Book reading, love assessment books and stories free download online pdf in Gujarati

પુસ્તક વાંચન, પ્રેમનું આંકન

પુસ્તક વાંચન,


પ્રેમનું આંકન

કેટલી મસ્ત હોય છે ને આ પુસ્તકોની દુનિયા.. મારાથી બહેતર તમને કોઈ આ દુનિયાનો સફર નહિ કરાવી શકે કેમ કે હું આ દુનિયામાં વારંવાર જાઉં છું અને એટલે જ દરેક પુસ્તક મિત્રોથી હું બહુ જ ખાસ અને ગહેરો રિશ્તો ધરાવું છું!

હા, ઘણા લોકો મને કહેતા, સમજાવતા, ટકોર કરતા, ડર પણ બતાવતાં - "આટલું બધું વાંચ વાંચ કરીશ તો પાગલ થઇ જઈશ!" પણ મને તો મારી પુસ્તકો નો રંગ લાગ્યો હતો અને હું એના રંગમાં રંગાઈ રહ્યો હતો.

પુસ્તકોનો શોખ મને બાળપણથી જ હતો. નવી નવી બુક લાવવી એ મારું મનપસંદ કામ હતું. જ્યારે નવી બુક લાવીએ તો એની કે ખુશ્બૂ આવે, દુનિયાનું બેસ્ટ પરફ્યુમ પણ એની આગળ કઈ જ નહિ! એવી તદ્દન નવી લાવેલ બુક પર મને તો થોડો વધારે જ પ્યાર આવી જતો હતો.

બચપન થી જ મને વાંચવાનું બહુ જ ગમતું આવ્યું છે, ના વાંચું તો બધું અધૂરું લાગે અને વાંચું તો જાણે કે મને તો સ્વર્ગ જ ના મળી ગયું હોય એટલી બધી ખુશી થતી હતી.

બુક વાંચતો ત્યારે હું ક્યારેય એના વિષયવસ્તુ ને ધ્યાનમાં નહોતો રાખતો, હા, એક નંબર નો સાચ્ચો આશિક હતો હું! ગમે તે વિષયનું પુસ્તક હોય, જનરલ નોલેજ હોય કે બધાને કંફ્યુઝ કરી મૂકે એવું ગણિત, હું તો બધા જ વિષયો ની બુકને એક સરખી જ નજરે જોતો અને એ નજર છે પ્યારની!

કોઈ એક સ્ટોરી ની બુક હોય, શાંત ઘર હોય, ચાનો કપ હોય, અને પંખાનો એ ધીમો અવાજ હોય કે જેની સામે વાંચતા અને વિચારો કરતા આપના વિચારોનો અવાજ વધારે આવતો હોય!

એક કાન પર પેન્સિલ, હાથ માં હાઇલાઇટર અને બુક મારા ખોળામાં હું પણ સોફા પર ચા સાથે જ આ બધાં વિચારો કરતો હતો.

"નેહલ, તું એક હેલ્પ કર ને મારી.." હા, મારી પ્રાણપ્રિય બુક્સ એ મને એટલું બધું જ્ઞાન અને ડહાપણ બક્ષ્યું હતું કે બધાં સલાહ લેવા પણ આવતા હતા! નેહા એમાંની જ એક હતી.

"જો મને વાંચવા દે બહુ જ મસ્ત સ્ટોરી છે, જે કંઈ કહેવું હોય થોડી વાર પછી!" મને વાંચતા અટકાવે તો હું થોડો અકળાઈ જતો, પણ મને નેહાની ઉલ્ઝન પણ સુલઝાવવી હતી.

"બોલ, પણ જલ્દી કરજે.." મેં એને તાકીદ કરી.

"તને તો ખબર છે ને હું જેને લવ કરું છું એ બીજી કોઈને પ્યાર કરે છે, હું શું કરું મરી જઈશ.." નેહા બહુ જ ઉદાસ લાગી રહી હતી, એના હાવભાવ પરથી તો મને તો અંદાજો આવી જ ગયો કે કેટલાય દિવસ થી જમ્યું તો હશે જ નહિ અને રડ્યાં જ કર્યું છે.

"પ્યાર.. આપને જેને પ્યાર કરીએ છીએ, એ આપણાથી દૂર જાય છે અને જે આપણને પ્યાર કરે છે આપને એનાથી!" મેં કોઈ ફિલ્મનાં ડાયલોગ ની જેમ કહ્યું.

"મતલબ?! કઈ ખબર ના પડી." નેહા બોલી.

"મતલબ એમ કે જે તને પ્યાર કરે તું પણ એને લવ કર ને.." મેં કહ્યું.

"હા તો હું તો સુરભને જ પ્યાર કરું છું ને!" નેહા બોલી.

"જો તું ખરેખર એને પ્યાર કરતી તો તું એની ખુશી ચાહતી, અને એને છોડી દેતી, જેમ પ્રણયે તારા માટે કર્યું!" મેં એક ઈશારો કર્યો.

"પ્રણય?! પણ શું એ હજી પણ મને ચાહતો હશે?!" એના સવાલના જવાબમાં મેં સીધો પ્રણય ને કોલ જ કરી દીધો, ફોન સ્પીકર પર મૂકી નેહા ને કઈ જ ના બોલવાનો ઈશારો કરીને ફોન સામેના જ ટેબલ પર મૂકી દીધો.

"બોલ નેહલ, ભાઈ નેહા ના કોઈ સમાચાર, જ્યારથી બ્લોક કર્યો છે કઈ જ ગમતું નહીં, મને તો એ બહુ જ યાદ આવે છે.. થાય તો કંઇક કર ને!" એ બોલ્યો. સાવ અણજાણ હતો કે જે મારાથી થતું હતું એ તો મેં કરી પણ દીધું હતું!