Mrugtrushna - 32 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 32

( RECAP )

( દિવ્યા લગ્ન માટે હા કરે છે જેથી પાયલ એને સમજાવે છે પણ દિવ્યા ગુસ્સા માં પાયલ ને જ બોલી ને જતાં રહે છે. તરુણ ધનરાજ ને દિવ્યા ની ઇન્ફોર્મશન ની ફાઈલ આપે છે. પાયલ નું ઓફિસ માં કામ હોઈ છે પણ એ ત્યાં હજાર જ નથી હોતી )

__________________________________
NOW NEXT
__________________________________


અનંત રૂમ માં હોઈ છે અને એના ફોન પર કોલ આવે છે. અનંત તરત ફોન હાથ માં લઇ કોલ રીસિવ કરે છે.

અનંત : હેલ્લો....

" હેલ્લો mr. ઓબરોય આઈ એમ વિજય રાવત , આઈ હેવ કમ હિયર ફોર અવર મિટિંગ , બટ યુ આર નોટ હીયર, વ્હેર આર યું??


અનંત : હેલ્લો Mr. રાવત, આઈ એમ સોરી ફોર યોર ટ્રબલ , એકચ્યુલી આઇ એમ સો મચ બિઝિ ઈન માય વર્ક , બટ માઈ એમ્પ્લોય વોસ ધેર.

Mr. રાવત : mr. ઓબરોય ઉસને હમે 2 ઘંટે સે યહા બીઠા કર રખા હૈ, આપ પ્લીઝ કુછ કરીએ , વરના હમ ફિર કભી ડીલ કે મારે મે સોચેંગે.

અનંત : વન મિનિટ , વન મિનિટ, મુજે 2 મિનિટ દીજિયે , મે આપ કો દેખ કર બતા તા હું કી પ્રોબ્લેમ ક્યાં હે , પ્લીઝ.


Mr.રાવત : ઓકે

( અનંત ફોન કટ કરી ગુસ્સા માં પોતાની ઓફિસ થી બાર આવે છે, અને જોર થી એમ નું નામ લેઇ છે. નીચે ના ફ્લોર પર થી બધાં એમ્પ્લોય એમની તરફ જોવે છે. અનંત ફટાફટ સીડી નીચે ઉતરી ને સંજય પાસે જાઈ છે. )

સંજય : શું થયું?

અનંત : મેઈન મિટિંગ હતી ને , રાજ ને મોકલ્યો ત્યાં?

સંજય : અનંત રાજ ત્યાં જ છે.

અનંત : હા ,તો 2 કલાક થી ત્યાં બેઠા બેઠા શું કરે છે. રાવત નો ફોન આવ્યો, હજી સુધી કોઈ મિટિંગ , કોઈ પ્રેઝન્ટેશન નથી કર્યું એને.

સંજય : અનંત શાંત થઈ જા , હું કરું છું કંઈક


અનંત : પ્રોબ્લેમ શું છે એ બોલો ?

( સંજય થોડા વિચાર માં પડી , પાયલ નું નામ લેવા થી ડરી જાઈ છે. )


અનંત : બોલો ને , ચૂપ કેમ છો?

સંજય : અનંત આ મીટીંગ ની ઇન્ફોર્મેશન બધી પાયલ પાસે છે. જ્યાં સુધી એ ફાઈલ નઈ આપે ત્યાં સુધી ડીલ નઈ થાય આપડી.

અનંત : ક્યાં છે એ બોલાવો હમણાં


સંજય : નથી આવી આજે

અનંત : હા તો ફોન કરો , નંબર છે ને તો ફોન કરો જલ્દી

સંજય : કોઈ ફાયદો નથી , મે કોલ કર્યા પણ એ રિસીવ નથી કરી રહી.

અનંત ખૂબ જ ગુસ્સા માં આવી જાય છે અને સંજય ને ઘુરિયા કરે છે
" સાચું કહ્યું કોઈ ફાયદો નથી આવા એમ્પ્લોય નો , હવે એ નઈ રેઇ , અને જો આ ડીલ કેન્સલ થઈ ને તો મારા થી ખરાબ એ છોકરી માટે કોઈ નઈ હોઈ "

હું જાવ છું મેઈન ઓફિસ

અનંત નીકળવા જાઈ છે અને ત્યાં જ એ ઓફિસ માં રાજ ને આવતા જોવે છે. અનંત રાજ પાસે જાઈ છે અને પૂછે છે
" શું થયું , આટલી જલ્દી કેમ આવી ગયો?"

રાજ : સર, આઈ એમ સોરી પણ એ લોકો જતાં રહ્યા

અનંત : જતાં રહ્યા એટલે શું , તારી ફરજ હતી , એમને થોડી વાર રોકી ને રાખી શકાય.

રાજ : મે બોવ ટ્રાય કર્યો સર , પણ એ લોકો નઈ માન્યા.

અનંત : ઠીક છે , જાવ કામ કરો તમારું.
અનંત પાછળ ફરી સંજય ને જોવે છે, અને તરત એમની પાસે જઈ ને ગુસ્સા માં કહે છે ,

" વિચારી લો તમારે શું કરવું છે, કારણ કે આજે પાણી માંથા થી ઉપર જતું રહ્યું , વિચારી લો એક ડિઝાઇન લેટર તૈયાર કરવા છે કે બે ?"

અનંત ત્યાં થી ગુસ્સે થઈ ઉપર પોતાની ઓફિસ માં જતાં રહે છે.

________________________________________


( આદિત્ય પાયલ ની વાત સાંભળી એક દમ ચૂપ થઈ ગયા હોઈ છે , અને રુહાંન ની સામે જોયા કરે છે. )

પાયલ : તમને ખબર એ દિવસ આપણા મળ્યા બાદ મને પુરે પૂરો વિશ્વાસ બેસી ગયો હતો કે મારા દી ની પસંદ લાખો માં એક છે , આદિત્ય એમને એટલો પ્રેમ કરે છે કે ક્યારે પણ એમની આંખો માં આંસુ નઈ આવા દેઈ, એમને દુઃખી નઈ થવા દેઈ.પણ તમે તો મારા અને મારી બેન ના વિશ્વાસ નું તો કંઈ મૂલ્ય જ નઈ રાખ્યું ને.

આદિત્ય : પાયલ આપણે આ વાત પછી ડીસ્કશ કરીએ , હું વાત કરીશ પછી તમારી સાથે.

પાયલ : શું વાત કરવી છે તમારે , અને કયાં ટોપિક પર , બાકી શું રવા દીધું તમે?

આદિત્ય : રુહાંન આમને લઈ જા.


આદિત્ય પાછળ વળી પોતાના ટેબલ તરફ જતા હોઈ છે. અને પાયલ ગુસ્સા માં તરત બોલી જાઈ છે.


" હું જાવ કે ના જાવ , મારી બેન ને હવે બોવ જલ્દી કોઈ લઈ જઈ રહ્યું છે. લગ્ન થઈ રહ્યા છે હવે એમના. , છોકરો સારો મળે તો કોણ ના પાડે લગ્ન માટે ,

પાયલ ની વાત સાંભળી આદિત્ય થોડાં ડરી ને અન્કંફોર્ટબલ થઈ જાય છે. અને પાયલ ની સામે નજર નથી મિલાવી શકતા.

પાયલ : મને નઈ ખબર કે એમને શું વિચારી ને આવો નિર્ણય લીધો છે. મે કહ્યું એમને કે કોઈ વ્યક્તિ માટે પોતાની લાઈફ શું કરવા ખરાબ કરો છો, એવો વ્યક્તિ જેને પોતાના પ્રેમ માટે એક વાર પણ અવાજ નઈ ઉઠાવ્યો , એમના માટે તમે આખી તમારી લાઈફ ખરાબ કરી રહ્યા છો. સમજદાર છો મારે વાત સમજાવવાની જરૂર પડે એમ નથી . થોડાં દિવસ માં મે મારી દી ના આંખ માં જેટલા આંસુ જોયા છે એટલાં પેલા ક્યારે પણ નતા જોયા , પણ એક વાત યાદ રાખજો , મારી દી ને કોઈ ના લીધે કોઈ પ્રોબ્લેમ થઈ ને તો એને હું નઈ છોડું , મને ખબર છે આ બધાં પાછળ નું મુખ્ય કારણ શું છે. અને જો એમને કંઈ થયું ને તો કોઈ કે માફ નઈ કરું. બીજું કંઈ કેહવા માટે નથી પણ હા બીજું પણ એક ખાસ કામ હતું ,
" બોવ જલ્દી મારા દી માં લગ્ન થઈ રહ્યા છે એટલે હું ઇન્વિટેશન જરૂર આપીશ તમને , હાથ જોડી મે આગ્રહ કરું છું કે લગ્ન માં જરૂર થી પધારજો , આદિત્ય સાહાબ 🙏🏻

પાયલ તરત ત્યાં થી નીકળી જાઈ છે.રુહાંન આદિત્ય સામે જોવે છે.આદિત્ય રૂહાંન તરફ ગુસ્સા માં વાત કરે છે.


આદિત્ય : કોને કહ્યું હતું તને , પાયલ ને અહીંયા લાવા નું , મે કહ્યુ છે ને કે આ વાત મને ઓફિસ માં કે ઘર માં નઈ જોતી.

રૂહાંન : ભાઈ એ બોવ ગુસ્સા માં હતા , અને પછી એવું કહ્યું કે આજે વાત નઈ થાય તો ક્યારે પણ નઈ થઈ શકે આ વાત , પછી કહ્યું કે એમના સિસ્ટર ના મેરેજ છે , અને એ બોવ દુઃખી છે. એટલે હું એમને અહીંયા લઈ આવ્યો.ભાઈ એમની વાત ખોટી નથી એક વાર તો તમે બોલો , એવું પણ હોઈ શકે ને કે ગુસ્સા માં દિવ્યા આ ફેંસલો લેતા હોય. એ તમારી સામે ના બોલ્યા હોઈ પણ એમના મન માં હજી તમે હોવ. એ બસ મૂવ ઓન કરવા માટે આ લગ્ન કરી રહ્યા હોઈ. ભાઈ મજબૂરી માં કરેલા લગ્ન નો શું મતલબ?


આદિત્ય : એક વાત સાંભળી લે મારી , આજ પછી ક્યારે પણ આ રીતે કોઈ પર્સનલ માણસ ઓફિસ માં નઈ હોવું જોઈએ. અને બીજી વાત મારા મમ્મી પપ્પા ની ના એટલે" ના " જ. ઘર માં પેહલા જ બોવ પ્રોબ્લેમ આવી ગઈ છે મારા લીધે , હવે હું નથી ચાહતો કે ફરી આ ટેન્શન આવે ઘર માં , એટલે ભૂલ થી પણ પાયલ ની વાત ઘર માં નઈ નીકળવી જોઈએ.


રૂહાંન : ભાઈ હું તો મમ્મી ને નઈ કવ પણ તમારું શું , તમે તો એમની સાથે લગ્ન કરવા માંગતા હતાં ને , રિલેશન પણ હતું તો અચાનક કેમ આવું ?


આદિત્ય : રૂહાંન જીવન માં દરેક વસ્તુ આપણી દરેક જીદ પૂરી થાય એવું જરૂરી નથી. બધું મળે એવું જરૂરી નથી. અને એ રિલેશન પૂરું થઈ ગયું ક્યારનું . એટલે હવે મારા માં ઓછું અને કોલેજ પર ધ્યાન આપ. 10 વાગે લેક્ચર છે ને જાઓ.


