Mrugtrushna - 22 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 22

મૃગતૃષ્ણા - ભાગ 22

[ RECAP ]

( આદિત્ય દિવ્યા ને બધી વાત કહી દેઇ છે. અને ત્યાં થી જતાં રહે છે.દિવ્યા ના ગાયબ થવા થી પાયલ ને ચિંતા થાય છે.અનંત ઘરે આવી દેવાંગી અને ધનરાજ સાથે વાત કરે છે. )

___________________________
NOW NEXT
___________________________


( બધાં રિસોર્ટ થી પાછા ઘરે કર માં આવતા હોય છે અને અંતાક્ષરી રમતા હોય છે. દિવ્યા બારી પાસે પોતાનું માથું રાખી , આંખો બંધ કરી ને આદિત્ય ના વિચારો માં ખોવાઈ જાય છે. આદિત્ય સવારે 6 વાગે પોતાની ઓફિસ માં હોઈ છે અને દિવ્યા ને યાદ કરી રહ્યા હોઈ છે. પાયલ જાણી જોઈ ને એક સેડ સોંગ ચાલુ કરે છે. એને સમજાઈ જાય છે કે કંઇક તો થયું છે.)


__________________________
( 9 વાગે બધાં ઓફિસ ની મિટિંગ માં હાજર થઈ જાય છે અને અનંત મિટિંગ રૂમ માં એન્ટર થાય છે.અનંત રૂમ માં દરવાજા પાસે આવી રૂમ ના એન્ટરન્સ ને ને પગે લાગી અંદર આવે છે. આકાશ નવા પ્રોજેક્ટ નું PPT સ્ટાર્ટ કરે છે.અને પ્રોજેક્ટ ને ધીરે ધીરે સમજાવે છે. અનંત વચ્ચે થી આકાશ ને અટકાવે છે. )


અનંત : one minute.... આ PPT કોને બનાવ્યું ?

પાયલ : સર મે??

અનંત : મિટિંગ પછી રૂમ માં મળો મને.

પાયલ : ઓકે... સર.
( સંજય પાયલ ની સામે જોઈ રહ્યા હોય છે. અને પાયલ મન માં વિચારે છે : હવે શું બોલવાનું રહી ગયું છે એમને...PPT માં પણ વાંધો કાઢસે હવે આ...હે ભગવાન કયા જનમ નો બદલો લઈ રહ્યા છો. )

( આકાશ ના હોય પ્રેસેંટેશન પછી અનંત સ્પીચ આપે છે. )

અનંત : ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ...તમને બધાં ને ખબર જ છે કે આજ થી તમારો નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ રહ્યો છે.સો એના માટે બેસ્ટ ઓફ લક. એન્ડ સાથે સાથે અમુક પોઇન્ટ high લાઈટ કરવા છે એ હું કરીશ....સૌ થી પેહલા હું આકાશ અને રાધિકા તમને બંને ને આ પ્રોજેક્ટ ના લીડર બનાવું છું.
( બધાં કલેપ કરે છે. )
રાધિકા : થેનકયું સર.


અનંત : હવે થી આ પ્રોજેક્ટ ની કોઈ પણ વાત હસે એ ફક્ત તમારે બંને એ મારી સાથે ડિસ્કશ કરવાની રહેશે... અને હા...મને હજી આ પ્રોજેક્ટ માં થોડું ઇમ્પ્રુવમેંન્ટ જોઈએ છે.બિકોઝ પબ્લિક એ જ વસ્તુ ને વધારે સ્વીકારે છે જેમાં કંઇક નવું હોઈ...જેમાં કંઇક અલગ નિખરી ને આવે. અને આ ફક્ત નવું નઈ એના સાથે સાથે આપણ ને નવું શિખવા પણ મળે...નો ડાઉંટ તમારો આઈડિયા બોવ સરસ છે. પણ ટ્રાય સમથીંગ ન્યૂ સમથિંગ ડીફ્રેંન્ટ....અને પછી તમારો આઈડિયા ફાઇનલ થાય પછી આપડે આગળ ફોલો કરી શું...ઓકે..બેસ્ટ ઓફ લક..


આકાશ : થેનક્યું સર...
( અનંત મિનિટ રૂમ માંથી પોતાના રૂમ માં જતાં રહે છે. સંજય સર પાયલ ને કહે છે. )

સંજય : શું વિચારે છે ???

