BHAI-BEHANNU MILAN books and stories free download online pdf in Gujarati

ભાઇ-બહેનનું મીલન

 

 

 

// ભાઇ-બહેનનું મીલન //

--------------------------------------------------------------------------------------------------------

 

પૂજા ના રૂમમાં સરલા કનૈયાને વર્ષોથી રક્ષાબંધને રક્ષા બાંધતી વખતે આ ગીત ભાવથી ગાય છે.

या मेरे, राखी के बंधन को निभाना

भैया मेरे, छोटी बहन को न भुलाना...

देखो ये नाता निभाना, निभाना....भैया मेरे..

 

ઘણા કહે છે કે, જ્યારે સંસારમાં સંબધો ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગે. ત્યારે ભગવાન કૃષ્ણ કીધું છે. જે ભાવે મને ભજશો એ ભાવે હું હાજર થઇશ. પછી એ મીરા હોય કે નરસિંહ મહેતા કે ભક્ત પ્રહલાદ. જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધાનું પવિત્ર ઝરણું વહેતુ હોય ત્યાં હું અચૂક ડૂબકી મારવા ચાલ્યો આવું છું.

 

સરલાનો વિશ્વાસ કનૈયા પ્રત્યે અતૂટ-અવિસ્મરણીય હતો. હું પણ હસતા હસતા સરલાને કહેતો તારો ભાઈ એ મારો સાળો.....સરલાને કારણે મારો વિશ્વાસ પણ ધીરે ધીરે મજબૂત થતો ગયો. અકલ્પીય કેટલાંક કામો સરળતાથી થવા લાગ્યા હતા. સંઘર્ષમાં પણ શાંતી અને આનદનો અહેસાસ જયારે થાય ત્યારે સમજી લેવું કે કોઇ દિવ્ય ઔલોકીક શક્તિના ચાર હાથ તમારા શીર ઉપર કૃપા વરસાવી રહેલ છે.

 

જેમ જેમ તેનો હાથ મજબૂતાઈથી અમે પકડતા ગયા. તેમ તેમ તેની હાજરીનો એહસાસ અમને થવા લાગ્યો. દોસ્તો સાથેની દોસ્તી સંતાકૂકડીની રમત જેવી છે. એ સંતાઈ ગયો હોય ત્યારે દુખ પણ થાય. પણ જ્યારે દોડીને થપ્પો રમી એ આપણા કામ પુરા કરી પાછો સંતાઈ જાય ત્યારે આનંદ પણ અઢરક થાય.

 

સરલાનો પૂજાના રૂમમાંથી અવાજ સાંભળી મારી આંખો ભીની થઇ.. સરલાનો મોટા ભાઈ એ માતા-પિતાની મિલ્કતની વહેચણી સમયે ગેરસમજ ઉભી કરી. સંબધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. આવા સમયે કુટુંબમાં બને છે તેક અચાનક મંથરા અને શકુનીઓ કાર્યરત થઈ જાય છે.

જેઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.  આગને તો પવન જોઇએ ગેરસમજનું એવું જ છે. સરલા એ નાની બહેન હોવા છતા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા ને બદલે બે હાથ જોડી.  તેનો હક્ક જતો કર્યો. હક્કનું જતું કરવું દુઃખદ હોય છે. થોડો સમય દુઃખ થયું પછી સરલા એ મન મનાવી લીધું. માનો કે આપણા ઘરમાં ચોરી થઈ. ચોર આપણા હક્કનું નહિ હોય તે લઈ ગયો એમ માની તેણે મન મનાવી લીધું.

 પછી તે વારંવાર ગીત ગાતી અને તેની અલમસ્ત મસ્તીમાં રહેવા લગી

 

खर्च ना खूटे चोर ना लूटे..दिन दिन बढ़त सवायो

पायो जी मैंने राम रतन धन पायो

वस्तु अमोलिक दी मेरे सतगुरु..कृपा कर अपनायो..

 

ખરેખર હક્કનું જે મળવા નું હતું તેનાથી અનેક ગણુ સરલાના ભાઈ કનૈયા એ તેને બહેન સમજી  આપી દીધું હતું. વધારામાં શાંતિ અને આનંદ જે રૂપિયાથી કયારેય ખરીદી શકાતો નથી તે અનન્ય ભેટ તો ખરી જ. સરલાને દુઃખ હતું તે માત્ર સંબધોના થયેલ નુકશાનનું હતું કહેવાય છે કે ને, સંબધોને બાંધતા વર્ષો ના વર્ષો વીતી જતાં હોય છે. પરંતુ તેને નિભાવતા નિભાવતા જીવન પૂરું થઈ જાય છે. પરંતુ સંબધોને તોડતા એક મિનિટનો સમય પણ લાગતો નથી...

 બહુ સરસ કહ્યું છે કે, સંબધો કાચ અને મોતી જેવા છે. મન મોતી અને કાચ એક વખત તૂટે પછી સાંધવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ વચ્ચે તિરાડ તો દેખાતી જ હોય છે.  હું વિચાર તો હતો હવે  ૬૫ એ પોહચ્યા  ૨૫ વર્ષ થી સરલાના મોટાભાઈ એ સંબધો તોડી નાખ્યા હતા.

