Kone bhulun ne kone samaru re - 87 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 87

મનહરના અમરેલીના ઘરમા બેસીને ધરાઇને ઢોકળા ખાતી વખતે ચંદ્રકાંતની આંખમા આંસુ હતા,મનહરની આંખો પણ સજળ હતી...બન્નેને ખબર હતી કે અમરેલી સાથેના અંજળપાણી ખુટી ગયાહતા...ફરી નગર મળે મળે એવું યે નહોતુહવે પાક્કા થઇ ગયું હતું કે નગર તેને નથીમળવાનું.વિધિની કેવી વિચિત્રતા કે મોટાભાઇને પણ અમરેલીએ ભરપૂર પ્રેમ કરેલો ઇજ્જત આપેલીપણ તેને અમરેલીથી નફરત થઇ ગઇ હતી ને ચંદ્રકાંતે રડી રડીને અમરેલીને પોતાની કરેલી તને અમરેલી છોડવાની હતી .હવે ટાવરનાં ચોકમાં અમરેલી ગમના રાહડા લેતા રમેશ પારેખ ક્યારેય નહીમળે .

હવે અકારણ ચંદ્રકાંત બાકી બચેલા સમયના ટુકડાને રસભરીને માણવા મરણીયા પ્રયાસમાહતા...આખા અમરેલીને આંખોમા ભરીને છેલ્લું છેલ્લું પીવું હતુ....કોને ખબર નગર પછીનીજીંદગીમા "આવ બેટા આવી ગયો..?"ની પ્રતિક્ષા કરતુ રહેશે અને ચંદ્રકાંત સમય સંજોગોનીબેડીઓમા બંધાતા જાય... ધરતીમાં ને જવાબ પણ ગઇ નહી શકે કે કારણપણ આપી નહી શકે.આંગળીમાં કાગળ જેમ અમરેલીમાને એમાં થશે કે મારો ચંદુ મોજમજા કરવામાં એશઆરામ કરવામાંમને ભુલી જશે ?તેના પાલવ સમી માટીનાંએક એક ખુણા સુંઘતા ચંદ્રકાંત એક એક મિત્રોને મળવાતરસતા રહ્યા...રમેશ હજી અમરેલીમા રાજપાટ ભોગવતા નહોતા...પણ એક બાજુ અમરેલીમાંનાગરબા ગાતા હતા તો બીજી બાજુ ઘોડે ચડીને આલા ખાચરને મળવા ,મીરાના ગઢમા હોંકારા કરવાનહોતા ગયા હજી તેનો મુંજારો ડૂમો છાતીમા કડેડાટી બોલાવતો ભીંસતો હતો...ચંદ્રકાંત છેલ્લે મળવાગયા ત્યારે "જા ભાઇ જા તનેતો કોઇ બોલાવે છે મનેતો મારા સાદને પડઘાય સંભળાતા નથી...પણમારા મનના કાતરીયેથી તને નહી ઉતારુ સમજ્યો? એના લીલ્લા કાચના ચશ્માએ તેની આંખોનીવાચા છુપાવી દીધી પણ ચંદ્રકાંત સાવ છુટ્ટી આંખે ખળખળી ગયા...."મુંબઇ મળીશ કે અમદાવાદ કેબેંગલોર મને કંઇ ખબર નથી રમેશભાઇ હું તો ચોપાટનો સોગઠી બની ગયો છું ...ઉપરવાળો દાવ માંડેછે ખબર નહી મારો તોડ કરશે કે મને ચોપાટમા ફર્યા કરવાના શ્રાપ આપે છે કે ગાંડી કરી ચાર ઘરવળતા કરી મનેફંગોળીને પાછો તમારી સહુની ભેગો કરશે ?….કંઇ ખબર નથી પણ જ્યાં હઇશ ત્યાંથીસાદ દઉ તો હોંકારો કરજો...જય શ્રી કૃષ્ણ..."ફરી કલમ જેવી પાતળી આંગળીઓએ રમેશ પીઠઉપર હાથ પસવારશે કે બસ જે આજે મળ્યુ એટલું હાંઉ...?!કંઇ ખબર નહોતી...

