Sansarnu Taaran - 2 books and stories free download online pdf in Gujarati

સંસારનું તારણ - ૨


સંસારનું તારણ-૨


થોડા સમય બાદ નાનો ભાઈ પપ્પાને લઈ ગયો પરંતુ જતાં જતાં એટલું તો કહેતો ગયો, ‘‘મોટીબહેન, તેં અમારા બધાની ખૂબ સંભાળ લીધી છે. તું તો આપણી માતાના અવસાન બાદ પણ તે અમો બંને ભાઇઓની માતા સમકક્ષ બનીને અમારી દેખભાળ કરેલ છે. તદઉપરાંત કે આપણા પિતાને પણ તેમની અર્ધાંગિની અને આપણી માતાના અકાળે થયેલ અવસાન બાદ તે પિતાને તેમની પત્નિની ની પણ કમી ન આવવા દીધી, તે પિતાની પણ એટલી સેવા-ચાકરી કરેલ છે કે આપણા પિતા પણ કાયમ યાદ કરી અશ્રુ સારતા હોય છે આમ તે અમારી મા-સ્તર બની ગઇ હતી. તેં અમને સાચવ્યા છે. અને જે તે સમયે જયારે માતાની ગંભીરબિમારીમાં તેં માતાની ચાકરી કરી. વધુમાં કુદરનું કરવું અને આપણા કુંટુંબ પર એક વરવી આફત આવી ગઇ, એકાએક પપ્પાની આંખોની રોશની તેમની વધુ પડતી ડાયાબિટીસની બીમારીને કારણે ચાલી ગઈ આવા અત્યંત કપળા સમયે તે અને નીમેષકુમારે આપણા ઘરની જે કાળજી અને પિતાની સેવા-ચાકરી કરવામાં કોઇપણ તું સતત હાજરાહજુર અમારી સમક્ષ હાજર રહેતી હતી. અમને સૌને આનંદ તો એ વાતનો છે કે, તે ગ્ન પહેલાં અને ચાર લગ્ન બાદ પણ તેં ઘર માટે ઘરની નહીં પણ ઘરનો દીકરો બની માતા-પિતાની સેવા-ચાકરી તો કરીને ફરજ નિભાવી જ છે‘‘ પરંતુ સાથોસાથ કે અમો બંને તારા નાના ભાઇઓ હતા તેમની પણ કે એક મોટી બહેન તરીકે એવી કાળજી અને સુશ્રુષા કરી છે કે તે કોઇ બાબતે અમોને ક્યારેય ઓછું આવવા દીધું નથી. વધુ તકલીફ તો એ હતી કે પિતાની અચાનક આંખોની રોશની ચાલી જવાની સમયે તે તારુ લગ્ન થઇ ગયેલ હોવાં છતાં અને નિમેષ કુમારે આપણા ઘરની જે કાળજી રાખવામાં પાછીપાની કરેલ નથી આ બધી બાબતો અમો ભાઇ તરીકે જીવનભર ક્યારેય વીસળી શકીએ તેમ નથી.

સમય ધીરેધીરે પસાર થતો હતો. નયના નો ભાઇ જે અમેરીકા ગયેલ તે પિતાના કહેવાથી પરત આવેલ હતો. જે પિતાના દેહાવસાન બાદ પરત અમેરીકા ગયેલ હતો અને ત્યાં હવે તે કેવી ધગશ અને માતા-પિતાના શુભઆશીષના પરિણામે સારી રીતે શેટલ થઇ ગયો હતો. કોની મનોમન એવી ઇચ્છા હતી કે જે બેને તેના માતા-પિતા અને ભાઇઓ માટે પોતાનું સર્વસ્વ હણી દઇને બધાની સેવાચાકરી કરવામાં અને કાળજી રાખવામાં ક્યારેય પાછી પાની કરેલ ન હતી તેવી બહેનના દીકરા માટે અમેરિકાથી પત્ર લખીને જણાવ્યું કે નયના તારા દીકરાની વિદેશ આવવાની ઇચ્છા હોય તો મારે ત્યાં રહેશે, એની બધી જવાબદારી મારી. પરંતુ નયનાના દીકરાએ કે સમયે તેના માતા-પિતાને કહ્યું,"મારે તમને છોડી ને ક્યાંય જવું નથી. મારે અહીં રહેવું છે મેં નાનપણથી તમારો બધો સંઘર્ષ જોયો છે." તમારા વિશાળ પ્રમાણના સંઘર્ષ ને મારી આંખે નિહાળ્યા બાદ મારે તમને મુકીને ક્યાંય જવું નથી. આપને હું ખાસ જણાવું છું કે આ બાબતે આ બાબત ઉચ્ચારી મને શરમમાં ન મૂકશો હું કાયમ આપની સમક્ષ જ રહેવા માંગું છું.

વર્ષો વીતતા ગયા થાડા સમય બાદ અમેરિકાથી એનો ભાઇ પાછો આવ્યો એના બીજા અઠવાડિયે ભાઇબીજ હતી. બંને ભાઈઓ બહેનને ત્યાં જમવાગયા. જમ્યાબાદ કહ્યું,. ‘‘બેન,તારે એક પેપર પર સહી કરવાની છે."

નયનાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું,. ‘‘ક્યાં સહી કરવાની છે ? ‘‘ રજિસ્ટારની ઓફિસમાં જઇને ઘર માટે હી કરવાની છે." હા,ભાઈ હવેપપ્પાનું ઘર વેચી દો.મારે પૈસા નથી જોઈતા તમે બંને ભાઈઓ વહેંચી લેજો.

