો કરતા હોઈ છે બાકી જો છોકરી ના માં બાપ એને ખાલી હાથે મોકલી આપે તો બિચારી છોકરી ને આખી જિંદગી મેણાં ટોણા સંભળાવે) પણ એનો અર્થ એવો થોડી થાય કે છોકરી ને કઈ આપવું નહિ  એવું બોલવું છોકરા વાળા નો ધર્મ છે અને એ વાત ના માનવી અને પોતાની રીતે દહેજ અને પહેરામણી આપવી એ છોકરી વાળા નો ધર્મ છે એવું જ આપણા સમાજ માં સ્વીકારાયેલું છે. પણ અહીંયા તો સોહમ ના મમ્મી પપ્પા જ નહિ આખું ઘર એક જ મત નું હતું કઈ નહિ લઈએ. માંડ માંડ બીજા વડીલો વચ્ચે પડીયા ત્યારે તોડ નીકળ્યો પહેરામણી લઈશું ખરા પણ કપડાં દાગીના કે રોકડ રૂપે નહિ અને બીજું પહેરામણી રેવતી એ જ કરવાની રહેશે, દર મહિને એક પહેરામણી અને એ પણ રેવતી એ જ એના માં બાપ એ નહિ.

આ પાછું નવું તુત એમ મન માં વિચારતા રેવતી ના માં બાપ એ વાત સ્વીકારી લીધી અને રંગે ચંગે વિદાઈ થઇ રેવતી ઘર માંથી...

લગ્ન ની પેહલી રાત.. થાક અને રોમાંચ ની રાત.. એકમેક માં ઓગળવાની રાત.. સાથે મળી ને સપના જોવાની રાત પણ અહીં તો રેવતી ને ઉચાટ એ હતો કે એને પહેરામણી કઈ રીતે કરવાની હશે.,બધા ને સાથે લઇ ને ખરીદી કરવા જવું પડશે.? ને બધા મોંઘુ જ પસંદ કરશે તો? એને સોહમ ને પોતાની ચિંતા વ્ય્ક્ત કરી પણ એને તો કઈ પડી જ નોહતી તોફાની હાસ્ય સાથે એ રેવતી ની નજીક સરક્યો અને પછી ઉન્માદ માં સમય અને ચિંતા બને વીતી ગયા.

બને હનીમૂન પર પણ જઈ આવ્યા.. આવી ને પાછો રૂટિન, સોહમ પોતાની ફેક્ટરી જવા ૯:૩૦ એ નીકળતો અને રેવતી પણ લગભગ એ  જ સમય પર નીકળતી. ફર્ક માત્ર એટલો જ હતો જ સોહમ સવાર નો સમય ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માં, છાપું વાંચવા માં અને ઘર ના બચ્ચા કચ્ચાં સાથે તોફાન કરવાં માં વિતાવતો જયારે રેવતી પિયર ની આદત મુજબ પોતાના રૂમ માં જ નાસ્તો કરી લેતી ને પછી ચાલી જતી ઓફિસ.

મહિનો વીત્યો હશે અને સસરા ની પહેરામણી ની શરત આવી.. "સવારે રેવતી એ બધા સાથે બેસી ને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવો પડશે.."

નવા નવા લગ્ન થયા અને સસરા ની વિચિત્ર પહેરામણી ની શરત આવી.. આવી કેવી શરત બધા સાથે બેસી ને નાસ્તો કરવાનો નાસ્તો એટલે નાસ્તો ડાઇનિંગ ટેબલ પર થાય કે પછી રૂમ માં એનો સ્વાદ બદલાય થોડો જવાનો છે, રેવતી ઘણું ચિડાઈ સોહમ પર પણ સોહમ લુચ્ચાંઈ કરી ને ખસી જ ગયો, ના પાડવી હોઈ તો ના પડી દે સોહમ બોલ્યો, પહેરામણી નું વચન તે જ આપેલું મંડપ માં એ ના ભૂલીશ, જબરો છે સોહમ પણ, બબડતી રહી રેવતી.. રેવતી ને થયું કે એને આ માણસ ને પ્રેમ જ નોહ્તો કર્યો એને જેને પ્રેમ કર્યો હતો એ સોહમ માત્ર રેવતી ની સામે જોઈ ને એની વાત સાંભળતો, ડ્રાઈવ પર લઇ જતો, ડિનર પર લઇ જતો, મૂવી જોવા લઇ જતો. 

