stri in Gujarati Women Focused by Rohan Joshi books and stories PDF | સ્ત્રી

સ્ત્રી

સ્ત્રી

લેખક તરફથી


આ લખાણ લખવાનો હેતુ વાચકોને વાચન સામગ્રી પૂરી પાડવાનો છે આ પુસ્તક નો ઉદેશ્ય કોઈપણ સ્ત્રી કે પુરુષની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી. સાથો સાથ કોઈ ધર્મ, સમ્પ્રદાય, જાતી, રીતી, રીવાજો નો વિરોદ્ધ કે સમર્થન કરવાનો નથી. આ લખાણ કોઈ જીવિત કે મૃત કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલ નથી અને જો એવું હોય તો એ માત્ર સંયોગ છે.

કોપીરાઈટ


આ લખાણ નાં તમામ કોપીરાઈટ લેખક પાસે રહશે.લેખક ની પરવાનગી કે જાન બહાર આ લખાણ ને અન્ય કોઈ માધ્યમ થી પ્રકાશિત કરી શકશો નહિ.

પ્રસ્તાવના

સ્ત્રી ને આદિ અનાદી કાળથી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે સાથો સાથ પુરુષના વિકાસ નું પણ માધ્યમ માનવામાં આવે છે. અને આપણા સમાજમાં પણ ઘણીવાર સાંભળવામાં આવ્યું હશે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, જે સત્ય છે. કેમ કે, સ્ત્રી એકજ એવી વ્યક્તિ છે જે જુદી જુદી ભૂમિકામાં એક સાથે સંઘર્ષ કરતી આપણને જોવા મળે છે એ પછી એક દીકરી તરીકેનો સંઘર્ષ હોય કે, પછી એક માં તરીકેનો સંઘર્ષ હોય કે અન્ય કોઈ ભૂમિકામાં આપણને સતત સંઘર્ષ કરતી જોવા મળે છે અને આજના આધુનિક સમયમાં સ્રીઓનો સંઘર્ષ ઘરની ચાર દિવારની બહાર નીકળી અને સમાજ ની વચ્ચે પોતાનું સ્થાન બનાવવા કોઈ ને કોઈ જગ્યા એ સંઘર્ષ કરતી જોવા મળે છે. માત્ર એવુ જ નથી કે સ્ત્રીઓના સંઘર્ષમા સ્ત્રી એકલી છે. સમાજમાં ઘણા પુરુષો પણ એવા છે જે સ્ત્રી ઓને એમના સંઘર્ષમય જીવન માં થી બહાલ લાવવાના પ્રયત્નો માં પોતાને હોમતા આવ્યા છે. આ પુરુષોની ભૂમિકાની જો વાત કરવામાં આવે તો સતીપ્રથા નાબૂદીથી લઇ અને આજના ઝડપી સમય માં સામાન્ય કામ માં આવતા યાંત્રિક સામાનો સુધી સ્ત્રીઓ માટે નો પુરુષોનો સંઘર્ષ નકારી શકાય એવો નથી તો પછીસવાલ એ થાય કે દસકો થી ચાલતી સ્ત્રીઓને સશક્ત કરવાની મહેનત અને સંઘર્ષ હજુ એના ઉદેશ્ય સુધી કેમ નથી પહોચી શક્યો એ ખરેખર ચિંતન અને વિચાર કરવાની બાબત છે તો ચાલો આ સ્ત્રી રૂપી આદિશક્તિ ને આ પુસ્તક રૂપી સક્રાદય સ્તુતિ નાં માધ્યમ થી જાગૃત કરવાનો પ્રયત્ન કરી જોઈએ.

