Hostelno Bandh Room - 2 books and stories free download online pdf in Gujarati

હોસ્ટેલનો બંધ રૂમ - 2

આ પ્રશ્ન સાંભળતાની સાથે dr. આદિત્યના ચહેરાના expression change થઈ જાય છે.અત્યાર સુધી એકદમ આત્મવિશ્વાસ અને ખુશી સાથે interview દેતો આદિત્ય થોડા tension વાળા expression સાથે પોતાના ભૂતકાળમાં સરી પડે છે.

હા. હું કોઈ ભૂત - પ્રેતમાં નથી માનતો પણ એક વાત જરૂર કહીશ.આ ભૂત પ્રેત જેવું કશું હોતું નથી. પણ હા એકવાર આ ભૂત પ્રેતનો સામનો મારી સાથે થયેલો છે.એક વાત મારા ભૂતકાળની તમારી સાથે જરૂર share કરીશ.

જ્યારે હું 11th standard ત્યારની આ વાત છે.હું ,રાહુલ અને મોન્ટી અને ત્રણેય ખાસ friend.ત્રણેય પાછા સાયન્સના student હતા.અમે જ્યારે 11th standardમાં આવ્યા હતા.
અમે ત્રણેય મૂળ વિસનગરના. ત્રણેયને persentage પણ 10th માં સારા આવ્યા હતા.એટલે ત્યારે હજી વિસનગર એટલું વિકસિત ના હતું.એટલે સાયન્સ માટે સારા ક્લાસિસ અને સ્કૂલ મળી રહે.અમે લોકો અહીં અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતા હતા.

અમે ત્રણેય sincere હતા.બાજુમાં રૂમમાં જ બંટી રહેતો હતો.એ પણ હોંશિયાર હતો.હા થોડો વાતુડિયો એટલે બધાંની નજરમાં આવી જતો.અમે ચારેય હંમેશા સાથે જ વાંચતા.એક રૂમમાં વાંચવાનું, સાથે જ જમવાનું,સાથે જ રાતે ગપાટા પણ મારતા.સાથે જ સ્કુલ જવાનું આવવાનું પણ સાથે.
હું,મોન્ટી અને રાહુલ સાથે આવ્યા હતા એટલે અમને લોકોને તો સારું બનતું પણ બંટી પણ અમારી સાથે ઘણો હળીમળી ગયો હતો. બંટી હતો અમારા બધાથી હોંશિયાર અને હેલ્પ કરવામાં પણ બધાથી આગળ હોય.ક્યારેય કોઈને ના ન કહેતો.
આમ જ અમારું 11th standard તો પસાર થઈ ગયું. પણ 12th માં આવતા સ્કૂલ જવાનું પણ ઓછું થઈ ગયું.બધા classes attend કરી હોસ્ટેલમાં જ મોટેભાગે રહેતા.હવે બંટી પણ થોડો દૂર દૂર રહેવા લાગ્યો.અમારા ત્રણેયનું રૂટિન ફિક્સ હતું.પણ હવે અમારી સાથે બંટી હતો નહિ.
જ્યારે પણ બંટીને જોતા તો એ એકલો ખોવાયેલો ખોવાયેલો લાગતો. કેટલીય વાર અમે friends એ પૂછવાની ટ્રાય કરી તારી સાથે શું થયું છે.everything is ok with you? Why your behaviour is totally change?
આ વાત નો જવાબ આપવાનું ટાળી દેતો.એકવાર sunday હોસ્ટેલમાં કોઈ હતું નહિ.મે, રાહુલ અને મોન્ટી એ બંટીને અમારા રૂમમાં બોલાવ્યો.તેને અમારી પાસે બેસાડી ધમકાવી અને હક સાથે પૂછ્યું થયું છે શું તને નથી તારા માર્કસ એક્ઝામ માં પહેલા જેવા આવતા.નથી કોઈ સાથે વાતચીત કરતો.અમને લોકોને સાચી વાત કર.અમે તારા ફ્રેન્ડ છે ગમતેવી મુસીબત હશે અમે તારી સાથે જ છીએ.
બંટી એકદમ રડવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો. મેં ભૂત જોયું છે હોસ્ટેલમાં. આપણી હોસ્ટેલ ના ૪૨૦ નંબરના રૂમમાં ભૂત છે.

