Chinese mix in Gujarati Children Stories by Nayana Viradiya books and stories PDF | ચાઈનીઝ ભેળ

Featured Books
Categories
Share

ચાઈનીઝ ભેળએક ચકી હતી ને એક હતો ચકો . ચકી લાવે ચોખાનો દાણો, ચકો લાવે મગનો દાણો એની બનાવે ખીચડી.એય ને બેય નિરાંતે ખાય ,પાણી પીવે ને આનંદ થી રહે .ઝાડની ડાળ પર બેસી બેય પોતાના સુખ દુખની વાતો કરે ને આનંદથી રહે .

એકદિવસ ની વાત છે .ચકા એ ચકી ને કહ્યું ચકી ચકી તારી કીટ્ટા ,મારે તારી સાથે નથી બોલવું,ચકી કહે કેમ ભઇ મેં શું કર્યુ ? મારી કંઈ ભુલ થઈ ગઈ ? તું કેમ આવું બોલે છે ?
ચકો કહે બોલું જ ને વળી તું દરરોજ મને ખીચડી જ ખવડાવ્યા કરે છે બીજું કંઈ બનાવી જ નથી દેતી.ચકી એ કહ્યું કે તારે ખાવું છે શું? એ તો કે એમાં આમ રિસાય શું જાય છે . ચકા એ કહ્યુ મારે તો ચાઈનીઝ ભેળ ખાવી છે ચકી એ કહ્યું જરાય નહીં એ તે કંઈ ખાવાની વસ્તુ છે? તારે બીજુ જે ખાવું હોય તે બોલ પણ એ ચાઈના ની ભેળ તો નહીં જ બનાવી આપું. ચકી એ તો ઘસીને ના પાડી દીધી પણ ચકો એક નો બે ન થયો તેણે તો ખીચડી ખાવાનીય બંધ કરી દીધી અંતે ચકી ને નમતું મુકવું જ પડ્યું તેણે ચકા ને ક્હ્યુ ચાલ માની જા ને હવે મને બધી વસ્તુઓ લાવી દે એટલે ચાઈનીઝ ભેળ બનાવી આપું,ચકો તો ઉડ્યો ફટાફટ શાક માકૅટ માં જઇને ગાજર ,કોબીજ,ડુંગળી ,કોથમીર ના તાંતણા બધું જ લાવ્યો પછી પાછો ઉડીને ગયો ને નુડલ્સ,સોસ,મસાલો લઈ આવ્યો પછી ચકી એ તો સરસ મજાની ચાઈનીઝ ભેળ બનાવીચકાને તો એટલી ઉતાવળ થતી હતી કે તે થોડી-થોડીવારે ચકી પુછતો ઝઝદચહતો કે ચકી બની ગઈ ચાઈનીઝ ભેળ ? વળી ખુશી થી નાચવા લાગતો ને ગાવા લાગતો....
આજે તો મોજ પડવાની,
ચટપટી...આહહાહા,ચટાકેદાર...આહહાહા,
ચાઈનીઝ ભેળ ખાવાની
અંતે ચકી એ ચાઈનીઝ ભેળ બનાવી જ નાખી,ચકી એ માટલા માં જોયું તો થોડુક જ પાણી હતું એટલે ચકી પાણી ભરવા ગઈ જતા જતા ચકા ને કહેતી ગઈ હું હમણાં જ પાણી ભરીને આવું છું ત્યા સુધી રાહ જો પછી આપણે સાથે બેસીને ચાઈનીઝ ભેળ ખાશુ ,ચકો કહે ભલે પણ ઝટ પાછી આવજે મને બહુ ભુખ લાગી છે. ચકી તો એ હમણાં જ પાછી આવું છું કરતી ગઈ ,ચકા થી રહેવાયું નહીં એણે તો ચકી ની રાહ જોયા વગર જ ચાઈનીઝ ભેળ ખાવા માંડી લગભગ બધી જ ચાઈનીઝ ભેળ તે એકલો ખાય ગયો.