Priyatamne Patra - 5 in Gujarati Letter by Bhanuben Prajapati books and stories PDF | પ્રિયતમને પત્ર - ભાગ-5

પ્રિયતમને પત્ર - ભાગ-5

નામ : પ્રિય દોસ્ત સાગર
તારીખ : ખબર નથી
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ

પ્રિય દોસ્ત સાગર,

પ્રિય દોસ્ત સાગર તે મને પત્રનો જવાબ મોકલ્યો ,મને આનંદ થયો . તારો પત્ર હું વાંચી રહી છું તું તારી પ્રિયાને જોવા માગે છે. ગમે તે કરીને ફોનથી એની સાથે વાત કરવા માગે છે. તે લખ્યું છે કે દેશપ્રેમની સેવા મા એટલો તો પાગલ બની ગયો કે હું મારી પ્રિયાના પ્રેમને જાણી ના શક્યો .બિચારી પ્રિયા પત્ર લખતી રહી પરંતુ અહીં દેશપ્રેમને સમજાવતો રહ્યો પણ તેના પ્રેમને સમજી ન શક્યો . મને પણ ખબર નહીં કે એનામાં પણ દેશપ્રેમ ભરેલો છે ખરેખર દેશ સાથે પ્રિયાનો પ્રેમ પણ જરૂરી છે . હું ખરેખર એને આવી અંધારીરાતમાં જાણે તેને ભૂલી ગયો હોય એવો અહેસાસ કરાવી રહ્યો હતો. પરંતુ શ્વેતા તું જાણે છે કે હું પણ પ્રિયાને ખૂબ જ પ્રેમ કરું છું એની ડાયરીના શબ્દો આજે તે જણાવ્યા છે ,પરંતુ આપણા બંને વચ્ચે પ્રિયા ક્યારે આવી નથી કારણ કે હું પહેલેથી જ પ્રિયાને પ્રેમ કરતો હતો અને કરું છું તું ગમે તે કરીને મને પ્રિયા વિશે જણાવીશ તો હું તારો ઉપકાર જીવનભર નહિ ભૂલું .કારણ કે પ્રિયા વિનાની જિંદગી મારા માટે અધૂરી છે અંધકારમય જીવનમાં મારે પ્રકાશ ફેલાવવો હોય તો મારે પ્રિયાના પ્રેમની જરૂર છે હું મારા અંધકાર ભરેલી દુનિયામાં ફક્ત પોતાના પ્રેમને જખું છું .દેશપ્રેમ તો કરતો જ રહીશ અને કરીશ .લડતો રહીશ અને લડીશ. પરંતુ મારા પ્રિયના પ્રેમ સામે પણ હું જીતવા માંગુ છુ. ગમે તે કરીને હું એના પ્રેમને પામવા માગું છું .હું કેટલો મૂર્ખ છું કે એની વેદના અને દર્દને સમજી ન શક્યો.એના દર્દ ભર્યા વચનોને જાણી ના શક્યો ન ખરેખર હું કેટલો નિષ્ફળ પ્રેમી છું . દેશપ્રેમની એવી સમજ આપી કે પોતે આજે દેશસેવા કરવા નીકળી પડી પરંતુ શ્વેતા હવે હું તારા ભરોસે મારા જીવનનું દર્દ મુકું છું તું ગમે તે કરીને મને પ્રિયા સાથે વાત કરાવીશ તો તારો ઉપકાર ક્યારે નહિ ભૂલી શકું. શ્વેતા તું પણ મારી એક સારી એવી દોસ્ત છે અને મારા દર્દને સમજી શકે છે. દિવાળીની અમાસે આવો ત્યારે બની શકે તો મને પ્રિયાને મારી સામે લાવીશ તો તારી અમૂલ્ય ભેટ સમજીશ. તું ગમે તે કરીને મને જો પ્રિયા સાથે વાત કરાવીશ તો સરહદ ઉપર પ્રેમના સહારે જીત મેળવી લઈશ.