Love is Forever..️ books and stories free download online pdf in Gujarati

Love by Forever..️

મેં ક્યારે કશું લખ્યું નથી, લખ્યું હશે તો એ પણ કવિતા કે પછી શેરો, શાયરી. જોકે મેં એક નાની જેવી શરૂઆત કરી હતી લખવાની બીજા પ્લેટફોર્મ પર અને મજાની વાત એ કે શરૂઆત પણ સ્પર્ધામાં ભાગ લઇને કર્યો.😄😄
અહીં પણ *એક નાની એવી શરૂઆત કરું છું* અને હજી શરૂઆત છે એટલે શક્યતા ખરી કે ભૂલો હોય.. તો તમે મને જણાવી શકો છો

**********************************************

અનિતા રોજનાં જેમ કાન્હાના મંદિરે આવી હતી
મંદિરના પગથીયા ચઢતી હતી કે કોઈ પોતાનું, સાવ નજીકનું કોઈ આસપાસ હોવાનો અહેસાસ થયો

અનિતા એ બધી બાજુ નજર કરી જોયું પણ એવું કોઈ ખાસ દેખાયું નહીં પોતાને ભ્રમ થયો માની મંદિરના પગથીયા ચઢવા લાગી કે પાછળથી કોઇ એ "એની"... કરી અવાજ આપ્યો

અનિતા ના કદમ ત્યાં જ અટકી ગયા
આ નામ થી ફક્ત એક જ વ્યક્તિ બોલાવતો અને
પાછળ ફરીને જોયું તો એ જ વ્યક્તિ હતો બસ તેના દેખાવમાં થોડો ઘણો ફરક આવ્યો હતો.
ફરક દેખાય પણ કેમ નહીં ૨૫ વર્ષે જોયો હશે!
અચાનક અનિતાના ચહેરા પર સ્મિત આવી ગયું

રવિ અનિતાની નજીક આવી તેને સ્મિત કરતાં જોઈ પૂછ્યું; કેમ આમ હશે છે?

"ના ના કંઇ નહીં , આ તો તને ઘણાં વર્ષે જોયો એટલે.." અનિતા એ કહ્યું

ત્યાં વચ્ચે જ રવિએ કહ્યું: એટલેે.. ચહેરા પર સ્મિત આવી ગયું એમ. આજે પણ‌ તારા ચહેરાનું સ્મિત હું છું એ જાણી ને આનંદ થયો.

અનિતા આ સાંભળીને તેનું સ્મિત વેરાઈ ગયું જાણે કંઈક યાદ આવી ગયું
અનિતા એ વાતને પોતાના હાથમાં લેતાં પુછ્યું: તું અહીં?

હાં! કેમ હું અહીં ના આવી શકું? રવિએ કહ્યું

"હું એવું નથી કહેતી" અનિતા એ તરત જવાબ આપ્યો

"તો, તું શું કહેતી હતી" રવિ એ જરા મસ્તી કરતા કહ્યું

રવિએ અનિતાને બેચેની અનુભવતા તરત જ કહ્યું: "રિલેક્સ! હું તો મસ્તી કરું છું"

અનિતા આ સાંભળી થોડી રિલેક્સ થઈ,
તેણે કહ્યું: " તું ક્યારેય નહીં સુધરે હોને, હજુ પણ એવો જ છે"

"હાં! હું તો એવોને એવો જ છું, પણ તું બદલાઈ ગઈ છે" રવિએ અનિતા ના આંખોમાં આંખ પરોવી કહ્યું
અનિતા એ પણ તેની આંખોમાં જોઈ રહી
બન્ને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા

ત્યાં જ કોઈ નાનું બાળક રમતું રમતું આવી તેમની વચ્ચેથી પસાર થયું અને અનિતાને ભાન થતા નજર ફેરવી લીધી, પણ રવિએ અનિતા પરથી નજર ખસેડી નહીં

"રવિ, પ્લીઝ મને આમ જોઈશ નહીં!"

"કેમ, હું તો જોઈશ જ!‌ તને કોઈ વાંધો છે?"

અનિતા એ રવિની વાત સાંભળી એના તરફ નજર કરી કહ્યું: "હાં! મને વાંધો છે. તો પ્લીઝ મને આમ ન જો"

રવિએ તે છતાં પોતાની નજર અનિતા પરથી ન ખસેડતા પુછ્યું: "શું વાંધો છે?"

