Gokul to Mathura books and stories free download online pdf in Gujarati

ગોકુળ થી મથુરા

મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવન
ધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધન
રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર
નંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરા

શ્રીકૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) (English: Krishna) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે (શ્રીમદ્ ભાગવતમ્માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય (જેમકે ભગવદ્ ગીતામાં). ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.
કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.આમાં કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરુ (અર્જુનના સંદર્ભમાં) તરીકેની વાતોનો સમાવેશ કરી શકાય.

ભગવાન જ્યારે ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે પોતાની માતાને કહે છે હે મા! તેં મને એક દિવસ દોરીથી બાંધ્યો હતો તે પ્રસંગ હું ક્યારેય પણ ભૂલીશ નહીં. તારા એ પ્રેમનો હું ઋણી છું. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણની અનેક લીલાઓનું ગાન મહર્ષિ વેદવ્યાસે કર્યું છે. શ્રીકૃષ્ણની સર્વ લીલાઓમાં મથુરા અને ગોકુળની લીલા કૃષ્ણભક્તોને ખૂબ જ ગમે છે. કૃષ્ણકથામાંથી કદાચ ગોકુળ અને મથુરાની લીલા બાદ કરીએ તો કૃષ્ણકથા રસ વગરની, પ્રેમ વગરની, માધુર્ય વગરની બની જાય. ભગવાને પોતાના સુખ ખાતર ગોકુળલીલા કરી છે. સૂરદાસજી કહે છે. ‘ગોકુળ જનમ લીયો સુખ કારન સબકે માખન ખાઉં સબકે ઘર ઘર જાઉં.’ શ્રીકૃષ્ણ ગોપીઓને મનોમન કહે છે, ‘ગોપીઓ! સાચું કહું, મારા વૈકુંઠમાં છપ્પનભોગ આરોગું છું. પરંતુ તેના કરતાં મને માખણ ખાવામાં અનેક ગણો આનંદ આવે છે.’ શ્રીકૃષ્ણ યશોદાને પણ કહે છે. મારા વૈકુંઠમાં હું સર્વોપરી છું. હું ચૌદ બ્રહ્નાંડનો માલિક છું. કાળ પણ મારાથી થર થર કાંપે છે. પરંતુ મને સોટી મારનારી મા મારા વૈકુંઠમાં નથી માટે હું તારો પુત્ર બન્યો છું. શ્રીકૃષ્ણની બાળલીલાઓથી ભક્તોને આનંદ આવે છે. શ્રીકૃષ્ણ મથુરાના કારાગારમાં જન્મ્યા ત્યાર બાદ મેઘલી રાતમાં યમુના પાર કરીને ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોકુળલીલા : યોગમાયાના લીધે કૃષ્ણ પ્રાગટ્યની ખબર કોઇને પણ પડી નહીં સવાર પડતાંની સાથે સૌને ખબર પડી કે યશોદાને પુત્ર જન્મ્યો છે. ગોપ-ગોપીનાં ટોળેટોળાં ઊમટયાં એકબીજાને વધાઇ આપવા લાગ્યાં. ‘નંદ ઘેર આનંદ ભયો જૈ કનૈયા લાલ કી, જશોદા કો લાલો ભયો જૈ કનૈયા લાલ કી’ નંદ ઉત્સવ થયો. દેવો પણ વૈકુંઠ છોડીને નંદજીના આંગણામાં વધાઇ આપવા પધાર્યા છે. જશોદા મૈયાએ લાલને સોનાના પારણામાં ઝુલાવ્યા. ‘યશોદા’ હરિપાલને ઝુલાવે ‘ગોપીઓ લાલા માટે રમકડાં, વસ્ત્રો, માખણ, મિસરી લાવીને ચરણમાં ધરે છે. યશોદા પણ હાલરડાં ગાઇને હરિને સુવડાવે છે.’ બહુ ભાગની જસુમતી ઝુલાવતી ગાવતિ ચરિત્ર ઉદાર. યશોદાજીએ પોતાના આંગણામાં ઉત્સવ કર્યો. સૌને આમંત્રણ આપ્યું પરંતુ બાલકૃષ્ણને ખૂણામાં ગાડાની નીચે હીંચકો બાંધીને પોઢાડ્યા. પ્રભુએ વિચાર કર્યો મારી માતા મને જ ભૂલી ગઇ સંસારની વાતોમાં લાગી આમ વિચાર કરીને બાલકૃષ્ણે ગાડાને લાત મારી ઊંધું કરી નાખ્યું. ઉત્સવમાં શ્રીહરિને સાથે રાખો. વસુદેવજી દ્વારા કુલાચાર્ય (ગોરમહારાજ) ગગૉચાર્યજીને ગોકુળ મોકલવામાં આવ્યા. કંસને ખબર ન પડે તેવી રીતે શ્રીકૃષ્ણ અને બલરામની ‘નામકરણ’ વિધિ કરવામાં આવી. શ્રીકૃષ્ણનું રાશિ પ્રમાણે નામ ‘શ્રીમાન વાસુદેવ’ છે. પરંતુ શરીરનો રંગ શ્યામ હોવાથી કૃષ્ણ કહેવાયા. બાલકૃષ્ણને ગોકુળની રજ ખૂબ જ પ્રિય હતી માટે મૂઠો ભરીને આરોગતા બલરામજીએ માતાને ફરિયાદ કરી મા, મા શ્રીકૃષ્ણ માટી ખાય છે. માતાએ કાન પકડ્યોઅને કહ્યું તું સાચો હોય તો મુખ ખોલીને બતાવ. બાલકૃષ્ણે મુખમાં માતાને ચૌદ બ્રહ્નાંડના દર્શન કરાવ્યાં. રામાવતારમાં શ્રીરામ જ્યારે ચૌદ વરસ વનવાસ ગયા ત્યારે વાનરોએ તેમની સેવા કરી હતી માટે તેનું ઋણ ચૂકવવા બાળકૃષ્ણ સર્વ વાનરોને પોતાના ઘરમાં બોલાવીને પોતાના હાથે માખણ ખવડાવતાં યશોદાજીને ગુસ્સો આવ્યો અને બાલકૃષ્ણને દોરીથી બાંધી દીધા. પેટ પર દોરીના સોળ ઊપસી આવ્યા ભગવાન જ્યારે ગોકુળ છોડીને મથુરા જાય છે, ત્યારે પોતાની માતાને કહે છે હે મા! તે મને એક દિવસ દોરીથી બાંધ્યો હતો તે પ્રસંગ હું ક્યારેય પણ ભૂલીશ નહીં. તારા એ પ્રેમનો હું ઋણી છું.’ મથુરા ગમન : કંસ કપટ કરીને કૃષ્ણને મારવા માટે ધનુષ્ય યજ્ઞનું આમંત્રણ મોકલે છે. અક્રુરજી આમંત્રણ લઇને મથુરાથી વ્રજમાં પધારે છે. શ્રીકૃષ્ણ અક્રુરજીને ‘કાકા’ કહીને સંબોધન કરે છે. અક્રુરજી રડવા લાગે છે. હે પ્રભુ! હું તમારો કાકો નથી પરંતુ તમે ચૌદ બ્રહ્નાંડના પિતા છો. તમે મારા પગમાં પડીને મને પાપમાં નાખો છો. શ્રીકૃષ્ણ મથુરામાં પ્રવેશ કરતાં પહેલાં અક્રૂરજીને ‘વિશ્વરૂપ’નાં દર્શન કરાવે છે. રસ્તામાં કંસ માટે સોનાના વાડકામાં ચંદન લઇને જતી ‘કુબજા’ મળે છે. શ્રીકૃષ્ણ સુંદરી કહીને બોલાવે છે. કુબજા રડતી રડતી ભગવાનને કહે છે. હે પ્રભુ! મારી મશ્કરી ન કરો. હું તો આઠે અંગે વાંકી વળેલી ‘કુબડી’ છું. કુબજા ભગવાનની પરમ ભક્ત હોવાથી ભગવાનને ચંદનનો લેપ કરે છે. પ્રભુએ કુબજાના પગના પંજા ઉપર પોતાના ચરણ મૂક્યા અને માથું પકડીને ઊંચી કરી સવાઁગે સુંદર બનાવી. જેલમાં રહેલી દેવકીની સેવા કુબજા કરતી હતી માટે ભગવાને સેવાનું ફળ આપ્યું. આગળ જતાં શિવ ધનુષ્યનો ભંગ કર્યો. કંસના સૈનિકોને માર્યા. કંસ દ્વારા તૈયાર કરાયેલા કુવલયાપીડ નામના હાથીને માર્યો. લોહી ખરડાયેલા શરીરે અખાડામાં પ્રવેશ કર્યો. ચાણુર અને મુષ્ટિકને માર્યા. છલાંગ મારીને સમડી જેમ સાપને પકડે તેવી રીતે કંસને પકડીને માર્યો. માતા-પિતાને કારાગારમાંથી મુક્ત કર્યા. વસુદેવજીએ ભગવાનને યજ્ઞોપવીત સંસ્કાર આપ્યા ત્યારબાદ કંસના પિતા ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડી ‘સાંદીપનિ’ ઋષિના ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. જન્માષ્ટમીના પાવન પર્વે પ્રભુની લીલાઓનું સ્મરણ કરીએ અને કૃતાર્થ બનીએ. શ્રીકૃષ્ણ શરણં મમ!

મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવન
ધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધન
રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર
નંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરા