Virangna Netra - 2 books and stories free download online pdf in Gujarati

વીરાંગના નેત્રા - 2

આગળ ના ભાગ માં જોયું તેમ હવે થશે નેત્રા અને ઉત્તમ ની મુલાકાત.....
ગુલશન સિંહ અને તેનો પરિવાર સદનસીબે ગુજરાત ની ટ્રેન માં બેસી ને ગુજરાત તો આવી ગયા પરંતુ તેના માટે ગુજરાત સાવ અજાણ્યું હતું અને અહીંયા તેનું કોઈ સબંધી પણ ના હતું.તે હવે પરિવાર સાથે રહેવા માટે ઠેકાણું ગોતવા લાગ્યા .અહી બીજી તરફ સૂરજ શેઠ નો પુત્ર ઉત્તમ પણ ભારત પરત ફર્યો હતો.
તે આવતો હતો ત્યાં રસ્તા માં આંદોલન ચાલતું હતું.ત્યાં કોઈ ભણેલું ના હોવા થી અંગ્રેજ સૈનિકો લોકો પર જુલમ ગુજારતા હતા.ઉતમે જોયું કે આ બધું ખોટું થઈ રહ્યું છે.
તે આ બધું જોઈ ને રહી ના શક્યો તેણે લોકો ને મારા-મારી ના કરવા કહ્યું પણ કોઈ તેને સરખી રીતે જાણતા ન હોવાથી તેના પર કોઈ થોડો ભરોસો કરે .
અહી ઉતમે અંગ્રેજો ને કાનૂની નિયમો બતાવી ને તે લોકો ની તરફેણ માં મત રજૂ કર્યો.આથી લોકો ને તેના પર ભરોસો આવી ગયો.હવે લોકો ચર્ચા કરવા લાગ્યા આ છોકરા ની સમજદારી પર અને તેને આંદોલન નો પ્રમુખ બનાવવા ની ઈચ્છા જાહેર કરી.
આ બધું ગુલશન સિંહ અને તેનો પરિવાર જોઈ રહ્યા હતા. તેણે ઉત્તમ ને આ બધા ની મદદ કરતા જોયો તેને વિચાર્યું કે આ છોકરો અમારી કઈક મદદ કરી શક્શે.
ત્યાર બાદ ગુલશન સિંહ બધા ને લઈ ને ઉત્તમ હતો ત્યાં જાય છે .ઉત્તમ ની નજર ગુલશન સિંહ અને તેના પરિવાર પર પડે છે .ત્યાં તેની દ્રષ્ટિ અવિનાશ ની બાજુમાં ઊભેલી નેત્રા પર પડી.અને તેની નજર ત્યાં જ અટકી ગઈ.
નેત્રા ને જોઈ ને તે મંત્રમુગ્ધ થય ગયો.આજુ બાજુમાં સુ ચાલે છે કોણ છે તે બધું ભૂલી ને એકીટશે નેત્રા તરફ જોઈ રહ્યો.
પોતાનો પુત્ર ઉત્તમ હજી સુધી ઘરે. પહોંચ્યો નહી તેથી સૂરજ શેઠ ને થોડી ચિંતા થવા લાગી. ત્યાં જ સમાચાર મળ્યા કે પોતા નો પુત્ર આંદોલનકારી સાથે છે .તે તરત જ ઉત્તમ હતો તે જગ્યા પર પહોંચ્યા અને ઉત્તમ ને શોધવા લાગ્યા. ઉત્તમ ને દેખતા જ તેને ઠપકો આપવા લાગ્યા અને
તેને કહ્યું કે તારે આમાં કંઈ જોડાવા ની જરૂર નથી.આનું કંઈ ભવિષ્ય નથી તું ઘરે ચાલ.
ઉત્તમ પોતા ના પિતા સાથે ચાલવા લાગ્યો ત્યાં જ તેની નજર ફરીથી ગુલશન સિંહ ના પરિવાર પર પડી અને પોતા ના પિતા ને તે લોકો ની મદદ કરવા કહ્યું.સૂરજ શેઠ નુ દિલ તો મોટું જ હતું.ક્યારેય કોઈ ની મદદ કરવા અચકાતા નહી.જ્યાં સુધી બીજી કોઈ જગ્યા ની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી પોતા ના ઘરે રહેવા માટે કહ્યું.
સૂરજ શેઠ ઉત્તમ સાથે ગુલશન સિંહ અને તેના પરિવાર ને લઈ ને પોતા ના ઘરે ગયા.ઘરે ઉત્તમ ના મમ્મી મહિમા બહેન પણ આ બધા મહેમાનો નુ ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું. તેણે કોઈ જ સવાલ કર્યા વગર બધા ની ખૂબ આગતા સ્વાગતા કરી. આજ તો છે ગુજરાત ની મહેમાનગતિ.ઘરે કોઈ પણ આવ્યું હોય તે કોણ છે તે મહત્વ નુ નહી આંગણે આવ્યું છે તે મહત્વ નુ છે.
ઉત્તમ ને તો નેત્રા ને જોતા ને જોતા જ પહેલી નજર નો પ્રેમ થઈ ગયો હતો.અને ત્યાં બીજી તરફ ઉતમ એ આંદોલન માટે પ્રમુખ બનવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો.જો કે તેનાં કારણે થોડો ગૃહ કંકાશ થયો હતો.સૂરજ સેઠ ને થોડી ચિંતા હતી.તે ઉત્તમ આ બધી બાબત માં ના પડે તેવું ઇચ્છતા હતા.તેને લાગતું હતું કે ક્યાંક ઉત્તમ નુ જીવન આમાં બરબાદ ના થય જાય.પણ ઉત્તમ લોકો પર થતા અન્યાય જોઈ સકે તેમ ના હતો આથી તેણે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.અને તે આંદોલન ના પ્રમુખ તરિકે જોડાયો.
ઉત્તમ ના આ નવા રૂપ ને જોઈ ને નેત્રા પણ તેના પ્રેમ માં પડી. કારણ કે નેત્રા પણ આવા અલગ વિચાર ધરાવતી હતી
તેને પણ દેશ માટે કઈક કરી છૂટવાનુ ઝુંનુંન હતું.
ઉત્તમ ત્યાં ના સ્થાનિક લોકો ની મદદ કરતો અને ત્યાં ના લોકો ના જરૂરી પ્રશ્નો ઉકેલવા નો પ્રયાસ કરતો.હવે સૂરજ સેઠ પણ પોતા થી બનતી મદદ કરવા લાગ્યા.કારણ કે હવે પુત્ર ની ઇચ્છા થી વધી ને એક બાપ માટે બીજું સુ હોય.
આ બધા ની સાથે નેત્રા અને તેનો પરિવાર પણ ઉત્તમ ને મદદ કરતા.
બસ હવે આ જ ક્ષણ થી નેત્રા અને ઉત્તમ તેમજ તેના પરિવાર ની જિંદગી માં એક થોડા સમય માટે સુખમય પરિવર્તન આવવાનું હતું....અને તે પરિવર્તન હતું....

To be continued......