ચકી માટે તો સાવ થોડીક રાખી ને પછી ટી.વી જોવા બેસી ગયો.ચકી પાણી ભરીને આવી ,જોયું તો સાવ થોડીક ચાઈનીઝ ભેળ હતી,તેણે ચકા ને પુછ્યુ તો ચકો કહે મને શું ખબર હું તો ટી.વી જોતો હતો,કોઈક આવીને ખાય ગયું હશે ? વાંધો નહીં હવે થોડીક છે તો તું જ ખાય લે મને પછી ક્યારેક બનાવી દેજે.ચકી તો બધું સમજી ગઈ કે નક્કી આ ચકા નું કામ છે પણ તે કંઈ બોલી નહીં ને થોડીક ચાઈનીઝ ભેળ હતી તે ખાધી તેને બહુ મજા આવી નહીં તેને તો ખીચડી જ ભાવતી હતી . ચકી તો જમીને નિરાંતે સુઈ ગઈ ચકો તો મોજથી ટી.વી જોતો હતો થોડીવાર થઈ ને તેને પેટ માં દુખવાનું શરૂ થયું તેને થયું હમણાં મટી જશે પણ દુખાવો તો વધતો જ ગયો ચકા થી હવે રહેવાતું નહોતું તેણે ચકી ને ઉઠાડી ચકી ચકી ઉડીને મને બહુ પેટ માં દુખે છે કંઈક કર ને ચકી બહુ હોશિયાર હતી તે સમજ ગઈ તેણે ચકા ને કહ્યું ચકા એતો તું કંઈ જમ્યો નથી એટલે ભુખ નું દુખતું હશે ચાલ તને ચાઈનીઝ ભેળ બનાવી આપું ચકો હાથ જોડીને કહેવા લાગ્યો ચકી ચાઈનીઝ ભેળ નું નામ ન લે નકકી આ એનો જ દુખાવો લાગે છે,ચકી કહે પણ તે તો ચાઈનીઝ ભેળ ખાધી જ નહોતી તો દુખાવો આવ્યો ક્યાંથી ? ચકા એ કહ્યુ ,સોરી ચકી!!!! હું ખોટું બોલ્યો હતો મને વધુ ચાઈનીઝ ભેળ ખાવી હતી એટલે ,મને માફ કરી દે ને પ્લીઝ!!! ચકી એ ક્હ્યુ મને ખબરજ હતી કે ચાઈનીઝ ભેળ તે જ ખાધી છે ,મેં તને કેટલી ના પાડી હતી કે એવું કંઈ ખવાય જનહી પણ તું તો મારૂં ક્યાં સાંભળે છે. ચકા એ કહ્યુ ચકી હું તારી બધી જ વાત માનીશ પણ પહેલા મારા ને ટ્વીટર નું કંઈક કર ચકો રડવા જેવો થઇ ગયો તેને અતિશય પેટ માં દુખતું હતું ચકી એ તો કડવી મેથીના દાણા ખવડાવ્યા ,લીંબુ ચુસાવ્યુ પણ ચકા ને તો પેટ માં મટવાને બદલે દુખાવો વધતો જ ગયો હવે તો ચકા થી સહન થતું ન હતું અંતે ચકી એ ડૉકટર બોલાવવા પડયા ડૉકટરે તો કડવી કડવી દવા આપી એક ઇન્જેક્શન માયુૅ ત્યારે ચકા ને પેટ માં દુખાવો ઓછો થયો ત્યાર પછી ચકી ચકા ને પુછે કે તારે શું ખાવું ? ચાઈનીઝ ભેળ,દાબેલી,ઢોસા,પાણીપૂરી શું બનાવી આપું? ચકો કહે સોરી ચકી હવે થી કંઈ નામ નહીં લઉ આપણે તો આપણી ખીચડી જ ભલી.....
માણસો ભલે ગમે તે ખાય ને પછી દવાખાને જાય પણ આપણે તો ખીચડી ખાવાની ને લીલા લહેર કરવાના......