રૂહાંન : હા નીકળું છું.


રૂહાંન કોલેજ જવા માટે નીકળી જાય છે. આદિત્ય એમની કેબિન માં એક દમ શાંત થઈ બેસી જાય છે. જતી બે સેકન્ડ માં તો એમની આંખો ભીની થઈ જાય છે. પાયલ ની વાત સાંભળી આદિત્ય ની આ બધી પ્રોબ્લેમ સાથે લડવા ની બચેલી તાકાત પણ જતી રહે છે. અને આદિત્ય એક દમ આધાર વિહીન થઈ જાય છે. જેમને એક પલ માં એમનું બધું જ એમના થી દુર ચાલ્યું ગયું હોઈ. આદિત્ય નો ગુસ્સો પોતાના પર વધારે હતો કારણ કે એમને દિવ્યા ને હંમેશા ખુશ રાખવા નું વચન આપ્યું હતું, અને આજે એમનાં જ લીધે દિવ્યા સૌથી વધારે દુઃખી થઈ ગયા હતાં. આદિત્ય એ પોતાને દિવ્યા ના પુરે પૂરા દોષી માનતા હતા.


___________________________________


દેવાંગી એમના રૂમ માં હોઈ છે અને વૈદેહી દી નો કોલ આવે છે.
દેવાંગી તરત ફોન ઉઠાવે છે.

વૈદેહી : ભાભી કેવી છે તબિયત ?

દેવાંગી : ત્યાં સુધી આટલી જલ્દી ખબર પોહચી ગઈ?🤣

વૈદેહી : હા તો , ખબર તો બધી મળી જાઈ મને ઘર ની , મારા જાસૂસો રાખેલા છે મે.

દેવાંગી : જાસૂસ તમારા ઓફિસ ગયા છે. સવારે મને કાલે મને હેરાન કરી ને🤣

વૈદેહી : ભાભી....તમને આવી રીતે દુઃખી જોઈ ને એમને પણ ટેન્શન થાય છે.

દેવાંગી : શું વાત તમે તમારા જાસૂસ સાથે?


વૈદેહી : કંઈ નઈ તમારી તબિયત ખરાબ થઈ હતી કહ્યું , એટલે મે ફોન કર્યો , પણ તમે પણ શું કામ આટલું બધું ટેન્શન લઈ લો છો. આદિત્ય સમજદાર છે. એ ક્યારે પણ ખોટું પગલું નઈ ભરે.


દેવાંગી : વૈદેહી રાજ ને કોઈ વાત જ નથી માનવી , એક પણ વાર મારી વાત નથી સાંભળવી. અને એના લીધે આદિત્ય કોઈ પણ એવું પગલું ઉઠાવશે તો એ નઈ ચાલે. અને મારો છોકરો ખોટો છે પણ નઈ.

વૈદેહી : પણ આ બન્ને ભાઈ નથી માનતા તો શું કરવા નું. તમે જશો મોટા ભાઈ ના ખિલાફ??

દેવાંગી : જવું હોત તો અત્યાર સુધી રાહ ના જોઈ હોત, એમણે નથી ગમતું તો પછી કંઈ કરવા નો મતલબ નથી , મને બસ આદિત્ય ની ચિંતા છે.

વૈદેહી : ભાભી હું આદિત્ય સાથે વાત કરીશ , એ ઘરે આવશે તો. અને આદિ પર વિશ્વાસ રાખો એ સભાંળી લેશે પોતાને.

દેવાંગી : સંભાળી તો રહ્યો છે.કામ માં મન લગાવે છે ભાઈ બીજું શું🤣

વૈદેહી : બધું ઠીક થઈ જશે. બન્ને બાપ દીકરા સમજદાર છે. વાંધો નઈ આવે કોઈ🤣સારું ચાલો આરામ કરો. હું જમવા નું બનાવું. બંને ભાઈ બેન હમણાં સ્કૂલ અને કોલેજ થી આવશે.

દેવાંગી : સારું.... જય શ્રી કૃષ્ણ

વૈદેહી : જય શ્રી કૃષ્ણ

_______________________________________


( પાયલ બપોરે 1 વાગે ઓફિસ માં એન્ટર થાય છે અને બધાં એમ્પ્લોય એને જ જોવે છે. દિવ્યા ની વાત ના કારણે પાયલ ખૂબ જ ગુસ્સા માં હોઈ છે અને એનો મૂડ પણ બોવ ખરાબ હોઈ છે. રાધિકા પોતાના ટેબલ પર થી ઉભી થઈ પાયલ પાસે આવી ને એને કહે છે.

" ક્યાં હતી અત્યાર સુધી , અને થયું છે શું તમે , ઓફિસ માં કોઈ ધ્યાન જ નથી તારું , ના આવા ની હોઈ તો નોટિસ તો આપ આગલા દિવસે , અને એ પણ ના થઈ શકે તો એક કોલ કરી ને કેહ તો ખરા "

પાયલ : એક થયું છે શું?

રાધિકા : જે ના થવું જોઈએ ને એ થયું છે. રાજ મેઈન ઓફિસ પર મિટિંગ માટે ગયો હતો , અને ફાઈલ તો તારી પાસે હતી , જરાં ફોન જો તારો , બધાં કોલ કરતા હતા એક વાર જવાબ ના આપી શકે તું.

પાયલ : હું મારા કામ માં બીઝી હતી , અને એ ફાઈલ નું હું કરી આપુ છું હમણાં.

પાયલ એના ટેબલ પર કામ કરવા જાઈ ને અને રાધિકા એને રોકી ને કહે છે કે " પાયલ કોઈ મતલબ નથી હવે એનો , ડીલ કેન્સલ થઈ ગઈ, તું જાણતી હતી કે આ ડીલ કંપની માટે કેટલી ઇમ્પોરટેન્ટ હતી. તું જાણે છે તારી ગેરહાજરી માં શું થયું અહીંયા , તારા લીધે અનંત સર એ સંજય સર ને બોવ જ ખરાબ રીતે લડ્યા , ને ધમકી પણ આપી દીધી કે હવે વિચારી લો તમારે એક રેઝિગનેશન લેટર ટાઈપ કરવા છે કે બે "


પાયલ : વૉટ...એમને ડેડ ને ધમકી આપી , મારા લીધે 😳


પાયલ ખૂબ જ ગુસ્સા માં આવી જાય છે. અને તરત ભાગી ને ઉપર જાઈ છે.


રાધિકા : પાયલ ઊભી રે ક્યાં જાઈ છે , મારી વાત તો સાંભળ
પાયલ રાધિકા ની કોઈ વાત નથી સાંભળતી અને ઉપર અનંત ના રૂમ નો દરવાજો ખોલી અંદર જાઈ છે. અનંત એમના ટેબલ પર લેપટોપ પર કામ કરી રહ્યા હોઈ છે અને સામે સંજય સોફા પર એમની બધી કામ ની ફાઈલ જોઈ રહ્યા હોય છે. પાયલ દરવાજો ખોલી અંદર જાઈ ને અને સંજય ઉઠી ને એની પાસે જઈ પાયલ ને ખુબ ટેન્શન માં પૂછે છે ,

" ક્યાં હતી તું , એક ફોન નથી થતો તારા થી , ઘરે ફોન કર્યો નરેન એ કહ્યું ઓફિસ માં છે , ભાભી ને ફોન કર્યો એમને કહ્યું ઓફિસ માં છે. કંઈ ઓફિસ માં હતી તું , એ કહીશ તમે "


પાયલ : સોરી જરૂરી કામ હતું એટલે જવું પડે એમ હતું

અનંત : હા તો એ જ કામ કર્યા રાખો હવે થી.

સંજય : અનંત મે કહ્યુ ને કે મને વાત તો જાણવા દે.


