Mrugtrushna - 18 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 18

મૃગતૃષ્ણા - ભાગ 18

[ RECAP ]

( પાયલ દિવ્યા ને સાથે ટ્રીપ માં આવવા મનાવી લેઇ છે. બધાં ફ્રેન્ડ સાથે રિસોર્ટ જવા નીકળે છે. આદિત્ય અને આંખી ફેમીલી સાથે જમે છે. રૂહાંન દેવાંગી ને દિવ્યા નો ફોટો બતાવે છે. દેવાંગી દિવ્યા નો ફોટો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે. )

_________________________
NOW NEXT
_________________________
( રાત્રે 10 : 30 વાગે બધાં રિસોર્ટ માં પોહચી જાઈ છે. અને કાર માંથી ઉતરી ને પોતાનો સામાન લેઇ છે. )

રાજ : વાઉ..... ફેન્ટાસ્ટિક

રાધિકા : જોઈ મારી પસંદ...

દેવ : રીયલી બોવ જોરદાર વ્યું છે......

સાક્ષી : હજી.... અંદર તો ચાલો...પછી ખબર પડશે રિસોર્ટ એટલે શું...પણ રાધિકા બોવ સરસ જગ્યા છે.

આકાશ : પાયલ ક્યાં રઈ ગઈ...

દેવ : અરે એનો સામાન લેઇ છે ગાડી માંથી....
( પાયલ અને દિવ્યા ગાડી બંધ કરી ને બધાં જ્યાં હોઈ છે ત્યાં આવે છે. )

પાયલ : અરે ....વાહ...ક્યાં બાત હે. મજા કરવા દિયે.રાધિકા બોવ જ જોરદાર પ્લેસ છે .

રાધિકા : સારું હવે અંદર જઈએ...રૂમ બુકિંગ નું બિલ કોની પાસે છે?

રાજ : અરે ડોન્ટ વરી મારી પાસે જ છે.

રાધિકા : અરે આપડે 7 રૂમ બુક કરાવ્યા...પાયલ દિવ્યા નો રૂમ લઈ લઈએ હમણાં આપડે...

પાયલ : અરે ના...દી મારા રૂમ માં રેહસે...

આકાશ : ઓકે...પછી તો કોઈ પ્રોબ્લેમ નથી.

( બધાં સાથે મળી ને રિસોર્ટ માં અંદર જઈ ,બુકિંગ એરિયા પાસે જાઈ છે. આકાશ અને રાજ બધાં ના રૂમ ની ચાવી લેવા જાઈ છે. ત્યાં એક છોકરી હોઈ છે. )

રાજ : હેલ્લો મેમ.... આઇ એમ રાજ સક્સેના... આઇ હેવ બુકિંગ હિયર.... પ્લીઝ મને ચાવી આપો ને.

મેનેજર : સર.... વેન ડિડ યુ બુક રૂમ્સ??

રાજ : tomorrow night...

મેનેજર : mr.Raj right???

રાજ : યસ
( પાછળ દૂર સાક્ષી , અને રાધિકા ઊભા હોય છે. )

સાક્ષી : રાધિકા....જલ્દી જો..જલ્દી જો. આટલા પ્રેમ થી તને ક્યારે જોઈ રાજ એ...જો તો ખરા કેટલાં પ્રેમ થી વાત ચાલી રહી છે.

રાધિકા : શું કઈ પણ બોલે છે. ચાવી લેવા ગયો છે.

સાક્ષી : હા.. હા.. એ તો દેખાઈ રહ્યું છે 🤣

મેનેજર : સર.... યુ બુકડ 7 રૂમ્સ... ધીસ ઈઝ યોર કીઈસ..

આકાશ : થેન્ક્યુ સો મચ મેમ....

( આકાશ અને રાજ બધાં પાસે આવી બધાં ને પોતપોતાની ચાવી આપી દેઇ છે. )

રાધિકા : તો હવે... બાર જવું છે કે સુઈ જઈએ??

આકાશ : અરે ...અત્યારે કંઈ નઈ. કાલે સવારે બધું...આંખો દિવસ આજે ઓફિસ માં થાક્યા.. હવે તો સુઈ જવું છે મસ્ત...

પાયલ : હા... રિયલિ...સારું ચાલો જઈએ બધાં😄દી...ચાલો

( દિવ્યા અને પાયલ પોતાના રૂમ માં એન્ટર થાય છે. )

પાયલ : ઓહ માય ગોડ...દી...માઇન્ડ બ્લોવિંગ રૂમ છે...

દિવ્યા : હા...

પાયલ : સારું તો ફ્રેશ થઈ જઈએ...

