Prem thai gayo - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ ગયો! - 1 - પ્રેમ થતા થતા રહી ગયો

આ વાત છે હિરેન અને આસ્થાની બંને એક જ કૉલેજ માં ભણતા હતા અને એમની મિત્રતા પણ સારી હતી. એક બીજાને બધી વાતો અને પ્રૉબ્લેમ એક બીજા ને કહેતા, પણ આ બંનેની મિત્રતા વિશે ક્લાસના બીજા કોઈને બોહુ જાણ નહોતી. કેમ કે એ બને કૉલેજમાં એટલી બધી વાતો નોહતી થતી. અને કૉલેજ કૅમ્પસમાં બંને મળતાં પણ નહીં. બને ને ડર હતો કે કલાસ માં બીજા ને ખબર પડશે તો બધા ચિડાવસે. ભલે બને વચ્ચે કાઈ ના હોઈ પરંતુ બીજા સમજે નઈ ને.


રોલ નંબર સાથે આવતો એટલે પરીક્ષા મા આગળ પાછળ આવતા અને ક્યારેક એક બીજાને બતાવતા પણ ખરા. બે સેમેસ્ટર આમને આમ નીકળી ગયા હતા, ત્રીજા સેમની પરીક્ષા નજીક હતી. આસ્થા થોડી હોશિયાર હતી એટલે એને પેલે થી વાંચવાનૂ ટાઈમ-ટેબલ બનાવી નાખ્યું હતું.


આસ્થા એ ટાઇમ-ટેબલ હિરેનને કહ્યું, એટલે એને પણ એ ફોલો કરવા નું નક્કી કરેલું. પણ હમેશાની જેમ ટાઈમ-ટેબલ ફોલો થતું નોહતું, પરીક્ષાને હવે પંદર દિવસ બાકી રહ્યા હતા.


આસ્થા એ હવે વિચાર્યું કે બંને વિષયો વેચીને વાંચશે તો વધારે સારું પડશે અને પછી બંને એક બીજા ને સમજાવી દેશે. હિરેન દરેક ટોપિકની નોટ્સ બનાવતો અને એની નોટ્સ માં એટલી સરળ અને ટૂંકું લખ્યું હોય કે કોઈ એક વાર વાંચે ત્યાં જ સમજી જાય, ક્લાસ ના ઘણા છોકરા તો એની નોટ્સ વાંચી ને જ પાસ થઈ જતા. પણ એ એની નોટસ કોઈ ને આપતો નહી આસ્થા સિવાય કેમ કે એ એની બેસ્ટ ફ્રેન્ડ હતી અને એના લીધે થી જ એને નોટસ બનાવા નું શરૂ કર્યું હતું, અને એક કારણ બીજું પણ હતું એને આસ્થા પસંદ પણ હતી.


હા એને આસ્થા ગમતી હતી પણ એ ક્યારેય એને કહી નોહતો શક્યો એ અલગ વાત છે. અરે આપડે તો પરીક્ષા ની તૈયારી પર હતા તો ત્યાં જ પાછા આવી જઈએ. હવે બંને એ વિષયો વહેંચી લીધા હતા, અને તૈયારી પુરા જોસ સાથે ચાલતી હતી.


હિરેન પાસે બધા જ પ્રોબ્લેમ ના સોલુશન હોય જ એટલે આસ્થા ને કઇ પણ ના સમજાય કે ના મળે એટલે એ તરત હિરેન ને કોલ કરે.


બને રોજ સાંજે એક બીજાને ફોન કરીને જેટલું વાંચ્યું અને નોટ્સ બનાવી હોય એની વાતો કરતા. એમનો કોલ ઓછા માં ઓછી કલાક તો ચાલતો જ, વધારે નું તો નક્કી જ ના હોઇ કે કેટલો ચાલે. આમને આમ રોજે વાતો ચાલુ થઇ ગઇ ક્યારેક કામની તો ક્યારેક વગર કામની પણ વાતો થતી.


હિરેન ને જોતું હતું એ એને મળી ગયું, એ ચાહતો હતો કે આસ્થા એની સાથે વધુ ને વધુ વાતો કરે જેથી એ એને જાણી અને સમજી શકે. એમા વળી 'દોડવું હતું અને ઢાલ મળ્યો' પરીક્ષાની તારીખો પાછળ જતી રઇ. એટલે હિરેનને વાત કરવા માટેનો અને આસ્થાને તૈયારી કરવા માટે નો વધુ સમય મળી ગયો.


પરીક્ષા ચાલુ થઇ ગઇ તો પણ બંનેના કોલ અને મેસેજ ચાલુ જ હતા પણ હવે ખાલી ભણાવની જ અને પેપર કેવા ગયા એની જ વાતો થતી હતી.


છેલ્લી એક પરીક્ષા બાકી હતી અને હિરેન ને પણ પ્રેમ માનો લગભગ થઇ જ જવા નો હતો અને ત્યાં પરીક્ષા પુરી થઇ ગઇ ને આસ્થા એના પરિવાર સાથે ફરવા જતી રહી એટલે પછી સાવ જ વાત બંધ થઈ ગઈ. ત્યારે હિરેને એના દિલને સાંભળી લીધું અને પ્યાર ના થયો હવે જોઈએ આગળ ની કહાની મા શુ થાય છે.



To be continue......

~Harshil mangukiya