જગુભાઇએ છેલ્લા દિવસે સવારે ચંદ્રકાંતને બહાર બગીચાના હિંચકામા બેસી પીઠ ઉપર હાથ ફેરવતાતરડાઇ ગયેલા અવાજે કહ્યુ...."બેટાગમ્મેતેમ કરીને પૈસા ભેગા કર્યા છે તારી બા અને હુંજાણીયે છીએ પણ ભગવાન કરે ને તું પાસ થઇ જા તને નોકરી મુંબઇમા મળે તારીમાંનુ સપનુ છે મારેતો જેમ રામ રાખે જ્યાં રાખે ત્યાં રહેવાનુ છેપણ એક વાત ગાંઠે બાંધી લે બેટા જે રસ્તે તું આગળવધવા જાય છે તેમા પાછા વળવાની જગ્યા નથી ...હું તો તુટેલુ વહાણ છું ખબર છેને એટલે આવીલાચર જીંદગી જીવવી પડે એટલુ બળ વાપરી નાખજે....

હવે દુકાને જઇને તારો કોલેજના નામનો ડ્રાફ્ટ બનાવવાનો છે....તારા બે જોડી નવા કપડા પણ લેવાનાછે....તારીબા થેપલાને નાસ્તાના ડબ્બા ભરવામા પડી છે તારા બધા કાગળો સર્ટીફિકેટો જે ત્યાં લઇજવાનુ હોય તે લઇ લેજે ...મારા કબાટમા વીસ પોસ્ટકાર્ડ પડ્યાછે બને તો દર ચાર પાંચ દિવસે લખતોરહેજે....હવે હું યે એકલો પડી જવાનો...મેં તને બહુ નાનપણથી અન્યાય કર્યો છે બેટા .તને સારુંભણવા દીધું નકારી ઇચ્છા છતાં આઇ ટી આઇ કરવા દીધું મે તો તાર બધુ લઇ લીધું . તારા સપનાઓતોડી નાંખ્યા . તારું લોહી લઇચંદ્રકાંતે ભાઇના હોઠ ઉપર હાથ મુકી દીધા .બાપ દીકરો એકબીજાનેભેટીને દિવસે ખૂબ રડ્યા .જયાબાની આંખો પણ ભીની થઇ ગઇ ચંદ્રકાંતની આંખોતો ક્યારનીયેવરસતી હતી....

સાંજની ટ્રેનમા જવા નિકળ્યા ત્યારે મનુબાવાની ઘોડાગાડી આવી હતી ...જેવો ઉત્તમ મનુ ઢોલી હતોતેવી તેની ઘોડી પણ તાલ મિલાવતી....મને સદા યાદ રહ્યો ...હાથમા ઘુઘરા બાધી ગળામા લાલરુમાલ બાંધી તેના લાંબા કરકરીયા વાળની લાંબી લટોને ઉછાળતો મનુ ઢોલકને થાપી દે ત્યારભલભલા વાહ પોકારી જતા...."કેમ ચંદુભાઇ અમરેલીને રામરામ..?"

"મનુ, ભગવાને મને થાપી આપી છે મારે બજવાનુ છુ સમજ્યો...?"તું અદ્ભુત ઢોલક વગાડે છે તેમાં તારાહાથ એને હાથમાં પહેરેલાં ઘૂંઘરૂ પણ દિલનાં તાર જણજણાવે છે ને ?એમ હવે જિંદગીનાં ઢોલકીને મારેબજાવવાનું છે પણ ખબર નથી કે હું બનીશ કે ઢોલક ?મનુ બહુ સમજ્યો નહી પણ ઘોડાગાડી ઉપડીત્યારે જયાબેને ચંદ્રકાંતના ઓવારણા લીધા જગુભાઇ મોઢુ ફેરવીને નીચુ કરી ગાડીમાં બેસીગયા...હર્ષદ દેથા ,મનહર તારચંદ સહુ મુકવા આવેલા દોસ્તોએ ચંદ્રકાંતનો સામાન સ્ટેશને ઉંચકીલીધો...આવા કેટલાયે મિત્રોએ ચંદ્રકાંતનો જીદગીભર અવારનવાર ભાર ઉચકી રાખ્યો છે....


ચંદ્રકાંત