Ek Anokhi Musafari - 7 books and stories free download online pdf in Gujarati

એક અનોખી મુસાફરી - 7

ભાગ :- ૬ 

રોહન ઘરે પહોંચ્યો ત્યાંજ તેને શ્રુતિનો રડવાનો અવાજ સંભળાયો. રોહન શ્રુતિ પાસે તેના કાકાના બેડરૂમમાં ગયો. "કાકી..., શ્રુતિ રડે છે ક્યાં છો તમે?" રોહન દરવાજા પાસે નજર નાખીને સાદ આપ્યો. ત્યાં જ તેના કાકી ઘરના મેઈન દરવાજાથી અંદર આવે છે અને બેડરૂમમાં જાય છે. "ક્યાં ગયા હતા તમે? હું ઘરમાં આવ્યો ત્યારે શ્રુતિ રડતી હતી." રોહન થોડો અકળાઈને બોલ્યો. હું શ્રુતિ માટે દૂધ લેવા ગઈ હતી કેમ કે ગઈ કાલે રાતે દૂધવાળો આવ્યો જ નહતો." રોહન ત્યાંથી તેની રૂમમાં ગયો અને બેગ મૂકીને ફ્રેશ થઈને નીચે જમવા ગયો પણ ફરીથી તેના મનમાં ગઈકાલ રાતની ઘટના વારંવાર યાદ આવવા લાગે છે. રોહન ડાઈનિંગ ટેબલની ચેર પર બેસે છે. ત્યાં તેને યાદ આવ્યું કે પેલી ચીઠ્ઠી હતી તે તેના પેન્ટમાં રહી ગઈ હતી અને વોશિંગ મશીનમાં તેણે ધોવા નાખી દીધું હતું. રોહન ફટાફટ ઉભો થઈને બેગમાંથી ચિઠ્ઠી લેવા ગયો. વોશિંગ મશીનમાંથી તેનું પેન્ટ શોધીને ચિઠ્ઠી કાઢીને રોહને તેના પર્સનલ ડબ્બામાં તેણે મૂકી દીધી અને પાછો નીચે રૂમમાં જમવા ગયો. આજે જમવાનું મોડું થઇ ગયું હતું અને બપોરનો એક વાગ્યો હતો. 

કાકી :- "કેમ આવી રીતે ફટાફટ ભાગીને રૂમમાં ગયો? કઈ થયું નથીને."

રોહન (થોડો ગભરાઈને) :- "ના..ના... , આ તો એક જરૂરી કામ યાદ આવી ગયું એટલે ગયો હતો."

કાકી :- "કંઈ છુપાવતો નથીને? છુપાવતો હોય તો કઈ દેજે."

રોહન :- " ના.. ના.. , કઈ છુપાવતો નથી. મારા ફોનમાં ચાર્જિંગ નહતું એટલે ફોન ચાર્જિંગમાં મુકવા ગયો હતો."

કાકી :- "સારું જમીને વાચવા બેસી જજે. હવે પરીક્ષાના દિવસો કઈ બહુ દુર નથી."

રોહન જમીને સીધો તેનાં રૂમમાં જાય છે અને બેગ લઈને સ્ટડી ટેબલ ઉપર વાંચવા બેસે છે. "અરે યાર વાંચવામાં મન જ નથી લાગતું. ગઈકાલની રાતને લીધે સરખુ ધ્યાન જ નથી આપી શકતો. કોણ હોઈ શકે બંને? "રોહન ધીમે રહીને બબડ્યો. રોહન કંટાળીને ઉભો થઇને બેડ ઉપર સુવા ગયો. "કઈ નઈ હવે આના વિશે કંઈ વિચાર્યુ નથી. નહિતર પરીક્ષામાં ફાફા પડી જશે. જવાદે મારે શું જે હોય એ." વિચારતાં વિચારતાં રોહનને ઊંઘ આવી જાય છે. રોહનને ઊંઘમાં ને ઊંઘમાં સાંજના છ વાગી જાય છે. રોહન ધીમે રહીને ઘડિયાળ પર નજર નાખતાં બોલ્યો " બાપ રે , છ વાગી ગયા. હજી કેટલો બધો સિલેબસ બાકી છે અને હજી હું સુઈ રહ્યો છું." રોહન મોઢું થઈને વાંચવા બેસી જાય છે. રોહનને વાંચતા વાંચતા ક્યારે 2 કલાક નીકળી જાય છે કઈજ  ખબર નથી પડતી. રોહન ચોપડા મુકીને નીચે રાતનું જમવા જાય છે.

રોહન :- " આંટી, જમવાનું થઇ ગયું હોય તો બેસી જાવ."

કાકી :- " ના ,હજી નથી થયું ટામેટા જ રસોડામાં નહોતા તો માર્કેટમાં લેવા ગઈ હતી ત્યાજ મોડું થઇ ગયું અને આજે તું બહુ સુતો બપોરે."

રોહન :- " હા ગઈકાલ રાતે વધારે મોડે સુધી વાંચ્યું હતું એટલે મારી ઊંઘ પૂરી નહોતી થઈ એટલે બપોરે વધારે સમય સુઈ ગયો."

કાકી :- " રાત્રે પૂરતી ઊંઘ લઇ લેવાની બહુ ઉજાગરા નહીં કરવાના નહીતર બીમાર પડીશ ખોટો. થોડીવાર બહાર આંટો મારી આવું ત્યાં સુધીમાં જમવા નું થઇ જશે."