સ્ત્રી

સ્ત્રી શબ્દ કાને પડતાજ આપના મગજ માં જુદા જુદા સ્ત્રી પાદ્રો નું ચિત્રણ મગજમાં ઉપસી આવે કોઈને સ્ત્રી આદિશક્તિ “માં” ભગવતી નું સ્વરૂપ જણાય તો કોઈને એમની માતા જણેતાની યાદ આવે તો કોઈને એમની બહેન આ જુદી જુદી ભૂમિકા ભજવતી સ્ત્રી છેવટે છે તો એક વ્યક્તિજ ને જે એમના જીવન ને પરિવાર નું જીવન સુધારવા સમય નાં ખપ્પરમાં પોતાની ઈચ્છા અને અપેક્ષાઓ ને હોમી દેય છે. પહેલા એક દીકરી તરીકે પિતાની ઈચ્છા ખાતર અને લગ્ન પછી એમના પતિ અને બાળકોની ઈચ્છા ખાતર હા આવુજ બનતું આવ્યું છે ને અત્યાર શુધી સ્ત્રીઓના જીવનમાં તો એમનો જવાબ છે નાં પહેલેથીજ સ્ત્રીઓનું જીવન આવું નાં હતું અને આવું નથી સ્ત્રીઓની ભૂમિકા ભૂતકાળમાં ખુબ મહત્વની રહી છે અને હાલના સમય માં પણ ઉલેખની છે જો આ યાદી પર ઉપરછલી નજર કરીએ તો સરોજની નાયડુ પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ, એની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રથમ ભારતીય મહિલા નેતા, ઇન્દિરા ગાંધી ભારતના પહેલા મહિલા વડાપ્રધાન, પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, સીબી મુથુમ્માં ભારતમાં પરથમ મહિલા આઈ.એફ.એસ અધિકારી રાજદૂત, રાજકુમારી અમૃત કોંર ભારતના પ્રથમ મહિલા આરોગ્ય મંત્રી, સુચેતા ક્રિપલાણી યુપી રાજ્યના પ્રથમ મહિલા પ્રમુખ, વિજયા લક્ષામી પંડિત કેબીનેટ પદ સંભાળનાર પ્રથમ ભારતીય મહિલા, મીરાં કુમારી લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર, વી.એસ. રામાદેવી ભારતના પ્રથમ ચુંટણી કમિશનર, મમતા બેનર્જી ભારતીય રેલવેના પ્રથમ મહિલા મંત્રી, સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા વિદેશ મંત્રી, સરલા ઠકરાલ વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા, દુર્ગા બેનર્જી પ્રથમ ભારતીય મહિલા પાઈલટ, પ્રેમ માથુર કોમર્શીયલ પાયલટ બનનાર પ્રથમ ભારતીય મહિલા, હરિતા કોંર એકલા ઉડાન ભરનાર પ્રથમ ભારતીય મહિલા પાઈલટ, પ્રિયા ઝીંગન ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલા કેડેટ, શાંતિ તીગ્ગા ટેરેટોરીયલ આર્મી માં જવાન તરીકે જોડાનાર પ્રથમ ભારતીય મહિલા, ભાવના કંઠ પ્રથમ ભારતીય મહિલા ફાઈટર પાઈલોટ, પ્રજ્ઞા બદોપાધ્યાય ભારત ની પ્રથમ એર માર્સલ, કિરણ બેદી પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી, કંચન ચૌધરી ભટ્ટાચાર્ય પ્રથમ પોલીશ મહાનીર્દેશક અન્ન ચાંડી ભારતના પ્રથમ મહિલા ન્યાયધીશ, જસ્ટીશ એમ. ફાતેમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત થયેલ પ્રથમ મહિલા ન્યાયધીશ, કોર્નેલિયા સોરાબજી ભારતના પ્રથમ મહિલા વકીલ, જસ્ટીશ લીલા શેઠ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે નિયુક્ત પ્રથમ મહિલા, કિરણ મઝમુદાર પ્રથમ ભારતીય મહિલા બિઝનસ પર્સન, ઈન્દ્રા નૂયી પેપ્સીકોના પ્રથમ ભારતીય મહિલા સી.ઈ.ઓ.કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા, ટેસી થોમસ મિસાઈલ વુમન ઓફ ઇન્ડીયા ભારતમાં મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક, સુરેખા યાદવ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર, લલીતા પ્રથમ ભારતીય એન્જીન્યર, કમલા સોહોની પી.એચ.ડી. મેળવનાર પ્રથમ ભારતીય મહિલા, ડૉ.આનંદીબાઈ ગોપાલરાવ જોશી પ્રથમ ભારતીય મહિલા ચિકિત્સક, ડૉ. કાદમ્બિની ગાંગુલી પ્રથમ મહિલા સ્નાતક અને પ્રથમ મહિલા ચિકિત્સક, વિદ્યા મુનશી ભારતીય પ્રથમ મહિલા પત્રકાર, હોમાઈ વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલીસ્ટ આ યાદી જોતાજ તમને અંદાજ આવીગયો હશે કે આપણે જે સાંભળીએ છીએ એવું વાસ્તવિકતામાં નથી સ્ત્રીઓનું સ્થાન ભારતમાં મહત્વનું હતું છે અને રહશે તો પછી અડચણ ક્યા છે કે બધીજ સ્ત્રીઓ પુરુષોની માફક બધાજ ક્ષેત્ર્મા આગળ નથી અને ગણીનો શકાય એટલી સંખ્યામાં કે લખીનો શકાય એટલી માત્રામાં પોતાની ભૂમિકામાં જોવા મળતી નથી. ખરે ખર આ બાબત વિચારવા જેવી છે કે, હજુ શું ખૂટે છે કે, હજુ એવુતે શું છે કે, દસકોના પ્રયત્ન છતાં હજુ પણ આપડે સ્ત્રી સશક્તિ કારણ ની વાતો સાંભળીયે છીએ પણ કોઈ નક્કર પરિણામો જોવા મળતા નથી. અને એ ખરેખર ચિંતન અને મનનની વાત છે. ક્યારેય વિચાર્યું કે, પ્રયત્ન માં કોઈ કચાસ દેખાતી નથી છતાં પરિણામ કેમ મળતું નથી? જો ખરેખર પરિણામ જોઈતું હોય તો કોઇપણ પ્રકાર નાં પક્ષપાત કે, પૂર્વગ્રહ વગર અમુક બાબતો ચોક્કસ સ્વીકારવી પડશે અને એમનું અનુસરણ કરવું પડશે જો ખરેખર સ્ત્રી જો સશક્ત બનવા ઈચ્છે તો શું શું અનિવાર્ય છે અને કેવા કેવા પરિવર્તનો માંથી અસાર થવું પડશે એ પણ પહેલેથીજ નક્કિ હોવું જરૂરી છે. તો ચાલો આજેજ સરુંકરીએ નબળા થી સબળા તરફ ની યાત્રા.


પડકાર

સ્ત્રીઓસામે ઘણાજ પડકાર છે. જેમકે ઓછું શિક્ષણ, સામાજિક પ્રતિબંધો, ક્ષમતા સામે અવગરના, પોતા પર વિશ્વાસની ઉણપ, પરિવર્તનથી ડર જેવી અનેક બાબાતો સ્ત્રીઓના જીવન પર ખૂબ અસર કરે છે, અને આ બધી બાબતોથી જો અલગ થઈ જોઈએ તો ટાઈમ મેનેજમેન્ટનો પણ અભાવ રહે લો છે. હા થોડું કડવું લાગશે પણ વાસ્તવિક છે જો સ્ત્રીઓ એ પુરુષ સમોવડ્યું બનવું હશે તો પુરુષની જેમ વિચારતા રહેતા અને વર્તન કરતા પહેલા શીખવું પડશે અને આ બધુજ સ્ત્રીઓ સામેના પડકાર રૂપ છે અને વાસ્તવિકતા પણ છે અહીંયા એ લોકોની વાત થાય છે જે ને ખરેખર એક વર્તુળ માંથી બહાર નીકળી અને પોતાનું પોતાના પરિવાર અને પોતાની જાતનો સર્વાંગી વિકાસ કરવો છે એવી સ્ત્રીઓ માટે ખરેખર આ બધી બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે . કેમકે તમને તમારી લાક્ષણિકતા તમારી ક્ષમતા અને તમારી નબળાયો જ્યાસુધી નહીં ઓળખો ત્યાં સુધી તમે કોઈ ક્ષેત્રમાં આગળ નહીં વધો આથીજ પ્રથમ તમારું લક્ષય નિરધારીત કરવું જરુંરી છે, પછી ભલે કોઈપણ ક્ષેત્ર હોય આ બધા પડકારો સામે લડવું ખૂબ જરૂરી છે આ બધા પડકાર ને પહોંચી વળવા પહેલા પોતાની જાત ને તૈયાર કરાવી ખૂબ જરૂરી છે અને જો આમ નહીં થાય તો નક્કર પરિણામો મેળવવા શક્ય નથી આપણે આગળ જે સફળ સ્ત્રો ના નામ ની યાદી જોઈ એ બધીજ સ્ત્રીઓ અન્ય સ્ત્રી કરતા કાંઈક અલગ છે એવું નથી લાગતું વાસ્તવિકતામા હા અલગ છે, તો હવે વિચારો એ બધી સફળ સ્ત્રીઓમાં અને તમારામાં શુ તફાવત છે ચાલો થોડું એનાલિસિસ નિષ્પક્ષ રીતે કરીએ એબધી સ્ત્રી પાસે બધાથીસારીવાત એ છે કે , એ તમામ સ્ત્રીઓ પાસે પૂર્ણશિક્ષણ છે જે ખૂબ જરૂરી છે અને બીજી અલગ વાત એ છે કે, એ બધી સ્ત્રીઓ એ એક વર્તુળઆકારમાળખાનેતોડીઅનેપોતાની જાત ને વિશ્વ સમક્ષ એક અલગ વ્યક્તિત્વ સ્વરૂપે મુકવામાં સફળતા મેળવી છે આબધુંકૈરીતે શક્યબને? એવા પ્રસન્ન બધાને થતા હશેજ અને પ્રસન્ન થવો સહજ પણ છે . પોતાની જાતને એક ઉત્કૃષ્ટ મુકામ સુધી પહોંચાડવી કોને ના ગમે સૌને ગમે પણ એના માટે શું કરવું અને શું ના કરવું એ અંગેનું પ્રોત્સાહન બધીજ સ્ત્રીઓને કદાચ ના માલી શકે પરંતુ એનો અર્થ એવો નથી કે તમે પોતાની જાતને એક ઉચ્ચ મુકામ સુધી નાપહોંચાડીશકો ચોક્કસ પહોંચાડી શકો બસ જરૂરિયાતછે તો દ્રઢ મનોબળ અને પોતાની જાતને એક ફલેક્સિબલ માળખામાંઢાળવાની અને જો આ બેબાબતનું ધ્યાન રાખવામાં આવે તો કોઈપણ વ્યક્તિ એ પછી સ્ત્રી હોય કે પુરુષ એને સફળતાના શિખરોસર કરતા કોઈ રોકી શકતું નથી.


પ્રગતિ
સ્ત્રીહોય કે, પુરુષ પ્રગતિ ત્યારેજ શક્ય છે જ્યારે તે પોતેજ પોતાના મન ને મક્કમ કરી પોતે એવો દ્રઢ નિશ્ચય નો કરી લેય કે મારે પોતાને એક નિશ્ચિત ઊંચાય સુધી પહોંચવું છે. તુઆ સુધી કશુજ શક્ય નથી. તો સફળ થવા કરવું શું? એ સવાલ તો બધાના મગજ ઉદ્ભવતો જહશે બધા સારી સારી વાતો કરે છે પણ જૂજવ્યક્તિઓ એવા છે જે યોગ્ય માર્ગદર્શન આપે છે. તો આજે ચાલો જોઈએ કે વાસ્તવિકતામાં શું કરવાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે અને ઉચ્ચ શિખરોસર કરી શકાય છે.

જીવનમાં આગળ વધવા માટે ત્રણ વસ્તુ પ્રાથમિક ધોરણે દિનચર્યા ના ભાગરૂપે કરવી જરૂરી છે જે આ પ્રમાણે છે. સવાર ના સમયે કસરત (વ્યાયામ), ધ્યાન અને જે કોઈધર્મ સંપ્રદાયમાં માનતા હોય તે નજીકના મંદિરે કે ધર્મ સ્થાને આવસ્ય જવું પહેલા આ ત્રણવસ્તુને દિનચર્યાનો ભાગ બનાવો આ ત્રણજ કેમ અન્ય કોઈ કેમ મહી તો એનો જવાબછે કસરતથી શરીર તંદુરસ્ત રહશે જેથી જેકાંઈ કામ કરો તે સહેલાઇથી કરી શકો બીજું ધ્યાન એટલામાટેકે ધ્યાનથી વિચારશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા કેળવાય છે જેનાથી તમારી નિર્ણય શક્તિ મા નોંધ પાત્ર વધારો જોવા મળે છે અને ત્રીજું ધર્મસ્થાન અથવા મંદિરે જવું જેનાથી વિચારો શુદ્ધ અને મનને શાંત રાખવામાં મદદ મળશે. આ દિનચર્યા શરૂ કર્યા ના આઠ દિવસ પછી બીજું ચરણ શરૂ થાય છે ટાઈમ મેનેજમેન્ટ.

