Virangna Netra - 7 books and stories free download online pdf in Gujarati

વીરાંગના નેત્રા - 7

નેત્રા એ લોકો માટે મરવા પણ તૈયાર છે તે જોઈ ને લોકો ને પણ તેના પર વિશ્વાસ આવી ગયો કે આજ આપણને આઝાદ થવા માં મદદ કરશે. પરંતું અંગ્રેજોએ તેને બંદી બનાવી હતી.અને અવિનાશ ને તેને બહાર આવવાની ના પાડી હતી.તેથી તે છૂપાયેલો હતો.
અહી નેત્રા એ લોકો માટે મરવાનું પણ સ્વીકાર્યું.પોતા ના ગર્ભ માં બાળક છે તેનો પણ વિચાર ના કર્યો આઝાદી માટે.આ જોઈ ને તે પરિવાર ને તેના પર વિશ્વાસ આવી ગયો.આ વાત ખૂબ ફેલાણી કે નેત્રા એક બહાદુર અને દેશપ્રેમી સ્ત્રી છે.તે તેના પતિ ની જેમ દેશ માટે મરવા પણ તૈયાર છે.
પછી અવિનાશ સાથે ઘણા લોકો જોડાયા ને નેત્રા તેની આગેવાન બને તેથી તેને છોડાવી ખૂબ જરૂરી છે.
હવે અવિનાશ અને તેના સાથી મિત્રો એ નેત્રા ને છોડાવવા માટે નુ આયોજન બનાવ્યું.
અને તેના અથાક મહેનત પછી તેઓ નેત્રા ને છોડાવવામાં સફળ થયા.નેત્રા પાછી આઝાદ થઈ ગય તેથી બધા ખૂબ ખુશ હતા.પણ હવે માહોલ સાવ બદલાઈ ગયો હતો.
પહેલા નેત્રા ને એટલું માન અને વિશ્વાસ લોકો તરફ થી મળતો ન હતો.જે હવે મળવા લાગ્યો હતો.હવે બધા લોકો નેત્રા સાથે જોડાવા લાગ્યા.બધા એ સ્વીકાર્યું કે નેત્રા જ અમારી લીડર બનશે.પણ હવે નેત્રા ને ત્યાં પ્રસૂતિ નો સમય આવ્યો.તેને ખૂબ દુખાવો થયો.અને તેને ત્યાં દાક્તર પણ આવી ના સકે કેમ કે અંગ્રેજો નેત્રા ને બધે ગોતતા હતા.
તો ત્યાં ની અનુભવી મહિલા એ તેની પ્રસૂતિ કરાવી.તેને ત્યાં પુત્રી નો જન્મ થયો. તેનુ નામ ઉન્નતિ રાખ્યું.તે એકદમ સુંદર અને હસમુખી હતી. કર્ણ પ્રિય અવાજ અને ઉતમ નો ચેહરો યાદ કરાવે તેવી તેની આંખો હતી.તેના પરિવાર દાદા દાદી અને તેના નાના નાની પણ આવી ગયા હતા.
તેઓ ખૂબ ખુશ હતા અને ઉતમ ના મૃત્યુ પછી પહેલી વાર કોઈ ખુશી ઘર માં આવી હોય તેવું લાગતું હતું.બધા એ ખૂબ જ અભિનંદન આપ્યા નેત્રા ને .આવો ખુશી નો માહોલ હતો ત્યાં નેત્રા ને તેના એક ખબરી દ્વારા એક સંદેશ આવ્યો.
નેત્રા ને હજુ પ્રસૂતિ થઈ હતી તેથી થોડી નબળાઈ અનુભવાતી હતી.અને સાથે તેના પરિવાર જનો પણ તેને થોડા દિવસ આરામ કરવાનું કહેતા હતા.અને આ બધું છોડી ને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા આગ્રહ કરતા હતા.
પણ ના નેત્રા ને તો ગમે તેમ કરી ને ઉતમ નુ અભિયાન પૂરું કરવું હતું પછી ભલે ગમે તે થઈ જાય.
આવેલા સંદેશ માં તેના શુભચિંતક એ લખ્યું હતું કે હમણાં તેનો તહેવાર ક્રિસમસ આવે છે તેથી અહીથી ઘણા સૈનિકો તેની બીજી પોસ્ટ એ અને અમુક તેના પરિવાર ને મળવા જવાના છે.તો અહી ત્યાર સૌથી સારી તક હશે કે તેનું સૈન્ય બળ નબળું હશે.અને પાછું તહેવાર ના માહોલ માં ધ્યાન પણ ઓછું હશે.આજ થી ચાર દિવસ પછી આ તહેવાર છે તો તૈયાર થઈ જાવ આઝાદી માટે.
આ સંદેશો વાચી નેત્રા ને આ તક નો લાભ કંઈ રીતે લેવો તેના વિચારો સતત આવવા લાગ્યા.અને પછી આવો મોકો બીજી વાર નહી મળે ને આપણે આ પ્રદેશ માં આઝાદી નહી લાવી શકી એવો ડર પણ હતો.
હવે નેત્રા અને અવિનાશ આ માટેનું આયોજન બનાવે છે.બધા જ લોકો ને પોત પોતાનું કામ સમજાવે છે.તેમની યોગ્યતા પ્રમાણે કોણ સુ કરી સકે છે તે આપવામાં આવે છે.
બધા માં ઘણો ઉત્સાહ હતો પણ પહેલાની જેમ અમુક લોકો દેશદ્રોહી તો હોઈ જ તે જ આપણી હાર નુ કારણ બને.ઉતમ ના આયોજન ને પણ નિષ્ફળ કરવામાં તેનો જ સાથીદાર હતો જેને ઉતમ વફાદાર ગણતો.
આ વખતે પણ પૈસા અને હોદા ના મોહ માં પોતાની આઝાદી વેચી નાખે એવો માણસ હતો.જેની હજુ કોઈ ને જાણ ના હતી.
તો હવે સુ થશે દેશદ્રોહી સફળ થશે કે દેશ પ્રેમી તે જોવાનું હતું......
To be continued....
Please wait for last episode....