એટલે અત્યારે પણ લઇ જાય છે પણ જતા જતા રસ્તા માં મમ્મી ને માસી ન ત્યાં ઉતારે છે, ત્યાં માસી એ બનાવેલી સખત ગળી ચા અને થેપલું પલાંઠી વાળી ને ખાઈ છે અને પછી રેવતી સાથે બાર જમવા જાય છે, લોન્ગ ડ્રાઈવ પર થી આવતા આવતા કાકા ની ખુશ્બુ ને ટ્યૂશન પર થી લેતો આવે છે અને મૂવી જોવા તો બધા બચ્ચા કચ્ચાંઓ ને સાથે લે છે, રેવતી અકળાઈ નહિ તો શું થાય.

મને કમને રેવતી એ પપ્પાજી ની શરત માનવી પડી અને સવારે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવાની ટેવ પાડી, શરુ શરુ માં એ કમ્ફટેબલ નોહતી પણ પછી એને પણ મજા પડવા લાગી..સવાર સવાર માં બધા ની પસંદ નો અલગ અલગ નાસ્તો ખાવા મળતો હતો, એટલે આમ તો ઘણી મજા પડે એવી વાતો પણ થતી હતી રેવતી એ નોંધ્યું કે મમ્મીજી અને બંને કાકીજી પણ સાથે બેસી ને જ નાસ્તો કરતા હતા એને ધાર્યું હતું એટલા રૂઢિચુસ્ત ના હતા એને સાસરિયા વાળા..

અને આમ એક મહિના પછી મમ્મીજી ની પહેરામણી માંગવાનો સમય આવ્યો, "શનિવાર સાંજે રસોઈ કરવાની.." અને એમાં તો રેવતા ના મોતિયા મરી ગયા, ચા અને મેગ્ગી સિવાય કઈ આવડે નહિ એને, સંજીવ કપૂર ની રેસિપી બુક લઇ આવ કે યૂઉટુંબ પર વિડિઓ જોવ એવા વિચાર માં અટવાતી રહી રેવતી, પણ ત્યાં જ કાકીજી અને ખુદ મમ્મીજી એ સપોર્ટ આપ્યો, તું એકલી નહિ હોઈ રસોડા માં અમે બધા હઈશું તારી સાથે અને પછી ના બે મહિના પછી બધા ને રસોડા માં થી બહાર કાઢી ને રેવતી એ બાજરા નો રોટલો, રીંગણ નો ઓળો અને ગાંઠિયા ની કાઢી બનાવી ત્યારે બધા આંગળા ચાટતા રહી ગયા. ફિદા થઇ ગયા બધા રેવતી પર અને પછી તો આવી પહેરામણી ની રાહ જોવા લાગી રેવતી..

પછી તો દર મહિને રેવતી એ એક એક પહેરામણી આપી,ટેબલ પર બેસી ને નાસ્તો કરવાનો અને શનિવારે જમવાનું બનાવા સિવાય ઘર ના છોકરા ને ગણિત શીખવાનું,  ફોઈજી નું પેન્શન એકાઉન્ટ હૅન્ડલ કરવાની, રવિવાર ઘર ના બધા બેડ રૂમ માં બેડ શીટ બદલી નાખવાની, એકદમ લેટેસ્ટ ફિલ્મ ની બધા માટે ટિકિટ્સ બુક કરવાની, આવી ઘણી બધી જવાબદાર આવતી રહી પહેરામણી રૂપે. ફર્ક માટે એટલો હતો કે આવી પહેરામણી ની રેવતી ને મજા આવતી હતી.ઘડાતી જતી હતી અને ઘર મા ભળતી જતી હતી હવે ઘર મા આવતા વેંત છોકરાઓ ને બૂમ પાડતી, કાકીજી માટે ચટાકેદાર વડાપાઉં લઇ આવતી, ઘર ના વહેવાર સાંભળતી, સંયુક્ત કુટુંબ મા જ રેહવાઈ એવું સ્પષ્ટ પણે માનતી આ બધું જોઈ ને રેવતી ના માં બાપ વિચારે છે આવા વેવાઈ બધા ને મળજો, સોહમ વિચારે છે મારી પસંદગી ખોટી નોહતી.. આ રેવતી વિચારે છે કાકાજી ના છોકરા ના લગ્ન ૬ મહિના પછી છે તો એની આવનારી વહુ પાસે પહેરામણી માં હું શું માંગુ .......?