Consolation books and stories free download online pdf in Gujarati

આશ્વાસન

(૧)મારો ક્યાં ઈરાદો છે..

દિવસે સુખ નું અંધારું
રાત્રે દુઃખ નું અજવાળુ છે,

દરીયો ખાલી આકાશ ભરચક
આવી વાતો નો ક્યાં કીનારો છે

વાત તો આમ સાવ સીધી ને સરળ કહી દ'વ,
તારા પ્રેમનો પહેલો શબ્દ કાળો
અક્ષર ભેંસ ભરાબરનો છે...

અઘરું છે મને સમજવું ;સાંભળો,
રે'વાદો ન'ઈ સમજાય
સમજાવવાનો મારો ક્યાં ઈરાદો છે....


(૨) કેમ ને છોડાય...
તારા આખા કપ માં
મારો અડધો અધિકાર
કેમ ને છોડાય...

મળવાને આવ કહી ને,
બેફિકર એકલો મને
કેમ ને છોડાય....

શું થયું ખબર નહિ....શું થયું ખબર નહિ,
પણ આપણે શરૂ કરેલો આ
સંબંધ આમ પડતો કેમ ને છોડાય...

શીખવ્યું હતું તે મને પ્રેમ કરતા,
તું મને નહી સમજે કહી ને,
આમ ભટકતો કેમ ને છોડાય...

કેવું ગમે, શું ભાવે, પુછી પુછી ને,
જાણી લીધેલો સ્વભાવ સુધ્ધા,
તને નહી સમજણ પડે નો
જવાબ આપી ને આમ અધૂરો કેમ ને છોડાય...

મળશે તું મને આજ ન'ઇ તો કાલ,
પણ કાલ ની વાટ માં,
આજ તને મારાથી આમ રજળતો;
કેમ ને છોડાય.


(૩) આશાની લીટી

સપનાઓ હતા મારા સાતમા આસમાન ના શિખરો લાંગવના,
સપનાઓ તો જરૂર હતા મારા સાતમા આસમાન ના શિખરો લંગવના...
તારી ભૂ-ટેકરી સર કરવા મારી આશાઓ ની લીટી નાની ના કર.

સપને લાગતા અલ્પવિરામો...
ઊંચા સપને લાગતા અલ્પવિરામો,
કટાક્ષ ના પુર્ણવરામ નીચે દફનાવ્યા ના કર...

શુધ્ધ પાણી ની ધાર હતી હું.
શુધ્ધ પાણી ની ધાર હતી હું...
તારા અધૂરા ઘડા ના કચરા
મારા માં ઠાલવ્યા ના કર...

સંબંધ હતો સહકાર આપવા,
વ્યક્તિત્વ નો ટેકો જાણી જોઈ ને
ધરબાવ્યા ના કર...

(શુધ્ધ પાણી ની ધાર હતી હું...
તારા અધૂરા ઘડા ના કચરા
મારા માં ઠાલવ્યા ના કર...)

તું શું જાણે કઈ રીતે લંબાવી છે પાટી માં,
અહંકાર ના ગાભા થી ; આમ,
આશાની લીટી મારી ટુકવ્યા ના કર.

અમસ્તા નહી દિવા મા તેલ પૂર્યું મે,
ફૂંક મારી તારી ઔકાત આમ જ ઘટાડ્યા ના કર

શું જાણે કઈ રીતે લંબાવી છે પાટી માં,
ગાભા થી ; આમ મારી આશાની લીટી ટુકવ્યા ના કર.


(૪) ભૂરા આકશ માં...

ઉડ્યા પંખી અણધારી સફરે,
સામે બવ મળી પખો અજાણી...
ઉડ્યા પંખી અણધારી સફરે,
સામે બવ મળી પાખો અજાણી...

જીવ્યો એ હર એક પળને,
છતાય ઉડાન એની ઊંચી જ અંબાણી...

હા, ઉડે છે રંગો ભૂરા આકાશ મા,
પારખે દિશા અનંત આકાશ મા,

કાળા માથા જ દેખાય એને,
કાળા માથા જ ફક્ત દેખાય એને,
જેને ઉડવું છે ખુલ્લા આકાશ મા.


(૫) અસ્તિત્વ વેચાઈ ગયું


વરસાદ નું ટીપુ વિખેરાઈ ગયું,
પાપણ ની નીચે દબાઈ ગયું...

વરસાદ નું ટીપુ વિખેરાઈ ગયું
પાપણ ની નીચે દબાઈ ગયું...

સપનું બંધ આંખો નું મારું,
તકલાદી નીંદર ના કારણે,
અધવચ્ચે જ ધરભાઇ ગયું...

એ તકલાદી નીંદર ના કારણે,
અધવચ્ચે જ ધરબાઈ ગયું..

શું જાણે છે તું, હા તને જ
પુછું છું, શું જાણે છે તું

મારા વિશે, તને સાચવતા-
સાચવતા,હપ્તે - હપ્તે ,
મારું આખું અસ્તિત્વ વે'ચાઈ ગયું...
મારું આખુય અસ્તિત્વ વે'ચાઈ ગયું.

(૬) જોયા છે મે

વરસતા વરસાદની ભરતી મા,
તરસ્યા ચકલાઓ જોયા છે મે...
દરિયાના પાણી મા ઘમંડી આકાશના,
પ્રતિબિંબ પીગળતા જોયા છે મે,

(દરિયાના પાણી મા એ ઘમંડી આકાશના,
પ્રતિબિંબ પીગળતા જોયા છે મે)

સુંદરતા પર શું અભિમાન કરે છે તું,
એટલું, સુંદરતા પર શું અભિમાન કરે છે તું...?

ફૂલદાનીમાં પડ્યા - પડ્યા ફૂલ,
કરમતા જોયા છે મે...
(૭) કામ ચલાવો છો

મન કેમ તમારું બગાડો છો?!! સાંભળો,
મન ની ભીંત પર ઘોબા કેમ પડો છો..

બગીચાઓ ખાલી કરી,
ફૂલદાન સામે સમય આમ વિતાવો છો...

ના મળ્યા જો અમારા નામના ફુલ તમને,
મે સંભળાયું આજ કાલ
પાંખડીઓ ઝાલીને કામ ચલાવી છો... .