Talash 2 - 34 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 34

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

"શેખ સાહેબ, આપણા પ્લાનમાં થોડું ચેન્જ કરવાનું છે."

"એટલે? શું ચેન્જ કરવાનું છે?"

આપણે આપણા ટાર્ગેટને કાશ્મીરથી નહીં લોંગવાલા રાજસ્થાનથી ભારતમાં ઘુસાડવાના છે. આમેય એ લોકો કરાચીની નજીક છે, તો છેક લાહોર સુધી શું કામ લાંબા થવાનું."

"પણ આપણું સેટિંગ કાશ્મીરમાં છે અને."

તો એ જ સેટિંગ લોંગવાલા માં લગાવો અને એક વાર સરહદ ક્રોસ થઇ જાય એટલે તમારા માણસો છુટ્ટા. પહેલાના પ્લાનમાં તો એને છેક અનંતનાગ આવવાનું હતું."

"જેવી તમારી મરજી જીતુભા. પણ સરહદ ક્રોસ થયા પછી ભારતમાં મારી જવાબદારી નહીં રહે. હું પહેલેથી જ કહું છું."

"ભલે. ભારતમાં બધા બંદોબસ્ત હું કરી લઈશ. હવે તમે બીજા મહેમાનો ને મળવાના હતા એ ક્યાં છે?"

"એમને થોડી વાર લાગશે આપણે 1 કલાક પછી અહીં પાછા મળિયે.  

xxx 

"ગુલાબચંદ જી,"

"કોણ બોલો છો?"

"જીતુભા. યાદ છે આપણે 26 જાન્યુઆરી તમારી ઓફિસમાં મળેલા નવીન..."

"ઓહ. જીતુભા, અરે ભાઈ, અરે સાહેબ ક્યાં છો તમે તો. પછી તમે તો ગાયબ જ થઈ ગયા. જુવો તમે મને પ્રોમિસ આપેલું કે આપણે મારા ઘરે નવીનના પાછા આવવાની ખુશીમાં પાર્ટી કરીશું."

"પાર્ટી તો થતી રહેશે. ગુલાબચંદ જી, અત્યારે તમારું એક અગત્યનું કામ પડ્યું છે."

"હુકમ કરો જીતુભા. તમારા કામ માટે જીવ આપવો પડશે તો પણ જરાય વિચાર્યા વગર આપી દઈશ."

"જીવ તો તમારો નથી જોતો. પણ કોઈ પણ પ્રશ્નો ન પૂછો તો મારા માટે એટલે કે દેશ માટે 4 લોકોના જીવ બચાવી શકશો."

"ભલે મને તમે એક વાર કહેલી વાત યાદ છે. કોઈ પ્રશ્નો નહીં ચુપચાપ કામ થાય તો કરી આપવાનું."

"થેન્ક યુ ગુલાબચંદ જી જુવો હું રાત્રે તમને ફોન કરીશ. બનશે તો સવારે 5 વાગ્યા આસપાસ લોંગ વાલા સરહદે મારા 4 માણસો તમને કે તમે મોકલશો એને મળશે. એને ઝાઝા દેકારા વગર મુંબઈ સુધી પહોંચાડવાના છે. મુંબઈમાં હું તમને એક નંબર આપીશ એ ભાઈ નો કોન્ટેક્ટ કરીને જીવતા સુપરત કરી દેશો એટલે તમારો અહેસાન હું જિંદગીભર નહીં ભૂલું. 

"જીતુભા, એમને કોઈ પર્ટિક્યુલર સગવડો આપવાની છે?"

"ના નોર્મલ દિવસમાં 2 વખત ચા નાસ્તો, 2 વખત જમવાનું બસ"

"ભલે મારા કેટલાક માણસો અને 3-4 ટ્રક આજે જ લોંગવાલા નજીકમાં સામાન ડિલિવરી કરવા જવાના છે બીએસએફ કેમ્પ માં તો એમને હું ત્યાં આજુબાજુ માંથી પીક કરાવી લઈશ અને પછી 2-3 દિવસ પછી આરામ કરીને મારી રીતે મુંબઈ પહોંચતા કરાવી દઈશ. એમને મુંબઈ પહોંચવાની ઉતાવળ તો નથી ને?"

"ના રે ના, ચાલે. પણ ધ્યાન રાખજો એમને કોઈ નુકસાન ન થાય" 

ઓકે. તો તમારો રાત્રે ફોન આવે અને મને લોકેશન સમજાવી દો એટલે તમારું કામ પૂરું તમારા માણસો 4-5 દિવસમાં મુંબઈ પહોંચી જશે."

xxx 

જીતુભા રેસ્ટોરાંમાં થી બહાર નીકળ્યો અને 'વર્લ્ડ હબ' મોલ તરફ ધીમે ધીમે આગળ વધ્યો.

ઝાહીદ અને એના મિત્રો ને મળવાને હજી વાર હતી રસ્તામાંથી એણે પૃથ્વીને ફોન લગાવ્યો પણ ન લાગ્યો એટલે એને પૃથ્વીને એસએમએસ કરવાનું વિચાર્યું. તો એણે  જોયું કે પૃથ્વીનો એક મેસેજ આવી ને પડ્યો છે. જેમાં એણે લખ્યું હતું કે 'મેં દુબઈની ફ્લાઇટ પકડી લીધી છે અને સવારે વહેલા 4 વાગ્યે હું દુબઇ પહોંચીશ.'  

એના જવાબમાં જીતુભાએ  લખ્યું કે પરબત હું હોટલના કોઈ ડ્રાઈવરને મોકલીશ તને એરપોર્ટથી લેવા માટે અને કાલે સવારે હું કદાચ શેખ ઝાહીદ સાથે બહાર ગયો હોઉં તો તું 'વલ્ડ હુબ' માં બીજે માળે 'કટિંગ એન્ડ ફિટિંગ' શોપમા ઈશ્વરભાઈને નવા સુટનું માપ આવી આવજે. નિનાદનો ખાસ આગ્રહ છે' 

xxx 

"યાર ઝાહીદ તે આ શું કર્યું. મૂર્ખ છે તું તો સાવ લાસ્ટ મોમેન્ટ એણે લોકેશન ચેન્જ કર્યું એનો મતલબ એને કંઈક વહેમ પડ્યો લાગે છે. "

"મને તો એવું નથી લાગતું. મારે સુમિત સાથે વાત થઇ હતી. એણે કહ્યું કે જીતુભા નવો જ નોકરીમાં જોઈન્ટ થયો છે. કદાચ પ્રમોશન માટે અને પોતાની હોશિયારી દેખાડવા કર્યું લાગે છે."

"મને વિશ્વાસ નથી આવતો. મારે આજે રાત્રે જ..."

"હા એ આપણે કરીશું શેખ સાહેબ, પણ ઓલા 4 ને આપણે જવા દેવા પડશે. કાલે જીતુભાનો કોન્ટેક્ટ નહીં થાય તો સુમિત મને પૂછશે. તો આપણે કોઈ વાંકમાં નહીં રહીએ."

"મને લાગે છે શેખ સાહેબ ઝાહીદની વાત બરાબર છે. મદ્રાસમાં 2 મહિનાથી ધામા નાખીને પડેલ શેખ(હની) ને એના મેનેજર ખાલિદે(ઈરાનીએ) કહ્યું. 

xxx 

આવતી કાલે ફ્લોર ટેસ્ટ આપવાની તૈયારી જોરદાર ચાલી રહી હતી. પીએમ. હાઉસમાં ગરમાગરમી હતી. પોતાના અને સહયોગી પાર્ટીના બધા સાંસદોને દિલ્હીમાં હાજર રહેવાની સૂચના અપાઈ ગઈ હતી. મોટાભાગના દિલ્હી આવી ગયા હતા. કેટલાક રસ્તામાં હતા. તો બીજી બાજુ સરકાર ની સામે મોરચો ખોલનાર એક સમયના સહયોગી એવા અમ્મા પોતાની તમામ તાકાત સરકારને પછાળવામાં લગાડી રહ્યા હતા. "રાની જી ઓલા તુરપ ના એક્કા નું શું થયું."

"હી વીલ બી એરાઈવ શાર્પ એટ 10 ઈન મોર્નિંગ"

"થોડું વહેલું રાખવું હતું ને."

"ના ખબર ફેલાઈ જશે તો ગરબડ થશે."

xxx     

'કટિંગ એન્ડ ફિટિંગ'

અત્યંત આધુનિક મોલ 'વર્લ્ડ હબ ના બીજે અત્યંત આધુનિક મોલ 'વર્લ્ડ હબ ના બીજે માળે ઉભીને જીતુભા જમણી બાજુ લાગેલા નિયોન લાઇટ્સ માં ચળકતા બોર્ડ ને વાંચી રહ્યો હતો. લગભગ 20000 સ્કવેર ચોરસમાં ફેલાયેલા મોલમાં 7 ફ્લોર હતા. અને સૌથી મહત્વની વાત એ હતી કે મેઈન એન્ટ્રન્સ ની બરાબર સામે જ બીજું એન્ટ્રન્સ કહો કે એક્ઝિટ કહો એવું પ્રવેશદ્વાર હતું ચારે બાજુ દુનિયાની અતિ પ્રખ્યાત બ્રાન્ડ ના શોરૂમ હતા. દરેક ફ્લોર પર 15-20 શોરૂમ હતા કોઇક ફ્લોર પર નાની નાની પણ પ્રખ્યાત બ્રાન્ડની 30-40 દુકાન હતી. જીતુભા એ પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરીને જોયું તો બંને સાઈડ વિશાળ એક્સિલેટર લોકોને એમના મનપસંદ બ્રાન્ડની દુકાન સુધી પહચાડવામાં મદદ કરતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર માં એક સાઈડમાં એક ડેસ્ક પર આખા મોલ નો નકશો અને દરેક માળે ક્યાં શોરૂમ છે એ વિગતથી લખ્યું હતું ઉપરાંત સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ થી મુલાકાતીઓ ને તરેહ તરેહની સૂચનાઓ તથા દરેક બ્રાન્ડ ની કોઈ ડિસ્કાઉન્ટ સ્કીમ હોય તો એનું એનાઉન્સમેન્ટ થઇ રહ્યું. પાંચેક મિનિટ બધું નિરીક્ષણ કર્યા પછી જીતુભા બીજા માળે પહોંચ્યો. ત્યાં ડાબી બાજુ જાણીતી બ્રાન્ડના દસેક શોરૂમ હતા જયારે જમણી બાજુ માત્ર એક જ બોર્ડ હતું 'કટિંગ એન્ડ ફિટિંગ' જીતુભાને જરા નવાઈ લાગી કેમ કે આખા મોલ માં દુનિયાની જાણીતી બ્રાન્ડના શોરૂમ હતા. જેનું નામ લગભગ દરેક ફેશન શોખીનોએ સાંભળ્યું હોય જયારે આ 'કટિંગ એન્ડ ફિટિંગ' નું નામ તો એણે આજે પહેલીવાર નિનાદના મોઢે સાંભળ્યું હતું. ખેર જે હોય એ વિચારીને જીતુભાએ શોરૂમમાં પ્રવેશ કર્યો.

xxx 

"યસ સર, મેં આઈ હેલ્પ યુ?" એક અત્યંત ગોરી યુરોપિયન છોકરીએ જીતુભાને અંદર પ્રવેશ કરતા જોઈને પોતે જે સોફા પર બેઠી હતી ત્યાંથી ઉભી થઈને પૂછ્યું. જીતુભાઇ જોયું કે એ સોફા પર બીજી એના જેવી 3-4 યુવતીઓ બેઠી હતી બધી અલગ અલગ દેશની હોય એવું લાગતું હતું. 

