A word from the daughter ... books and stories free download online pdf in Gujarati

દીકરીનો એક શબ્દ...

દીકરીનો એક શબ્દ....!!!!
🙏🏿
એક ગામની સત્ય ઘટના.આ ગામમાં રહેતા એક બાપને બે દીકરીઓ,એ બાપને દીકરો નહીં પરંતુ આ દીકરીઓ દીકરાની ખોટ ના સાલવા દે તેવી નમણી સંસ્કારી.આવી સંસ્કારી દીકરીને ભણાવી ગણાવી,એ બાપ સાસરે વળાવે છે.જયાં ઢોરને જે ગભાણ ગમી ગઇ હોય તે ખીલેથી જવું ના ગમે છતાં ગાય દોરે ત્યાં જાયઃ છે. તેમ તે બાપ અજાણ્યા પુરુષના હાથમાં વહાલસોઈ દીકરીનો હાથ પળવારમાં સોંપી દે ત્યારે એ બાપને જેટલું કાષ્ટ પડે છે તેં કરતાં અનેક ગણું કષ્ટ ઉપાડી તે દીકરી અજાણ્યાને પોતાનાં કરવા પળવારની વાર નથી કરતી.તેવી દીકરીઓને સો સો સલામ.
લવ મેરેજ કરીને પરિવારનાં અનેકને મૂકીને એકને માટે જે દીકરી ઘર છોડે છે,તેના થોડા દિવસોમાં તેને ઘર અને પરિવાર છોડવાની ભૂલ સમજાવા લાગે છે.
ઘણી દીકરીઓ તો સમાજ કે સંસાર સાથે કોઈ સંબંધ નથી રાખતી પરંતુ જયારે જેની જોડે ભાગી ગઇ છે તે વ્યક્તિ તેને ભગાડે ત્યારે તેને માટે ભાગોળે કૂવો કે ઊંચાં ઝાડ નજરે પડે છે.માટે દીકરીઓ! મા અને બાપ કે પરિવાર એ તમારા શત્રુ નથી.અનુભવના નિચોડ છે.તેની વાત માનો,ભાગીને લગ્ન કરો તે પહેલાં ભાગીને લગ્ન કરેલી છોકરીઓના અભિપ્રાય લેજો તો સત્ય સમજાઈ જશે.
મનુષ્ય જેમ સમાજ વગર નથી રહી શકતો.તેમ કોઈ પણ પક્ષી,પશુ,જીવ જંતુ કે એકલું વૃક્ષ નથી રહી શકતું.માટે સંસાર એ એક મંદિર છે.સમાજ એક ગામનું નાક છે.તેની ઉપરવટ જઈને ક્યારેય મર્યાદા ના ચુકો.
મૂળ વાત કરવી છે મારે આ સંસ્કારી દીકરીની! જે સાસરે ગયા પછી ઘણા દિવસે પિયર આવે છે,ત્યારે તેની મમ્મી અને નાની બેન ધ્રુસકે રૂએ છે.સાસરેથી આવનારી દીકરી તેની નાની બૅનને પૂછે છે શું થયું તો તે વધુ જોર થી રડે છે.મોટી દીકરીએ તેની મમ્મીને પૂછ્યું કે તમેં બધાં શા માટે રડો છો?તો તેની મમ્મી એથીયે વધુ રડે છે.ખૂણે બેઠેલા બાપને દીકરી પૂછે છે પપ્પા! આ બેઉ શા માટે રડે છે? તે પણ નીચે નજર કરી નીરુત્તર રહ્યા.વ્યાકુળતા વધતી ચાલી,કોઈ કારણ ના મળ્યું તો મોટી દીકરી તેના પપ્પાનો જમણો હાથ પકડી પોતાના માથા પર મૂકી બોલી :પપ્પા હું તમારી વહાલસોઈ દીકરી છું. એવું કયું દુઃખ છે,જે તમેં એકલાં સહન કરો અને મને ના કહો? હું તમારી વહાલી દીકરી હોઉં તો સત્ય બોલી જાઓ....ના બોલો તો હું જે પગલે સાસરેથી આવી છું,તે પગલે પાછી જતી રહીશ.પછી ક્યારેય તમારી વહાલી દીકરી તમને મળવા નહીં આવે કે મોઢું જોવાં નહીં મળે..!!
આટલું બોલતાં પપ્પાના મુખે વહાલી દીકરીનાં વેણ સહન ન થતાં.. બોલ્યા બેટા તને ખબર છે! કે હું દારૂ પીવું છું? આખા ફળિયામાં ખબર છે કે મને ગામ આખું "પીધેલો" કહે છે.આજ બપોરે મેં દારૂ ખૂબ પીધો હતો અને નશામાં ચૂર તારી મમ્મી અને બૅનને ખૂબ મારી.આટલું કહેતાં તેના પપ્પા દીકરીની સામે આસું સારવા લાગ્યા.
સમજું સંસ્કારી દીકરીએ બાપને કડવા શબ્દો કહેવાને બદલે કે ઠપકાની ભાષાના બદલે બોલી : જો પપ્પા! મારે ભાઈ નથી.જે કંઈ છે તે તમેં છો.તમારી કિંમત મને અનેકગણી છે.તમને કંઈ થઇ જાય તો તમારી દીકરીઓ મોઢું બતાવવાને લાયક નહીં રહે. જિંદગી મહેણાં અને આવતાં જતાં લોકોનાં ટોણા સિવાય અમારી પાસે કંઈ નહીં રહે.
તમેં ભલે રૂપિયા ના આપો માત્ર તમારો પ્રેમનો આવકાર જોઈએ છે. બાપ સિવાય દીકરીને બીજું કોણ રક્ષણ આપે?તમેં પીઓ છો તો તેનું નુકશાન માત્ર તમને નથી.આપણા સગા પરિવાર બધાંને સાંભળવું પડે છે.માટે પપ્પા પીવાથી નહીં સારાં કામ કરવાથી આબરૂ વધે.રસ્તે પી ને પડી રહેવાથી સાત પેઢી લજવાય માટે તમેં આજે જ આ બંધ કરો.આટલી મોટી કરી છે.તો તમેં જ શેરીઓમાં રખડતા પડ્યા રહેશો તો અમેં "કોઈની પથારીમાં રખડતી હોઈશું!"
દીકરીના આ છેલ્લા શબ્દો બાપના હૈયાને વાગી ગયા.બાપે જોડે પડેલાં બે અડધીયાંનો મોટી દીકરીની દેખતાં વાડમા જોરથી ઘા કર્યો અને એ બાપ એટલું બોલ્યો: દીકરી આજ તેં મને "જીવનનું તત્વજ્ઞાન સમજાવી દીધું."
સાસરેથી આવેલી દીકરીએ બાપને પાણી પાયું અને એ પાણી એણે પીધું.એની મમ્મીને પાયું અને નાની બેને પણ એકેય ટીપું નીચે પાડ્યા વગર પીધું.
(દારૂની બાટલીમાં જીન હોય છે,જે બીજાં બધાંને આમંત્રણ આપે છે.માટે આવા જીન ઘરમાં ના લાવતાં તેને પળવારમાં વાડમાં ફેંકી દો )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
(તા. 26જૂન 2022,પાટણ)