મારે ઘરના ભાગના પૈસા નથી જોઈતા પણ તમે બંને ભાઈઓ પ્રેમથી રીતે આવતાં જતાં રહો."


રજિસ્ટારની ઓફિસ પહોંચીને નયનાએ સહી કરી પરંતુ એને કાગળમાં શું લખ્યું છે પણ વાંચવાની પણ તસ્દી લીધી નહીં. સહી કરી કે તરત બંનેભાઇઓ નયનાને તથા એના પતિને મની કારમાં સોસાયટીના એક ભવ્ય બંગલા પાસે પાસે લઈ ગયા. નયનાના હાથમાં ચાવી મુકતાં બોલ્યા, ‘‘જીજાજી, તમે તથા મોટીબહેન તમારા નવા બંગલામાં પ્રવેશ કરો. હવે તમારે તમારા ભાડાનાઘરમાંથી તમારા કપડાં સિવાય કંઈ લેવાનું નથી."

જયારે તાળુ ખોલ્યું ત્યારે બંગલામાં ફર્નિચર તથા .સી,ફ્રીઝ, ગીઝર બધું હતું. નિમેષ તથા નયનાને તો બધું દીવા સ્વપ્ન જેવું જ લાગતું હતું. એનીઆંખોમાં ઝરઝરીયાં આવી યા. બંને જણાં બોલી ઉઠ્યા, ‘‘અમે સુખી છીએ. બધું અમારે થી જોઇતું.‘‘

"મોટીબહેન, તમે અમારા માટે કેટલું બધુ કર્યું છે ? પિયરમાં પણ ટિફીનો તથા નાસ્તા કરી ઘરમાં પૈસાની મદદ કરતાં રહ્યાં. જીજાજી તમારો તો જેટલોઆભાર માનીએ એટલો ઓછો છે. લગ્નબાદ પણ તમે મોટીબહેનને દરરોજ મદદ માટે પિયર આવવા દીધી. એણે તો માબાપની લગ્નબાદ પણસેવાચાકરી કરી અમે તો એનો બદલો વાળી શકીએ એમ પણ નથી." અમે નસીબદારોને માબાપની સેવા કરવાની તક મળે. તો અમારી ફરજ હતી."

"જીજાજી ફરજની વાત કરો છો તો અમારે પણ બેનને ધામધૂમથી લગ્ન કરાવીને વિદાય કરવાની હતી. વખતે બિલકુલ ખર્ચ કર્યા વગર બેનને વળાવી.બેનને કારણે અમારે રસોઈવાળી બાઈના રાખવી પડી. માતા-પિતાની સંભાળ પણ બેને રાખી. વર્ષો સુધી બેને બળેવ કે ભાઇબીજના પૈસા નથી લીધા.હવે અમે બંને ભાઇઓ ઘણું કમાઈએ છીએ. આજે અમે બંને ભાઈઓ ખુશ છીએ. લગ્ન વખતે નહીં કરેલ ખર્ચ, બેનની પિયરમાં કરેલી કમાણીની રકમ,માતા-પિતા કરેલી સેવા, ભાઇબીજ તથા બળેવ પર લીધેલો રૂપિયો એવા તો ઘણાય પ્રસંગો છે.અમે કેટલું યાદ રાખીયે ! બેન બસ બધી બાકીચૂકવણી કરવી હતી. જો કે તેં જે કર્યુ એના બદલામાં જે છે તે ઘણું ઓછું છે. મોટીબહેન , નો સ્વીકાર કરો" કહેતાં બંને ભાઈઓ નીમેષ તથાનયનાના પગે લાગ્યા.પરંતુ બીજી પળે બંને ભાઈઓને નયના ભેટી પડી ત્યારે ત્યાં હાજર રહેલાં ચારેયની આંખોમાં હર્ષના આંસુ હતાં.

"મોટીબહેન, અમે બંને ભાઈઓ ફોન પર જયારે વાત કરીએ ત્યારે અમને કાયમ થતું કે અમે તારા માટે કંઇ કરી શક્યા નથી. અમે તારી જીદને કારણેવર્ષોસુધી એક રૂપિયો આપતાં હતાં. તને તો ક્યારેય પૈસાની પડી હતી. પરંતુ અમને થતું હતું કે આપણી જિંદગીમાં કંઇક ખૂટે છે. અમે ઘણું કમાતાહતાં પરંતુ તેં અમને જે ખુશી આપી એવી ખુશી અમે તને આપી શક્યા નથી. જયાં સુધી તને સુખી ના જોઇએ ત્યાં સુધી જાણે કે અમારી જિંદગીનાસરવૈયામાં શાંતિ ખૂટતી હતી. જયાં સુધી પ્રાપ્ત થાય ત્યાં સુધી સરવૈયામાં બંને બાજુ સરખી ના થાય.

"મોટીબહેન, જીજાજી બસ આપણા બધાનો પ્રેમ આવો રહે એવા આશીર્વાદ આપો. અમે જઇએ છીએ. હવે દરવર્ષે આવતાં રહીશું હા, અને દરવર્ષેતારી ઈચ્છા પ્રમાણે રૂપિયો આપતાં રહીશું."કહેતાં હાસ્ય અને સ્નેહથી માત્ર બંગલો નહીં હ્દય ભરાઇ ગયું