Vasudha - Vasuma - 43 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -43

વસુધા - વસુમાં

પ્રકરણ -43

 

વસુધા પીતાંબરને દિલાસો અને શાબ્દિક રીતે હૂંફ આપવા પ્રયત્ન કરી રહી હતી અને ત્યાં પીતાંબરની ખબર કાઢવા માટે ગામના સરપંચ મોટી ડેરીનાં  ચેરમેન બધાં રૂમમાં પ્રવેશ્યા વસુધા એલોકોની આમન્યા રાખી ત્યાંથી ઉભી થઇ બાજુમાં ખસી ગઈ પછી રૂમમાં ગુણવંતભાઈ પુરુષોત્તમભાઈ ભાનુબેન પણ અંદર આવી ગયાં. સરપંચ અને મોટી ડેરીનાં ચેરમેને પીતાંબરની ખબર પૂછી આશ્વાસન આપ્યું. પીતાંબર એલોકો સામે જોઈ રહ્યો એની આંખમાં જાણે ફરિયાદ હતી.

સરપંચ સારાં માણસ હતાં એ ગુણવંતભાઈનાં કુટુંબને વર્ષોથી જાણતાં હતાં એમણે કહ્યું ગુણવંતભાઈ જે થયું છે ખુબ ખોટું થયું છે આમાં પોલીસની તપાસ ચાલુ છે હું બધોજ સહકાર આપીશ આમાં જે સંડોવાયેલું હશે એને આકરી સજા મળશેજ. ગુણવંતભાઈ એ કહ્યું સરપંચ અમે કે મારાં છોકરાએ કોઈનું શું બગાડ્યું હતું ? શા માટે એ લોકોએ આવો કારસો રચ્યો અને મારાં પીતાંબરનો જીવ લેવા પ્રયત્ન કર્યો ? મારાં મહાદેવની કૃપા છે મારો જુવાનજોધ છોકરો બચી ગયો બાકી આલોકોને તો જીવ લેવાનુંજ ષડ્યંત્ર હતું.

સરપંચે કહ્યું સાચી વાત છે તમારી પુણ્યઈ અને આ છોકરીનાં નસીબ દીકરો બચી ગયો છે. ડેરીનાં ચેરમેને ગુણવંતભાઈ અને પછી વસુધા સામે જોયું અને બોલ્યાં ... ગુણવંતભાઈ મને બધીજ વાત મળી છે મારુ ધારવું છેકે તમે ગામમાં ડેરી ઉભી કરવા માંગતાં હતાં અને ઘણાંનો વિરોધ હતો .... આ ષડ્યંત્ર પાછળ કોનો દોરી સંચાર હતો એ બધું જાહેર થઇ જશે. પછી ગુણવંતભાઈ ને કહ્યું તમારી દૂધ મંડળીનાં હોદ્દેદારોને અમે ખુબ મદદ કરતાં ટેકો આપતાં એમને વધુ આવક થાય એવું પણ ગોઠવી આપેલું કારણકે તેઓ ગામનાં મોટાં દૂધ ઉત્પાદક હતાં એટલે થોડી મીઠી નજર અમારી રહેતી પણ... ગુણવંતભાઈ આ બનાવ બન્યા પછી અમે હવે વધારાનું કંઈજ નહીં આપીએ નહીં ફાયદો પહોચાડીએ એ વચન આપું છું અને ભવિષ્યે દીકરો સાજો થયાં પછી તમે જો કોઈ ડેરીનું સાહસ કરવા માંગતા હોવ તો મારો અવશ્ય સહકાર રહેશેજ. અને એની પાછળ ગામનાં ઘણાં લોકોને રોજગાર મળશે.

ગુણવંતભાઈએ કહ્યું સાહેબ તમારો ખુબ ખુબ આભાર પણ પેટ છૂટી વાત કરું તો આ ડેરી ઉભી કરવા પાછળ આ મારી પુત્રવધૂનો વિચાર હતો એની પ્રેરણાથીજ પીતાંબર શહેરમાં ડેરી અંગેની માહીતી લેવા સુરેશભાઈ પાસે ગયેલો અને ત્યાંથી પાછા વળતાંજ આ કારમો અકસ્માત થયો અને ... તેઓ આગળ બોલે ત્યાંજ વસુધાએ કહ્યું સાહેબ અમે તો સમગ્ર ગામનું વિચારીનેજ ડેરી માટે વિચાર કરેલો એમાં અમારું વિશેષ રોકાણ કરવાનાં હતાં અમારેજ શ્રમદાન કરવાનું હતું પણ લાભ સૌનાં માટે વિચારેલો જે સહકાર આપે એનો સહકાર લેવો અને સહકારી ધોરણેજ કામ કરવા વિચારેલું.

ડેરીનાં ચેરમેન ઠાકોરભાઈ પટેલે કહ્યું દીકરી તેં આટલી ઉંમરે હોંશે હોંશે ગામમાં સહકારી ડેરી કરવા વિશે વિચાર્યું ધન્યવાદ ને પાત્ર છે. અને ગામનાં સરપંચ લખુભાઈને પણ ધન્યવાદ આપું છું કે એમનાં ગામમાં આવી વિકાસશીલ વિચારવાળી વહુ દીકરીઓ છે પણ તમે ચિંતા ના કરશો તમારાં પીતાંબરનાં અકસ્માત અંગે અમે પોલીસને પણ કહીશું કે સત્વરે કોઈ દબાણ વિના તટસ્થ તપાસ કરે અને જયારે મારી જરૂર પડે વિનાસંકોચે મારી ઓફિસે આવજો પછી હસતાં હસતાં કહ્યું આ રાજકરણીઓ જેવું વચન નથી પણ ઘરનાં વડીલનું સાંત્વન અને વચન છે... ચાલો પીતાંબરને ખુબ જલ્દી સારું થાય એવી ઈશ્વરને પ્રાર્થના અને કંઈ પણ કામ હોય વિના સંકોચે જણાવશો.

સરપંચ લખુભાઇએ કહ્યું સાહેબ તમે પધારો હું અહીં હજી થોડીવાર બેસીસ ગુણવંતભાઈ સાથે... પછી ડી.એસ.પી. ને પણ મારે આ કેસ અંગે રૂબરૂ મળવું છે. ઠાકોરભાઈએ કહ્યું ભલે તમે બેસો અને ત્યાં પણ કંઈ કહેવાની જરૂર પડે જણાવજો દીકરાને પૂરો ન્યાય મળવો જોઈએ એમ કહી બધાને નમસ્કાર કહીને નીકળી ગયાં.

સરપંચ લખુભાઇએ પીતાંબર સામે જોઈને કહ્યું દીકરા બધુંજ સારી રીતે પતી જશે તું સાજો નરવો થઇ જઈશ. તને ખબર છે એ નરાધમ કોણ હોઈ શકે ? એકવાર પોલીસ તપાસમાં આવી જવા દો પછી હું જોઉં છું એ ફરી ગામમાં કેવી રીતે પગ મૂકે છે ? પછી ગુણવંતભાઈની સામે જોઈને કહ્યું ગુણવંતભાઈ હવે તો તમારી વહુ દીકરાને પૂરો સહકાર મળશે. તમારે જે ડેરી અંગે કરવું હોય શરૂ કરી દો આ લખુ ચૌધરી તમારાં પડખેજ છે આ મારુ વચન છે.

ગુણવંતભાઈએ કહ્યું તમને અને ચેરમેનને સાંભળી ઈશ્વર પરનો વિશ્વાસ વધી ગયો ભગવાનને ઘેર દેર છે અંધેર નથી જે કમીશન અને ફાયદા માટે મોતી ચૌધરી અને એમનાં મળતિયાઓએ આવો કાળો કારસો કાઢ્યો એમનાં બધાં આર્થિક ફાયદા ઈશ્વરે બંધ કરાવી દીધાં અમે ડેરીનો પ્રોજેક્ટ ક્રીશુંજ. એમ કહી પીતાંબર સામે જોયું પીતાંબરની આંખો ભરાઈ આવી એણે વસુધા સામે જોયું વસુધાની આંખો પણ ભીની થઇ ગઈ એ પીતાંબર પાસે આવી અને એની આંખો લૂછી અને બોલી સરપંચ સાહેબ તમારો સહકાર અમારાં માટે મોટી મદદજ છે. ચેરમેન સાહેબે પણ મદદની તૈયારી બતાવી છે અમે જાણે અડધી જંગ જીતી ગયાં છીએ. હવે પીતાંબર સાજા થઇ જાય પછી એક સાથે બધાં સહકારથી કામ શરૂ કરી દઈશું અને પીતાંબરની આંખોમાં જોયું તો ખુબ આનંદ અનુભવ્યો.

******

પોલીસ પટેલ ગામમાં આવ્યાં અને પીતાંબરનાં અકસ્માતની તપાસનો આરંભ કર્યો. ગામમાં જેટલાં ટ્રકટર હતાં બધાની પોલીસ કોન્સ્ટેબલ પાસે તપાસ કરાવી એક સાથે પાંચ પોલીસ કોન્સ્ટેબલને કામે લગાવ્યાં હતાં. પોલીસ પટેલ  ગામની પોલીસ ચોકીમાં બેઠાં હતાં અને તપાસમાં મોકલેલ કોન્સ્ટેબલનો રીપોર્ટ આવે એની રાહ જોઈ રહેલાં.

ગામની પોલીસ ચોકીમાં પોલીસ પટેલ પાસે મોતી ચૌધરી, રમણભાઈ, કૌશીક નાયી, પશાભાઇ પટેલ, કાશી અહીર, ભૂરો ભરવાડ, બધાં બેઠાં હતાં. મોતી ચૌધરીએ કહ્યું સાહેબ આ કોઈ બહારનાં ગામનોજ ટ્રેકટરવાળો હોવો જોઈએ ગામનો કોઈ આવું ના કરે બિચારાં છોકરાને મરણ પથારીએ સુવાડી દીધો એમ બોલી કાશી અહીર સામે જોયું ભૂરો ભરવાડ મૂછમાં હસ્યો.

ત્યાં રમણભાઈએ કહ્યું હું એવું માનતોજ નથી કોઈ બહારનો હોય તો એ કેનાલ - ગરનાળેથી જાયજ નહીં. અને જાય તો સામેથી ગાડી આવતી જુએ તોય સામો જવા હિંમત કરે ? આતો કોઈનું સમજીને કરાવેલું કાવતરું છે.

પોલીસ પટેલે કહ્યું તમે અંદર અંદર ઝઘડવાનું બંધ કરો અને ચૌધરી તમે પોલીસને કોઈ શીખ ઉપદેશ ના આપશો અમે બધી તપાસ કરવા માટે પૂરતાં છીએ.

ત્યાં સાયકલ પર એક કોન્સ્ટેબલ આવ્યો અને પોલીસ પટેલની નજીક સાયકલ પાર્ક કરીને આવ્યો એણે પોલીસ પટેલને એનાં ફોનમાં રહેલો ફોટો બતાવ્યો અને બોલ્યો સાહેબ તમે ત્યાં રૂબરૂ ચાલો ......

ફોટો જોઈને પોલીસ પટેલ ઉભા થઇ ગયાં એમણે કહ્યું ચાલ મારી સાથે જીપમાં બેસીજા. ટોળું ત્યાં આષ્ચર્ય સાથે બેસી રહ્યું અને જીપ નીકળી ગઈ.

કોન્ટેબલનાં બતાવ્યાં પ્રમાણે પોલીસ પટેલ જીપ ચલાવી રહેલાં ત્યાં સામે જે કોન્સ્ટેબલ , મળ્યાં એમને જીપમાં બેસાડ્યાં અને બે જણને કહ્યું તમે ચોકી પર જઈ બેસો.

પોલીસ પટેલ ગામની બહાર ખરાબાની જગ્યાએ ગયાં ત્યાં રમણ ભરવાડે સરકારી જમીન પચાવી પાડીને ત્યાં ઘર ઉભું કરેલું અને બધાં ઢોર બાંધેલાં હતાં.... પોલીસ પટેલ ત્યાં પહોંચ્યાં અને  રમણાંની માં દોડી આવી અરે અરે તમે કોણ છો આમ અંદર ક્યાં ચાલ્યા આવો કોનું કામ છે ?

પોલીસ પટેલે કહ્યું અમે દેખાતાં નથી કોણ છીએ ? પોલીસ છીએ. તમે આ જગ્યા પર ઘર કેવી રીતે બાંધ્યું ? આ તો સરકારી ખરાબો છે ગૌચર જમીન છે એ એ બધું પછી નીપટાવીશ પહેલાં તો અમારે એમ કહીને ડંડાથી કાંટા હટાવી બધાં અંદર પ્રવેશ્યાં.

જે કોન્સ્ટેબલે ટ્રેકટર જોયેલું એ ઝાંખરા ઉપર નાંખી સંતાડેલું ત્યાંથી મોટાં કાંટા હટાવ્યાં અને જેમાં ટ્રેકટરનો આગળનો બોનેટ એંજીનવાળો ભાગ અકસ્માતથી નુકશાન પામેલો હતો મોટો ગોબો હતો.

પોલીસ પટેલે પૂછ્યું ક્યાં છે તમારો રમણો ? બોલાવો અને તમારાં આહીરને દેવ થયે આજે વારસો થયાં પણ તમે તમારો ભરવાડ આહીર વાડ છોડી અહીં કોને પૂછીને આવ્યાં ? આ તમારી જમીન નથી .... હું રેવન્યુવાળાને ફરિયાદ કરાવી ખાલી કરાવું છું પહેલાં રમણને બોલાવો.

રમણાંની બા એ કહ્યું એતો ખેતરમાં છે પણ આ ટ્રેકટર કેમ જુઓ છો ? આતો રમણો બે દાડા કેડે કોઈ ટ્રક સાથે અથડાઈને આયો છે.... પોલીસ પટેલે પૂછ્યું તો એને ઝાડી ઝાંખરાંથી ઢાંકી છુપાવી કેમ રાખ્યું છે ?એની માં કઈ બોલે ત્યાં દારૂ પી ને છાકટો થયેલો રમણો આવ્યો અને બોલ્યો... ઓ સાહેબ એ મારુ ટ્રેકટર છે એ ગમે તે સાથે અથડાય તમારે શું ?

પોલીસ પટેલે કોન્સ્ટેબલને કહ્યું એને પકડી લો ધરપકડ કરી બરાબર ઠમઠોરો... એની બધી હેકડી કાઢી નાંખો ઉપરથી દારૂ પીને આવ્યો છે અને સરકારી અધિકારીને ગાળો દે છે.... કોન્સ્ટેબલોએ રમણાને પકડ્યો અને લાકડીઓથી બરાબર ઝૂડ્યો એની માં બૂમો પડતી રહી... ત્યાં રમણાએ....

 

વધુ આવતા અંકે પ્રકરણ -44