Aek Divas in Gujarati Short Stories by bhavna books and stories PDF | એક દિવસ...

The Author
Featured Books
Categories
Share

એક દિવસ...

આમતો મારી સવાર એમના good morning સાથે ઘણીબધી શુભકામનાઓ થી થતી,એકબીજાને good morning કહેવુ એ અમારુ રૂટીન થઈ ગયુ હતુ,પછી ભલે આખો દિવસ વાત થાય કે ના થાય, અમે પહેલીવાર social media ના માધ્યમ થી મળ્યા હતા,શરૂઆતમાં એમના રોજ message આવતા પણ હું બહું ઘ્યાન ન આપતી,કારણ કે એવા તો રોજ ઘણાબધા લોકોના message આવે,પણ પછી મે notice કર્યુ કે હું જવાબ આપુ કે ના આપુ એમના શુભકામનાઓ સાથે good morning ના message આવી જ જાય,પછી એક દિવસ મે પણ reply આપ્યો અને પછી અમે એકબીજા ના સારા મિત્ર બન્યા, આમતો બન્ને પોતાના કામકાજ માં ખૂબજ વ્યસ્ત રહેતા, હું એક working women અને તેઓની job પણ એવી કે ક્યારે સમય મળે તે નક્કી ના કહેવાય, ક્યારેક સમય અનુકૂળ હોય તો થોડીઘણી વાત થઈ જાય,એમાં અમે પોતાની family વિષે અથવા આડીઅવળી વાતો કરી એકબીજાને જાણવાની કોશિશ કરતા, આમતો અમારા સંબંધ નુ કોઈ નામ ન હતુ છતાંય એક અજાણી લાગણીની અનુભૂતિ હતી, message તેઓ કરે કે હું પછી આખો દિવસ એકબીજા ના જવાબની રાહ જોવામાં જતો રહેતો, છતાંય વગર ફરિયાદે એકબીજાને ફરીથી જવાબ આપતા જાણે મનના ભાવ સમજતા ન હોઈએ, ટૂંકમાં અમારી વચ્ચે એક સુંદર છતાંય બેનામ સબંધ બંધાય ગયો હતો.
આમને આમ દિવસ વિતતા જતા હતા ને પછી એક દિવસ એવુ બન્યુ જે મે વિચાર્યુ નહોતુ, તે દિવસો માં મને એવુ લાગતુ કે તેઓ જાણીને મને ignore કરે છે, online આવે છે પણ મને જવાબ નથી આપતા, મને ગુસ્સો આવ્યો અને મે વાત બંધ કરી,
તેઓએ મને ઘણા message કર્યા પણ મે જવાબ ન આપ્યો ,
બે દિવસ આમજ વીતી ગયા ,અને પછી અચાનક તે દિવસે તેમનો આખો દિવસ કોઈ message ન આવ્યો, સવારથી સાંજ બાદ રાત થઈ છતાંય કોઈ message ન આવ્યો મને થયુ ક્યાક વ્યસ્ત હશે, કે પછી તેમને પણ મારી ઉપર ગુસ્સો હશે, કારણ કે મે તેમના message ના જવાબ નહોતા આપ્યાં.
બીજા દિવસ ની સવાર થઈ, હું મારી રોજની ટેવ મુજબ good morning નો જવાબ આપવા social media ઉપર આવી, અને મેં જોયુ કે ત્યા કોઈ message ન હતો , મારી ચિંતા વધી, તેમ છતાંય મે સામેથી message કર્યો પણ આ શું તેમનો કોઈ જવાબ નહી. આવી રીતે એક પછી બે એમ દિવસ વિતતા ગયા અને સાથે મારી ચિંતા માં વધારો થતો ગયો ,મને યાદ આવ્યુ કે એકવાર તેમણે મને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો તે મે ઘણો શોધ્યો પણ મળ્યો નહી, કારણ કે હું સેવ કરવાનુ ભૂલી ગઈ હતી, હવે મારી પાસે તેમને શોધવાનો કોઈ વિકલ્પ ન હતો,ને તેઓ online પણ આવતા નહોતા, મે બધી કોશિશ કરી પણ કોઈ કોન્ટેક્ટ ન થયો હવે મને, ખોટા વિચારો આવવા લાગ્યા કે ભગવાન ન કરે તેઓ કોઈ તકલીફ માં નહોય, કોઈ અકસ્માત કે બીજુ કંઈજ ન થયુ હોય, હું આવા અનેક વિચાર સાથે દિવસો વિતાવતી અને થોડા સમય ના અંતરે message પણ કરતી રહેતી કે કદાચ કોઈ જવાબ મળે ,
આમજ એક મહિનો વિત્યો છતાંય મને કોઈ response ન મળ્યો , હવે મારી હિમ્મત જવાબ આપી ગઈ , હું રાહ જોઈ થાકી ગઈ.
અને પછી એક દિવસ તેમનો message આવ્યો, પહેલા તો મે જોયુ કે inbox માં ઘણા message હતા ,એટલે મે open ના કર્યા, હું બધાને જવાબ આપવો જરૂરી નથી સમજતી, કારણ કે રોજ ઘણા લોકો message કરે ખાસ કરીને ત્યારે જ્યારે તમે એક ladies છો. હું થોડી shopping કરવા બહાર ગઈ હતી અને ગાડીની રાહ માં ઉભી હતી એટલે મે ટાઈમ પાસ કરવા મોબાઈલ જોવાનુ શરૂ કર્યુ ,અને મે જોયુ કે ઘણાબધા message માં તેમનો પણ એક message હતો,હું થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગઈ મે તેમનુ નામ વાચ્યુ પણ message ખોલી વાંચવાની મારી હિમ્મત ન થઈ હું રસ્તા વચ્ચે ઉભી હતી મને ખબર નહોતી પડતી કે મારે હસવુ કે રડવુ, હું ફટાફટ ઘેર આવી અને એક શાંત રૂમ માં ગઈ જ્યા મને કોઈ disturb ન કરે ,મે તેમના message open કરી વાંચવાની શરૂઆત કરી એજ તેમની આદત મુજબ ની શુભકામનાઓ અને હાલચાલ પુછવુ, મને ખુબજ ગુસ્સો આવ્યો અને સાથે આંખો માં આંસુ
મે તને ખૂબ ગુસ્સા ભર્યા message કર્યા અને કહ્યુ આવુ કોઈ કરે ? તેમણે મારી માફી માંગી અને માન્ય કારણ આપ્યા અને કહ્યુ કે જ્યા તેમની નિમણૂક થઈ હતી ત્યા મોબાઈલ ઉપર પ્રતિબંધ હતો એમની job જ એવી હતી કે હું સમજી ગઈ ને મે પણ તેમની મારા ગેર વર્તન બદલ માફી માંગી, પછી?
પછી શું અમારા જીવન રૂપી ગાડીઓ એકબીજાના message રૂપી ઈંધણ થી ફરી ચાલવા લાગી....

જય શ્રી કૃષ્ણ 🙏
shabdbhavna