ટાઈમ મેનેજમેન્ટ
આ એક એવું ઉપકરણ છે જે તમામ સફળ વ્યક્તિઓ પાસે હોય છે અને તમામ વ્યક્તિઓ એમના ટાઈમ મેનેજમેટ સાથે કોઈ જાતની બાંધ છોડ નથી કરતા તો ચાલો જોઈએ આ ટાઈમ મેનેજમેન્ટ શુ છે. આ ટાઈમ મેનેજમેન્ટ ની કળા કઈ રીતે શીખવી અને કૈરીતે અમલ મા મુકવી ચાલો જોઈએ. શૌ પ્રથમ એક ફુલસકેપ ચોપડો લેવો જેમાં ઉભી ત્રણ લાઇન આકાવી જેમાં પ્રથમ પેઈજની જમણી બાજુ તારીખ લખવી અને ત્યારબાદ તમેસવારે ઉઠો તે સમય પહેલા ખાનામાં લખવો અને એમનીબાજુનાખાનામાં શુ કામ શરૂ કર્યું તે લખવું અને એ કામ પૂર્ણથાય એટલે કામ પૂર્ણ થયાનો સમય ત્રીજા ખાનામાં લખવો આમ આખા દિવસનો હિસાબ લખવો પછી ભલે તમે એક કલાક ટીવી જોવોતોએપણ લખવું મોબાઈલ જોવો તો એપણ લખવું આમરાત્રીસુતાસમયસુધી બધુજ લખવું પછી સુતાપહેલા એ બધી વિગતને ધ્યાનથી જોવી અનેતમે જે કામ કર્યુંછે એમાંથી તમારામાટેજરૂરીકામો જેવાકે ગૃહિણીહોયતો ઘર સાફસફાઈ, રસોઈ જેવા જરૂરી કામો બાદ કરી અન્ય કામો જે કામ ને તમે સમય આપ્યો હોય અને જેમાંથી તમને શારીરિક, માનસિક, બૌદ્ધિક કે આર્થિક ફાયદો ના થતો હોય તે કામસામે નિશાનીકરો અને એ સમયનો સરવાળો કરો પછી આપ સવારે દિનચર્યા શરૂકર્યા થી સુતા ત્યાં સુધીના સમયના કલાકો માં તમે આ વી બધીબિન જરૂરી પ્રવૃત્તિમા કેટલો સમય વિતાવ્યો એ જુવો અને સુતા પહેલા આખો બંધ કરી અને વિચાર કરો કે કયા બે કામ એવા છે જે તમે આજે સારા કર્યા અને જેનાથી તમને ફાયદો થયો ફાયદો શારીરિક, માનસિક કે આર્થિક હોઈ શકે અને બે એવા કામ જોવાના જે તમારે ન કરવા જોઈતા હતા જેનાથી તમારા સમય નો વ્યય થયો અથવા તમને કોઈને કોઈ રીતે નુકસાન થયું એ કામ હવે પછીથી નહીં કરો એવાનિર્ણય સાથે જે કોઈ કામ તમને ફાયદો નથી કરતું એની જગ્યાએ કોઈ ફાયદો કરાવે એ કામ જેનાથી તમારા જ્ઞાન મા વધારોથાય જેનાથી તમને આર્થિક ફાયદો થાય એવુંકામ કરવું અથવા શીખવાનો પ્રયત્ન કરવો એવાનિશ્ચય સાથે કોઈપણ પ્રકારના અન્યવિચારો વગર સાંતિથી સુઇજાવું. આમ હરોજ કરવું જેનાથી તમને ખૂબ શારીરિક, બૌદ્ધિક, માનસિક અને આર્થિક ફાયદો થવાનું શરૂ થશે.


