The Scorpion - 6 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન પ્રકરણ-6

ધ સ્કોપીર્યન

પ્રકરણ-6

 

       જોસેફે કીધું દેવ સર આ છેલ્લી સારી હોટલ છે અહીં ડીનર ડ્રીંક બધું મળશે. મોટી ગાર્ડનવાળી હોટલ છે. અહીંનાં ખ્યાતનામ સ્મગ્લરની પણ બધુ મળશે પછી જંગલજ શરૂ થશે કંઇ નહીં મળે. દેવે કહ્યું મને ખબર છે હું બધાને જાણ કરું છું જોસેફ તું વાનમાંજ રહેજે બધાનો સામાન છે તું છેલ્લે જમી આવજે અથવા તારાં માટે વાનમાંજ મોકલું છું. તારે બહાર આંટો મારવો છે ? જોસેફે કહ્યું નો સર પહોચ્યાં પછી મારે શું કરવાનું છે ? હું ફ્રેશજ છું મારુ વાનમાં મોકલી દો હું વાનનું ધ્યાન રાખીશ અહીં ખાસ વાહનો પણ નથી એટલે અહીં રહેવું જરૂરી છે.

       દેવે કહ્યું ઓકે એણે વાનમાં બધી લાઇટ ફુલ ઓન કરીને કહ્યું ફ્રેન્ડ્સ અહીં આપણે ડીનર લઇ લઇએ જેને જે લેવું હોય પીવું હોય અહીં મળશે પછી જંગલ શરૂ થશે કંઇ મળશે નહીં વળી ઢોળાવો ચઢવાનાં રસ્તા આવશે વાન ધીમી ચાલશે... ડરવાની જરૂર નથી અમે ઘણીવાર અહીં આવી ચૂક્યા છીએ જસ્ટ એલર્ટ કરું છું વાન ઉભી રહી ત્યારથી બધા જાગી ગયા હતાં.

       જ્હોને તાળી પાડી કહ્યું ફ્રેન્ડ્સ હવે સાચો રસ્તો આવ્યો હવે જંગલ શરૂ થશે. બધાં ચલો ડીનર ડ્રીંક પતાવીએ લેટ્સ ગો અને બધાં એક પછી એક નીચે ઉતરવા લાગ્યાં. છેલ્લે સોફીયા ઉતરી એનાં પછી દેવ ઉતર્યો દુબેન્દુ સૌથી આગળ હોટલમાં પહોચી ગયેલો.

       દેવ સોફીયાની જોડે ચાલી રહેલો... વાતાવરણમાં ખૂબ ઠંડક હતી અંધારું ધેરાઇ ગયેલું પણ ચાંદની રાત હતી એટલે થોડું અજવાળુ હતું હોટલની લાઇટ બહાર સુધી આવતી નહોતી ગાર્ડન પસાર કરીને ડાઇનીંગ એરીયામાં જવાતું હતું. સોફીયા થોડી લથડાઇ એટલે દેવે એનો હાથ પકડી લીધો અને કહ્યું ટેઇક કેર.. સોફીયાએ થેંક્સ કહ્યું અને એ ચાલવા લાગી. દેવે હાથ છોડી દીધો બધાં ડાઇનીંગમાં ગોઠવાયા. દિવાલો ઉપર બંગાળ હેન્ડીક્રાફટસી વસ્તુઓ સુશોભનમાં મૂકી હતી. ટેબલ પર ઓકીર્ડનાં ફૂલો મૂકેલાં હતાં. બધાં ટેબલ પર ગોઠવાઇ ગયાં.

       સોફીયા ઝેબા સાથે બેઠાં બાજુમાં ડેનીશ એમની સામે જહોન માર્લો અને મોરીન બેઠાં દુબેન્દુ અને દેવ એ લોકોની પાછળનાં ટેબલ પર બેઠાં.