_____________________

( રાજ અને રાધિકા રિસોર્ટ માં ગેલેરી પાસે ઊભા હોય છે. )

રાજ : રાધિકા....ખરેખર બોવ ફેન્ટાસ્ટિક પ્લેસ છે આ.

રાધિકા : થેન્ક્યુ....

રાજ : ઓકે...શું હું પણ કહીશ..

રાધિકા : શું....

રાજ : થેન્ક્યુ...અમારા સાથે આવવા માટે...

રાધિકા : ઓકે 😄મમ્મી ને બોવ મેહનત થી મનાવ્યા

રાજ : એ તો મને ખબર છે , 4 - 5 વખત તો એ હાથ જોડવે જ

રાધિકા : અરે ખરેખર.... બાય ધ વે...હા મારે એક કામ હતું...અનંત સર એ કીધું હતું ને તમને કે તમે બ્રાન્ચ ઓફિસ માં જઈ આવજો...તોહ જઈ આવ્યા..

રાજ : અરે...પછી એમને કહ્યું કે સોમવારે જ જઈ આવજે...

રાધિકા : ઓકે...ચાલો તો સુવા જઈએ...

રાજ : બિલકુલ...કેમ નઈ

રાધિકા : હું એવું કવ છું રાજ કે તમે તમારા રૂમ માં જાવ...અને હું મારા રૂમ માં જાવ છું.

રાજ : રાધિકા...મે રૂમ લીધો જ નથી...અહીંયા ગેલેરી માં ગોદડુ લઈ ને સુઈ જઈશ...

રાધિકા : હા...વાંધો નઈ... બ્લેકેટ મોકલાવું... જોતું હોય તો...

રાજ : અરે...ના..ના. હું શું

રાધિકા : રાજ ....હવે તમે જતાં રહો ચૂપ ચાપ...નકર..

આકાશ :🤣🤣🤣સારું..સારું જાવ છું. ગુડ નાઈટ. કોઈ કામ પડે તો મેસેજ કરજો બાય.

રાધિકા : બાય બાય..👋🏻👋🏻

_______________________________
( અનંત પોતાના રૂમ માં લેપટોપ પર કામ કરી રહ્યા હોય છે. અચાનક એને આદિત્ય ની વાત યાદ આવે છે. અનંત થોડી વાર વિચાર કરે છે. પછી કોઈ ને કોલ લગાવે છે અને તરત જ કોલ કટ કરી દેઇ છે. એ વ્યક્તિ કોઈ અજાણ્યું હોઈ છે.)

અનંત : સોરી....મારે તમને અત્યારે ડિસ્ટર્બ નથી કરવા...હું કાલે કોલ કરી ને વાત કરી લઈશ...પણ મારી આ સમસ્યા નો હલ તો તમારી પાસે જ છે.

_____________________

( દિવ્યા પોતાના ના ફોન માં જોવે છે ત્યાં પાયલ એમની સાથે વાત કરવા બેસી જાય છે. )

પાયલ : દી....હવે ગુડ ફીલ થાય છે તમને?

દિવ્યા : પાયલ... આઇ એમ ઓકે.. ડોન્ટ વરી...મારી ચિંતા નઈ કર...હું એક દમ ઓકે છું.

પાયલ : તો પછી આટલું શું કરવા રડતાં હતાં.શું થયું મને કહો ને.

દિવ્યા : પાયલ કાલે આદિત્ય એ મને ફોન પર કહ્યું કે એમના ફોન માં ચાર્જ નતું અને રાતે એ ફોન ઘરે ભૂલી ગયા. પણ મને એમની વાત માં એવું લાગ્યું કે કંઈક છુપાવા માટે એ જૂઠું બોલી રહ્યા છે મારી સામે...એમની વાત પર થી કાલે જ મને એવું લાગ્યું. પછી આજે સવારે અમે મળ્યા...પાયલ એ દિવસ તને જે આદિત્ય મળ્યા હતાં ને આજે સવારે એ પેલા કરતા એક દમ અલગ હતાં. મે હંમેશા એમના ચેહરા ઉપર એક શાંતિ અને વિશ્વાસ જોયો છે.પણ આજે આવી ને તરત એ એટલી બધી ફોર્માંલિટી કરવા લાગ્યા...મને એવું લાગ્યું કોઈ અંજાન માણસ મને મળી રહ્યું છે.

પાયલ : તો તમે એમને પૂછ્યું નઈ કે શું થયું?

દિવ્યા : પાયલ મે પૂછ્યું...એમને કહ્યું મને સમય આપો...હું હમણાં કોઈ વાત નઈ કરી શકું. મારી પાસે ખાલી આ જ કામ નથી. અને એવું કહી ને જતાં રહ્યા કે હું 2 -3 દિવસ માં સામે થી ફોન કરીશ મતલબ મને ઇનડાયરેક્ટલી એવું કહ્યું કે મને
2 -3 દિવસ કોલ નઈ કરતા ....

