Prem Asvikaar - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 15

સવારે નવી જગ્યા એ ગયા અને હર્ષ ઈશા ની બાજુ માં ફરે છે અને એને વાત કરવા નો પ્રયત્ન કરે છે. પણ એમાં એ નાકામયાબ થાય છે. કારણ કે જ્યારે જ્યારે એ વાત કરવા નો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે એની આજુ બાજુ કોઈ નાં કોઈ આવી જાય છે...એમ ને એમ સાંજ પાડી જાય છે અને સાંજે બસ ઘરે જવા નીકળી જાય છે ...ત્યાર બાદ બધા બસ માં બેઠા હતા તો ...હર્ષ ની નઝર એના મિત્ર અજય પર પડે છે તો તે પાછળ બેઠો બેઠો નિધિ ને ઈશારા કરી રહ્યો હતો..
ત્યાર બાદ સાંજે થોડું થોડું અજવાળુ હતું ને બધા એક હોટેલ માં નાસ્તો કરવા માટે ...રોકાય છે ત્યારે પણ હર્ષ વિચારે છે કે ..બધા નાસ્તો કરવા માટે સાથે બેઠા છે તો ...ત્યાં પ્રપોઝ કરે પણ ...ત્યાં હર્ષ ઈશા ને કોઈ નાં કોઈ વાત કરવા નો પ્રયત્ન કરતો હતો..પણ કઈ નાં કહી શક્યો પછી ...બસ પછી ટૂર થી ઘરે જવા નીકળી જાય છે અને બધા બસ માં ગીતો ગાવા લાગે છે...અને ખૂબ એન્જોય કરે છે...ત્યાં પાછળ નિધિ અને ઈશા સુઈ ગયા હતા... આ બધું હર્ષ જોઈ રહ્યો હતો...અને અજય પણ ત્યાં પાછળ નિધિ જોડે..બેઠો હતો....
એમ નાં એમ રાતના 11 વાગ્યા અને બધા ઘરે પહોંચવા આવ્યા હતા...ત્યાં હર્ષ ને વિચાર આવે છે કે ...રાત્રે બધા સુતા છે તો ઈશા જોડે જઈ ને એના દિલ ની વાત કરે ....
એમ નાં એમ બીજો અરધો કલાક થઈ ગયો અને બધા થાક્યા હતા એટલે શાંતિ થી સુઈ ગયા...
હર્ષ પણ થાકેલો હતો એટલે એની આંખો મિચવા લાગી....એવા માં લગભગ બીજો અરધો કલાક થયો હશે અને એવા માં એક જોર થી અવાજ આવ્યો...અને ત્યાં એક દમ સન્નાટો છવાઈ ગયો...બધા સ્ટુડન્ટ સુતા હતા...
જેવી હર્ષ ની આંખ ખુલી તો એ બસ નાં તળિયે પડ્યો હતો અને એક દમ બધા બૂમો પડવા લાગ્યા....ત્યારે હર્ષ ને ખબર પડી કે..બસ નું એક્સિડન્ટ થયું છે અને બસ ઊંધી પાડી છે ...એમાં અમુક સ્ટુડન્ટ ડ્રાઇવર નાં સ્ટેરીંગ પર જઈ ને અથડાય હતા.
અને બધા એક સાઇડ જાણે ઢગલો થઈ ગયા હોય એમ લાગતું હતું.... બસ નાં દરવાજા બંધ હતા એટલે કોઈ બહાર નીકળી નાતું શકતું...
એમાંય બધા ઊંગમાં હતા એટલે...કોઈ પણ છોકરા ઓ હલન ચલણ નાતા થઈ સકતા હતા...
ત્યાર બાદ હર્ષ ઉભો થયો અને પાછળ નો કાચ તોડી ને બહાર નીકળી જાય છે....ત્યાં એવા માં ખૂણા માં અજય બેભાન થઈ ને પડ્યો હતો તો એને ઉઠાવી ને બહાર લઈ જાય છે ....ત્યાં નિધિ પણ બહાર આવી જાય છે અને બીજા ઘણા બધા વિદ્યાર્થી ઓ બહાર આવી ગયા હતા...બીજા મિત્રો એક બીજાના મિત્રો ને શોધી રહ્યા હતા....
હર્ષ બસ માંથી બહાર આવી ને નિધિ ને બોલ્યો કે ઈશા ક્યાં છે? તો નિધિ બોલી કે " એ મને લાગે છે કે અંદર છે એને નીકળવી પડશે...
એટલું સાંભળતાજ તે ...અંદર બસ માં ચાલી જાય છે અને પાછળ નાં ભાગ માં તે જોવા ચાલ્યો જાય છે પણ તેને ઈશા નથી મળતી...પછી તેની નઝર એક ખૂણા તરફ જાય છે તો ત્યાં ઈશા ફસાયેલી પડી હતી અને બોલી રહી હતી કે ....કોઈ મને બચાઓ ....
એવા માં હર્ષ ત્યાં જઈ ને બોલે છે કે ચાલો હું આવી ગયો છું..તમને કઈ નહિ થાય તો ...ત્યાં ઈશા હાથ લંબાવે છે....
ત્યારે હર્ષ પહેલી વાર ઈશા ને ટચ કરે છે તો એ એક દમ ખૂબ સારું ફીલ કરે છે અને એના એક ટચ થી એની બધી વેદના ને તે સમજી લે છે અને એને પકડી ને ખેંચે છે તો ....ઈશા બોલે છે કે " મને નાં ખેચશો...મારો પગ ત્યાં ખુરશી નીચે ફસાયેલો છે એને નીકળો....ત્યાર પછી એ પગ ને નીકળે છે અને તેને ....બહાર ખેંચે છે...ત્યાર પછી નિધિ પણ ત્યાં આવી જાય છે અને બંને ઈશા ને હાથ નાં સહારે બહાર લઈ જાય છે....
ત્યાર પછી...ઈશા બેભાન થઈ જાય છે કારણ કે એને બઉ લોહી વહી ગયું હતું...તે જોતાં હર્ષ બુમ પાડે છે કે ...કોઈ એમ્બ્યુલન્સ બોલાવો ઈશા ને લઇ જવી છે....ઈશા બધું સંભાળી રહી હતી...અને ત્યાં હર્ષ એને પકડી ને રડતો હતો...
હર્ષ નાં આંસુ ઈશા નાં ફેસ પર પડી રહ્યા હતા....પણ ઈશા કઈ ફીલ નતી કરી રહી..
ત્યારબાદ એમ્બ્યુલન્સ આવે છે અને એમાં ઈશા ને બેસાડી દે છે અને નિધિ પણ ઈશા ની સાથે ચાલી જાય છે...બીજા ડોક્ટર હર્ષ ને પણ ટ્રીટમેન્ટ કરવા લાગે છે ....ત્યાર બાદ ...હર્ષ ની આંખ બંધ થઈ જાય છે....