"રવિ તું ભૂલી ગયો હોય તો તને યાદ અપાવી દઉં મારા લગ્ન થઈ ગયાં છે, અને તારા પણ" અનિતા એ થોડો ગુસ્સો બતાવતા કહ્યું

"હાં! મને યાદ છે, અને મને એ પણ‌ યાદ છે કે હવે તારા જીવનમાં વિશાલ નથી, અને રહી મારા લગ્નની વાત તો, "એની" તને જણાવી દઉં હું તને જ ચાહતો હતો, ચાહું છું અને મૃત્યુ સુધી તને જ ચાહતો રહીશ! તો હું બીજા કોઈ સાથે લગ્ન કેમ ના કરું!?

રવિની વાત સાંભળી અનિતા ચોંકી ગઇ
અને આંખમાં આંસું ઉભરાય આવ્યા રડતાં રડતાં અનિતા એ પુછ્યું: " એટલે તે.. રવિ,આ‌‌ટલો બધો પ્રેમ કેમ કરે છે?, શું કામ મારા માટે થઈ પોતાની જિંદગી બગાડી?"

"કેટલો પ્રેમ કરું છું એનો જવાબ તો મારી પાસે નથી, પણ હું તને ચાહું છું તારી જગ્યા કોઈ પણ, એટલે કોઈ પણ ના લઈ શકે એટલી મને ખબર છે

રવિ એ રડી રહેલી "એની" નો હાથ પકડી પુછ્યું:
તારી સાથે મારું આખું જીવન વિતાવું હતું, પણ એ શક્ય ન બન્યું પણ આ વૃધ્ધ નો પડાવમાં સાથે ચાલવા તારો સાથ માંગું છું , એકબીજાનો સહારો બની ઢળતા સૂરજને જોવા માટે તારો સંગાથ માગું છું, શું તું મારો ડૂબતા સુરજની સાંજ બનીશ?

અનિતાએ રવિની વાત સાંભળી રડવાનું પણ બંધ કર દિધું અને કહ્યું: " તું શું બોલે છે એ તને ખબર પણ છે? આ ઉંમરે આવી વાત કરતા સરમ નથ આવતી?"

ના.. જરાયે નહીં, એમાં વળી સરમ શેની! અને એમ પણ જ્યારે તારા પપ્પા પાસે, તને ઓફીસીયલી માંગવા આવ્યો હતો ત્યારે જ તારા પપ્પા ને કહ્યું હતું એ ભૂલી ગઈ લાગે છે??
" ना उम्र की सीमा हों, ना जन्म का हों बंधन
जब प्यार करे कोई तो देखे केवल मन "

"રવિ લોકો કેવી કેવી વાતો કરશે એ ખબર પણ છે તને" અનિતા એ કહ્યું

"ઓહોહો.. એની? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहेना.. छोड़ो इन बातों को कहीं बीत न जाए रैना
અને જો, તને તારા બાળકોની ચિંતા હોય કે તેઓ શું વિચારશે તો એમની જોડે હું વાત કરીશ
"એની" બીજાઓ માટે ઘણું જીવ્યા હવે પોતાના માટે જીવવું છે શું તું મારી સાથે જીવવાનું પસંદ કરીશ?"

અનિતાએ રવિનો‌ હાથ પકડી એના નજીક આવી આંખોમાં આંખ પરોવી કહ્યું: " શું તું જ મને બેહદ ચાહે છે, હું નથી ચાહતી તને? જ્યારે પપ્પા એ આપણા લગ્ન માટે ના કહીં અને મારા લગ્ન મારી વિરુદ્ધ બીજે કરાવાની તૈયારી બતાવી તે જ સમયે મે પપ્પા ને કહી દીધું હતું, કે
મારા જીવનમાં રવિ નહીં તો બીજું કોઈ નહીં
એની જગ્યા કોઈ ને હું આપી શકું એમ નથી, અને એમ છતાં તમે મને પરણાવા માંગતા હોવ તો તમે તમારી દિકરીના લગ્ન નહીં પણ એક જીવતી લાશ ના લગ્ન કરી તેની વિદાય આપશો

રવિ! મેં લગ્ન નથી કર્યા, હું તો જે દિવસે તારા પ્રેમમાં પડી હતી એજ દિવસે તારા નામ સાથે મારું નામ અને ભાગ્ય જોડાઈ ગયેલું
હું તો ત્યારે જ તારી જીવનસંગિની બની ગયેલી

રવિ આ વાત સાંભળી એની ને પોતાના ગળે લગાવી દીધી.
આઇ લવ યુ સો મચ એની
આઇ લવ યુ ટુ ફોરેવર
♥️♥️
સમાપ્ત
મને વાંચવા બદલ તમારો આભાર.🙏🏻
-Vaishali Rathod