RUH - The Adventure Boy.. - 2 books and stories free download online pdf in Gujarati

RUH - The Adventure Boy.. - 2

પ્રકરણ 2 માતાનો સુનો ખોળો...!!!


ડૉક્ટર બાળકની તપાસ કરે છે અને ઈંન્જેકશન પણ આપે છે.... છતાં બાળકનો શ્વાસ ધીમો પડતો જાય છે... કમળાબેનના પણ એકાએક હૃદયના ધબકારા વધી જાય છે..... ડૉક્ટરની આમ-તેમ દોડાદોડી જોઈ કમળાબેન ગભરાઈ જાય છે..... સાસુમાતા પણ એમને સાંત્વના આપે છે.....

ખબર નહી એ ક્ષણે ડૉક્ટરની ભૂલ હતી કે કુદરતની કે પછી નસીબની..... જોત-જોતામાં એ નવજાત શિશું યમરાજની ગોદમાં બેસી જાય છે.... કમળાબેનથી મૃત બાળકનું મોં જોઈ રાડ ફાટી નીકળે છે..... તે પોતાના આંસુને અટકાવી શક્તાં નથી..... સાસુમાતા કમળાબેનથી મોં ફેરવી લે છે...

જ્યારે આ બાજુ કિરીટભાઈ તેમના સસરા અને સાળાને લઈને ખાનપુર પરત આવવા નીકળી પડે છે... એક પિતા પોતાના સંતાનનું મુખ જોવા આતુર છે....ઘેલો છે એ બાપ પોતાની પ્રથમ પડછાઈને જોવા... પણ આ કુદરતની કેવી ક્રૂરતા....!!! માતાનું રુદન હૃદયમાં તીક્ષ્ણ ઘા કરે તેવું છે.... અને આ બાજુ સાસુમાતાનું શરમજનક વર્તન....!!!

હા... સાસુમાતા એટલે કિરીટભાઈની માતા જમનાબેન.... જમનાબેન દીકરાની રાહ પણ જોતા નથી.... હોસ્પિટલમાંથી રજા લઈ ખાનપુર પરત ફરે છે... ગામમાં પણ બાળકના મૃત્યુના સમાચાર ફેલાઈ જાય છે... ગામલોકો એકઠા થવા લાગે છે.... માતાના દુઃખમાં આખું ગામ પણ ભાગીદાર બને છે.... પણ પીડાને શમાવવા માટે કે પછી દુઃખના મેણા મારવા માટે...??!!

કમળાબેન બાળકને પોતાની ગોદમાં રાખીને નિરાશા સાથે બાળકને જોઈ રહે છે... એટલામાં જ જમનાબેન આવે છે....

"કમળા.... બાળકની દફનવિધિનો સમય થઈ ગયો છે..."

"પણ... માં...!!!"

"પણ... શું...?? સમયસર બાળકની દફનવિધિ કરવી જરૂરી છે..."

"પણ... મા... તમારા દિકરાની તો રાહ જુઓ.."

"એને આવતા તો દા'ડો નીકળી જશે..."

"પણ... માં.. થોડીવાર રાહ જુઓ ને..."

એટલામાં તો જમનાબેન કમળાબેનની ગોદમાંથી બાળકને છીનવી લે છે... કમળાબેન ના પાડે છે... ચીસો પણ પાડે છે... બાળકને ફરીથી લેવાનો પણ પ્રયત્ન કરે છે....પણ ગામલોકોની મદદથી જમનાબેન દફનવિધિની તૈયારી કરે છે....ને લાચાર મગનભાઈ આ બધું જોઈ રહે છે...

"જમના... કમળાવહું સાચું કહે છે..... કિરીટની તો રાહ જો..."

"તમે ચૂપ રહો... તમને શું ખબર પડે...??!!"

"પણ... જમના.."

"તમે ચૂપ રહેશો...??"

લાચાર મગનભાઈ દુઃખી ચહેરે ત્યાંથી નીકળી જાય છે.... જમનાબેન પોતાના મનનું ધાર્યું કરે છે... પોલીસ સ્ટેશનના પાછળના ડુંગરાળ વિસ્તારમાં બાળકની દફનવિધિ થાય છે..... ગામમાં કોઈ જમનાબેનની ક્રૂરતાની તો કોઈ કમળાબેનની દુઃખની તો કોઈ કમળાબેનના અભાગીપણાની વાતો કરવા લાગે છે... તો કોઈ કિરીટભાઈના પુત્રને ના જોઈ શકવાની ક્રૂરતા વિશે ગપસપ કરવા લાગે છે...

કેવી આ વિચિત્ર પરિસ્થિતિ....!! પિતા પુત્રને જોવા આતુર છે ને એક માતા ક્રૂર છે તો બીજી માતા પોતાના વાત્સલ્યની અધૂરપને ખાતર રુદન કરે છે.... કમળાબેન દુઃખી થઈને ઓરડાનાં ખૂણે બેસી રહે છે.... અને કિરીટભાઈની રાહ જુએ છે.... જમનાબેન કમળાબેનને મેણા મારવાનું શરૂ કરે છે... પણ કમળાબેન એના બાળકના વિયોગમાં એટલા દુઃખી છે કે એને જરા પણ ભાન રહેતું નથી...આખરે નવ મહિના ઉદરમાં સેવેલું એ બાળક, એના લોહીને કેવી રીતે ભૂલી શકાય....!!

