Mrugtrushna - 12 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 12

[ RECAP ]
( બધાં જ ફેમીલી મેમ્બર સાથે જમવા બેસે છે. જમ્યા પછી દેવાંગી ફરી એક વખત ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે મનાવે છે પણ ધનરાજ વધારે જ ગુસ્સે થઈ જાય છે અને ત્યાં થી જતાં રહે છે.આદિત્ય અને દિવ્યા મેસેજ પર વાત કરે છે.અનંત આદિત્ય પાસે જઈ એને લગ્ન ના કરવા ની સલાહ આપે છે. અને તરફ દિવ્યા અને પાયલ આદિત્ય ની વાત કરે છે. )

NOW..........

( દેવાંગી પોતાનાં વિચારો માં ખોવાયેલા હોય છે અને રૂમ માં વૈદેહી આવે છે. )

વૈદેહી : ભાભી...આવું અંદર?

દેવાંગી: અરે આવો ને
( વૈદેહી અંદર આવે છે અને સોફા પર દેવાંગી ની બાજુ માં બેસી જાય છે. )

વૈદેહી: ક્યાં તમારા ધર્મરાજ ક્યાં છે 🤣

દેવાંગી : તને ખબર છે એ ક્યારે પણ રૂમ માં મળે તને?

વૈદેહી : અરે નઈ...એવું તોહ નથી જ. તમે કહેશો તો મારો ભાઈ તોહ એવો છે કે એ રૂમ માં થી બાર જ નઈ આવે🤣
( દેવાંગી થોડી સ્માઇલ આપી ફરી વિચારો માં ખોવાઈ જાય છે. )

વૈદેહી : ભાભી એક વાત પૂછું??

દેવાંગી : પૂછ ને , શું પૂછવું છે બોલ?

વૈદેહી : ભાઈ સાથે કોઈ પ્રોબ્લેમ થઈ છે?

દેવાંગી : વૈદેહી....આદિત્ય એક છોકરી ને પસંદ કરે છે. છોકરી સારા ઘર ની છે. એનો પરિવાર સારો છે, આદિ ને ગમે છે.પણ....

વૈદેહી : પણ શું???

દેવાંગી : પણ તમારા બે ભાઈઓ ને મંજુર નથી.

વૈદેહી : કોણ અનંત કે ધનરાજ ભાઈ?

દેવાંગી : બંને

વૈદેહી : મંજુર કેમ નથી? આદિત્ય સમજદાર છે એને સારી જ છોકરી પસંદ કરી હસે તો પછી વાંધો શું છે?

દેવાંગી : ફેમીલી બેકગ્રાઉન્ડ ,બોવ સિમ્પલ ફેમીલી છે. નોર્મલ

વૈદેહી : એક મિનિટ..એક મિનિટ એટલે તમે એવું કહો છો કે એ લોકો મિડલ ક્લાસ છે એટલે ભાઈ એ લગ્ન માટે ના પાડી. ભાભી બંને જ નહીં. મારા કરતાં ભાઈ ને તમે વધારે જાણો છો. એ ક્યારે પણ સંબંધ માં ક્લાસ નઈ જોવે.

દેવાંગી : એ જ તો વાત છે વૈદેહી , ખબર નઈ રાજ કેમ આ વખતે આવું વર્તન કરે છે. મે ક્યારે પણ એમને કોઈ ને ક્લાસ થી જોતા નથી જોયા. એ દિવસ અચાનક બોલ્યા કે માટે ફેમીલી બેકગ્રાઉન્ડ સારું જોઈએ. અને બીજી તરફ આદિત્ય ચિંતા માં છે. એ ટેન્શન લેઇ છે.

વૈદેહી : ભાભી તમે ટેન્શન નઈ લો. મને લાગે છે આ બીજી જ કોઈ વાત છે. અનંત ને તોહ પેલા થી લગ્ન માં કોઈ રસ નથી એટલે એ તોહ કેઇ પણ ભાઈ અચાનક આવું તોહ નઈ કરે. કોઈ તોહ કારણ છે. અને હું જાણું છું ત્યાં સુધી આદિત્ય ની વાત માં તોહ એવું નઈ જ કરે.

દેવાંગી : વૈદેહી...શું ખરેખર મારા છોકરા માં મન સામે ફેમીલી બેકગ્રાઉન્ડ એ બધું જરૂરી છે.

વૈદેહી : એ વાત તોહ છે, આદિત્ય અત્યારે ટેન્શન માં તોહ છે. એ તો મે પણ જોયું એના ચેહરા પર. પણ ભાઈ નઈ રાજી થાય ત્યાં સુધી કંઈ જ નઈ થાય.