       બધાએ મેનુ જોઇને વેઇટરને ઓર્ડર લખાવી દીધાં સાથે વ્હીસ્કી સોડા અને બીયરનાં ઓર્ડર કર્યા.

       જ્હોને દેવને કહ્યું તમે બંન્ને અહીંજ આવી જાવનો સાથે ડીનર લઇએ. દેવે કહ્યું શ્યોર અને દુબેન્દુ ટેબલની સામ સામે ચેર લઇને આવી ગયાં. દેવે દુબેન્દુને એમનો ઓર્ડર લખાવવા કીધું દુબેન્દુએ ઓર્ડર લખાવ્યો સાથે બીયર મંગાવ્યો. દેવે સ્માઇલ આપી ઇશારો કરી દીધો.

       થોડીવારમાં ઓર્ડર પ્રમાણે વેજ નોનવેજ આઇટમો અહીની ખાસ ફીશની આઇટમ દેવે મંગાવી અને બધાનાં ડ્રીંક આવી ગયાં. બધાએ જમવાનું શરૂ કર્યું માર્લોએ કહ્યું વાહ ડેલીશીયસ એન્ડ ટેસ્ટી.. થોડું સ્પાઇસી છે પણ ટેસ્ટી છે આવા જંગલમાં પણ બધું મળે છે. ત્યાં રીસેપશન પરથી માણસ આવ્યો અને દેવ સાથે હાય હેલો કર્યુ દેવે બંગાળીમાં કહ્યું તમારી વાનગી બધાને પસંદ આવી છે પેલાએ કહ્યું દેવ સાબ ઘણાં સમયે આવ્યાં હવે આગળ ક્યાં જવાનાં ?

       દેવે કહ્યું દીલાવર અલગ અલગ જગ્યાએ ટુર જાય છે એટલે આ બાજુ આવવાનું થાય ત્યારે ખાસ આવુ છું આ તારી બેંગલ ફોરેસ્ટ રીસોર્ટ આમ પણ ફેમસ છે. દીલાવર વિચિત્ર રીતે હસી પડ્યો. દેવે કહ્યું હવે જંગલ માર્ગે પહાડોમાં થઇ કલીમપોંગ જવાનાં છીએ પણ પાછુ થોડાં સમયમાં મોટાં યુનીટ સાથે આવવાનું થશે ત્યારે ફરીથી મળીશું. તમારુ કામકાજ કેવું ચાલે છે ? દીલાવર પ્રશ્નથી થોડો ચમકાયો પછી બોલ્યો દેવબાબુ અલ્લાકા શુકર હૈ બહોત બઢીયા ચલ રહા હૈ યહાઁ સરકારી બાબુ આતે હૈ મુલાકાત લેકે ચલે જાતે હૈ ઉનકી મીઠી નજર હૈ.. અચ્છા હૈ,

       દેવ હસી પડ્યો.. ઓકે ઓકે દીલવારે એનાં વેઇટરને બોલાવ્યો અને કંઇક સૂચના આપી પેલો તરતજ ગયો અને એક મોટી લીટરની બોટલ લઇને આવ્યો એ લઇ દીલાવરે દેવને બોટલ આપતાં કહ્યું દેવબાબુ યે હમારી તરફસે આપને ઐસી દારૂ કભી પી નહીં હોગી આપ સાથમેં લે જાઓ રાસ્તાં કટ જાયેગા.

       દેવે હસ્તાં હસ્તાં લીધી અને થેંક્સ કહ્યું પછી દીલાવરે કહ્યું ચાંદની રાત હૈ વૈસે તકલીફ નહીં હોગી લેકીન કુછ ઢલાન પર રાસ્તે કા કામ ચલ રહા હૈ ડ્રાઇવર કો બોલનાં થોડા આહીસ્તા ચલાયે બાકી સબ બઢીયા હૈ ।