હું પત્રને વિરામ આપીને દેશની સેવા કરવા જાઉં છું દુશ્મનોનો કાફલો આવીને ઊભો છે આ અંધારી રાતોમાં મારે એમનો સામનો કરવાનો છે પરંતુ મારો પ્રેમ સાથે છે એટલે સરહદ પર તો હું જીત મેળવીને જ જંપીશ પરંતુ ત્યાં સુધી તું મારી પ્રિયાને ગમે તે કરીને શોધીને પણ મારી સાથે વાત કરાવીશ તો મને અને મારા આત્માને શાંતિ થશે. તો હું મારા પ્રેમની તડપ અને યાદોમાં અત્યારે ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું .મારો પ્રેમ મને દેશસેવા કરવામાં પણ ઉત્સાહિત કરે છે હું ક્યારેય પણ પીછેહઠ કરવા માગતો નથી પરંતુ પ્રિયાના પ્રેમને પણ ગુમાવવા નથી માગતો. તારા પત્રમાં મેં જોયું કે ખરેખર પ્રિય મને ખૂબ જ પ્રેમ કરે છે અહેસાસને સ્પર્શી શકું છું તું મારી દોસ્ત છે એટલે મને વિશ્વાસ છે કે તું મને આમાં નિરાશ નહીં કરે હું તારા પત્રની રાહ જોઈશ અને ફોન કરજે હું રાહ જોઇશ બની શકે એટલો મને ચોક્કસ જવાબ આપજે દિવાળી પહેલા તો હું આવી જવાનો છું .દીવાળીની અમાસ મારી અંધારી અમાસ ન બની જાય એટલું વિચારજે કારણ કે અંધારી અમાસ દીવડાનો પ્રકાશ ફેલાવીને દીવાળીની ખુશીઓ ભરે છે. હું પણ મારા અમાસની દિવાળીએ પ્રિયાને જોઈને મારા પ્રેમના દીવાનો પ્રકાશ ફેલાવવા માગું છું બસ હું મારા પત્રને વિરામ આપું છું કારણકે મારે અત્યારે દેશની સરહદ ઉપર લડવા જવાનું છે અને દુશ્મનોને હરાવવાના છે અને દુશ્મનોને હરાવીને વહેલામાં વહેલી તકે પ્રિયા જોડે આવવા માગું છું
બસ લિ.
તારો દોસ્ત તને તારી પ્રિયાનો પ્રિયતમ સાગર
બસ આ તારા પત્રના શબ્દો વાંચી રહી છું અને મારા આંખમાંથી અશ્રુધારા ટપકી રહી છે. શું કરું તને શું જવાબ આપુ એ સમજાતું નથી હવે તો સાગર સત્ય છુપાવીને કેટલું છુપાવી શકુ પરંતુ તને હું આ પત્રમાં તારો જવાબ સાથે મોકલી રહી છું. કદાચ આ પત્ર વાંચીને તારું હૈયું હાથ પણ ન રહે પરંતુ મને માફ કરજે દોસ્ત! કારણકે હવે હું વધારે સત્ય છુપાવીને તને અને મારા દિલને પણ અંધારામાં રાખવા નથી માગતી ખૂબ દુઃખ થાય છે પણ સત્ય જણાવવું ખૂબ જરૂરી છે.
સાગર સત્ય એ છે કે તું જેની રાહ જુએ છે એ દિવાળીની અમાસના દિવસે કદાચ તારા જીવનમાં અંધકાર ફેલાઈ ગયો હોય એવું કુદરતે તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. કારણ કે પ્રિયા હવે આ દુનિયામાં નથી હું કેટલું છુપાવું મને પ્રિયાએ તો મને કહ્યું હતું કે તું સાગર ને ક્યારે જણાવતી નહીં પરંતુ તારો આ પત્ર વાંચીને મને પણ હવે થયું કે આ સત્ય તને જણાવવું ખૂબ જ જરૂરી છે.
