New beginning means Diwali.. books and stories free download online pdf in Gujarati

નવી શરૂઆત એટલે જ દિવાળી..

*નવી શરૂઆત એટલે જ દિવાળી..*


કેમ છો? ઘણા સમય પછી મળ્યા નહિ.... સાચું ને? આમ પણ છેલ્લા બે વર્ષથી તો આ તહેવારો આવે એવા જ જઈ રહ્યા છે. જે વાતથી કોઈ અજાણ નથી. બધા માટે એ સમય દરમિયાન એકસરખું વાતાવરણ નહોતું, પણ હિંમત થી એ સ્થિતિ માં પણ સંભાળી લીધું. તહેવારો હોય છે જ એટલે કે દરેક વ્યક્તિના જીવન માં કંઈક અલગ અને કંઈક નવું આવે. એમાં પણ અમુક વસ્તુ બધા માટે એકસરખી આવે જેમકે હમણાં જ આપણે બે વર્ષ કોરોના ને લીધે તહેવારો ને લીધે સરખી રીતે માણી નથી શક્યા. અને એ ઉપરાંત ઘણુંબધું થયું છે, જેની ચર્ચા અત્યારે જરુરી નથી લાગતી.. કારણ કે અમુક વસ્તુ અને વાત ને એક પોઈન્ટ પર છોડી દેવી જોઈએ. અત્યારે તો સમય છે.. હર્ષ, ઉલ્લાસ ની લાગણી ભર્યો.

finally ઘણું બધું સરખું થતું આવે છે. મનથી પણ અને મગજની પણ સાથે બધા ની પરિસ્થિતિ એકસરખી ન હોય, આપણા માટે અઘરું છે એ કદાચ બીજાના માટે સહેલું હોય, ને એ જ રીતે આપણા માટે જ સહેલું છે એ બીજા માટે અઘરું હોય. મેચ્યોરિટી બધાને હોય પણ રિએક્શન આપોઆપ જ આવત હોય, અને આ તહેવારો ઘણીવાર કપૂર નું કારણ બને છે દરેક તહેવારની પોતાની વાર્તા છે હકીકત છે.

જે લગભગ બધાને ખબર છે તો આજે આપણે એ વાત નહીં કરીએ, પણ જેટલું બને એટલું જીવનમાં તહેવારો ને માણીએ.. ઇતિહાસ ખબર હોવી જરૂરી છે, ઘરે કે આજુબાજુના બા અને દાદા હોય એમની પાસે નીરાતે બેસવા.. દરેક ઇતિહાસ ખબર પડી જશે એમને જરૂર જ એ હોય છે.. એમની પાસે કોઈ સાથે વાતો કરે અને આપણે એવું વિચારીએ કે શું વાત કરવી? તો, શરૂઆત તો કરો.. બા દાદા આપણા આ તહેવારોમાં કોઈપણ તહેવાર આવતા હોય તો એની પાછળ કારણ શું હશે? આટલું બોલી જુઓ પછી એમને સાંભળવાના... એ બધું જ ડિટેલમાં કેસે અને આવી જ paળો જીવનમાં મીઠાશ લઈ આવે છે અને ઘણો બધો નિસ્વાર્થ પ્રેમ ઘણીવાર કોઈ હકીકત પૂછવાની જોઈ છે. જવાબ આપો મળશે એમ નામ અને નિરાશ થઈ જશે, આવા એક તહેવાર માટેની કોઇ પણ તહેવાર માટે થાય અને દિવાળી એ તો આપણા માટે ખાસ છે કે ત્યાંથી આપણા નવા વર્ષની શરૂઆત થાય છે બધી જ નવી વાતો અને બધું જ કંઈક અલગ કરવાનું એક અદભૂત વાતાવરણ કદાચ ઘણી ખરી વાત તો રહી જાય છે જ્યારે તહેવાર આવેને ત્યારે આ લાગણીને પણ ક્યાંક ને ક્યાંક અલ્પવિરામ મળે છે, અને અલ્પવિરામ પછીનું શરૂ થતું વાક્ય એમાં કંઈક અલગ જ વાત હોય છે. બધાના જીવનમાં ઘણી બધી વાતો થતી હોય. ઘણી બધી એવી, પરિસ્થિતિ આવતી હોય કે જેમાં વ્યક્તિ ખૂબ ડિસ્ટર્બ પણ થયા હોય અથવા તો એને કોઈ એક જગ્યાએ પોતાના માટે પોતાના સમયની જરૂર હોય તો આ એ જ સમય છે કે જ્યાં વ્યક્તિને પોતાની સાથે સમય મળે છે અને જ્યારે એ બીજાના એના નજીકના કોઈ વ્યક્તિને મળે છે પછી એક પરિવાર ના હોય કે એના કોઈ મિત્ર હોય પણ અત્યારે જે મનની વાત થતી હોય એ એકમેકના એકદમ નજીકથી આવતી જતી હોય છે. એકદમ નજીકના જે વાઇબ હોય એવા એના અનુભવ થતા હોય અને મનની કોઇપણ વાત હોય એ સામેવાળાને કહેવાથી મન હળવું થાય છે confusion તો ઘણી વાર આવે છે પણ એના સોલ્યુશન આપણી આજુબાજુ છે વાત સાચી પણ અમુક સમયે વ્યક્તિ ની પરિસ્થિતિ અને વ્યક્તિનું મન ના મળે ને ત્યારે એ વ્યક્તિથી અમુક વસ્તુ નથી થતી એ હકીકત છે અને અમુકવાર મનની ઇચ્છા હોય પણ સંજોગો ના મળતા હોય સૌથી મહત્વનું એ છે કે તમે જે વ્યક્તિ ની નજીક રહો છો શું એ વ્યક્તિ તમારી નજીક છે કારણકે આપણા તહેવારો એટલા માટે છે કે આપણે એકબીજાની નજીક રહીએ બાકી તો તહેવારો વગર તો આપણે ક્યાંય પણ પાંચ મિનિટનો પણ વધારા નો ટાઈમ નથી મળતો પછી ક્યારેક અમુક છૂટી ગયેલા સંજોગો હોય સંબંધો હોય કે કોઈ પણ કડવાશ ફરી હોય એ કદાચ કોઈ પણ વાત હોય દરેક વાતો ભૂલીને ત્યારે મનથી છો ને કે નવી શરૂઆત કરવી છે બધું ભૂલી જવું છે અને સો ટકા પ્રામાણિકતાથી નિભાવવું છે ત્યારે એક દિવસ તમારા માટે એક દિવાળી સમાન ચેક નવા વર્ષમાં જ છે શરૂઆત કરવાનું એક ચોક્કસ સમયે એવું જરૂરી નથી બસ સંજોગો અને તમારા મનની ઈચ્છા મળવી જોઈએ બસ જે દિશામાં જઈ ને તે દિવસે આપણા માટે નવું વર્ષ છે, દિવાળી છે અને એક એવો અદભુત દિવસ છે એક એવો તહેવાર છે કે જ્યાંથી આપણી જિંદગી સરસ રીતે ચાલવાની છે.

- સ્નેહલ પંડયા