દેવાંગી : અને એ માનવા ના નથી.

વૈદેહી : તમે મનાવશો તોહ માનશે. અને એ વાત તમે જાણો છો.
દેવાંગી : તને એવું લાગે છે કે મે નઈ મનાવ્યા...પણ હવે જીદ પકડી છે કે નઈ જ થવા દવ.

વૈદેહી : અરે એ બધું તોહ ઠીક પણ છોકરી તોહ બતાઓ, નામ , ફોટો ,કંઈ તો હસે.

દેવાંગી : ફોટો નથી , નામ છે દિવ્યા.હમણાં જ MBBS પતાવ્યું અને હવે જોબ કરે છે. અને એના ફાધર ની શોપ છે નાની ગ્લોસરી ની. આદિત્ય નું કેહવુ છે કે છોકરી બોવ સમજદાર છે.

વૈદેહી : મતલબ ડોક્ટર છે. અરે વાહ..🤣ભાભી પસંદ આદિત્ય ની છે એટલે એ વાત ઉપર તો કોઈ શક નથી કે છોકરી સારી નઈ હોય. અને તમે જે રીતે કહો છો એ રીતે મને લાગે છે કે વાત આગળ વધારવી જ જોઈએ.

દેવાંગી : ધનરાજ રાજી નથી તો ક્યાં થી વાત આગળ વધે. હું બસ ખાલી એટલું કવ છું કે એક વાર જોઈ તોહ લઈએ.

વૈદેહી : તમે ટેન્શન નઈ લો. થઈ જશે બધું સારું.ભાઈ ને વાત કરો શાંતિ થી સમજાવી. અને એવું હોય તો એક વખત છોકરી ને તમે મળી લો. એટલે ટેન્શન નઈ.

દેવાંગી : ધનરાજ વગર કંઈ જ નઈ. એ રાજી થાય તો જ બધું પોસીબલ છે.

વૈદેહી : થઈ જશે.બાકી બીજું કોઈ રાજી હોય કે ના હોય હું તો મારા આદિ ની ખુશી માં ખુશ છું. આટલો ડાયો છોકરો , આટલો શાંત સ્વભાવ. એની ખુશી માં ખુશ નઈ થઈએ તો ક્યાં થશું.

___________________________

( દેવાંગી અને વૈદેહી રસોડા માં રાત નું જમવાનું બનાવતા હોય છે અને પાછળ થી રૂહાન આવી દેવાંગી ને હગ કરી લેઈ છે. )

દેવાંગી : આંખો દિવસ બાર નઈ ફર્યા કર તું. ઘર માં રહો.

રુહાંન : મમ્મી ક્યાં આંખો દિવસ ફરું છું. ફઈ ને પૂછો આંખો દિવસ ઘર માં હતો કે નઈ ?

વૈદેહી : વાત તો સાચી છે🤣ભાઈ ઘર માં જ હતા.

દેવાંગી : એ તો આજે , કાલે ધનરાજ ને ખખડાવ્યા હતા ભાઈ ને એટલે. નકર આ છછુંદર ઘર માં ટકતું નથી.

રુહાંન : તું એ બધું જવાદે. શું બનાવે છે એ કે.બોવ ભૂખ લાગી છે.

દેવાંગી : ફ્રીઝ માં જો બપોર ની કટલેટ હસે.

રુહાંન : હા...તોહ આવું પેલા કેવાનું...
( રુહાંન ફ્રીઝ માં થી ડબ્બો કાઢે છે. )

દેવાંગી : એકલો નઈ ખા. આદિ ઉપર છે. સાથે લઈ જા.
રુહાંન : સારું...લઈ જાવ છું.

( વૈદેહી હસે છે.)

____________________________

( રાતે 10 વાગે જમ્યા પછી વૈદેહી અને અનંત ઘર ની બાર ગાર્ડન માં સાથે બેઠાં હોય છે. )

વૈદેહી : અનંત એક વાત નો જવાબ આપ , આદિત્ય ના લગ્ન થી તને શું પ્રોબ્લેમ છે?

( અનંત તરત આશ્ચર્ય માં પડી જાય છે અને જવાબ આપે છે. અનંત હસતા હસતા જવાબ આપે છે.)

અનંત : ભાભી કીધું?

વૈદેહી : હા...અને એમને જે કહ્યું એના થી હું સહમત છું.