પાયલ : હજી આપને મને કંઈ વાત સંભળાવા ની બાકી છે. હવે PPT પણ નડ્યું મારું.


રાધિકા : પાયલ PPT બરાબર જ હતું ..એવું પણ હોઈ કે સર ને સારું લાગ્યું હોઈ..

પાયલ : વેરી બેડ જોક...

સંજય : જા...તો ખરા શું કેઈ છે આપડે જોઈએ ..

આકાશ : રાધિકા...આપને કંઇક વિચારી એ હવે...પછી ફાઇનલ આઈડિયા પણ આપવો પડશે ને સર ને...

રાધિકા : હા...એક કામ વધ્યું....

( બધાં પોતાના કામ માં લાગી જાઈ છે અને પાયલ અનંત ના રૂમ માં જાઈ છે. )

પાયલ : કમિંગ સર..

અનંત : યસ....હા..શો.. એ PPT તમે બનાવ્યું?

પાયલ : હા...કંઈ પ્રોબ્લેમ હોઈ તો હમણાં ચેન્જ કરી દઈએ..

અનંત : નઈ...નઈ ...ચેન્જ નથી કરવાનું...પણ એવા ને એવા બીજા PPT બનાવવા છે મારે...હું આકાશ ને ડિટેલ મેઈલ કરી દઈશ ....ઓકે...અને હા થોડું મન લગાવી ને PPT બનાવજો ગમે એટલો ટાઈમ લાગશે...વાંધો નઈ..


પાયલ : ઓકે...સર...

અનંત : now....go..

પાયલ : યસ... સર
( પાયલ અનંત ના રૂમ માંથી વિચાર તા વિચારતા બહાર આવે છે.અને નીચે પોતાના ટેબલ પાસે આવે છે. )

રાજ : શું કીધું?

પાયલ : મને ચિમતી કાટ..

રાજ : કેમ....

પાયલ : મને બોલ્યા નઈ એ....પણ બીજા એવા PPT બનાવવા કહ્યું...વિશ્વાસ નઈ થતો કે એવું કંઈ રીતે બની શકે કે મારું કોઈ કામ એમને ગમ્યું હોઈ...


( પાછળ થી સંજય સર આવે છે. )

સંજય : કારણ કે તારા માં બુદ્ધિ નથી....પાયલ મે કીધું ને તને...તું કંઈ સારું કરીશ તો અનંત ખુશ થશે.. એ તને શરૂઆત માં એક બે વખત બોલ્યો ને એટલે તને એવું લાગે છે. બાકી અનંત બોવ સારો છે.


દેવ : સર સાચું કેઈ છે પાયલ...અને જો એમ્પ્લોઇ લેટ આવે તો બોસ ની ફરજ છે કે એ બોલે...અને હક પણ છે.આપને સેલરી લઈએ છે તો ટાઈમ ટુ ટાઈમ આવવું પડે ને...


સંજય : સારું ચાલ હવે અનંત એ જે કામ આપ્યું છે એ કર...બીજું કંઈ ના કરીશ હમણાં ....ફટાફટ એ કામ પતાવી ને આપી દે...


( સંજય સર જતાં રહે છે.પાયલ હજી પણ પોતાના કમ્પ્યુટર ટેબલ પાસે બેસી ને વિચારે છે. )

પાયલ : નઈ...કોઈ તો ગડબડ છે...કારણ કે આટલી સારી રીતે આ માણસ મારી સાથે ક્યારે પણ વર્તન કરી જ ના શકે...કંઇક તો જોલ ચાલે છે એમના દિમાગ માં...PPT તો કોઈ પણ બનાવી શકે.એટલે આટલી નાની વસ્તુ એમને ગમવાનો સવાલ જ નઈ આવતો ....પાયલ PPT તો બહાનું છે વાત કંઇક અલગ છે.જેને હું જાણી ને તો રહીશ...


______________________________


( દિવ્યા રાત્રે ઘરે આવે છે. પાયલ રૂમ માં જ હોઈ છે. )

પાયલ : દી....બેસો અહીંયા..

દિવ્યા : પાયલ શું છે હવે તારે...

પાયલ : મને એક વાત કહો....આદિત્ય સાથે વાત થઈ કોઈ.

( દિવ્યા ગુસ્સે થઈ જાય છે અને મોટે થી બોલે છે. )

દિવ્યા : નથી ખબર મને કંઈ....જા એની પાસે થી જાણી આવ...શું જરૂર છે તારે બધું જાણવા ની..
( દિવ્યા રડતાં નીચે બેસી જાય છે. અને રડતાં રડતાં કહે છે.)

