Virangna Netra - 5 books and stories free download online pdf in Gujarati

વીરાંગના નેત્રા - 5

ઉતમ ના મન માં એક ઉલજન હતી કે હવે સુ કરવું.પરિવાર ને કે દેશ ને મહત્વ આપી આગળ વધવું.બહુ વિચાર કર્યા બાદ તેણે દેશ ને પોતાનું સર્વસ્વ ગણી ને તેના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો.અને સારી વાત એ હતી કે ઉતમ નો પરિવાર તેના આ કાર્ય માં તેને સાથ આપતો હતો.હા બધા ને તેની ચિંતા હતી.
ઉતમ હવે થોડા દિવસ માટે ઘરે આવે છે.પોતા ના પરિવાર સાથે જીવન ની પળ ગુજારે છે.થોડા દિવસ પછી વળી આગળ ના સફર માટે નીકળી પડે છે .
ઉતમ નેત્રા ને પણ આ બધા વિશે વાત કરે છે.લોકો ને પોતા ના પર ઘણી બધી આશા ઓ છે તેના વિશે કહે છે.અને આ રીતે ઉતમ દેશ અને તેના લોકો પ્રત્યે પોતા નો પ્રેમ નેત્રા સમક્ષ વ્યક્ત કરે છે.નેત્રા પણ ખૂબ બુદ્ધિશાળી હોય છે.તે ઉતમ ને અમુક નિર્ણય લેવામાં મદદ કરે છે .અને બંને લોકો ની મદદ કરવાના કાર્ય માં જોડાઈ જાય છે.
ઉતમ ને પોતા ની પહેલી ચળવળ ની સફળતા પછી પણ ઘણી નાની મોટી સફળતા મળે છે.પણ આ બધું એટલું સરળ ના હતું.આ બધી વાતો કે ઉતમ ની સફળતા અને અંગ્રેજો ની નિષ્ફળતા ની વાતો અંગ્રેજ વડા સુધી પહોંચી જાય છે.
હવે ઉતમ પણ એક ગજબ સાહસ કરવાની તૈયારી કરે છે કે જેમાં ગુજરાત ના કચ્છ નો એક મોટો વિસ્તાર આઝાદ કરવાની તૈયારી બતાવે છે.તે માટે ની વ્યૂહરચના તૈયાર કરે છે .પણ ઘણા લોકો ઉતમ ને આ કાર્ય માટે ના પાડે છે.કારણ કે તે વિસ્તાર માં અંગ્રેજો ની સંખ્યા વધારે હોય અને તેની પાસે હથિયાર પણ છે.તેથી ત્યાં વધારે જોખમ છે.
છતાં પણ ઉતમ ના માથા પર ચિંતા ની એક લકીર જોવા મળતી નથી. તેણે આ બધું ધ્યાન માં રાખી ને જ વ્યૂહરચના બનાવી હોઈ છે.
બધું વિચાર્યા પ્રમાણે જ ચાલતું હતું.સફળતા ના બધા રસ્તા ખુલ્લા હતા.બધા ને ઉતમ પર વિશ્વાસ હતો.તેઓ બસ હવે અંગ્રેજો નો સામનો કરવાની તૈયારી માં હતા.
આ બાજુ નેત્રા પણ ઉતમ ને પોતે માં અને ઉતમ પિતા બનવાનો છે તેની ખુશી ના સમાચાર આપવાની હતી.પરંતુ તેણે વિચાર્યું કે ઉતમ પોતાની ચિંતા કરશે અને પોતાનું શ્રેષ્ઠ દેશ માટે નહી આપી શકે.તેથી તે પરત ફરે ત્યારે આ ખુશી ના સમાચાર આપીશ.
ઉતમ નેત્રા ને મળવા આવે છે.બાકી તો ક્યારેય નેત્રા તેને રોકતી નથી પણ આ વખતે તે ના જવા માટે કહે છે હજી નેત્રા એ ખુશી ના સમાચાર ઉતમ ને આપવાના બાકી હોય છે.પરંતુ આ બધું તારે જ સંભાળવાનું છે એમ કહી ને ઉતમ ત્યાં થી નીકળી જાય છે.
હવે આ સુ હતું.કુદરત નો કોઈ સંકેત કે પછી ફક્ત મન નો ડર.ઉતમ ના વિચાર્યા પ્રમાણે બધું બરાબર ચાલતું હતું તેના આયોજન પ્રમાણે બધું વ્યવસ્થિત ચાલતું હતું.પરંતુ ઉતમ નો એક ખાસ મિત્ર પૈસા,સોના અને હોદા ની લાલચ માં આવી ને અંગ્રેજો ને બધું આયોજન કહી દીધું.
હવે ઉતમ પોતાની ચાલ રમે ત્યાં તો અંગ્રેજો ઉતમ ને તેના સાથીદારો ને ઘેરી લે છે.બીજા બધા તો ત્યાં જ વીરગતિ પામે છે.છતાં ઉતમ એકલા હાથે ઘણા અંગ્રેજો સામે લડે છે પરંતુ તે અંગ્રેજો ના હથિયાર સામે લડી નહી સકતો વધુ સમય.અને અંગ્રેજ ના હાથે પકડાઈ જાય છે.તે લોકો ઉતમ ને તે લોકો બધા ની વચ્ચે લઈ જાય છે.
અને બધા લોકો ની સામે ગોળીઓ થી વીંધી નાખે છે. છતાં ઉતમ ના ચેહરા પર એક સ્મિત હતું.આમ ઉતમ પણ ત્યાં વીરગતિ પામે છે.
આ બધા સમાચાર નેત્રા અને ઉતમ ના પરિવાર સુધી પહોંચે છે.અને ઉતમ ના મિત્રો ને પણ આ બધી વાત ની જાણ થાય છે.તે લોકો તુરંત જ ઉતમ જ્યાં વીરગતિ પામ્યો તે જગ્યા એ પહોંચી જાય છે.નેત્રા ઉતમ ને પિતા બનવાનો છે તેના વિશે કહી ના શકી તેમ વિચારી પોતા ને કોશે છે અને એકદમ હતાશ અને વિવશ થઈ ને ત્યાં એકલતા માં બેસી જાય છે.
સુરજ શેઠ સાવ ભાંગી પડે છે તેનો આધાર તેનો દીકરો હવે આ દુનિયા માં નથી રહ્યો.તેને લાગ્યું કે તેણે આ ચળવળ માં જોડાવા ની ના પાડવી જોઈ હતી. બધી તરફ શોક નુ વાતાવરણ હોય છે.
બધા ઉતમ ની અંતિમ ક્રિયા વિધિ પતાવી ને ઘરે આવે છે.
બધા ખૂબ દુઃખી હોય છે નેત્રા એ બે દિવસ થી કંઈ અન્ન ગ્રહણ કર્યું ન હતું.આખો દિવસ બસ ચૂપચાપ રહેતી. તેનો ભાઈ અવિનાશ આ જોઈ ના શક્યો.તે થોડો ગુસ્સે થાય છે અને નેત્રા ને કહે છે તારે સાવ આમ હાર માની લેવાની છે.ઉતમ નુ માન રાખવા માટે હવે આપણે આ ચળવળ ને આગળ વધારીશું.તું મારો સાથ આપીશ ને અવિનાશ નેત્રા ને પૂછે છે.
હવે નેત્રા ઉતમ ને શુ જવાબ આપે છે તે.....
To be continued......