રોહન ઘરની બહાર આંટો મારવા જાય છે. ઘરથી થોડેક દૂર જાય છે ને ત્યાં એક નાનકડી શેરીમાં બે-ત્રણ નાના બાળકો એકલા રમતા દેખાય છે. રોહન ત્યાં જઈને શેરીને અડેલી એક પાળી ઉપર બેસી જાય છે. બાળકોને રમતા જોઈને રોહન અંદરથી અંદર સારું એવી લાગણી મહેસુસ કરેં છે. રાતના સાડા આઠ  આસ પાસ સમય થયો છે અને પાછું શિયાળાના કારણે અંધારું પણ વહેલું થઈ ગયું હતું. રોહનની નજર ફરતી ફરતી શેરીના બીજા છેડે ઉભેલા બે જુવાન લોકો ઉપર પડી. તેમણે કાળા કલરના કપડા અને મોઢે કાળું માસ્ક પહેર્યું હતું. રોહન ત્યાથી નજર હટાવી લે છે તેને લાગ્યું કે હશે કોઈક શેરીમાં જ રહેતું હશે ને? શેરીમાં ફક્ત પેલા ચાર બાળકો રમી રહ્યા હતા, રોહન પાળી ઉપર બેસ્યો હતો અને પેલા બે લોકો શેરીના બીજા બાળકો અને રોહન ઉપર નજર રાખીને ઉભા હતા. " આ કેમ ક્યારના નજર અમારી ઉપર નજર રાખીને ઉભા છે? કદાચ ગઈકાલ રાતની ઘટનાને કારણે... ના ના એ તો ના હોઈ શકે." મનોમન વિચારીને રોહન ત્યાંથી ઘર તરફ ચાલવા લાગ્યો. જ્યાં રોહન દસ-પંદર ડગલાં આગળ ચાલ્યો ત્યાં જ પેલા બે કાળાં કપડાંવાળા લોકો બાળકની નજીક આવવા લાગ્યા. રોહન થોડો હજી આગળ ચાલે છે ત્યાંજ રસ્તામાં  પથ્થરની ઠેસ વાગતા રોહન નીચે પડે છે. રોહનને ડાબા પગમાં ટચલી આંગળી ઉપર ઈજા પહોચે છે. રોહન હિંમત કરીને ઊભો થયો ત્યાંજ  તરત તેની નજર જ્યાં બાળકો રમતા હતા ત્યાં પડી. ત્યાં પેલા બે અજાણ્યા લોકોએ બાળકોને મો હાથ રાખીને તેનું મોં બંધ કરીને શેરી બીજી બાજુ ચાલવા લાગ્યા અને આ રોહન જોઈ ગયો. તે બે લોકો ને ખબર નહીં કે રોહનની નજર ત્યાં પડી ગયેલી. રોહનને અંદાજો આવી ગયો હતો કે નક્કી આ લોકો કિડનેપર જ હશે. "અરે ઓ ભાઈ, આ લોકો ને આવી રીતે ક્યાં લઈ જાઓ છો? તમે ઉભા રહો નહીં તો પોલીસ બોલાવું." બુમ પાડીને રોહન તેમની પાછળ દોડયો. ત્યાં પેલા બે લોકો બાળકને લઈને ફટાફટ સ્પીડમાં ભાગ્યા અને ત્યાં વાન પહેલેથી જ તૈયાર હતી અને તેમાં બેસાડીને તે લોકો ચાલ્યા ગયા. રોહન ત્યાં દોડતો પોહચ્યો. રોહન અને તે વાન વચ્ચે ફક્ત વીસ થી પચીસ ડગલાંનું અંતર હતું. રોહન પેલી વાન પાછળ દોડયો પણ વાન એટલી સ્પીડમાં જતી હતી કે તે વાન સુધી પહોંચી નાં શક્યો. રાતના નવ વાગ્યા હતા અને ખોર અંધારું થઈ ગયું હતું. રોહને વાનનો પીછો તો ના કરી શક્યો, પણ તેણે તે વાન પાછળ પાછળ અને કાચ ઉપર એ નાનકડું ત્રિકોણ આકારનું ચિન્હ યાદ રહી ગયું અને વાન લાલ કલરની. રોહન થોડી આગળ ગયો ત્યાં જ તેમની શાળાની સામેની દુકાનના માલિક સુધીરભાઈ બાઈક લઈને ઉભેલા દેખાયા. રોહન હાંફતો હાંફતો દોડીને તેમની પાસે ગયો.

રોહનને આવી રીતે જોઈને સુધીરભાઈ બોલ્યા :- "ક્યાં જાય છે આટલી ઉતાવળમાં ? પોરો ખા પોરો ખા."

રોહન :- " તમે મારી સાથે ચાલો ફટાફટ પેલી વાન જાય છે ને આગળ તેનો પીછો કરવાનો છે."

સુધીરભાઈ :- " પણ કેમ શું થયું એવું કે વાનની પાછળ જવાનું છે."

રોહન :- " અરે હું શેરી પાસે બેઠો બેઠો બે-ત્રણ બાળકોને રમતા જોતો હતો. ત્યાં જ હું થોડી વાર રહીને ઘર તરફ જવા નીકળ્યો ત્યાં જ અજાણ્યા બે લોકો કાળા કપડામાં અને મોઢે કાળું માસ્ક

             બાંધેલુ તે આવીને બે છોકરાને મોઢા બંધ કરીને વાનમાં લઇ ગયા. આ તો સારું થયું કે મારી નજર તેમના પર પડી ગઈ. તમે ફટાફટ ચાલો નહીતર પેલી વાન હાથમાંથી નીકળી જશે.

              પેલા બે બાળકો મુસીબતમાં છે."

સુધીરભાઈ :- " હા ચલ.. ચલ.. , ફટાફટ બેસ પાછળ."

રોહન સુધીરભાઈની બાઈક પાછળ બેસે છે અને વાનનો પીછો કરવા લાગે છે.

ક્રમશ :