વાંચન
કોઈપણ વ્યક્તિ પછીએ સ્ત્રી હોય કે પુરુષ બન્ને વ્યક્તિ ને સફળ થવા માટે અને જીવન મા આગળ વધવા માટે વાંચન ખૂબ જરૂરી છે . વાંચન થી શબ્દભંડોળ મા વધારો થાય છે, અને વાતચિત એટલે કે કોમ્યુયુનિકેશન સ્કિલ મા ખૂબ સફળતા મળે છે, આથી વાંચન ખૂબ જરૂરી પરંતુ અહીંયા સવાલ એ થશે કે, ક્યાં પુસ્તકો વાંચવા તો એમનો સિદ્ધો અને સરળ જવાબ છે કે કોઈપણ મહાન વ્યક્તિનું જીવનચરિત્ર, અને સારા લેખકોના લેખ કે સારી નવલકથાઓ અથવા જ્ઞાન વર્ધક કોઈપણ પુસ્તકોનું વાંચન કરી શકાય છે આ બાબત મા કજાસ કાળજી એ લેવી કે, તમે જે કોઈ પુસ્તક વાંચો એ પુસ્તક ને નિયમિત પણે પૂર્ણ ન થાય ત્યાંસુધી વાંચવું પછીજનવું પુસ્તક વાંચવાનું શરૂકરવું આ ઉપરાંત વિદ્યાર્થી જીવન રાખવું મારો કહેવાનો મતલબ એ છે કે, જેમ વિદ્યાર્થી હરરોજ કાઈને કાઈ નવું શીખે છે. એમ હરરોજ કાઈ નવું શીખવકની કોશિશ કરવી જે તમારા જીવન ને સફળ બનાવામાં ખૂબ ઉપયોગી બનશે. આમ વાંચન એ તમને નવું જાણવા સમજવા અને તમારો બૌદ્ધિક વિકાસ કરવામાં ખુબજ મદદગાર સાબિત થશે, આથી વાંચન ના અંતે તમારા પાસે થોડા નવા શબ્દો નો સમૂહ હશે જેનો ઉપયોગ તમે તમારા પ્રોફેશનલ જીવન મા કોમ્યુનિકેશન માટે સફકલતા પૂર્વક ઉપયોગ મા લાઇ શકશો જેના માધ્યમથી તમે હાલ કોઈપણ હોદાકે જવાબદારી પાર હોય તેના કરતા ઉપરના સ્ટેજ પર જવા તમને સરળતા રહશે માત્ર એટલુંજ નહીં પણ તમને સામાજિક જીવન મા અને પરિવારમાં પણ તમારી ભાસા ચાતુર્ય થી તમને ઘણોજ લાભ મળશે આથી વાંચન ની આદત કેળવવીખૂબજરૂરી છે જે તમારી સફળતાની એક ચાવી બની રહેશે.

પર્સનાલીટી ડેવલોપમેન્ટ

આપણે બધાજ જાણીએ છીએ કે પર્સનાલીટી ડેવલોપમેન્ટ સામાન્ય જીવન અને વ્યવસાઈક જીવન બંને માટે ખુબજ જરૂરી છે તેમ છતાં મોટાભાગની સ્ત્રીઓ અને પુરુષો આ બાબત પર ધ્યાન નથી અઆતા અને જ્યારેપણ પર્સનાલીટી ડેવલોપમેન્ટ કરવાની વાત આવેછે ત્યારે મોટાભાગના લોકો એવું કહેછે કે અમારામાં શું કમી છે અને અમને આવી ફેસન કરવી કે ખોટો દેખાડો કરવો ના ગમે અમે જે છીએ તે બરાબર છે આવી દલીલો લગભગ બધાજ લોકો કરતા હોય છે, પણ કદાચ તમે ક્યારેય પણ એવું નિરિક્ષન કર્યું છે કે જે સફળ વ્યક્તિ છે એ બધીજ વ્યક્તિ પોતાના પહેરવેશ અને દેખાવ રાત્યે કેટલી બધી કાળજી લેતી હોય છે અને જો આ વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો ગમેતે સફળ વ્યક્તિના જુના ફોટોગ્રાફ જુવો જે સામાન્ય વ્યક્તિ જેવીજ દેખાતી હશે કે દેખાતા હશે પરંતુ જયારથી એમને એમની પર્સનાલીટી પર ધ્યાન આપવાનું સારું કર્યું ત્યાર પછી અચાનકજ તેમના ચાહકો માં ખુબ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે તમે ક્યારેય એ બાબત પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો ખરા?