અનંત : મને લગ્ન થી કોઈ પ્રોબ્લેમ નથી. પણ હમણાં લગ્ન થી પ્રોબ્લેમ છે. હું માનું છું કે આદિત્ય એ હમણાં પોતાનાં કામ પર ધ્યાન આપવું જોઈએ. હું તો ઓબરોય ઇન્ડસ્ટ્રી સાચવું જ છું. પણ ભાઈ પછી આદિત્ય આદિત્ય જ છે જે ખરેખર MK company ને સાચવી શકે. એટલે હું નથી ચાહતો કે હમણાં એનું ધ્યાન ભટકે.

વૈદેહી : 🤣🤣અનંત ધ્યાન તોહ ક્યારનું ભટકી ગયું. હવે એને રોકીશ તો પુરે પૂરું ધ્યાન ભટકવા નું.

અનંત : આદિત્ય સમજદાર છે. એ મારું માનશે...ભાઈ નું માનશે. એટલે કોઈ વાંધો નથી.

વૈદેહી : પણ એનું મન નઈ મને એનું શું? અનંત શું ખરેખર તને લાગે છે કે આપડે સારું કરી રહ્યા છે. એ છોકરો આપડું માને એનો મતલબ એવો નઈ કે આપડે એને ગમતી વસ્તુ એના થી છીનવી લઈએ. અરે ઉંમર છે એની , થાય પ્રેમ , અને આ લગ્ન કરીએ એટલે ધ્યાન ભટકવા વાળી વાત તું તો નઈ કર. પોતે લગ્ન કરવા નથી અને બિચારો છોકરો એક સારી છોકરી સોંધી લાવ્યો તો એને બંને ભાઈઓ મળી ને હેરાન કરો છો 🤣

અનંત : મારા લગ્ન વાળી તો વાત જ નઈ કરો. એ તો થવા ના પણ નથી. અને જ્યાં સુધી આદિત્ય ની વાત છે એ ધનરાજ ભાઈ ઉપર છે.મને ખબર છે આદિત્ય હેરાન થશે મેં જોયું છે એના ચેહરા પર એ ટેન્શન પણ એટલે હેરાન ના કરવા લગ્ન કરાવી દવ એવું તો છે જ નહીં. અને એવું તો શું છે કે અત્યાર થી લગ્ન.

વૈદેહી : પ્રેમ છે અનંત...આશા છે, અંધકાર પછી એક અંજવાળું છે. કોઈ નું થઈ જવું ખોટું નથી. જીવન માં એકલા ચાલતા ચાલતા ક્યારેક કોઈકં એવું મળી જાય જે હંમેશા હાથ પકડી ને ચાલે ત્યારે જીવન બોવ સરળ બની જાય છે. નથી હોતા બધાં એવા જે આપડા મન ને પ્રેમ કરી શકે અને એવા માં અચાનક એક આશા ના કિરણ ની જેમ કોઈ આવે અને આપણા અજાણતાં જ આપણાં માટે આપનું સર્વસ્વ બની જાય આપનું થઈ જાય. આદિત્ય જેવું વ્યક્તિ જ્યારે કોઈ ને પ્રેમ કરે તો હું એટલી ગેરંટી આપુ કે એ છોકરી આદિત્ય નું જીવન વધારે સવારશે. એના જીવન ને એક નવો રંગ આપશે. જે આદિત્ય ને તું આજે જોવે છે એના કરતાં પણ વધારે નિખારશે. કારણ કે આ એનો પ્રેમ છે.

( અનંત નાનું મુસ્કાન આપી 2 મિનિટ વૈદેહી ની આંખો માં જ જોયા કરે છે. )

અનંત : પ્રેમ છે ઓકે છે , માનું છું. પણ ખરેખર જીવન માં પ્રેમ થી બધું ચાલી જાય છે.આ પ્રેમ સાથે જે જવાબદારી આવે છે એનું શું?? જે વ્યક્તિ બાર થી આવશે એ પરિવાર સાથે રાખશે એની ગેરંટી શું?? એ ખરાબ સમય માં આદિત્ય નો સાથ આપશે એની ગેરંટી શું?? વૈદેહી તમે જે પ્રેમ ની વાત કરો છો ને ખરેખર સમય આવે છે ને ત્યારે એ પ્રેમ દૂર દૂર સુધી દેખાતો જ નથી. અને હાલ ના સમય માં માણસે ઇમોશન નું ગુલામ તોહ નઈ જ થવું જોઈએ. બોલિવૂડ અને રિયાલિટી માં બોવ મોટો ફર્ક છે. અને આ કોઈ 3 કલાક નું પિક્ચર નથી જે હેપ્પી એન્ડિંગ જ આપશે. પ્રશ્ન આખાં જીવન નો છે.

વૈદેહી : ગેરંટી આપણાં જીવન ની પણ નથી. અને તું એક 25 વર્ષ ની છોકરી પાસે ગેરંટી માંગે છે એના પ્રેમ ની. આદિત્ય 27 વર્ષ નો છે એને આવડે છે એને ગમતું પાત્ર સોધતાં અને એની જવાબદારી નિભાવતા. અને એની સામે એવી છોકરી છે જે એવા પરિવાર થી આવે છે એને જીવન માં દરેક અનુભવ કર્યા હશે. એક નાની ગ્લોસરી શોપ માંથી આજે એ છોકરી એ પોતાનો ડોક્ટરી નો સફર બેઠા બેઠા તો નઈ કર્યો હોય.

અનંત : બધી જગ્યા પર ઈમોશન નાખવું જરૂરી છે, અમુક વાત લોજીકલ રીતે પણ વિચારી શકાય. અને મારો છોકરો એવો નથી કે એને 30 વર્ષ પછી કોઈ છોકરી નઈ આપે. એના માટે જ્યારે સમય આવશે ત્યારે આંખી દુનિયાં માંથી એને ગમતી છોકરી સોધી આપીશ એને.

વૈદેહી : વાહ.....પણ એક વાત કવ. એ છોકરી દિવ્યા નઈ હોય.એટલે આદિત્ય ખુશ નઈ જ હોય.

અનંત : સેકન્ડે સેકન્ડે માણસ નું માં બદલાઈ છે. આ તો એક છોકરી ની વાત છે. સમય આપી આદિત્ય ને આ પ્રેમ પણ ભુલાઈ જશે.

( વૈદેહી અનંત ની આંખો માં જોયા રાખે છે અને મન માં ને મન માં જ કોઈક વિચાર કરવા લાગે છે અને અનંત સ્માઇલ આપતા આપતા અંદર જતા રહે છે. અને વૈદેહી જોવે છે કે દીપક સામે ઊભા હોય છે અને બધી વાત સાંભળી જાય છે. અને વૈદેહી પાસે આવી ને બેસે છે. )

વૈદેહી : શું કહેવું છે તમારું ?

દીપક : વધારે પ્રવચન નઈ આપુ ,પણ એટલું કહીશ કે દલીલ કરતાં અનુભવ બોવ મોટી વસ્તુ છે. જ્યારે અનુભવ થશે ત્યારે ગમે એવો બિઝનેસ મેન હસે ને એની પણ દુનિયા જોવા ની દૃષ્ટિ બદલાઈ જશે. અને રહી આદિત્ય ની વાત તો એના નસીબ માં જ્યાં સુધી દિવ્યા નો રોલ છે ત્યાં સુધી કોઈ એને અલગ નઈ કરી શકે. એટલે જસ્ટ વેટ એન્ડ વોચ.

વૈદેહી :( હસતા હસતા કહે છે. ) મતલબ તમારો રોલ મારી લાઈફ માં બોવ આગળ સુધી છે 🤣

દીપક : એ તો છે. એના થી તમે નઈ બચી શકવા ના. પણ આ કે અનંત ને પ્રેમ નું જ્ઞાન આપ્યું મને તો ક્યારે પણ નઈ આપ્યું. મને એકચ્યુલી આજે ખબર પડી કે પ્રેમ આટલો સુંદર હોય છે એસ લાઈક એસ માય વાઇફ.

વૈદેહી : વાઇફ ને ખાલી તારીફ નઈ , પતી બી જોતા હોય.વિક માં 7 દિવસ ઘર માં નઈ દેખાતાં અને પછી પ્રેમ કરવો છે.

દીપક : તમને ખબર તોહ છે આપડું રેલેશન લોગ ડિસ્ટન્સ રિલેશન છે. અને એક સાચી વાત કવ. દૂર રહી ને પ્રેમ વધે.

વૈદેહી : બસ...બસ..જોયો મે પ્રેમ🤣🤣
( વૈદેહી હસતા હસતા અંદર જતા રહે છે. )

દીપક : 🤣🤣🤣🤣🤣લો આ અઘરું છે. હમણાં પ્રેમ નું જ્ઞાન આપતા હતા અને હવે પતિ પ્રેમ કરવા આવે તો ભાગી જવું છે. ખરેખર સ્ત્રી ને કોઈ નઈ સમજી શકે. અને રહી મારી વાત તો મારા જેવો સીધો વ્યક્તિ તો સાત જનમ માં નઈ સમજી શકે. એટલે જેવું ચાલે છે એવું ચાલવા દઈએ. બીજો કોઈ રસ્તો છે પણ નઈ એકચ્યુલી.🤣🤣🤣

____________________________

સવારે 10 વાગે

( ઓફિસ માં બધાં પોતાના કામ માં વ્યસ્ત હોય છે. અને પાયલ
કેન્ટીન માં આવે છે. કૉફી મશીન માં થી કૉફી લેઇ છે અને ટેબલ પર લેપટોપ એન્ડ કૉફી નો કપ મૂકે છે. પોતાની બુક ખોલી ને પાયલ કંઇક લખતી હોય છે. અને એનો ફોન વાગે છે. ફોન સંજય સર નો હોય છે. પાયલ ઊભા થઈ બારી પાસે વાત કરવા જાય છે.)

પાયલ : બોલો...બોલો...

સંજય : ક્યાં છે તું??

પાયલ : ક્યાં હોવ...ઓફિસ માં

સંજય : અચ્છા...મારી વાત સાંભળ , કાલે એક PPT બનાવવા આપ્યું હતું. બનાવ્યું કે નઈ .

( પાયલ ની વાત ચાલુ હોય છે ત્યારે અનંત કેન્ટીન માં આવે છે અને કૉફી મશીન માંથી કૉફી લઈ પાછા જતા હોય છે ત્યારે દેવ એમને કોઈ પેપર સાઈન કરવા કહે છે. અનંત પોતાની કૉફી નો કપ ટેબલ પર મૂકે છે જ્યાં પાયલ નો કપ પણ બાજુ માં હોય છે. )

પાયલ : અરે...બની ગયું . મેઈલ કરું છું હમણાં કૉફી પી લવ પછી.

( પાયલ વાત કરતા કરતા પાછળ ફરે છે તોહ એને દેખાઈ છે કે અનંત એ પાયલ નો કૉફી નો કપ ઉઠાવી જતાં જ હોય છે. પાયલ તરત ફોન બંધ કરી અનંત પાસે જઈ અનંત ને રોકે છે. )

પાયલ : એક મિનિટ.....એક મિનિટ....

અનંત : વૉટ ધ હેલ...શું પ્રોબ્લેમ છે.

પાયલ : પ્રોબ્લેમ નથી કોઈ. પણ આ કૉફી કપ મારો છે.

અનંત : are you mad??

પાયલ : સર ફોર યોર ઇન્ફોર્મેશન હું પાયલ તો નથી. પણ આ જે તમારા હાથ માં કપ છે એ મારો છે કેમ કે લિપસ્ટિક તમે તો નઈ જ લગાવતા હોવ ને.

( અનંત કપ ની બીજી બાજુ જોવે છે તો લિપસ્ટિક નું નિશાન હોય છે. અનંત તરત પાયલ નો કપ મૂકી પોતાનો કપ લઈ લેઇ છે.એ જ સમય પર અનંત ને કોલ આવે છે અને એ વાત કરવા લાગે છે . પાયલ એના હાથ માં એક પેપર હોય છે એ સામે રાધિકા ને આપી એના ટેબલ તરફ જાય છે અને નીચે ફ્લોર પર એક પેન પડી હોય છે અને એના થી લપસી જાય છે અને અનંત સાથે ભટકાઈ છે. જેના લીધે કૉફી નો કપ અનંત ના કપડાં ઉપર ઢોરાઈ જાય છે. અનંત ખતરનાક ગુસ્સા માં આવી જાય છે )

પાયલ : સોરી સર.... સોરી..

( પાયલ ટિસ્સુ લઈ અનંત ને આપવા જાય છે. અનંત એને રોકે છે.)

અનંત : Move A side ....

પાયલ: સોરી..

અનંત : બાજુ ખસ

( અનંત બોવ જ ગુસ્સા માં ત્યાં થી જતાં રહે છે. પાયલ અને બીજા એમ્પ્લોઇ ડરી જાય છે. રાધિકા પાયલ સામે જોતી જ રહે છે. )

[ NEXT DAY ]

( પાયલ ફરી એક વખત અનંત સાથે દલીલ કરે છે અને અનંત એને પોતાની કેબિન માંથી બહાર મોકલી દેઇ છે. આદિત્ય દેવાંગી પાસે જવાબ માંગે છે. આદિત્ય ફેંસલો કરે છે કે એ દિવ્યા સાથે સંબંધ થોડી નાખશે અને એને ફ્રી કરી દેશે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️