mysterious bungalow in Gujarati Horror Stories by Kinjal Sonachhatra books and stories PDF | રહસ્યમય બંગલો

રહસ્યમય બંગલો

એ રાત્રે મીતા અને મયુર એ જ રૂમ માં હતા જ્યાં રમેશ પહેલા થી રહેતો હતો પણ રમેશ એ તેનો રૂમ જ તેને રહેવા માટે આપ્યો આખા દશ રૂમ ના બંગલા માં થી.

અને કહેલું રાત ના ગમે તે અવાજ આવે તમે બહાર ના નીકળતા.

મીતા અને મયુર સુતા ને થોડી વાર માં જાંજરી નો અવાજ આવ્યો. મીતા ની ઊંઘ ઉડતા જ અવાજ ઓછો થઇ ગયો.

મીતા ફરી સુઈ ગઈ. થોડીવાર માં એક બાળક નો રડવા નો અવાજ સંભળાયો. મીતા ફરી ઊંઘ માં થી જાગી અને ડરવા લાગી. કારણ કે તેની જાણ પ્રમાણે બંગલા માં માત્ર ત્રણ વ્યક્તિ જ હતા. મીતા, મયુર અને રમેશ. રમેશ તે બંગલા નો રખેવાળ હતો. મીતા અને મયુર ત્યાં ફરવા આવેલા અને એકપણ હોટેલ માં રહેવા માટે જગ્યા ના મળતા રમેશ એ એક રાત માટે જગ્યા કરી આપી.

ફરી અવાજ ઓછો થવા થી મીતા ડરતા ડરતા મયુર નો હાથ પકડી ને સુવા ની કોશિશ કરે છે. અને બાળક નો અવાજ પણ બંધ થઇ જાય છે.

થોડી જ વાર માં ત્યાં મયુર ઊંઘ માં થી ઝપકી ને જાગી જાય છે જાણે કોઈ એ દરવાજો ખખડાવ્યો હોય. મયુર બેડ પર થી ઉભું થવા ની કોશિશ કરે છે પરંતુ મીતા એ તેનો હાથ પકડેલો હોવા થી તે ઉઠી શકતો નથી. અને મીતા નો હાથ પકડી ને સુવા ની કોશિશ કરે છે.

થોડીવાર માં બાળક નો બહુ જ રડવા નો અવાજ સાંભળી મીતા અને મયુર બંને ઊંઘ માં થી ઉભા થઇ જાય છે. ત્યાં થોડીજ વાર માં કોઈ દરવાજો જોરજોર થી ખખડાવે છે.
મીતા અને મયુર ખુબ જ ડરી જાય છે.

"મીતા મને દરવાજો ખોલવા જવા દે!"

"ના! મયુર મને બહુ જ ડર લાગે છે. અને રમેશ એ આપણે ને ના પાડી છે કે આપણે દરવાજો ના ખોલીએ."

"હા! પણ કોઈ ને જરૂર હશે તો! ક્યાર નું કોઈ બાળક રડી રહ્યું છે!"

આ વાત હજુ પુરી થતી નથી ત્યાં જ ફરી બહાર થી કોઈ બહેન દરવાજો જોરજોર થી ખખડાવે છે અને કહે છે, "ખોલો મારી મદદ કરો. મારું બાળક. મારું બાળક મરી જશે!"

આ સાંભળી મીતા ખુબ જ ડરી જાય છે અને મયુર ને દરવાજો ખોલવા ની ના પડી દે છે.

ફરી બહાર થી અવાજ આવે છે, "રમેશ! રમેશ!"

આ સાંભળી મયુર દરવાજો ખોલવા જાય છે ત્યાં એ અવાજ બંધ થઇ જાય છે અને ખોલી ને જુએ છે તો ત્યાં કોઈ જ હોતું નથી. અને જલ્દી જ દરવાજો બંધ કરી દે છે. હજુ માત્ર રાત ના ત્રણ વાગ્યાં હોય છે ને મીતા અને મયુર ને કઈ રીતે એ રાત પસાર કરવી એ જ વિચાર માં કલાક નો સમય વીતે છે.

થોડીવાર માં ફરી કોઈ બે વ્યક્તિ બહાર વાત કરતા હોય એવો અવાજ આવે છે અને મીતા અને મયુર ની ઊંઘ જાણે હરામ થઇ હોય એ રીતે બેબાકડા ઉભા થઇ જાય છે.

સાંભળે છે અને આ એ જ અવાજ હતો જે કલાક પહેલા આવી રહ્યો હતો.

બાળક રડી રહ્યું હતું અને તેની માઁ તેને છાનું રાખી રહી હતી.

મીતા અને મયુર થોડી હિમ્મત કરી ને બહાર નીકળે છે તો જુએ છે કે, આ તો રમેશ જે કોઈ અજાણી સ્ત્રી સાથે હતો અને સ્ત્રી ના ખોળા માં એક બાળક રડી રહ્યું હતું.

મીતા અને મયુર કઈ વિચારે તેના પહેલા જ રમેશ તેને જોઈ જાય છે. અને વાત કરવા ની શરૂઆત કરે છે,
"મયુર ભાઈ કઈ ખોટું ના વિચારતા."

"આ શું છે રમેશ?"

"તારું બાળક અને પત્ની છે?"

"ના! ના! મયુર ભાઈ."

મયુર અને મીતા બંને ડોક્ટર હોવા થી પહેલા જ બાળક ને શું થયુ છે એ જોઈ ને તેમની પાસે થોડી દવા હોવા થી ઈલાજ કરી ને તેને પહેલા શાંત પાડી ને સુવડાવે છે.

રમેશ તેની વાત ફરી થી શરુ કરે છે.

"આ શિખા છે. અહીં ગામડા માં પરણી ને આવી ને ત્રણ મહિના માં તેના સસરા નું અવસાન થયુ. અને એક વર્ષ માં તેના પતિ નું. જયારે પતિ નું અવસાન થયુ ત્યારે તે ત્રણ મહિને ગર્ભવતી હતી અને આખા ગામ વાળા એ ભેગા થઇ ને તેને બહુ જ મારી કે તે આવ્યા પછી જ સસરા અને પતિ ના અવસાન નો બધો વાંક શિખા ના માથે આવી ગયો. તેને આખા ગામ માં કોઈ આસરો આપવા તૈયાર નહતું. અને આ બંગલા નું હું પહેલા થી ધ્યાન રાખતો. પણ ગામ માં શિખા ને કોઈ રાખશે તો ગામવાળા તેને પણ ગામ ની બહાર કાઢી મુકશે તેવી વાત થી કોઈ તેને અસરો આપવા તૈયાર ના થયુ. અને તેના પિયર માં તો પહેલા થી જ કોઈ નહતું. તો શિખા ને હું અહીં લઇ આવ્યો પરંતુ મેં આ વાત આખા ગામ થી છાની રાખી ને શિખા ને મેં મારી દીકરી ની જેમ રાખી. થોડા સમય માં તેના ઘરે બાળક નો જન્મ થયો તેને પણ ઉછેરું છું. પણ મયુર ભાઈ તમે આ વાત કોઈ ને ના કરતા નહીંતર શિખા અને મારું પણ રહેવા નું કોઈ ઠેકાણું નહિ રહે."

"હા! રમેશ. અમે કોઈ ને નહિ કહીએ પણ આ બંગલા નો માલિક જયારે આવશે ત્યારે?"

"કોઈ નહિ આવે. દાદા દાદી માતા પિતા બધા જ એક કાર એક્સીડેન્ટ માં ગુજરી ગયા. એક જ દીકરો હતો એ પણ અત્યારે અમેરિકા સદાય માટે ચાલ્યો ગયો છે."

"ઠીક છે. અમે આ વાત કોઈ ને નહિ કહીએ. અને રમેશ કઈ પણ જરૂર હોય તો બિન્દાસ તું અમને ફોન કરી શકે છે."

વાત કરતા કરતા સવાર પડી જાય છે અને મીતા ને મયુર ત્યાં થી નીકળી જાય છે.


Rate & Review

Megha

Megha 2 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 months ago

Amruta

Amruta 2 months ago

Chetna Bhatt

Chetna Bhatt 2 months ago

Kinjal Sonachhatra
Share