Mrugtrushna - 29 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 29

( RECAP )


( પાયલ દિવ્યા ને રડતાં જોઈ જાઈ છે દિવ્યા ને ચૂપ કરાવી એની સાથે વાત કરે છે, મોડું થઈ ગયું હોઈ છે એટલે બંને ઘરે જાઈ છે , ધનરાજ અને દેવાંગી આદિત્ય ની ચિંતા કરતા હોય છે. આદિત્ય ઘરે આવે છે. )

______________________________
NOW NEXT
______________________________



રૂહાંન : ભાઈ ક્યાં હતા તમે ? , બધાં તમને સોધતા હતા.

અનંત : ભાભી હવે તો આદિત્ય પણ આવી ગયો , હવે શાંત થઈ જાવ અને જમી ને સુઈ જાવ.


( દેવાંગી ની આંખો માંથી આંસુ લૂછી આદિત્ય એમને શાંત કરે છે. )

આદિત્ય : મોમ...પાણી પીવો ચાલો રડશો નઈ , હું અહીંયા જ છું તમારી પાસે , એ પણ એક દમ પરફેક્ટ , કંઈ નથી થયું મને , તમે ચિંતા નઈ કરો અને ચાલો હું તમને રૂમ માં લઇ જાવ

( આદિત્ય દેવાંગી ને રૂમ માં લઇ જવા ની વાત કરે છે અને ધનરાજ આદિત્ય ને રોકે છે. )


ધનરાજ : આદિત્ય એક મિનિટ....ક્યાં હતો તું??

( આદિત્ય થોડા ગભરાઈ ને બોલે છે. )


આદિત્ય : ડેડ...હું એકચ્યુલી પાઠક અંકલ ના ઘરે ગયો તો , અમુક સિગ્નેચર બાકી રહી ગયા તા એમના એટલે....


ધનરાજ : સહી કરાવવા માં કેટલો સમય લાગે , 4 કલાક ?

આદિત્ય : પપ્પા વાર ખરાબ થઈ ગઈ હતી મારી એટલે.😟


( અનંત ધનરાજ નો ગુસ્સો સમજી જાય છે અને બંને ની વાત માં વચ્ચે બોલે છે. )


અનંત : ભાઈ..એક કામ કરો, આપણે આ વાત સવારે કરીશું , અત્યારે ભાભી ને આરામ કરવા દો.


ધનરાજ : એક મિનિટ અનંત , મને આ વાત હમણાં જ ક્લીઅર જોઈએ છે. હા આદિત્ય શું કેઈ છે ગાડી ખરાબ થઈ ગઈ , કેટલો ટાઈમ લાગે સરખી થતાં ? અને એવું જ કંઈ હોઈ તો ઘરે ફોન કરીને જણાવા ની ફરજ નથી તમારી? બોલ

આદિત્ય : પપ્પા એ મારો ફોન હું ક્યાંક ભૂલી ગયો. સોરી પણ

ધનરાજ : અચ્છા ફોન ભૂલી ગયો , બરાબર તો હવે એ મને એ જણાવ કે અજીત ને એકલા છોડી તમે ક્યાં નીકળી ગયા હતા?

આદિત્ય ધનરાજ ના સવાલ સમજી જાય છે. અને ગભરાઈ ને બોલવા જાઈ છે , પાછળ થી દેવાંગી આવી ધનરાજ ને કહે છે.

દેવાંગી : રાજ...પ્લીઝ અત્યારે કંઈ નઈ , સવારે વાત કરજો

ધનરાજ : કેમ સવારે , અત્યાર સુધી મારી ભૂલ હતી ને , હવે છોકરાં ની ભૂલ કેમ ધાકવી છે , બોલવા દે ને એને તો મને સમજાઈ

અનંત : ભાઈ મારી સાંભળો પ્લીઝ કાલે....

આદિત્ય : પપ્પા સોરી....મને નતી ખબર કે આટલો પ્રોબ્લેમ થઈ જશે , નકર હું નઈ જાત ક્યાંય.

અનંત આદિત્ય પાસે જાઈ છે અને એને કહે છે " આદિ મમ્મી ને રૂમ માં લઇ જા અને તમે બંને જમી લો જાઓ"

દેવાંગી : મારે ક્યાંય નથી જવું , બધાં ને જમવા નું બાકી છે.

ધનરાજ : જેને જમવું હોઈ એ જમી લેઇ , મારી ભૂખ મરી ગઈ

( ધનરાજ ગુસ્સે થઈ ત્યાં થી ઉપર અનંત ના રૂમ માં જતાં રહે છે. )

રૂહાંન : મમ્મી પપ્પા થોડા ટેન્શન માં છે એટલે ગુસ્સે છે , તું સુઈ જા, અમે લોકો જમી લઈશું , હું અને કાકી છે ને અહીંયા.

અનંત : ભાભી આરામ કરો અને બધાં વિચારો છોડી દો , હું ભાઈ ને જમાડી દઈશ.

( આદિત્ય અને રૂહાંન બંને દેવાંગી સાથે રૂમ માં જાઈ છે. )

____________________________________
( અનંત ઉપર ધનરાજ પાસે જાઈ છે. ધનરાજ ગેલેરી પાસે ઊભી કઈ વિચારી રહ્યા હોઈ છે. )

અનંત : ભાઈ....

ધનરાજ : કંઈ જ નઈ બોલ તું , બધી ભૂલ મારી જ છે કે હું વચ્ચે બોલું છું તમારા બધાં ની


અનંત : ભાઈ એવું કંઈ જ નથી , શું કરવા તમે વાત ને આ રીતે સમજો છો. તમે પણ જાણો છો ભાભી ને તમારા થી કોઈ પ્રોબ્લેમ નથી. ટેન્શન માં તો બોલી જાઈ કોઈ પણ. હવે એમને વધારે કંઈ થાય એના કરતાં તમે આ બધું ભૂલી એમની સાથે રહો.

ધનરાજ : શું સાથે રેઇ , હું તો દુશ્મન છું , મે જ ભગાવ્યો એના આદિત્ય ને ઘરે થી , મારો તો છોકરો જ નહિ એ , એટલે મને ક્યાં થી ચિંતા હોઈ , બધી ચિંતા એને જ છે ને.

( અનંત ધનરાજ પાસે જઈ એમને પાણી આપે છે. )

અનંત : શું કરવું છે તમારે?

ધનરાજ : એક ફેંસલો કરવો છે હવે , અને એ ફેંસલો બોવ જલ્દી થશે હવે , નો ખાલી તું.

( ધનરાજ અનંત ના હાથ માંથી ગ્લાસ લઈ રૂમ ની બાર જતાં રહે છે. )

____________________________________
( આદિત્ય દેવાંગી પાસે બેડ પર બેસી વાત કરે છે. દેવાંગી એ આદિત્ય ના બંને હાથ પકડી એમની સામે જોવે છે. )

આદિત્ય : મમ્મી હું ક્યાંય નઈ જાવ , તમને અને પપ્પા ને છોડી ને જવાનું હું ક્યારે પણ ના વિચારું , કેમ ટેન્શન લો છો તમે?

દેવાંગી : એક ફોન નઈ થતો તારા થી?

આદિત્ય : મમ્મી હાલત જ નતા એવા , હું બસ ખાલી કામ થી ગયો હતો, બીજું કંઈ નઈ.

( રૂહાંન રૂમ માં જમવા નું લઈ ને આવે છે અને હળબડી માં બેડ પર બેસી જાય છે. )

રૂહાંન : જો મમ્મી હવે તો ભાઈ પણ આવી ગયા , હવે તું શાંતિ થી જમી લે અને ભાઈ ને પણ જમવા દે , અને મને બી ભૂખ લાગી છે.

આદિત્ય : 🤣ચાલો જમી લો.

દેવાંગી : મારે નઈ જમવું

આદિત્ય : તો હું પણ જઈને ડાયરેક્ટ સુઈ જઈશ. જાવ?

( દેવાંગી આદિત્ય ને ઈશારા માં ના કહે છે. આદિત્ય જમવા ની થાળી ને પોતાના તરફ લઈ દેવાંગી ને જમાડે છે )

___________________________________
( અજીત એમના રૂમ માં જાઈ છે. વૈશાલી એમના પાસે આવી ને બોલવા લાગે છે. )

વૈશાલી : જોયું....ભાગી ગયો ને છોકરો , મે તો પેલા થી જ કહ્યું તું કે એક દિવસ બધી હોશિયારી જતી રહેશે. આદિત્ય જેટલો સીધો દેખાઈ છે એટલો તો નહિ જ. એટલે જ હું મારી છોકરી ને બંને છોકરા થી દુર રાખું છું. એ લોકો સાથે રહી મારી છોકરી પણ.....

અજીત : વૈશાલી....11:30 થયા સુઈ જા

વૈશાલી : કેમ તમને શું પ્રોબ્લેમ થાય છે, એવું તો નથી ને કે ભાઈઓ નું ભૂત નઈ ઉતર્યું અજી.... એ બંને ભાઈઓ માં તમારું કંઈ નઈ આવવા નું.....અને ભાભી ના તો રોજ ને રોજ નાટક જ હોઈ , ગુલામ બનાવી રાખી દેઈ બધાં ને....


( અજીત થોડા ગુસ્સા માં આવી ને બોલી જાઈ છે , " બસ કરીશ તું હવે....કોઈ તું સારું થતું જોયું છે જીવન માં , બધી વાત માં આ ખોટું એ ખોટું , બીજા ના અવગુણ કાઢવા કરતા પોતાને જો , હજાર વાર કીધું ને કે તારે જે કરવું હોય એ કર , પણ મારી સામે કોઈ ની બુરાઈ કાઢવા નું ચાલુ ના કર , મને ખબર છે મારો પરિવાર કેવો છે , તારે મને જણાવવા ની જરૂર નથી ". )

( અજીત નાહવા માટે વોશરૂમ માં જતાં રહે છે. પાછળ થી વૈશાલી મન માં વિચારે છે. )

વૈશાલી : ચૂપ તો હું નઈ રવ....મારો હક તો હું ગમે એ રીતે લઈ ને રહીશ. આ બંને ભાઈઓ ને એકલા તો બધું નઈ મારી લેવા દવ. તમને તો કંઈ નથી પડી પણ મને મારી પડેલી છે. હવે જોવો હું શું કરું છું.


__________________________________


[ NEXT DAY ]


( અનંત આદિત્ય સાથે બેસી ને વાત કરે છે. ધનરાજ એમના રૂમ માં આવી દેવાંગી ને જોઈ એમની ચિંતા કરવા લાગે છે. સવારે ધનરાજ એક નિર્ણય કરે છે જેના લીધે આદિત્ય બોવ દુઃખી થઈ જાય છે. આદિત્ય દેવાંગી પાસે જઈ રડવા લાગે છે. )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.