પાયલ : દી...એક વાત કવ...ટેન્શન માં આવી ને કંઈ પણ નઈ વિચારી લેતા...મને એ વાતની પાક્કી ખબર છે કે એ તમને બોવ લવ કરે છે. અને એ કંઈ કરી રહ્યા છે અથવા બોલી રહ્યા છે તો એના પાછળ કોઈક કારણ તો હસે...આદિત્ય તમારાં માટે હંમેશા પેહલા વિચારશે...એટલે ડોન્ટ વરી...એમને સમય જોઈએ છે તો આપો ને...

દિવ્યા : મે ક્યાં ના કીધું પાયલ....પણ મને એ પ્રોબ્લેમ છે કે આદિત્ય ને કોઈ પ્રોબ્લેમ છે પણ એ મને નથી કહી શકતા...અને આવું અજીબ બિહેવ કરે છે ને તો મને ડર લાગે છે.

પાયલ : દી...જોવો ફરી રડવા નું ચાલુ કર્યું તમે.
( પાયલ દિવ્યા ના આંખ માંથી આંસુ લૂછે છે. )

પાયલ : દી...એક વાત ક્યારે પણ નઈ ભૂલતા....આદિત્ય એ દિવ્યા ને પ્રેમ કરે છે અને હવે લાઈફ ટાઈમ દિવ્યા ને જ પ્રેમ કરશે...અરે આટલી મોટી કંપની છે એમની સો કામ નું ટેન્શન હોઈ...બીજી ફેમીલી ની વાતો પણ હોઈ...એવું પણ હોઈ ને કે એ તમને ટેન્શન આપવા ના માગતા હોય.

દિવ્યા : વાત શેર કરવા માં શું પ્રોબ્લેમ છે?

પાયલ : દી... માન્યું કે પ્રેમ છે પણ એક લેવલ થી એમની એક પર્સનલ લાઈફ પણ છે ને...બની શકે કે એ તમને વાત કહેવા માં ગભરાતા હોઈ યા ડરતા હોય...એટલે એમને સમય માંગ્યો હોઈ. દી...ચિંતા નઈ કરો... આઇ પ્રોમિસ..બધું સારું થશે. અને તમારાં આદિત્ય ફરી તમને કલાક કલાક પર મેસેજ કરશે 🤣🤣🤣🤣હવે તો સ્માઇલ આપો.. એક સ્માઈલ આદિત્ય જીજુ માટે😄😄

દિવ્યા : 🤣🤣ચાલો 11:30 થાય સુઈ જાવ

પાયલ : ઓકે બોસ....ગુડ નાઈટ

( પાયલ અને દિવ્યા પોતાના રૂમ માં સુઈ જાય છે. )

___________________________
( સવારે દેવાંગી એમના રૂમ માં ધનરાજ માટે ચા લઈ ને આવે છે. )

ધનરાજ : અરે વાહ....આજે કીધા વગર ચા...આવી સરપ્રાઈઝ આપવી તમારે...

દેવાંગી : ઓફિસ નથી જવું તમારે??

ધનરાજ : આજે સન્ડે છે મેડમ...અને આજ ના દિવસે હું ઓફિસ માં શું કરું...6 દિવસ ઓફિસ માં હું બોસ...7 માં દિવસે તમે મારા બોસ...બસ આવું જ ચાલે છે ધનરાજ ઓબરોય નું જીવન...
( દેવાંગી ફક્ત નાની સ્માઇલ આપે છે.ધનરાજ દેવાંગી નો હાથ પકડી ને કહે છે. )

ધનરાજ : દેવી...મને ખબર છે મારા થી નારાજ છો એટલે મારી સાથે કોઈ વાત કરવી હોઈ તો શેર કરી શકો છો.હું તમારો કે આદિત્ય નો દુશ્મન તો નથી જ કે તમે બંને હેરાન થતાં હોય અને મને ખુશી મળે...એવું તો નથી લાગતું ne તમને 🤣

દેવાંગી : દિવ્યા નો ફોટો જોયો મે કાલે...બોવ સરસ છે.

ધનરાજ : મને એ છોકરી થી કોઈ પણ પ્રોબ્લેમ નથી. બસ ખાલી હું અત્યારે આદિત્ય ના લગ્ન માટે રાજી નથી. બેશક છોકરી સરસ હસે.પણ આદિત્ય ના લવ મેરેજ હું નઈ કરાવું.અને એના માટે મારું એક કારણ છે. પછી ગમે એ મને મનાવે આ લગ્ન શક્ય નથી દેવાંગી...