દિવ્યા : નઈ ખબર...મને કંઈ નથી ખબર...
( પાયલ દિવ્યા ને હગ કરી લેઇ છે. )

દિવ્યા : પાયલ....હું શું કરું...મને કંઈ નઈ સમજાતું....કંઇજ નઈ સમજાતું...

પાયલ : દી..મારી તરફ જોવો...શું થયું છે એ તો કહો...તો ખબર પડે આગળ શું કરવું.


દિવ્યા : આગળ કંઈજ નથી થવાનું ....બધું પતી ગયું પાયલ...બધું જ...
( પાયલ આશ્ચર્ય થી બોલે છે. )


પાયલ : પતી ગયું એટલે શું? એમને ટાઈમ માંગ્યો હતો ને...તો પછી પતી જવાની વાત ક્યાં આવી...


દિવ્યા : પાયલ કાલે આદિત્ય આવ્યા હતાં રિસોર્ટ પર...

( પાયલ આ વાત સાંભળી ચોંકી જાય છે.)

દિવ્યા : હા...એમના ડેડ એ અમારા લગ્ન માટે ના પાડી...

પાયલ : હા...તો એમાં શું છે... એ તો માની જાઈ...વાત કરીશું આપડે ઘર માં...તો પછી કાકા મનાવશે....

દિવ્યા : આદિત્ય...ને એ બધું નથી પસંદ... એ ક્યારે પણ એમના ડેડ સામે નથી બોલતા...એમના ડેડ જે કેઈ એ જ માને છે એ...

પાયલ : હા...તો માનવા ની વાત અલગ છે. પણ આ તો આખી લાઈફ નો પ્રશ્ન છે...અને નાના છોકરા થોડી છે કે પપ્પા સામે વાત ના થઈ શકે.


દિવ્યા : પાયલ આદિત્ય એ કહ્યું કે તમે તમારી લાઈફ માં આગળ વધો અને મુવ ઓન કરો.

પાયલ : મુવ ઓન એટલે શું....પ્રેમ છે તો ઘર માં વાત કરવાની હોઈ.મનાવા નું હોઈ...અને આવી રીતે મન ફાવે એમ રિલેશન થોડી રખાતા હસે. મને તો એ નઈ સમજાતું કે આટલું સમજદાર વ્યક્તિ આવી વાતો કરે છે.એક મિનિટ હું હમણાં એમને કોલ કરું છું.

( પાયલ દિવ્યા નો ફોન લઈ આદિત્ય ને કોલ કરવા જાઈ છે ત્યાં દિવ્યા પાયલ મે રોકી લેઇ છે. )

દિવ્યા : પાયલ નઈ...આ કોઈ મજાક નથી... ખરેખર બધું પતી ગયું. હવે હું આ વાત ને આગળ વધારવા નઈ માંગતી...પ્લીઝ ભૂલી જા આ વાત ને.


પાયલ : દી....ભૂલી જાવ એટલે શું.કોઈ છોકરી ને તમે સપના બતાવો છો , સાથે રેહવા નું પ્રોમિસ કરો છો પછી આવી રીતે મૂકી ને ચાલ્યા જાવ એવું થોડી હોઈ...નાના છોકરા ને પણ આટલી તો સમજ હોઈ...અને હા...એમના ડેડ એ તમને જોયા નથી તમને મળ્યા નથી પછી શેનું રીજેકશન...


દિવ્યા : પાયલ હું આદિત્ય ને હવે હેરાન કરવા નઈ માંગતી... એ એમ પણ દુઃખી છે...મારે હવે કંઈ નથી કરવું...


પાયલ : એ દુઃખી છે તો તમે નથી દુઃખી... અને એક વાત કહો મને...એમને ખાલી એમના ડેડ ને એ સવાલ તો કરવો જોઈએ કેમ રિજેક્ટ કરો છો.દી...માનું છું વ્યક્તિ સારો છે પણ મને એમના થી આ ઉમીદ તો બિલકુલ પણ નતી. મન ફાવે ત્યારે લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દેવા નું અને પછી પપ્પા ના પાડે એટલે છોડી ને જતાં રહો એવું થોડી ચાલે...


દિવ્યા : પાયલ....આ બધાં સવાલ નો કોઈ મતલબ નથી.મારા પૂછવા પણ નથી કોઈ ને...હું જાણું છું એ મને પ્રેમ કરે છે મારા માટે આટલું બોવ છે.

પાયલ : અરે કોઈ મજાક નથી આ....તમારી લાઈફ નો સવાલ છે.પ્રેમ કરો છો તો બોલો ને બંને...પપ્પા ના કહી દેઇ એટલે પૂરું કરી નાખો એવું થોડી ચાલે.અને આટલું જ પપ્પા નું મહત્વ હોય તો ત્યારે એમને તમને પ્રેમ કર્યો ત્યારે પૂછ્યું એમને પપ્પા ને કે પપ્પા પ્રેમ કરું કે નઈ...પછી જ્યારે તમને લગ્ન માત્ર પ્રપોઝ કર્યા ત્યારે પપ્પા ક્યાં ગયા હતા...અને હવે લગ્ન ની વાત આવી તો પપ્પા એ ના પાડી દીધી. દી...આ બધાં નખરા છે.


દિવ્યા : પાયલ તું સમજે છે એવું નથી...હું જાણું છું આદિ ને.... એ બસ પોતાના મોમ ડેડ ને બોવ પ્રેમ કરે છે એટલે એમને એમના ડેડ માટે ના કીધી...અને મને કોઈ પ્રોબ્લેમ નથી એમના નિર્ણય થી...હું ખુશ છું કે એ એમના પરિવાર માટે આટલું વિચારે છે.


પાયલ : પરિવાર માટે આટલું વિચારે છે.તો એક વાર એમને તમારા માટે ના વિચાર્યું...એક પણ વાર એવું ના વિચાર્યું કે આને છોડી દઈશ તો આની હાલત શું થશે.દી... બોલવા વાળા બધાં બોવ છે દુનિયા માં...બસ નિભાવવા વાળા બોવ ઓછાં છે.મને લાગ્યું તું આદિત્ય બોવ સમજદાર વ્યક્તિ છે પણ એ વ્યક્તિ એ કંઈ પણ વિચાર્યા વગર એના પ્રેમ ને તરછોડી દીધો એ મારા માનવા માં નથી આવતું. વિશ્વાસ થોડી નાખ્યો એમને.


દિવ્યા : નઈ તોડ્યો...મને હજી એમના પર વિશ્વાસ છે...અને હંમેશા રહેશે...હું જાણું છું એ માણસ મને કેટલો પ્રેમ કરે છે.હું જાણું છું એમને મને કેમ પોતાના થી દુર કરી.પાયલ તું કહે છે ને કે આદિત્ય મતલબી છે.પણ એવું નથી.. એ જાણતા હતા કે લગ્ન ની ના પડશે તો પણ હું એમનો સાથ નઈ છોડું અને એમના ડેડ ક્યારે પણ હા નઈ પાડે. મારા ભવિષ્ય માટે એમને મને છોડી.હું મારી લાઈફ માં આગળ વધુ એટલે પોતાને મારા થી દુર કરી લીધા...


પાયલ : પણ શું એના થી તમે બંને ખુશ રેહવાના છો?? જે વાત થી કોઈ ખુશ નથી એ નિર્ણય લેવાનો શું ફાયદો...

દિવ્યા : પાયલ...પ્લીઝ. મને કોઈ પ્રોબ્લેમ નથી. આદિત્ય એ જે પણ નક્કી કર્યું એ બરાબર છે. મને કોઈ વાંધો નથી એટલે તું પણ સુઈ જા અને મને પણ સુવા દે...


( દિવ્યા પાયલ ના હાથ માંથી એનો ફોન લઈ લેઇ છે અને બેડ પર જાઈ સુઈ જાઈ છે. પાયલ પણ પોતાની સાઇડ જઈ સુઈ જાઈ છે. અને સૂતા સૂતા વિચારે છે. )


પાયલ : નઈ દી...હું જાણું છું તમે ખુશ નથી..અને તમારી આ હાલત હું નઈ જોવ...પછી ભલે મારે કોઈ ની પણ સાથે લડવું પડે. આ રીતે તો હું તમને હેરાન નઈ થવા દવ.આદિત્ય ને તમે પ્રેમ કરો છો તો લગ્ન પણ એની સાથે જ થશે....