"મારે ભારત ના સેક્શનમાં જવું છે મને ગાઈડ કરશો?"

"સ્યોર સર, જરા આગળ જાવ એટલે બધા કન્ટ્રી ના બોર્ડ દેખાશે ભારત નું સેક્શન 5 મુ છે."

"ઓકે. બાય ધ વે તો આ ક્યાં દેશનું સેક્શન છે." જીતુભાએ હળવાશથી પૂછ્યું. 

"જી સર, આ વર્લ્ડનું. આય મીન ગ્લોબલ સેક્શન છે." હસીને એ યુવતી એ જવાબ આપ્યો અને પછી પોતાની જગ્યાએ બેસી ગઈ.જીતુભા એણે બતાવેલ જગ્યાએ આગળ વધ્યો. થોડી વારમાં એને અલગ અલગ ઓફિસ જેવું દેખાયું. દરેક માં અલગ અલગ દેશના નામ લખેલા હતા. પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત બ્રિટન અમેરિકા જેવા લગભગ 10-12 દેશના. જીતુભા એ બધું નિરીક્ષણ કર્યું અને પછી ભારત વાળી કેબિનમાં પ્રવેશ કર્યો.

xxx  

"યસ સર, બોલો" અંદર ટિપિકલ સલવાર ચુડીદારમાં વ્યવસ્થિત તૈયાર થયેલ ભારતીય યુવતીએ જીતુભાને આવકાર્યો. 

"મારે ઈશ્વર ભાઈને મળવું છે. એક્ચ્યુલમાં એક સૂટ સીવડાવવાનો છે એટલે."

"હું ઈશ્વર ભાઈ ને બોલવું છું ત્યાં સુધી તમે સુટ નું કપડું પસંદ કરી લો."

"એની જરૂર નથી ઈશ્વર ભાઈને બધી ડીટેલ ખબર જ છે." 

"ઓકે." કહી એને એક નંબર ઇન્ટરકોમમાં દબાવ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે કહ્યું."ઈશ્વર ભાઈ કોઈ તમને મળવા આવ્યું છે સૂટ સીવડાવવા."

બે જ મિનિટમાં ઈશ્વરભાઈ બહાર આવ્યા જીતુભા એને જોઈને અચંબામાં પડી ગયો. લગભગ 52-55 વર્ષનો ઈશ્વરભાઈ જાણે કોઈ નાના ગામડાનો દરજી હોય એવું લાગ્યું. બાયવાળું બનિયાન અને લેંઘો પહેર્યા હતા. ગાળામાં મેઝર ટેપ લટકતી હતી જમણા કાન પાછળ પેન્સિલ ભરાવેલી હતી. ચશ્માં કપાળ ઉપર વાળમાં ભરાવ્યા હતા. એણે આવીને જીતુભા સામે જોયું અને કહ્યું. "બોલો સાહેબ"

"જી મારે એક સુટનું માપ આપવાનું હતું. એક્ચ્યુઅલ માં મારા બોસ નિનાદ ભાઈએ મને થોડીવાર પહેલા જ કહ્યું કે મારે તમને મળવું. તમે ઓળખો છો નિનાદ ભાઈ ને?"

"તમારું નામ શું"

"જીતુભા "

"મારી પાછળ આવો" કહીને ઈશ્વરભાઈ જ્યાંથી આવ્યો હતો એ બાજુ ચાલવા માંડ્યા. જીતુભા એની પાછળ દોરવાયો. કર્ટનની પાછળ જીતુભા એ જોયું તો 6-7 ઈશ્વરભાઈ જેવા જ કારીગરો અલગ અલગ નાના નાના કટિંગ ડેસ્ક પર કંઈક કપડું વેતરી રહ્યા હતા. બાજુમાં 8-10 ક્યુબિક હતા ઈશ્વર ભાઈ એ એક ક્યુબિકમાં પ્રવેશ કર્યો અને જીતુભાનાં આશ્ચર્ય વચ્ચે ક્યુબીકમાં રહેલ એક કમ્પ્યુટર માં કૈક બટન દબાવવા માંડ્યા.  ક્યુબિકની બહાર રહેલા જીતુભા સામે જોઈ અને ઈશ્વરભાઈ એ કહ્યું. જીતુભા, જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા, ગામ કુંભારડી તાલુકો ભચાઉ જીલ્લો કચ્છ. ઓકે, જાડેજા બાપુ મારી સાથે આવો. બઘવાયેલ જીતુભા વિચારતો હતો આની પાસે મારા વિશે આટલી માહિતી ક્યાંથી આવી. 

એક વિશાળ વોર્ડરોબ પાસે આવીને ઈશ્વરભાઈ અટક્યા. અને એનું બારણું સરકાવ્યું વોર્ડરોબ લગભગ 20 મીટર લાંબો દોઢેક મીટર પહોળો અને 20 ફૂટ ઉંચો હતો. એમાં અનેક ખાના હતા. અને દરેક ખાના પર કૈક સાંકેતિક રીતે નામ લખ્યા હતા. વોર્ડરોબમાં બારણાં સાથે એટેચ એક નિસરણી ઉપરના ભાગે એક ફ્રેમ સાથે જોડાયેલ હતી ઈશ્વરભાઈ એ નિસરણી ખેંચી અને એની ઉપર ચડ્યા. અને એક ખાનું પસંદ કર્યું અને એ ખોલ્યું. જીતુભાઇ એ ખાનું ખુલે એ પહેલા એના પર લખેલા નામ વાંચ્યું એમાં લખ્યું હતું "ગોલ્ડ સ્ટાર 105' એ ખાનું લગભગ 2 ફૂટ બે 3 ફૂટ નું હતું . જીતુભાઇ અનુમાન લગાવ્યું કે બધા ખાના લગભગ સરખાજ હતા. ઈશ્વરભાઈ એ એ ખાનામાંથી એક થેલી ખેંચી કાઢી. ખાનું બંધ કર્યું. સીડી સરકાવીને વોર્ડરોબ બંધ કર્યો અને એ થેલી માંથી એક જોડી શર્ટ પેન્ટ કાઢીને જીતુભાને આપ્યા ને કહ્યું સામે ટ્રાયલ રૂમ છે એક વાર માઇ લો બરાબર છે. આશ્ચર્યચકિત જીતુભા ટ્રાયલ રૂમમાં ઘુસ્યો અને ઈશ્વરભાઈએ આપેલ શર્ટ એણે પહેરી લીધા. રૂમમાં લગાડેલ આયનામાં પોતાનું પ્રતિબિંબ જોઈને સહેજ મલકાયો. કપડાં એકદમ પરફેક્ટ હતા. એ ટ્રાયલ રૂમ ની બહાર આવ્યો અને ઈશ્વરભાઈ સામે જોયું. "પરફેક્ટ માપ છે." 

"હા માપ તો પરફેક્ટ છે. પણ ઈશ્વરભાઈ તમે સમજ્યા નહીં. નિનાદ ભાઈ એ સુટ નું માપ આપવાનું કહ્યું હતું."

"તમારી સાથે કોઈ આવવાનું હતું ને?" ઈશ્વરભાઈએ જીતુભાની વાતનો જવાબ ના આપતા પોતાનો સવાલ કર્યો.

"હા. પૃથ્વી ..."

"યસ, યાદ આવ્યું. પૃથ્વીસિંહ પરમાર, ફ્લોદી ગામના રાજકુમાર." ઈશ્વરભાઈ જીતુભાને એક પછી એક ઝટકા આપી રહ્યા હતા. 

ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.