ઈશ્વરે બધાને બધીજ વસ્તુ સમાન પ્રમાણમાં આપીજ છે તમારી પાસે પણ એજ વસ્તુ છે જે સફળ વ્યક્તિઓ પાસે છે માત્ર ફર્ક એટલોજ છે કે, આપણને એ ખ્યાલ નથી કે એ વસ્તુ નો ઉપયોગ કઈ રીતે કરવો જેના થકી આપણને કોઈ ને કોઈ રીતે ફાઈદો થાય પરંતુ આપણે એ બાબતે ક્યારેપણ વિચાર નથી કર્યો હોય વાસ્તવિકતામાં હરેક વ્યક્તિએ પોતાની પર્સનાલીટી ડેવલોપ કરવાપર ધ્યાન આપવું જરૂરી છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈ વ્યક્તિ પોતાની પર્સનાલીટી દેવલોપ કરવા ઇચ્છતી હોય તો ણ એમને યોગ્ય માર્ગ દર્શન નથી મળતું હોતું અને ઘણીવાર એવી પણ મૂંઝવણ થતી હોય છે કે લોકો મારા વિષે શું વિચારશે આવી બાબતો પર ધ્યાન ના દેતા પોતાની પર્સનાલીટી પર ધ્યાન કેન્દ્રિત કરવું હવે સવાલ એ છે કે પર્સનાલીટી ડેવલોપ કરાવી કઈ રીતે ટો એમના માટે સિધ્ધો અને સરળ ઉપાય છે આલાના આધુનિક સમયમાં આખી દુનિયા આંગળીના ટેરવા પર છે તો ઈન્ટરનેટ નાં માધ્યમથી સૌપ્રથમ તમારે સ્ત્રી હોય તો એમણે ભારત અને અન્ય દેશોની સફળ સ્ત્રીઓના પોટોગ્રાફ જોવા અને એ સ્ત્રીઓ માંથી તમારા ચહેરાને મળતા આવતા ચહરા વાળી વ્ક્તીઓની પસંદગી કરવી અને પછી એ વ્યક્તિના સ્તૈલીંગ ને અનુસરવાનો પ્રયત્ન કરવો એકસાથે નહિ પરંતુ ધીમે ધીમે દેખાવમાં બદલાવ લાવવો જેના કારણે તમને તમારા નવા દેખાવ અને નવી રહન સહન ની રીત સાથે અનુકુલન સાધવામાં અનુકુળતા રહે, પર્સનાલીટી ડેવલોપમેન્ટ એટલે માત્ર દેખાવાજ નથી પરંતુ તમારી બોલવાની રીત, ચાલવાની રીત, તમારા કપડા પહેરવાની રીત, કલર કોમ્બીનેશન, તમારા હેરકટ બધુજ મહત્વનું છે. આ બાબતમાં ખાસ એ વસ્તુ ધ્યાને રાખવી કે તમને ગમેછે શું એ મહત્વનું નથી પરંતુ તમને સારું શું લાગે છે એ મહત્વનું છે ઘણી વખત કોઈ છોકરી ને ટૂંકા વાળ સારા લાગતા હોય અને એ વ્યક્તિ લાંબા વાળ રાખતી હોય અને ઘણી છોકરી ના ચહેરા પર લાંબા વાળ સારા લાગતા હોય અને એ વ્યક્તિ ટૂંકાવાળ રાખતી હોય આવી બધીજ વ્યક્તિએ એકવાર પોતાની પર્સનાલિટી માટે ચેન્જકરવોખૂબ જરૂરી છે આ ઉપરાંત કપડા પહેરવા સટાઇલ પણ ખૂબજરૂરી છે ટૂંકમાં વાત કરીએ તો જે માળખામાં અત્યારસુધી રહિયા છીએ એનાથી જોકોઈ આર્થિક, બૌદ્ધિક, માનસિક વિકાસ નહિવતપ્રમાણમાં થયોહોયતો એ માળખાને તોડીઅને પરિવર્તન સ્વીકારવામાં કાંઈ ખોટું નથીજ અનેજો આપણને વ્યક્તિગત ફાયદો થતો હોય અને આપણા વિકાસ સાથે ઘર પરિવાર માટે પરિવર્તન સ્વીકારવું આવશ્યક છે
બસઅંતે એટલુંજ કહેવાનું કે સમય એવીજ જગ્યાએ આપવો જયાંથી આર્થિક, બૌદ્ધિક અનેસર્વાંગી વિકાસ થતો હોય.


Rate & Review

Rohan Joshi

Rohan Joshi Matrubharti Verified 9 months ago

Share