________________________________


( સવારે વહેલા પાયલ ઉઠી ને દિવ્યા નો ફોન લઈ એમાં થી આદિત્ય નો નંબર લઇ લેઇ છે. )
( આદિત્ય સવારે વેલા ઓફિસ જવા માટે રેડી થાય છે અને નીચે નાસ્તો કરવા માટે આવે છે. અનંત ત્યાં જ હોઈ છે. દેવાંગી નાસ્તો લઈ ને આવે છે. )

અનંત : આદિત્ય...ઓફિસ માં કેવું ચાલે છે કામ...

આદિત્ય : ચાલે છે એની રીતે....બધું બરાબર જ છે.એકચ્યુલી આ વિક માં વધારે મિટિંગ છે એટલે હમણાં થોડો જલ્દી જાવ છું.


અનંત : સારું... પણ કાર ધીમે ચલાવજે..🤣

દેવાંગી : આદિ...ચા આપું...

આદિત્ય : નઈ મમ્મી ચાલશે...😊

( આદિત્ય નાસ્તો કરી મે ત્યાં થી નીકળી જાય છે. )

દેવાંગી : શું જોવે છે?

અનંત : ઓબરોય નું ભવિષ્ય🤣

દેવાંગી : અનંત...મજાક ઉડાવે છે મારા આદિ નો.

અનંત : નઈ...વિચારું છું શું થઈ શકે આના થી અઘરું ....મને આને જોઈ ને ખરેખર દયા આવે છે. બોલી નઈ સકતો કંઈ પણ.

દેવાંગી : એ જ પ્રોબ્લેમ છે...હવે આ સમયે તો બોલવું જોઈએ ને...

અનંત : પણ સારું છે જિદ્દી નથી...

દેવાંગી : એટલે જ બંને ભાઈ ઓ ખુશ થાવ છો. ખબર છે મારો છોકરો સીધો છે.

અનંત : ભાભી કોના માટે આટલું કરીએ છે અને...એની ખુશી માટે તો કરીએ છે. અને સાચું કવ તો કોઈ જરૂર જ નથી હમણાં લગ્ન કરવાની.

દેવાંગી : તું તો રેવા જ દે...પોતે તો કરવા નથી ....એક કામ તું કરી લે લગ્ન.

અનંત : ભાભી મારો ઓફિસ નો ટાઇમ થયો હું રેડી થઈ ને નીકળું હા...

દેવાંગી : જો..જો..જો...લગ્ન ના નામ થી તોહ ભાગવું છે.

અનંત :🤣🤣 હા તો શું કરું...થાકી ગયો છું આ લગ્ન ના નામ થી જ. કોઈ લગ્ન થયાં એટલે દુઃખી છે. કોઈ લગ્ન નથી થતાં એટલે દુઃખી છે અને કોઈ લગ્ન નથી કરવા એટલે દુઃખી છે.


દેવાંગી : એક મિનિટ આ લગ્ન થયા અને દુઃખી છે એ કોણ છે એ કેહ તો મને.


અનંત : 🤣 એ હવે સમજદાર લોકો સમજી જશે. તો ચાલો હું જવ. અને હા તમારે લગ્ન થયા પછી નું દુઃખ જોવું હોઈ તો જતાં તમારા રૂમ માં આતો માર્યાવજો.


દેવાંગી : અનંત.....🙄🙄

અનંત : 🤣સારું...હવે હું જાવ..કામ છે મારે..

દેવાંગી : હા..હું રૂમ માં જાવ છું રેડી થઈ ને જા..અને શાંતિ થી જા.

અનંત : હા...

___________________________


[ NEXT EPISODE ]


( પાયલ આદિત્ય ને કોલ કરે છે અને ફોન રૂહાંન ઉઠાવે છે. રૂહાંન ને પાયલ થી જાણવા મળે છે કે આદિત્ય એ દિવ્યા સાથે બ્રેક અપ કર્યું છે. સંજય અનંત સામે પાયલ ની તારીફ કરે છે ત્યારે અનંત એમની ગલત ફેહમી દૂર કરે છે. ધનરાજ ઘરે આવે છે ત્યારે દેવાંગી એમને નથી દેખાતાં એટલે એ થોડાં ટેન્શન માં આવી જાય છે.)


BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા✍️

Rate & Review

Vaishali

Vaishali 6 months ago

Meeta

Meeta 7 months ago

Nirali

Nirali 7 months ago

Hiral Zala

Hiral Zala Matrubharti Verified 7 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago