Dil - Will, Pyaar - Vyar - Unique Love books and stories free download online pdf in Gujarati

દિલ - વિલ, પ્યાર - વ્યાર - અનોખો પ્રેમ

RBIના વ્યાજદર ઘટાડવાના નિર્ણયથી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ફરીથી તેજી આવવાની સંભાવના...

Ignite Group of companiesની માલકીન અંજલિ શર્મા પોતાના આલિશાન મહેલમાં કોફીની હળવી ચુસ્કી લેતા લેતા RBIના ગવર્નરનું ઇન્ટરવ્યૂ જોઈ રહી હતી. એટલામાં તેના બિઝનેસનો એકમાત્ર વારસદાર, સ્માર્ટ અને ડેશીંગ પર્સનાલિટીનો માલિક એવો એનો પૂત્ર રાજ તેની પાસે આવે છે.

" Good Morning મોમ ! "

"શુ વાત છે !!! આજે તો કંઈક વધારે જ ખુશ લાગે છે મારો દીકરો "

" Yes, you are right... વાત જ એવી છે ને
I'm very excited to tell you the reason of my happiness "

" Then tell me..."

" નિયતિ, મોમ
નિયતિ છે મારી હેપીનેસનું રિઝન
I'm in love with her
કાલે જ નિયતિએ તેના પપ્પા સાથે વાત કરી. તેના પપ્પાએ મિટિંગ ફિક્સ કરી છે આપણી ફેમિલી સાથે પણ હું કન્ફ્યુસ્ડ છું એના પપ્પાનો રિસ્પોન્સ પોઝિટિવ તો રહેશે ને "

" Don't worry my son
એટલી બધી કોની ઔકાત છે, જે અંજલી શર્માના દીકરાને ના કહી શકે "

"તું હમણાં જેમનું ઇન્ટરવ્યૂ જોઈ રહી હતી તેની "

"પેલો, ન્યુઝ એન્કર ??? "

" નહિ,
શ્રીકાંત મલ્હોત્રા, RBI ના ગવર્નર "

અંજલી એક હાથે પકડેલા કોફીના કપને બે હાથ વચ્ચે દબાવીને વિચારોના વાવાઝોડામાં ખોવાઈ ગઈ. તેને પોતાના પ્રેમયુગનો એ દિવસ ફરીથી યાદ આવ્યો. ઇનોસેન્ટ સ્માઈલ વાળો એ ચહેરો ફરીથી તેની આંખ સામે આવ્યો...

" તારા કારણે હું આટલો ફોક્સ્ડ થયો છું, સિવિલ સર્વિસમાં જવાનું સપનું તો પહેલેથી જ હતું. હવે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે, એક મહિનામાં ઇન્ટરવ્યૂ છે. આ બધું આટલું જલ્દી હકીકતમાં બદલશે એની પાછળ રાત-દિવસની મારી મહેનત જેટલી જ તું જવાબદાર છે અને હું નથી ઇચ્છતો કે જેની હકદાર તું છે, એનો લાભ હું કોઈ અન્યને આપું "

" પણ પપ્પા નહિ માને યાર... "

" આ વાત કરવાની અત્યારે ક્યાં જરૂર છે, જ્યારે ખરો સમય આવશે ત્યારે જોઈ લઈશું અને મને વિશ્વાસ છે હું તમામ બેરીયર ખતમ કરી દઈશ "

" તું ખોટી ઉમ્મીદ રાખે છે...
તું મારા પેરેન્ટ્સને નથી ઓળખતો. મને મારાથી વધારે વિશ્વાસ એના પર છે "

" જો અંજલી હું તને પ્રેમ કરું છું એ હકીકત છે, પણ આ સંબંધ આગળ શક્ય નહિ બને તો જે લાઈફમાં આવશે એને પણ હું આટલો જ પ્રેમ કરીશ.
હવે તું નક્કી કરી લે તારે શુ કરવું છે ?
IAS ની વાઈફ બનીને લકઝરીયસ લાઈફ એન્જોય કરવી છે કે અન્ય કોઈ સાથે પરણીને આખી જિંદગી એના અન્ડરવેયર સાફ કરવા છે "

" વ્હોટ ડુ યુ મીન... "

" Male oriented સોસાયટીમાં એરેન્જડ મેરેજ તો જુગાર જ છે ને !!!
ગમે તેવો અમીર હસબન્ડ મળે પણ તે એની અમીરાઇ છે, તે એના પૈસા છે.
અને તું જરા પણ એનાથી આગળ નીકળીને કેરિયરમાં પ્રોગ્રેસ કે સારું પ્રમોશન મેળવી લઈશ તો Male ego તો હર્ટ થવાનો જ ને ! તું સતત તેનાથી ઓછી ટેલેન્ટેડ છો એવું ફિલ કરાવશે.
પ્રેમ કરે કે ના કરે એ અલગ વાત છે, પણ Male ego સાઈડમાં રાખીને તો પ્રેમ નહિ જ કરે એ પણ હકીકત છે.
ચોઇસ તારા પર છે. હું આશીકી-2નો રાહુલ જયકર નથી કે તને કહું ' ઢૂંઢ લો હમશે જ્યાદા ચાહને વાલા, મિલ જાયે તો ખુશ રહેના ઔર ના મિલે તો હમ ફિર ભી તુમ્હારે હૈ '
તારી જિંદગી તારા હાથમાં છે. તારા નિર્ણયથી સૌથી વધારે ફર્ક તને પડશે. પેરેન્ટ્સ તારા નિર્ણયથી ખુશ થશે કે દુઃખી એ થોડાક સમય સુધી છે, પણ તારી લાઈફ તારે જીવવાની છે અને પેરેન્ટ્સને વાત મનાવવાની પ્રેમ-પરીક્ષા દરેકે આપવી જ પડે છે, પ્રેમ કરવા માટેની એ પૂર્વ શરત છે. હું કોઈ આવારા, રોંગ સાઈડ રોમિયો તો નથી ને !
એકબીજાના પેરેન્ટ્સ માટે આપણે નવા છીએ. એ આપણને નથી જાણતા તેથી ઇનસિક્યોર ફિલ કરે એ સ્વાભાવિક છે, પરંતુ એને વિશ્વાસ અપાવી દઈશું કે We are perfectly made for eatch other તો તમામ પ્રોબ્લેમ્સ ખતમ થઈ જશે "

અંજલીને તેના આ શબ્દો વાંરવાર સંભળાઈ રહ્યા હતા. આજે આટલા વર્ષો પછી પણ તેને અફસોસ થઈ રહ્યો હતો. તે વિચારી રહી હતી...

" ખરેખર તે દિવસે નિર્ણય લેવામાં લેટ ના કર્યું હોત તો આજે જિંદગી કંઈક અલગ જ હોત...
આજે હું Ignite Groupની માલકીન છું, લકઝરીયસ કારમાં ફરું છું, પરંતુ ફરવા માટેની પરમિશન અને ખર્ચ માટે પૈસા તો ધીરજ પાસેથી જ માંગવા પડે છે ને !
કરોડો રૂપિયાના શેર મારા નામે છે, પણ તેના પર મારો ક્યાં અધિકાર છે !
અને ધીરજની લાઈફ ઉપર પણ મારો શુ અધિકાર રહ્યો છે ! ઈનફેક્ટ એને તો ક્યાં ટાઈમ જ છે મારા માટે... "

અંજલિના હાવભાવથી આશ્ચર્યમાં રાજ પૂછે છે...

" હેલો મોમ, ક્યાં ખોવાઈ ગઈ અચાનક... "

" બેટા તું એને ભૂલી જા... "
ક્યાં એ RBI ના ગવર્નરની દીકરી અને ક્યાં...

" પણ મોમ,... "

(રાજને વચ્ચેથી જ બોલતો અટકાવીને)
" દીકરી આપવાની વાત હોયને બેટા ત્યારે કોઈ અમીરાઈ, સ્ટેટ્સ કે હોદ્દો નથી જોતું. એ સમયે સમાજમાં આબરૂ મહત્વની હોય છે. RBIના ગર્વનરની દીકરીના પ્રેમ પ્રકરણની ચર્ચા મીડિયામાં જાહેર થશે તે બરદાસ્ત નહિ કરી શકે અને તેની સતાનો આપણા બિઝનેસ પર નકારાત્મક પ્રભાવ પડશે.

" પણ, આમ અચાનક કેમ તું આવી વાતો કરે છે "

" બેટા, તારા પપ્પા સાથે લગ્ન પહેલા મેં પણ તારા નાનાને મારા પ્રેમની વાત નહોતી કરી આ જ ડરને લીધે "

" પણ, નિયતિએ તો એના પપ્પાને વાત કરી છે અને શનિવારે મિટિંગ પણ ફિક્સ થઈ ગઈ છે.
તને કીધું તો ખરા પણ ખબર નહિ તું ક્યાં ખોવાઈ ગઈ છે "

" પણ તારા પપ્પાને તો આવી જવા છે, બિઝનેસ ટુર પરથી..."

" મમ્મી યાર, મીટીંગ ફિક્સ થઈ ગઈ છે, હવે ડેટ ચેન્જ કરીશું તો પેલી જ વારમાં રોંગ ઇમ્પ્રેશન પડશે અને આમેય પપ્પાને ક્યાં ટાઈમ છે મારા માટે !!! એને પછી જણાવી દઈશું "

" Okay, Than, તને આટલો જ શોખ છે રિજેક્ટ થવાનો તો સાથે પૂરો કરીએ બીજું શું ! "

ધ ગ્રાન્ડ હયાત હોટેલ આજે આખા દિવસ માટે રિઝર્વડ હતી. હોટલનો તમામ સ્ટાફ એક કલાકની મીટીંગને શાનદાર બનાવવામાં લાગી ગયો હતો.

રાજ અને તેની ફેમિલી અડધો કલાક અગાઉ જ આવીને વેઇટ કરી રહ્યા હતા. બરાબર નક્કી કરેલા ટાઈમે પાંચ-છ SUVsનો કાફલો હોટેલમાં પ્રવેશ્યો. અંજલી અધિરી થઈને જોઈ રહી હતી. રાજ વિચારી રહ્યો હતો કે ફાઈનલી વેઈટ ઇઝ ઓવર...
ત્યાં કારમાંથી તમામ ગાર્ડસ બહાર નીકળ્યા. આજુબાજુ બધે નજર કરીને હોટેલની સિક્યોરિટી વ્યવસ્થા ચેક કરી લીધી. તેમાંના મેઈન ગાર્ડની હોટેલના મેનેજર સાથે કંઈક ગુપસુપ થઈ અને તે કાફલો પાછો ચાલ્યો ગયો.

અડધો કલાક પછી ફરીથી એક બ્લેક લકઝરીયસ વોલ્વો હોટેલમાં પ્રવેશી...
સૌપ્રથમ ડ્રાઈવર ઝડપથી નીચે ઉતર્યો અને પાછળની સાઈડનો દરવાજો ખોલ્યો, તેમાંથી નિયતિ નીચે ઉતરી...
ડાર્ક રેડ વનપીસમાં તે ક્યુટનેસની વ્યાખ્યાનું વર્ણન કરી રહી હોય તેવી લાગી રહી હતી. રાજનું હૃદય થોડીક ક્ષણ માટે તેને જોઈને ધડકવાનું ભૂલી ગયું.
ડ્રાઈવરે બીજો દરવાજો ખોલ્યો...
હોટલનો તમામ સ્ટાફ તેનું વેલકમ કરવા ઉભો હતો. કારમાંથી બહાર નીકળતા હાથમાં રહેલ ઘડિયાળ તરફ સહેજ નજર કરતા કરતા ગોગલ્સ પહેરીને શ્રીકાંત મલ્હોત્રાએ તમામ સ્ટાફનો આભાર માનીને અભિવાદન કર્યું. હોટલનો મેનેજર તેમને મીટીંગ ટેબલ સુધી લઈ ગયો.

બંને ફેમેલીએ એકબીજાને 'ગુડ ઇવનિંગ' વિષ કર્યું અને ઓળખાણની શરૂઆત થઈ.
થોડી જ વારમાં રાજે નિયતીના પપ્પાનું દિલ જીતી લીધું. થોડી વાત અને રેગ્યુલર સવાલ-જવાબમાં જ શ્રીકાંત મલ્હોત્રાએ રાજને પરખી લીધો.
ફાઈનલ હા કરતા પહેલા તેને જરૂરી કોલ આવ્યો.
કોલ પતાવીને ફરીથી ટેબલ પર આવવાને બદલે તે વોશરૂમ તરફ ગયો.અંજલી તેને જ નિહાળી રહી હતી. તે પણ તેની પાછળ ગઈ.

" મારા લેટ રીપ્લાયઝથી હું તને બહુ વેઈટ કરાવતી પણ આજે મને વેઈટ કરાવીને તે બદલો લઈ જ લીધો એમને..."

અંજલીને જેન્ટ્સ વોશરૂમમાં જોઈને પેલેથી જ આશ્ચર્યમાં આવેલ શ્રીકાંતે કહ્યું
" excuse me ! "

" Carolina Herrera Men's Black edition મારો ફેવરિટ પરફ્યુમ હજી પણ લગાવે છે અને મને ભૂલી ગયો !!! "

" જી, હું સમજ્યો નહિ "

" અંજલી,
હું એ જ અંજલી શર્મા જેને તું અંજલી મલ્હોત્રા બનાવવા માંગતો હતો "

" અચ્છા અંજલી...!
ઘણી બદલાઈ ગઈ છે, ઓળખાણી પણ નહીં "

" હું તો ક્યાંથી ઓળખાવાની હવે,
પણ તું હજી એવોને એવો જ છે..."

" એ બધી વાતો ચાલ્યા કરશે, કેમ છે તું મજામાં ? "

" હા, બસ હવે તો દિવસો વીતી રહ્યા છે
પણ, યાર ત્યારે હું સમજી ગઈ હોત, તો દિવસો વીતવાને બદલે આજે જિંદગી જીવાઈ રહી હોત "

" બધાના નસીબમાં ક્યાં હોય છે પ્રેમ સાથે જીવવાનું !!!
ખેર Congratulations for our Children
હું ખુશ છું કે મારી નિયતિ ક્યારેય આવો અફસોસ નહિ કરે... "

THE END

-SK's ink