પ્રિયાના પ્રેમમાં એટલો બધો તું પાગલ છે કે હવે તને ખોટું બોલીને તારા દિલને વધારે દુઃખી કરવા માગતી નથી .સાગર આ દિવાળીની અંધારી અમાસ તારા માટે અંધારું લઈને આવી ગઈ પ્રિયા દેશમાં કોરોનાની સેવા કરવામાં પોતાના જીવનને ખોઈ બેઠી છે અમે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો કે એના જીવનને બચાવવાનો પણ ના બચાવી શક્યા. અત્યાર સુધી મેં તારાથી ઘણું બધું છુપાવ્યું છે, પરંતુ આ પત્રમાં હકીકત જણાવી રહી છું કે પ્રિયાને કોરોના માં લોકોની સેવા કરતા, કરતા એને પોતાને કોરોનાનો ચેપ લાગી ગયો અને એ દિવસે એને ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી અમે બધાએ ખૂબ જ તપાસ કરી ઘણી બધી જગ્યાએ ફોન પણ કર્યા તને પણ ફોન કર્યો હતો કદાચ તમારા કોઈ મિત્રને ઓળખાણ હોય તો મળી જાય પરંતુ તે દિવસે તે પણ ફોન ઉઠાવ્યો ના હતો અજાણ્યો નંબર હતો એટલે કદાચ તે ઉઠાવ્યો નહિ હોય .અમે દરેક જગ્યાએ ખૂબ જ તપાસ કરી અને ત્યારે અમને ઓક્સિજન મળ્યો પરંતુ ખૂબ જ લેટ મળ્યો હોસ્પિટલો પણ કોરોના દર્દીથી ખૂબ જ ઉભરાઈ ગઈ હતી કોઇ જગ્યાએ પ્રિયાને સારી સારવાર ન મળી અનેછેલ્લા શ્વાસ લેતા એને મને કહ્યું હતું કે મારી ઘરે જે ડાયરી છે એ તું સાગરને આપજે.ડાયરી પ્રમાણે સાગર વચન નિભાવે તેની જાણ તેને કરજે એ ડાયરીમાં મેં તને હકીકત જણાવી દીધી છે. મેં વાંચી હતી હવે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી તને શું કહું પરંતુ તારી પ્રિયા હવે આ દુનિયામાં રહી નથી. તારા જીવનમાં અંધકારરૂપી અંધારું મૂકીને ગઈ છે. દોસ્ત મને માફ કરજે હવે તને લખી શકું તેટલા શબ્દો નથી મારી પાસે મારા આંખોમાંથી અશ્રુધારા રોકાતી નથી .હું મારા પત્ર અને અહીં પૂર્ણ વિરામ મુકું છું. બસ દોસ્ત ભૂલ થઈ હોય તો હું માફી ચાહું છું .પ્રિયાની પણ કોઈ ભૂલ હોય તો એના માટે હું માફી માગું છું દેશની સરહદ કરવામાં સેવા કરવામાં ક્યારેય કોઈ વિરોધ કરતું નથી પરંતુ દેશની સરહદ પર સેવા કરતાં ,કરતાં તમારું સ્વજન તમારુ પ્રિય પાત્ર રાહ જોતું હોય છે એના પ્રેમને સમજવો જરૂરી છે. એને પણ ક્યારેક સમયે પત્ર સાથે જવાબ મોકલવો જરૂરી છે કારણ કે એને પણ લાગણી સભર જીવન જીવવાના સપના હોય છે દેશપ્રેમ અને પ્રેમ બંને જોવા જઈએ તો સરખું જ છે બંનેમાં પ્રેમ, બલિદાન જ અને ત્યાગ ભરેલા છે બસ હવે હું પત્ર માંથી વિદાય લઈ રહી છું.

લિ.
તમારી પ્રિય દોસ્ત,
શ્વેતાના પ્રણામ.


Share