દેવાંગી : લવ મેરેજ નઈ કરાઓ... સીરીયસલી

ધનરાજ : આવી રીતે મારી સાથે નઈ જોવો...મને ખબર છે તમારા મન માં થી હવે કંઈ વાત બાર આવશે.પણ દેવાંગી મારી એક સમજો...અને મને ગમશે કે તમે એમાં મારો સાથ આપો. મને 1- 2 વર્ષ આપો આપડે આદિત્ય માટે બીજી છોકરી શોધીશું...મને પણ આદિત્ય ની ચિંતા છે.

દેવાંગી : એક મિનિટ.. એક મિનિટ...રાજ તમે કેહવાં શું માંગો છો, પેહલા કહો છો તમને ફેમીલી સ્ટેટ્સ થી પ્રોબ્લેમ છે , પછી તમે કહો છો કે આદિત્ય ના લગ્ન શક્ય નથી, પછી કહો છો કે તમે એની માટે છોકરી શોધશો...મતલબ ખરેખર સાચી વાત એ છે કે તમને આદિત્ય ની પસંદ પર ભરોસો નથી તમને આ છોકરી પર ભરોસો નથી.

ધનરાજ : દેવાંગી મે એવું કંઇજ નથી કહ્યું...

દેવાંગી : તમારી વાત નો આ એક જ મતલબ છે. બસ ફેરવી ફેરવી ને તમારે આ વાત બંધ કરાવી છે. કારણ કે કદાચ મારા છોકરા ની પસંદ ના લીધે ધનરાજ ઓબરોય નું સ્ટેટસ નીચું પડી જશે. કારણ કે ધનરાજ ઓબરોય ને પોતાના છોકરા માટે કોઈ બોવ મોટા ઘર ની છોકરી જોઈએ છે જેની સાથે લગ્ન કરાવી તમારું સ્ટેટસ છે એના કરતાં પણ વધારે ઊંચું થઈ જાય.

( ધનરાજ સતત ગુસ્સા થી દેવાંગી તરફ થોડી વાર જોઈ રહ્યા હોય છે અને પછી એ પોતાની નજર પાછળ ખેચી લેઇ છે. )

ધનરાજ : હવે આ કોઈ જ વાત કરવા નો મતલબ નઈ રહ્યો....અને હા તમારે મારી સામે જ થાવું છે તો થાવ. પણ એક વાત યાદ રાખજો આ પ્રોબ્લેમ એક લેવલ થી આગળ વધ્યો ને પછી હું નઈ જોવ કે સામે દેવાંગી ઓબરોય છે કે આદિત્ય ઓબરોય..... મનમાની હોઈ પણ આટલી નઈ... એ છોકરા એ મને સવાલ કર્યો તો...મે ના જવાબ આપ્યો....હવે એ ના ને બદલવા નો ટ્રાય નઈ કરશો.અને હા... એ જે પણ છોકરી હોઈ , ગમે એટલી સારી હોઈ ,આદિત્ય સાથે એના લગ્ન નઈ થાય. તમે એને મારો જવાબ કહી દિધો આટલું જ હતું...પછી એમાં મારી સાથે લડવા નો પ્રશ્ન જ નથી આવતો...મારી ના છે એ ના.... જ છે. અને હું એ છોકરા નો બાપ છું...મે કંઇક એને કહ્યું છે તો માનવું પડશે....અને બીજી વાત દેવાંગી....મારું નામ લઈ ને વાત નઈ કરશો...મને નથી પસંદ.

( ધનરાજ સોફા પરથી ઉભા થઈ જાય છે. )


ધનરાજ : હું ઓફિસ જાવ છું.
( ધનરાજ પોતાના રૂમ માંથી બહાર જતા રહે છે. દેવાંગી ખરેખર ખૂબ દુખી થઈ ગયા હોઈ છે એટલે પોતાની આંખો બંધ કરી લેઇ છે. )
( રૂમ ની બીજી તરફ આદિત્ય હોઈ છે અને એમને બધી વાત સાંભળી લીધી હોય છે. એ તરત ઓફિસ માટે ઘરે થી નીકળી જાય છે. )


[ NEXT DAY ]

( રિસોર્ટ પર બધાં એન્જોય કરે છે. દિવ્યા આદિત્ય ને કોલ કરે છે પણ આદિત્ય કોલ નથી ઉઠાવતા , અનંત સંજય ના ઘરે જાઈ છે. બીજી તરફ ધનરાજ દુઃખી હોઈ છે આદિત્ય ની વાત ને લઇ ને. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️

Rate & Review

Geeta Patel

Geeta Patel 5 months ago

Vaishali

Vaishali 6 months ago

Hemal nisar

Hemal nisar 6 months ago

Hiral Zala

Hiral Zala Matrubharti Verified 7 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago