HAM CHHOD CHALE HAI MAHEFILKO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૩૭

હાસ્ય લહરી - ૩૭

      

હમ છોડ ચલે હૈ મહેફિલકો..!

' ટેકનોલોજી ' એટલી આગળ વધી ગઈ કે, સસલા કરતાં કાચબું આગળ નીકળી ગયું. કહો કે, પાટલુન કરતાં ખમીશ બેફામ બની ગયું..! ઓન લાઈન વાઈફ પણ મળવા માંડી, કોઈ વાતે આશ્ચર્યને અવકાશ જ નથી રહ્યો.! સબર કરો, આગે આગે દેખતા રહો, હોતા હૈ કયા..? બરમુડો બેઠો હોય બ્રિટનમાં, ને ફટાકડો રિમોટથી આંગણામાં ફોડે તો, ફાફડા જેવું મોંઢું ફાડી નવાઈ નહિ પામવાનું. એવો ઝંડો તો કાઢવો જ નહિ કે, ફલાણાએ ફલાણી બાબતમાં બોમ્બ ફોડ્યો..! ખોટાં ગલોફાં નહિ ફૂલાવવાના. ટેકનોલોજી ગમે એટલી ઉંચાઈએ જાય, અસંતોષ તો રહે જ..! જેનું સ્વચ્છંદી મન કાળી ચૌદશમાં પણ કકળાટ નહિ મુકે, એનું સમારકામ ટેકનોલોજી તો ઠીક, નવી સંવત પણ નહિ કરી શકે..! ફેંકોલોજી આગળ ટેકનોલોજી વિધવા બની જાય. એવાં માનસધારીનું તમે કંઈ જ ઉખાડી નહિ શકો. ધરતી ઉપર જનમ મળ્યાનો આનંદ વ્યકત કરવા કરતાં, એવાં કાનખજૂરા એમ કહે કે, ' આ તો ભગવાને સ્ટોક ક્લીયરન્સ કર્યો એમાં, લોટસમાં આવી પડ્યાં..! હરામ બરાબર જો ધરતી ઉપર આવ્યા પછી શું કરવાનું એ માટે એકેય ઇન્દ્રિય કામ કરતી હોય તો..? બસ ખાઓ પીઓ ને જલશા કરો, વાર્તા પૂરી ..! મને કહે, 'રમેશીયા..! જન્મીને સત્કર્મો કરી સ્વર્ગમાં જ જવાનું હોય તો, ધરતી ઉપર ધકેલવાનું કામ? સ્વર્ગમાં જવા માટે જ આંટો લગાવવાનો હોય તો, ભગવાને પાર્સલને ધરતી ઊપર મોકલવાનું કંઈ કામ હતું..? સીધી સ્વર્ગની જ ફ્લાઈટ પકડાવી દીધી હોત તો..? પાપ-પૂણ્યના લફરાં અને વિધિ-વિધાનવાળાં ચકરડાં તો છૂટી જાત..!
એક વાત છે, ચીજ મફતમાં મળે, ત્યારે એની કદર ઓછી થાય. ચમનિયાને જિંદગીની કિંમત સમઝાય નહિ. અને એણે એક દિવસ વિદ્રોહ કર્યો કે, ' આ સંસાર અસાર છે. મારે સાધુ થવું છે. " ને મુહરત કઢાવી, કરાવી દીધો એણે ટકો-મુંડો..! ઘરવાળીને કહી દીધું, " મુઝે ભિક્ષા દેદો મૈયા.! " ઘરવાળી કહે, ' ભીક્ષામે તુઝે ક્યાં દૂ મેરે છોટે છોટે બચ્ચેકા બાપ.! યે ગેસકા બીલ લે જા, લાઈટકા બીલ લે જા, ટેલીફોનકા બીલ લે જા, ધોબીકા બીલ લે જા, સબ ટેક્ષકા બીલ જા.! ત્યાં તો ચમનીયો ભડક્યો. ' યે તું કયા બક રહી હૈ મૈયા, મેં તો સાધુ હૂં..! મુઝસે ગેસ-લાઈટ ઔર ટેલીફોનકા બીલ અબ અસર નહિ કરતા. મૈ તો હિમાલય જા રહું હું અમ્મા..! ' સાણસીનું અમોઘ શસ્ત્ર જેવું ચંચીએ જેવું બતાવ્યું કે, ટકા-મુંડા સાથે બીલ લીધા વગર ચમનીયો હિમાલયની દિશામાં ભાગ્યો..!
લોકોએ બિચારીને સમઝાવી કે, સીધી રીતે જો કુતરું જતું હોય તો, જવા દેવાનું. એને પીંડી નહિ બતાવાય. જેની માયા જ સંસાર ઉપરથી ઉઠી ગઈ હોય એની આગળ પાછો વળી જા ના બરાડા નહિ પડાય..! એને સાધુ જ થવું છે તો થવા દો. વચ્ચે માયાનું લંગર નહિ નાંખો. તથાસ્તુ બોલી દો..! સવારનો ભૂલેલો, પાછો સાંઝે ઘરે આવવાનો જ છે, એવો વિશ્વાસ રાખો..! મરઘાને કોણ કહેવા જાય છે કે, પ્તુંરભાતિયું થઇ ગયું, તું કૂકરેકુક કર..! છતાં કરે જ છે ને..? ચમનિયાને પણ ' કુક રે કુક ' કરવાની ઉપડી છે, તો ઉપડવા દો. એનો એ અધિકાર છે, લેટ હીમ ડુ..! કેટલાંક એવાં પણ હોય, વાળેલાં નહિ વળે, પણ હારેલા વળે.! પાર્સલ વહેલું મોડું ' રીટર્ન ' થવાનું જ છે. એને ખબર નથી કે, સાધુ થવા પહેલાં તો માણસ થવું પડે. માણસ થવાના ઠેકાણા નહિ, અને સીધો સાધુ થવા નીકળ્યો..! એના કપાળમાં કાંદા ફોડું. ભલે નીકળ્યો, બહુ ડમરુ નહિ વગાડવાનું..! જેને માણસ થતાં ના આવડ્યું એ સાધુ થઈને શું મેગી ઉકાળવાનો.? ટકો-મૂંડો કરવાથી કે, દાઢીનું વાવેતર કરવાથી સાધુ થવાતું હશે..? અલ્યા, સાધુ સમાજની પણ કોઈ ઈજ્જત હોય.! એમાં કંઈ એવું થોડું આવે કે, ચાલ ટ્રેન ચૂકી ગયાં તો બસ પકડીએ, ને બસ ચૂકી ગયાં તો રીક્ષા પકડીને આગળ વધીએ..! સાધુ થવું એ કોઈ, ઇન્સ્ટન્ટ મેગીનાં ખેલ નથી. સારા ગુરુનો ટાવર પણ પકડાવો જોઈએ. વાત કરે છે..? ગુરુ કંઈ મોલમાં મળે છે કે, થેલીમાં નાંખીને ઘરે લઇ અવાય..! સાચો ગુરુ મળ્યો તો મળ્યો, કોઈ ગુરુ ઘંટાલ મળી ગયો તો બાવાના બેઉ બગડે. આજકાલ તો ' ગુરુ ' મા પણ મંદી છે દાદૂ ! માણસોની હકડેઠઠ ભીડમાં, આજે એક સારો સાચો માણસ નથી મળતો, સારો ગુરુ ક્મયાંથી ળવાનો..? એક જ રસ્કેતો કે, આપણા ગુરુ આપણે જ થવાનું, ને ભગવા પહેરી ચીપીયો ખખડાવી લેવાનો..! ટેન્શન જ નહિ.....!!
કહેવાય છે કે, ગુરુને શોધવા જંગલ ખુંદવા પડે ને ગુફાઓ ખૂંદવી પડે. પણ ગુરુઓ એટલા દયાવાન છે કે, હવે ભક્તોને તકલીફ આપતા નથી. શહેરના ચાર રસ્તે પણ મુલાકાત માંગો તો મળી જાય. જો કે જંગલ આજકાલ છે ક્યાં..? માત્ર નકશામાં, બાકી ન-કશામાં..! એક હિમાલય કે ગીરનાર જેવાં ડુંગરાઓ એવું પ્રોડક્શન સેન્ટર છે કે, જ્યાં જથ્થાબંધ ગુરુઓ મળી આવે. અને તે પણ જેવાં જોઈએ તેવાં, અને જેટલાં જોઈએ તેટલાં..! પણ ત્યાં જવું પડે. એના માટે પેપરમાં જાહેરાત નહી અપાય કે, " જોઈએ છે, જોઈએ છે, સંસારથી કંટાળેલા અને પરિવારથી ફેંકાયેલા, બિલકુલ સાધુનાં દેખાવવાળા દુખી આત્માને તાત્કાલિક ગુરુ જોઈએ છે. લાયકાત કોઈપણ ચાલશે.લાયક હોવો જરૂરી છે. તેથી નાલાયક ગુરુએ તસ્દી લેવી નહિ..! '' જે માણસ મહોલ્લામાં સખણો ના રહ્યો હોય, એવાં બરમૂડા સાધુ થઈને નીકળે તો શું થાય..? જેને કેળાની છાલ વગર ગમે ત્યાં લપસવાની આદત હોય, એ હિમાલય કે ગિરનારમા પણ સખણો નહિ રહે..! પણ, કહેવાય છે ને કે, સારૂ લાકડું ક્યારેય સ્મશાને જતું નથી. એમ આ લોકો હિમાલય શુધી જાય તો પણ સાધુ તો ના જ થાય, હિમમાનવ પણ નહિ થાય..! જો બકા..સંકલ્પ પત્ર ભરવાથી કોઈના સંકલ્પ પુરા નહિ થાય, સંકલ્ણપ સાથે સાચી સાધના ને આરાધના જોઈએ. નહિ તો દુર્દુલભભાઈ પણ દુષ્ર્લયંત થઇ જાય. ભલે ને લલકારીને ગાતાં હોય કે, ' હમ છોડ ચલે હૈ મહેફિલકો, જબ યાદ આયે તો મત રોના ' એ બધાં ફેસાદા સમઝવાના બકા.! એ મહેફિલ પાછી ક્યારે ઝામે, એનું કંઈ નક્કી નહિ....!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ 

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 10 months ago

shivang damaniya

shivang damaniya 11 months ago

વાહ! તમારા હાસ્ય લેખો વાંચવાની મજા આવે છે.

Ramesh Champaneri

Ramesh Champaneri Matrubharti Verified 11 months ago

Hetal

Hetal 11 months ago