કમળાબેનની વધતી જતી નિરાશાની સાથે સાથે સૂરજ પણ ધીમે ધીમે ઢળતો જાય છે.... એવામાં કિરીટભાઈ પણ સંધ્યા સમયે શંકરલાલ અને તેમના સાળા સાથે આવી પહોંચે છે.... ઘરમાં આનંદની જગ્યા એ નિરાશાજનક વાતાવરણ જોઈ ત્રણેયનાં ચહેરા પર ચિંતા વ્યાપી ઉઠે છે...

"માં...કંઈક થઈ ગયું છે ..... આમ કેમ દુઃખી ચહેરો છે..!??"

"એ આ અભાગણીને પૂછ....."

"માં..!!?"

"અરે જમનાબેન.... આ કેવું બોલો છો...?? મારી દિકરીથી કોઈ ભૂલ થઈ છે...??"

"એમને જ પૂછો ને...!!!"

"બેટા કમુ.....!!??"

કમળાબેન પિતાનો અવાજ સાંભળી ઓરડીમાંથી બહાર આવે છે..... પિતા અને પતિની સામે જોઈ રડી પડે છે... અને કમળાબેન તેના પિતાને ભેટીને રડી પડે છે....

"અરે..... દીકરા.... શું થયું છે...?? કેમ રડે છે...."

કમળાબેન એમના પિતાને પોતાનાં પુત્ર વિયોગની વેદના વ્યક્ત કરે છે.... આ સાંભળી કિરીટભાઈ પણ પોતાના અંતરમાં ઉઠેલી વેદનાને સહન કરી શકતા નથી... તેઓ રુદન સાથે બોલી ઉઠે છે...

"કમુ.... આપણું બાળક ક્યાં છે...?? હું પેલી ને છેલ્લીવાર એને જોવા માંગુ છું..."

આ સાંભળી કમળાબેન કશું બોલતા નથી..... અને પોતાની સાસુમાતા સામે જોઈને નીચે જોઈ જાય છે....

"કમુ.... બોલને શું થયું....??? ક્યાં છે બાળક... મારુ બાળક ક્યાં છે...??"

"ગામ લોકો અને બા એ મળીને તેની અંતિમવિધિ કરી નાખી છે....."

ને કમળાબેનની આંખોમાંથી લાગણીનો દરિયો સરી પડે છે ... પણ કમળાબેનનું આ વાક્ય કિરીટભાઈના કાનમાં વારંવાર ગુંજી ઉઠે છે.... પોતાના પગ નીચેથી જાણે ધરતી ધ્રુજી ઉઠી હોય તેવું લાગે છે... તેમના પગ ભારે થઈ જાય છે... અત્યંત પીડાથી એમની આંખો રડવાને લીધે લાલચોળ થઈ ગઈ છે...

ભારે પગલાં સાથે અને આંસુઓની સંગાથે કિરીટભાઈ પોતાની માતા તરફ જાય છે.....

"મા..... આ તે શું કર્યું.....!!!??"

"બેટા.. સમયસર વિધિ કરવી જરૂરી હતી..."

કિરીટભાઈ પોતાની માતાના બંને ખભા પકડી પોતાની વેદનાની અસહ્ય પીડા વ્યક્ત કરે છે...

"પણ.... મા..... તે મારી પણ રાહ ના જોઈ..!!?? તને એક પિતા તરીકે પણ મારા બાળક પ્રત્યેનો પ્રેમ યાદ ના આવ્યો....!!?? મા તે શું કામ આવું કર્યું....!!! મા... તે મારા વાત્સલ્યને એકવાર પણ બાળક સામે ન આવવા દીધો.... તું કેમ આટલી કઠોર બની ગઈ....!!?? નિયતિ એ ધાર્યું હતું તે થવાનું હતું જ.... પણ મા એની એક ઝલક પણ તે મને જોવા ના દીધી.... મા.... કેમ...!!???"

"દીકરા શાંત થઈ જા..... બેટા... કદાચ એના પ્રેમનો મેઘ અટકી ગયો હશે....."

"ના..... બાપુ.... મા નો પ્રેમ અનંત છે..... પણ મા કઠોર પણ હોય છે એ નહોતી ખબર...."

"બેટા.... આવું ના બોલ...!!"

"તો, મા.... આવું કેમ કર્યું...???"

"તારા માટે જ ને બેટા...."

"મારા માટે ...??"


***************


to be continue....

hemali gohil "RUH"

@RASHU

#world_of_word_2703


શું કિરીટભાઈ માતાની આ ક્રૂરતાને સહન કરી શક્શે....??શું બાળકના મૃત્યુથી આ યુગલના દાંમ્પત્ય જીવનમાં કોઈ અસર થશે ...??કે પછી જમનાબેનનું કઠોર વર્તન એમના જીવનને કોઈ અસર કરશે..?? શું કમળાબેન એમના પિતાને ત્યાં જતા રહેશે ..??? શું કમળાબેન એમની જવાબદારીઓ નિભાવી શકશે...?? શું કમળાબેન અને કિરીટભાઈના જીવનમાં પુત્રરૂપી સુગંધ ફેલાશે કે કેમ...?? જુઓ આવતા અંકે....