       દેવે કહ્યું થેંક્સ બધાં દીલાવર અને દેવની વાતો સાંભળી રહેલાં. દેવને લોકલ માણસોનાં કોન્ટેક્ટ સારાં છે જાણી બધાને અંદરથી રાહત હતી. બધાએ પેટ ભરીને ડીનર અને ડ્રીંક્સ લીધું જમીને બધાં ગાર્ડનમાં જઇને બેઠા. દુબેન્દુએ રીસેપ્શન પર પૈસા ચૂકવી દીધાં. દેવ અને દુબેન્દુ છેલ્લે બહાર નીકળ્યાં. દેવે દુબેન્દુને કહ્યું દુદુ તે મારું મોટુ કામ કરી આપ્યું છે. મારી પાસે બધી માહિતી આવી ગઇ છે. આપણી સેફટી માટે જરૂરી હતું. હું તને પછી સૂચના આપું એમ આગળ કરજે. દુબેન્દુએ કહ્યું યસ દેવ અને બંન્ને ગાર્ડનમાં પહોચ્યાં બધાં આંટા મારી રહેલાં ફ્રેશ એરની મજા માણી રહેલાં. ઝ્રેબા અને સોફીયા ત્યાં મૂકેલાં બાંકડા પર બેસી ચોખ્ખા આકાશમાં જોઇ રહેલાં.

       દેવે કહ્યું આપણે વાનમાં જઇએ ? બધાએ કહ્યું આવીએ છીએ થોડીવારમાં પછી સળંગ બેસવાનુંજ છે. દેવે ઓકે કહ્યું અને એ અને દુબેન્દુ વાનમાં ગયાં અને જોસેફને પૂછ્યું બરાબર જમ્યો છે ને ? જોસેફે કહ્યું યસ સર.. સર મેં એક બોટલ પણ મંગાવી હતી દુબેન્દુ બાબુ જોડે. એકાદ ઘૂંટ મારીશ બાકીની પહોંચીને પુરી કરીશ.. દેવે હસતાં હસતાં કહ્યું ઓકે બટ ટેઇક કેર રસ્તામાં વચ્ચે રોડનું કામ ચાલે છે ઢોળાવો ઉપર એટલે ડ્રાઇવીંગમાં ખાસ ધ્યાન આપજે આમ તો તને કહેવાનું ના હોય.

       જોસેફ કહ્યું ડોન્ટ વરી સર આઇ વીલ ટેઇક કેર અને એણે સીટ સરખી કરી બોટલ ઓપન કરી બે ઘૂંટ મારી આ.. આ. હ.. કરી સંતોષનો ઓડકાર ખાધો બોટલ સીટ પાછળ સાચવીને મૂકી.

       દેવ એની પાછલી સીટ પર આવ્યો 1 લીટરની બોટલ દુબેન્દુને સાચવીને મૂકવા સૂચના આપી. થોડીવારમાં બધાં વાનમાં આવીને ગોઠવાઇ ગયાં પોતપોતાની સીટ પર બેસી ગયાં.

       વાન સ્ટાર્ટ થઇ અને સોફીયા દેવની બાજુમાં આવીને બેસી ગઇ. એણે દેવને કહ્યું દેવ યુ આર સો હેન્ડસમ... યુ હેવ ટેકન માય કેર એમ કહી દેવ કંઇ સમજે પહેલાં કીસ કરી લીધી. દેવ થોડો ઓછપાયો એણે કહ્યું થેંકસ બટ ઇટ્સ માય ડ્યુટી સોફીયા.

       સોફીયા ઉભી થઇ ફરી કીસ કરી અને એની જગ્યાએ જઇને બેસી ગઇ. વાન જંગલનાં રસ્તે આગળ વધી રહી હતી. થોડીવાર પછી દેવે લેપટોપ કાઢ્યું અને સોફીયાની વિગતનું ફોલ્ડર કાઢ્યું એમાં એનું USનું સોસીયલ-સીક્યુરીટી કાર્ડ સ્કેન કરી વિગત લેવા માંડી અને એ ચમક્યો....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-7