અનંત : વાત જાણવી હોય તો એના ઘરે જઈ સાંભળી આવજો. આ મારી ઓફિસ છે એનો બગીચો નથી તો ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાઈ. હું અહીંયા હોવ છું અને આવું થઈ રહ્યું છે, તો તો તમારા રેહતા તો અહીંયા કોઈ ને કોઈ જાત ની પડેલી જ નઈ હોઈ. અને પડી પણ ક્યાં થી હોઈ સંજય ભાઈ એમના સંબધો સાચવવાં માં વ્યસ્ત છે ને. એક કરો તમારી દીકરી ને તમારા ઘરે જ લઈ જાઓ , કરવી હોઈ એટલી વાતો કરજો.


અનંત ને સંજય સર સાથે આવી રીતે વાત કરતા જોઈ પાયલ અનંત પર ગુસ્સે થઈ જાય છે.


પાયલ : એક્સક્યુઝમી સર , એમને ઓફિસ ની પડી હોઈ કે ના પડી હોઈ , પણ એમના માં એટલી તો તમિઝ છે કે ઓફિસ ના એમ્પ્લોઇ સાથે કેવી રીતે વાત થાય , અને તમે જાણો છો શું અહીંયા ના વિશે , વર્ષો સુધી તો અહીંયા દેખાતા પણ નથી , અરે ચાર દિવસ થયા હજી મને તમારું નામ જાણતા , અને આજે પોતાના ગુસ્સા નો પાવર છે ને બીજે બતાવજો અહીંયા નહિ , ઓફિસ ભલે તમારી હોઈ પણ આ ઓફિસ અહીંયા ના એમ્પ્લોઇઝ ની મેહનત થી ચાલે છે , તમારા આ ગુસ્સા થી નઈ. બીજી વાત સંજય સર શું કરે છે એ અહીંયા તમારે જાણવા ની જરૂર નથી. વર્ષો થી ઓબરોય ઇન્ડસ્ટ્રી ને સાચવતા આવ્યા છે અને એમના લીધે જ આજે કંપની આ જગ્યા એ છે. તમારા જેવા વિદેશ માં જઈ રંગરલિયો મનાવા વાળા આ બધી વસ્તુ ઓ નઈ સમજી શકે.


પાયલ ની વાત સાંભળી સંજય એક દમ ચોકી જાઈ છે અને એમના થી ગુસ્સા માં બોલાઈ જાય છે
" પાયલ "
અનંત ની નજરો પાયલ ને ખતરનાક સિંહ ની જેમ ઘુરિ રહી હતી. અનંત દૂર હતા એટલે બે કદમ આગળ આવ્યા , અને પાયલ ના ડાબા હાથ ને જોર થી પકડી પોતાની કેબિન ની બાર બધાં સામે લઈ આવ્યા , સંજય સર અનંત ને રોકતા પાછળ પાછળ આવ્યા , અનંત સીડી થી નીચે આવી પાયલ નો હાથ જોઈ થી છોડી દીધો.અનંત ને રોકવા સંજય સર બોલ્યા ,

" અનંત જો મારી વાત સાંભળ"

અનંત એ ગુસ્સા માં પાયલ ને ઓફિસ ના દરવાજા તરફ આંગળી કરી , ખૂબ ગુસ્સા માં અને મોટા અવાજ માં પાયલ ને કહ્યું ,
" ગેટ આઉટ "
ઓફિસ માં એક દમ બધાં શાંત થઈ ગયા , બધાં ની આખો માં અનંત ના ગુસ્સા નો ડર હતો , આજ પેલા કોઈ એ પણ અનંત ને આ રીતે ગુસ્સા માં નતા જોયા. પાયલ બસ ગુસ્સા થી અનંત ની આંખો માં જ જોઈ રહી.

★★★★★★★

[ NEXT DAY ]

( NO SPOILER FOR SOME EPISODES🥰 )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.