હજી આગળ આ બાબતે કાંઇ વિચારું ત્યાં તો બારણે બેલ વાગ્યો. મેં નજર કરી તો ૭૫ વર્ષ ના કેશવભાઇ અને તેમના પત્ની હાથમાં લાકડી સાથે ઉભા હતા. આ અન્ય કોઇ નહીં પણ એ સરલાના ભાઈ ભાભી..ઉભા હતા. હું ઝડપથી ઉભો થયો. તેઓને આવકાર આપ્યો અને હાથ પકડી સોફામાં બેસાડ્યા. તેમને મેં કહ્યું આજે તમારા દર્શન કરી અમને ખૂબ આનંદ થયો. પણ કેશવભાઈ ની ભીની આંખ તો તેમની નાની બહેનને શોધતી હતી એ બોલ્યા મારી નાની બહેન સરલુડી ક્યાં છે..?

 મેં તેઓને સામે જવાબ આપ્યો,ભાઇ જાઓ એ તો    પૂજારૂમ માં છે. તેના નટખટભાઈ કનૈયાને રાખડી બાંધી રહી છે..

 કેશવભાઇ એકદમ ઉભા થયા અને પૂજા રૂમ તરફ ગયા. હું પણ તેમની પાછળ પાછળ ગયો. કેશવભાઇ એ જોયું. તો સરલા તો તેના નટખટ કાનુડાને રક્ષા બાંધી રહેલ હતી.

મેં સાદ આપી તેનેકહ્યું, સરલા જો તો કોણ આવ્યું ? સરલા એ નજર કરી. એ તો મોટેથી બોલી અરે મોટા ભાઈ તમે ? હમણાં જ યાદ તમને કરતી હતી અને તમારા સ્વાસ્થ્ય અને સુખ માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી. મારો ભાઈલો જ્યાં હોય ત્યાં તેની રક્ષા કરજે.  પરમાત્માને હાથ જોડી સરલા ઉભી થઇ. મોટાભાઈને પગે લાગી અત્યાર સુધી હિંમત રાખી ઉભેલા કેશવભાઇએ હાથમાં પકડેલ લાકડી બાજુ ઉપર મૂકી. સરલાને ભેટી પડ્યા. ભાઈ બહેનનું આજે ૨૫ વર્ષ પછીનું મધુરમિલન જોઈ મારી આંખ પણ ભીની થઇ. મોટાભાઈ સરલાના માથે હાથ ફેરવી કહેતા હતા બહેન મને માફ કરજે, તેને હાથ તેની આગળ ધરીને કહ્યું લે મારી બહેના મારા હાથ ઉપર રક્ષા બાંધ "પ્રેમ એ બંધન છે...બોજ નથી" આજે વર્ષો પછી ભાઇની ભૂલને ક્ષમા કર અને તેના હાથ પર તારા નામનું રક્ષા કવચ બાંધ. એ તો હું મોડું સમજ્યો પ્રેમ અને પૈસાની લડાઈમાં અંતે જીત તો ભાઇ-બહેનના પ્રેમ ની જ થાય છે.. ઘડપણમાં એકલતા ને દૂર કરવા રૂપિયા નહિ સ્વજનની જરૂર પડે છે..

 સરલા પૂજાના રૂમમાં ગઈ સુત્તરનો દોરો લીધો અને ભાઈના હાથ ઉપર બાંધી પગે લાગી. ફરી બન્ને ભેટીને રડી પડયા. કેશવભાઇએ સહી કરેલો કોરો ચેક કાઢી સરલાને આપ્યો. લે બહેન આ તારા હક્કની રકમ વ્યાજ સાથે લખી લે જે. જે રૂપિયા માટે મેં છળકપટ તારી સાથે કર્યું એ રૂપિયાની બાળકોની નજરમાં કોઈ કિંમત નથી. અમારી હાજરી કે ગેરહાજરીની પણ તેઓને મન કોઈ કિંમત નથી. તો આ બધું.મેં કોના માટે કર્યું ?..મેં મારી નાની બહેનનું દિલ દુભાવ્યું છે.

 

બેન ઘડપણમાં લાગણીના સંબધો યાદ આવે છે. હળવા થવા કે એકબીજાની સાથે વાતો કરવાનું મન થાય છે. સંબધો બગાડતી વખતે ખબર હોતી નથી કે બાળકો આપણે એકલા સમજી ભવિષ્યમાં દબાવવાનો પ્રયતન કરશે. આ બધી કડવી નક્કર વાસ્તવિકતાનો મેં આજે જાત અનુભવ કર્યો છે. પછી હું આ નિર્ણય ઉપર આવ્યો છું.

 સરલાએ કહ્યું મોટા ભાઈ આ ચેક તમે તમારી પાસે રાખો. જે થયું એ આપણે ભૂલી જઈએ. હવે બાકી રહેલ જિંદગી આપણે આનંદથી પસાર કરીએ.  મેં અત્યાર સુધી જે પણ મારા "કાના" પાસે મર્યાદામાં રહી માંગ્યું છે એ મને પ્રાપ્ત થયું જ છે. આજે પણ કનૈયાને રાખડી બાંધતા મેં કહ્યું હતું કે મને કાના મારા મોટાભાઈને મળવાની ઈચ્છા બહુ થઈ છે. અને તમે જ જોયું ને તેણે પ્રાર્થનાને સ્વકારી અને આજે તમે મારી સમક્ષ ભાભીને સાથે લઇ આવ્યા કે નહીં.  

 સરલાએ કહ્યું ભાઇ, સમયનું મહત્વ હોય છે. અમુક સમય પસાર થઈ જાય પછી જે વસ્તુ હોય કે રૂપિયા તેની કિંમત ઘટતી જાય છે. મોટાભાઈ મારી ઉંમર ૬૫ વર્ષની થઈ બે રોટલીથી વધારે પચતી નથી. મોજ શોખ કરવાની ઉંમર જતી રહી.  મારો પરેશ પણ ડોકટર બની ગયો. મોટાભાઈ હવે આ તમારો ચેક લઈ મારે શું કરવું છે ?. હું એવું પણ નથી કહેતી મને રૂપિયાની જરૂર ન હતી .પણ જ્યારે જરૂર હતી એ સમય તો જતો રહ્યો..

 સરલાએ મારી સામે જોઈ કહ્યું શેખર મારી વાત ખોટી હોય તો કહો ? મેં કહ્યું કેશવભાઇ તમે અમારા ઘરે વડીલ થઈ આવ્યા એ અમારા માટે ઘણું છે. તૂટી ગયેલા સંબધોને ફરી જોડવાના આપના પ્રયતનને આવકારું છું. ઈશ્વરે ધાર્યા કરતાં અમને અનેક ગણું આપ્યું છે...

 હા, પણ એક વાત જરૂર આપને કહીશ. જે બાળકોની સધ્ધરતા અને ભવિષ્યનું વિચારી આપણે ભાઈ બહેન સાથે આર્થિક લેવદેવડને કારણે સંબધો બગાડીયે છીયે એજ બાળકોની નજરમાં આપણા રૂપિયા કે આપણા સંબધોની કોઇ કિંમત કોડીની હોય છે. મફત અને તૈયાર માલે મળતી સંપત્તિની બાળકોને કિંમત હોતી નથી.

ત્યારે આપણને થાય છે. કે આ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આપણે આપણા અમૂલ્ય સંબધો સાથે શું કામ છેડા  ફાડયા ? વાત તમારી સાચી છે.શેખરભાઈ પણ મારી નાની બહેનના હક્કનું હું જો પાછું નહિ આપું તો, પરમાત્મા મને કદી માફ નહિ કરે....

 મેં તેઓને કહ્યું આ નિર્ણય હવે હું તમારા ભાઈ બહેન ઉપર છોડું છુ, સરલાએ તેના ભાઇને બે હાથ જોડી વિનંતી કરી કહ્યું ભાઇ,અત્યારે હવે આ ઉંમરે મારે તારા આ પૈસાની  કોઇ જરૂર નથી. કારણ મારી પાસે બહુ ધન-દોલત છે તેમ નહીં પરંતુ મારો દીકરો તેની રીતે સદ્ધર છે. પણ હા તને જો યોગ્ય લાગે તો આપણે બધા ભાઇ-બહેન આપણા આ ગામની પ્રાથમિક શાળાના ભણેલ હતા.આ શાળાની પરિસ્થિતિ આજે પણ એમ ને એમ છે. વધુમાં જે બાળકો અભ્યાસ માટે આવે છે તેમના માતા-પિતા પૈસેટકે સુખી ન હોવાને કારણે તેમને પુરતુ ભણતર નથી મળી શકતું નથી. જો તને યોગ્ય લાગે તો આ શાળાના ૨૦૦ બાળકો માટે કાયમી તેઓને ભણતરની કીટ અને ડ્રેસ તેમને મળી શકે એવી તું વ્યવસ્થા કરતો જા.કેશવભાઇએ તેની બહેનની વિનંતી ને માન્ય રાખી શાળામાં જઇ ૨૫ લાખનો ચેક આપી તેમણે તેમની ઉદારતા પણ બતાવી અને ભાઇ-બહેનના સંબંધને પ્રજવ્વલીત પણ કર્યો.

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

સુજ્ઞ સન્માનીય લેખક મિત્રો તથા વાચક મિત્રો આજરોજ મહાન ખગોરશાસ્ત્રીની બાબતો લેખ આજે તેમની જન્મજયંતીને અનુસરી આપની સમક્ષ રજૂ કરી રહેલ છું. આપને વિનંતી કે મારા સદર લેખ તેમજ અગાઉ મેં માતૃભારતી પર રજૂ કરેલ નવલીકાઓ તેમજ અન્ય ને વાંચી આપના રેટીંગ તેમજ અનુભવને આવકારું છું.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DIPAK CHITNIS

dchitnis3@gmail.com