હું અને રાહુલ તો હસવા લાગ્યા .અરે બંટી તું શું વાત કરે છે.સાયન્સ નો સ્ટુડન્ટ થઈ આવી વાત કરે છે.પણ મોન્ટી બોલ્યો આ વાત સાચી છે મેં હમણાં ઘણા students પાસેથી સાંભળ્યું છે કે હોસ્ટેલમાં ભૂત થાય છે.મને લાગ્યું બધા મજાક કરતા હશે.

અમે ત્રણેય બંટીની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા.એકવાર રાત્રે ૩વાગે હું ચક્કર લગાવતા લગાવતા વાંચતો હતો.અચાનક મને ૪૨૦ નંબરના રૂમમાં અવાજ આવ્યો.રૂમમાંથી અંદર અવાજ આવતો હતો એ અવાજ એકદમ ડરાવનો હતો.આવતો રે...... આવતો રે........એવો એકદમ પડઘા સાથે નો ડરાવનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર જવાની હિમ્મત ન કરી.પણ કોઈ મને પછી રોજ બોલાવતું હતું.ઊંઘમાં પણ એ જ દેખાતું હતું.કોઈને આ વાત કહીશ તો મારી મજાક ના ઉડાવે એટલે આ વાત કોઈને કહેતો ન હતો.
આજની રાત તું અહીં જ ઊંઘી જજે અમે બંટીને કહ્યું.અમે ચારેય અમારા રૂમમાં જ ઊંઘી ગયા.પણ મને ઊંઘ આવતી ન હતી.બાકી ત્રણેય તો ડર ડરતા ઊંઘી ગયા.મને પહેલેથી એકવાર ભૂત જોવાની ઈચ્છા હતી. આજ એ પૂરી કરવાની મેં મનોમન નક્કી કરી લીધું હતું.હું ૩વાગ્યા ની રાહ જોતા જાગતો હતો.

હું રાતે ૩વાગે જ ૪૨૦રૂમ પાસે ગયો.મેં જોયુ એકદમ ડરાવની અવાજ આવી રહી હતી.હોસ્ટેલની બહાર કૂતરા ભસી રહ્યા હતા.વરસાદ વીજળીના કડાકા સાથે વરસતો હતો.હોસ્ટેલની બહાર અને અંદરનું વાતાવરણ ડરાવનું હતું.પણ મેં ડર્યા વગર જ ભૂત નો સામનો કરવાનું નક્કી કર્યું.અંદર જવાની ટ્રાય કરી તો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. મહામહેનતે દરવાજો ખોલ્યો તો દરવાજા સામે જ એક Skelton(હાડપિંજર) લટકતું હતું. રૂમની લાઈટ ચાલુ બંધ થતી હતી.Skelton(હાડપિંજર) ની આંખો લાલ ઘૂમ હતી. એ મને જોઈ રહી હોય એવું લાગ્યું.અને એક વ્હાઇટ કપડામાં કોઈ ઉભુ હતું. જે ઊંચું અને પગ પણ આડા મોં પરથી ખૂન ટપકતું હતું અને જોર જોરથી હસતું એક ભૂત હતું.બધાંને પોતાની પાસે બોલાવતું હતું. અહીં આવો... અહીં આવ....

અંદર આવી જ ગયા છો તો આ પ્રસાદ લઈને જાઓ. પહેલા મેં પ્રસાદ લેવા માટે ના પાડી.અહીંથી પ્રસાદ લીધા વગર તમે નહિ જઈ શકો.દરવાજો જોરથી બંધ થઈ ગયો અને પેલું ભૂતનું મોં આખું ફરવા લાગ્યું.ખરેખર એકદમ બિહામણું દ્રશ્ય હતું. પ્રસાદ અહીં જ ખાઈને જવાનો છે.મારા જેવા કેટલાય સ્ટુડન્ટ ત્યાં જ પ્રસાદ ખાતા હતા. મેં પ્રસાદ લીધો એની સામે ખાવાનું નાટક કરી થોડો મારા પોકેટમાં મૂકી દીધો અને ત્યાંથી ભાગી ગયો.

રાત્રે ડર વચ્ચે ઊંઘ ન આવી.બીજે દિવસે સવારે જ હું પાછો તે રૂમમાં ગયો.એ રૂમ બહારથી લોક હતો. હું હોસ્ટેલ ના સેક્રેટરી પાસે એમના રૂમમાં ચાવી લેવા ગયો.એમને મને ના પાડી દીધી.ચાવી એમ ન મળે. મેં તેમને રાત વાળી વાત કહી પણ એમને કોઈ સરખો જવાબ જ ન આપ્યો.ત્યાં એક dustbin પડી હતી. મારી નજર આ dustbin પર પડી.હું આખી વાત સમજી ગયો.

બીજે દિવસે રાત્રે મેં બંટીને બોલાવ્યો અને મોન્ટી ને પણ મારી સાથે તૈયાર કર્યો. રાહુલને તૈયાર રાખ્યો પણ તેને બહાર જ રહેવા કહ્યું હતું.અમે તને msg કરી એ કામ તારે કરવાનું છે.પ્લાન તૈયાર હતો. રાતે ૩ વાગે જ ૪૨૦ નંબરના રૂમ પાસે ગયા.પણ આ વખતે તૈયારી સાથે ગયા હતા.તે દિવસ જેવું જ વાતાવરણ હતું. અંદરથી આવતો રે....આવતો રે...અવાજ આવતો હતો.ડર લાગતો હતો પણ ડરવાનું ના હતુ.દરવાજો ખોલ્યો સામે Skelton લટકતું હતુ. મોન્ટી અને બંટી તો ડરી ગયા હતા.મે હિમ્મત રાખી.રૂમમાં જઈને જ મેં રાહુલને msg કર્યો.રાહુલae main switch લાઇટની ચાલુ કરી દીધી અને પછી તરત જ રૂમની લાઇટ ચાલુ કરી દીધી.અને હોસ્ટેલના owner ને પણ બોલાવી લીધા.

અમે જોયું તો ખબર પડી ભૂતના નામે હોસ્ટેલ ના છોકરાઓ ને ડરાવી રાખતા હતા.અને બધા ને પ્રસાદના નામે ડ્રગ્સ આપતા હતા.જે લોકો આ ડ્રગ્સ ખાઈ લેતા એની આદત થઈ જતી.બીજે દિવસે એ લોકો જરૂર આવતા.અને સેક્રેટરીનો બીઝનેસ ચાલતો.હું સેક્રેટરી સાહેબના રૂમમાં ગયો ત્યારે આ પ્રસાદનું એક પેકેટ dustbin માં જોઈ લીધુ હતું.ત્યાં જ સમજી ગયો હતો.

જો આ સેક્રેટરી બધાં સ્ટુડન્ટને ડ્રગ્સ ની લત લગાડી દેત તો શું થાત. પછી તો પોલીસ પણ આવી અને આખા કાંડની તપાસ કરી.અને ગુનેગારોને જેલ ભેગા કર્યા.

બસ, રીટા અમને આવા ભૂત સાથે સામનો થયો હતો.ખરેખર ભૂત જેવું કંઈ હોતું નથી.અને કોઈ પ્રેત, ભૂત, ડાકણ કોઈને હેરાન કરતા નથી.કેમકે,આજ કાલના માણસોથી ભૂત પણ ભાગી જાય છે .માણસો ભુત અને પ્રેત થી વધારે ખતરનાક થઈ ગયા છે.

Thank you so much આદિત્યsir તમારા અનુભવ અમારી સાથે share કરવા માટે.

આ interview અહીં પૂરો થાય છે.. આ છે આપણા આજના dr.Mr આદિત્ય જેને નાની ઉમરમાં જ ભુતનો સામનો બહુ બહદુરીથી કર્યો હતો અને ડ્રગ્સની લત માંથી students ને છોડાવ્યા હતા. આપણને એના અનુભવ પરથી ખૂબ સારી શીખ પણ આપી. ડર કે આગે જિત હૈ.

યોગી