Tavasy - 14 books and stories free download online pdf in Gujarati

તવસ્ય - 14


“ઓફિસર, જાળ તો ફેલાવી પડશે અને એ પણ ખબર ન પડે તેમ!” ઇન્સપેક્ટર શૌર્ય હસતા બોલ્યાં.

ઓફિસર નાં ચહેરા પર પ્રશ્ન હતાં.

શૌર્ય આ જોઈને હસતાં બોલ્યાં. ”અરછા , એક clue આપુ છું, ‘ગોપલનગર કેસ ‘.”

“પણ સર એ case અને આ case માં તો કશું સરખું નથી.”

“આપણે રોકી ના ઘરે પહોંચી એ ત્યાં સુધી તમારી પાસે સમય છે, આરામથી વિચારો. નહીં તો ત્યાં પહોંચી ને તો ખબર પડી જ જશે, પણ આજ નો નાસ્તો તમારા તરફથી , આમ પણ બહુ જ ભૂખ લાગી છે.let’s go.”

“ જી સર.” ઓફિસર એ હળવા હાસ્ય સાથે કહ્યું. આખરે સર તેમના ઓરિજનલ મૂડ માં આવી જ ગયા.


રોકી ના ઘરે.......
“ક્યાં છે રોકી? અમે તેને ગિરફતાર કરવા આવ્યા છે.”
ઘરમાં રોકી ના માં – બાપ જ હાજર હતા.

“ગિરફતાર! પણ સાહેબ, કેમ?” તેનાં માતાપિતા ડરી જાય છે.

“ગઈ કાલે, ગોપાલ નગર સોસાયટી માં ૫૦ લાખની ચોરી થઇ છે. અમને ત્યાંથી રોકી ના ફિંગર પ્રિન્ટ મળ્યાં છે.”

“સાહેબ, તમને કંઈક ગલતફહમી થઈ હશે.'રોકી ‘ તો છેલ્લા ત્રણ દિવસથી મુંબઇમાં જ નથી.”

આ સાંભળીને શૌર્ય ની આંખો ચમકી પણ તેમણે ચહેરા પર કોઈ ભાવ ન આવવા દીધા.

“તમે પણ ખોટું બોલો છો, જરૂર રોકી ચોરી કરી ને ક્યાંક છૂપાઈ ગયો હશે.”

“નહીં સાહેબ, રોકી ત્રણ દિવસ પહેલા જ આબુ જવા નીકળી ગયો હતો.”

“એણે તમને પણ ખોટું કહ્યું હશે.”

“ના સાહેબ, તેણે આબુ થી વીડિયો પણ મોકલ્યા છે.”

ઇન્સપેક્ટર શૌર્ય ઓફિસર ને તે વીડિયો રીયલ છે કે નહીં તેની ચકાસણી કરવા નુ કહે છે.

“રોકી એ સ્ટેટમેન્ટ દેવા પોલીસ સ્ટેશન આવવું પડશે. જો તે બે દિવસ માં પોલીસ સ્ટેશન હાજર નહી થાય તો તેની મુશ્કેલી વધશે.”

“જી સાહેબ, હું તેને કહી દઈશ. તે પોલીસ સ્ટેશન માં હાજર થઈ જશે.” રોકી ના પિતા એ ગળગળા અવાજે કહ્યું.

બહાર નીકળી ને...
“શું આઇડિયા લગાડ્યો છે સર?” ઓફિસર એ હસતાં કહ્યું.

“હાં, પણ આપણું કામ હવે ચાલુ થાય છે. ૫૦ લાખ નું નામ સાંભળીને રોકી મુંબઈ આવી તો જશે, પણ.......
'X' સાથે વાત કરવી પડશે.”

“જી સર. ”ઑફિસર એ તરત કોઈક ને ફોન કર્યો.

_______________________________________
રોકી ૫૦ લાખ નું નામ સાંભળીને આબુ થી મુંબઈ આવવા નીકળી જાય છે.

પોલીસ સ્ટેશન માં...

"હાં તો રોકી, ક્યાં છે ૫૦ લાખ? પાકીટ ચોરવા થી સીધી ૫૦ લાખ ની ચોરી! તારી હિંમત આટલી વધી ગઈ!"

"શું બોલો છો સર? કયા ૫૦ લાખ?” રોકી ની આંખો માં આશ્ચર્ય દેખાય રહ્યું હતું.

"ક્યા ૫૦ લાખ? વાહ! એ જ ૫૦ લાખ જેની તે ગોપાલ નગર સોસાયટી માંથી શનિવારે ચોરી કરી હતી. એક વાત સમજી લે જે, આ કંઈ નાની- મોટી પાકીટ ચોરી નો કેસ નથી. પૂરા ૫૦ લાખ ની ચોરી નો કેસ બને છે, આમાંથી તો તુ નહી છૂટી શકે.” ઑફિસર એ ટેબલ પર મુઠ્ઠી પછાડતાં કહ્યું.

"સર, મારો વિશ્વાસ કરો. મે કોઇ ચોરી નથી કરી.” રોકી એ ગળગળા અવાજે કહ્યું.

"વિશ્વાસ કરું? તારો? અમને ચોરી નાં સ્થળ પર થી તારા ફિંગર પ્રિન્ટ મળ્યાં છે."

"સર, મને કોઈક ફસાવી રહ્યું છે. હું તો શનિવારે આબુ માં હતો. શનિવાર તો શું, હું તો શુક્રવારે રાત્રે જ આબુ જવા નીકળી ગયો હતો. તમે વિડિયો પણ તો જોયા છે."

"હાં, વિડિયો તો છે, પણ આજ ના સમય માં ખોટા વિડિયો તો સહેલાઈથી બની જાય છે."

"તમને કેમ વિશ્વાસ અપાવું?"

"વિડિયો સિવાય તારી પાસે કંઈ એવું છે જે સાબિત કરી શકે કે તું આબુ માં જ હતો?"

રોકી બે મિનિટ વિચારે છે...

"હાં છે ને સર. આ જુઓ સર,મારી મુંબઇ થી આબુની ટીકીટ . છે ને સર, શુક્રવાર ની!"

ઑફિસર ટિકિટ જોવે છે, અને હસે છે."મારી પણ ૧૫ દિવસ પહેલા ગોવા જવાની ટિકિટ હતી , પણ અચાનક એક કેસ આવી ગયો તો ન જઈ શક્યો. પણ, હા ટિકિટ નો msg તો હજી છે."

"સર."રોકી હવે ગભરાય જાય છે.

"તમને ટિકિટ પરથી પણ મારા પર વિશ્વાસ નથી આવતો?"

"ટિકિટ બુક કરાવીને,તું આબુ ગયો જ ન હોય અને અહીં ચોરી કરી ને મુંબઇ માં જ ક્યાંક છૂપાઈ ગયો હોય! બની શકે ને?"

"ઠીક છે સર.આ જુઓ, મારી હોટેલ જ્યાં હું ત્રણ દિવસ રહ્યો હતો તેનું બિલ, આટલા દિવસ મેં જ્યાં જમ્યું તેમાંથી પણ અમુક રેસ્ટોરન્ટ ના બિલ પણ છે, મે ખરીદી કરી તેના પણ બિલ છે."

"તમારી પાસે આબુ ના મારા વિડિયો અને ટિકિટ તો છે જ. આટલું મને નિર્દોષ સાબિત કરવા માટે પૂરતું છે ને!"