Sansarnu Taaran - 1 books and stories free download online pdf in Gujarati

સંસારનું તારણ - ૧

નીમેષ અને નયના ખૂબ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ પૈસાથી નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ ડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી ળતાં ? નયના તો એકદમ સામાન્ય રની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ માહતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું વિચારતા નથી અને ઘરમાં બેસાડી રાખી છે.

સમાજના ડરથી કે પછી દીકરીની જિંદગી ના બગડે એટલે પણ એના માટે યોગ્ય છોકરો શોધવાનું ચાલુ કર્યું. ખરે ગરીબ ઘરનો નીમેષ તૈયાર થયોરંતુ લગ્ન કોર્ટમાં કરવાના અને કંકુ ને કન્યા. નયનાને ગરીબ ઘરની દીકરી હોવાને કારણે પૈસાપાત્ર ઘરનો દીકરો મળવી મુશ્કેલ તું.

નીમેષનું ભણતર ખાસ હતું પરંતુ નયનાના કુમકુમ પગલાં ને પરિણામે તેને સરકારી નોકરી મળી ગઇ. સરકારી નોકરીમાં પગાર તો ખાસ હતો પરંતુસરકારી નોકરીમાં લાભ ઘણા મળતાં હતાં. બંને પતિપત્ની વચ્ચે ઘણો પ્રેમ હતો.

ભાઈબીજ કે બળેવ જેવા પવિત્ર તહેવાર પર નયના, ભાઈને કહેતી, મે મને એક રૂપિયો શુકનનો આપજો. બાકી તો તમારો મારા પ્રત્યે પાર પ્રેમ છે ને ! પૈસા આપીને પ્રેમ બતાવવાનો ના હોય."

નયનાના બંને ભાઈઓ કમાતા હતા. માફીમાં ભણતાં હતાં.પરંતુ બંને ભણવામાં ખુબ હોંશિયાર હતા. નસીબના જોરે કહીએ તો ચાલે એકભાઇ તેનામિત્રના પપ્પાની મદદથી વિદેશ ગયો. ટૂંક સમયમાં એણે સખત મહેનત કરીને ધીરેધીરે મિત્રના પપ્પાના પૈસા તથા બેંકલોનના ના નાણાં ચુકવી દીધા.અને સાથે સાથે ત્યાં ભણતો પણ હતો. તેના માથે ઘરની જવાબદારી તો હતી , બિમાર માતાની સારવાર માટે ભારત દવાદારુ માટે જરૂરિયાત મુજબ નાણાં મોકલવા પડતા. તેમજ નાનાભાઈના ભણતર માટે નાણા મોકલવાની જરૂરત પડતી હતી. ભણતર પુરુ થતાં નાનોભાઇ કમાતો થયો દરમ્યાન એની માતાનું અવસાન થયું. સમયે જોગાનુજોગ જ એના પપ્પાને આંખે દેખાવાનું બં થઈ ગયું.

ત્યારબાદ એના પપ્પાની એક જક તી કે પરદેશ ગયેલા દીકરાને ભારત બોલાવી લો. હવે હું એને જોઈ ના શકુ તો કંઈ નહીં પણ હું એનો અવાજ તોસાંભળી શકીશ. જો કે નયનાની મમ્મીના અવસાન બાદ નયનાએ પિયરનું ઘર પણ સંભાળી લીધું હતું. બંને ભાઇઓ કહેતાં નયનાએ માનું સ્થાન લઇ લીધું છે.જયારે એનો ભાઈ ભારત આવ્યો ત્યારે બોલ્યો, "મોટીબહેન, મારી પાસે જે બચત હતી બધી વપરાઇ ગઇ છે. હું પરત અહીં આવ્યો એમાં પણમારે થોડા ડોલર ઉછીના લેવા પડ્યા છે. માટે હું તારા માટે કંઈ લાવી શક્યો નથી"

નયના બોલી ઉઠી,. ‘‘ભાઈ તું મારે માટે ઘણું લાવ્યો છું. તારા પ્રેમની તોલે દુન્યવી કોઈ ચીજ ના આવે. બસ, ભાઈબહે વચ્ચેનો અપાર પ્રેમ તો આપણી જિંદગીની અમુલ્ય ભેટ છે." થોડા દિવસ રહી ભાઇ પાછો જતો રહ્યો.

નાનાભાઇએ તેની રીતે ભણવાની સાથે સાથે નોકરી કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. કારણ ઘરમાં કોઇ આવક ક્યાં હતી ? જો કે નયના નજીક રહેતીહતી એટલે કામમાં આવતી હતી. પરંતુ એક દિવસ નયનાએ કહ્યું ,"ભાઇ,તું લગ્ન કરી લે કારણ હવે તું મામા બનવાનો છું. પપ્પાની સંભાળ રાખનારઘરની કોઇ વ્યક્તિ હોવી જરૂરી છે."

રમાત્મા પણ આ ગરીબ ઘરને હંમેશા મદદરૂપ થતા હતા તે મુજબ તેને પણ એક ગરીબ ઘરની પણ સંસ્કારી ન્યા મળી. પૈસાના અભાવે સાદાઇથીકોર્ટમાં લગ્ન કરી લીધા. ઘરમાં પૈસાની તકલીફ સતત ચાલુ રહેતી હતી. બે છેડા માંડ ભેગા થતાં પણ નાનોભાઇ ભણવામાં હોંશિયાર હતો. નાની મોટીનોકરીની સાથોસાથ ભણવાનું ચાલુ રાખ્યુ હતું.

ડબલ ગ્રેજ્યુએટ થયા પછી તુરત જ એને કોલેજમાં નોકરી મળી ગઇ. પણ નજીકના શહેરમાં જતો રહ્યો. જો કે નયનાએ નાનાભાઇને કહ્યું,. ‘‘હજી તારીમોટીબહેન જીવે છે.તારે કંઈપણ જરૂર હોય તો મને સંદેશો મોકલજે. તને શરૂઆતમાં થોડી કલીફ પડશે તો નવું ઘર લેતાં સુધી પપ્પાને મારે ત્યાં મુકી જા.મારા દીકરા,દીકરીને પણ નાનાનો પ્રે મળશે."