Mrugtrushna - 34 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 34

મૃગતૃષ્ણા - ભાગ 34

[ RECAP ]

( અનંત પાયલ ને ઓફિસ માંથી નીકળી જવા નું કહે છે. પાયલ ની સાથે અનંત નો વ્યવહાર જોઈ સંજય દુઃખી થઈ જાય છે, દીપક અને વૈદેહી આદિત્ય ની વાત કરે છે, બીજી તરફ ધનરાજ દિવ્યા ની શોપ પર જાઈ છે અને દિવ્યા ને અજાણતા મળે છે પણ છેલ્લે દિવ્યા એમને ઓળખી જ જાઈ છે. )

_______________________________
NOW NEXT
_______________________________


દિવ્યા ઘરે એમના રૂમ માં જાઈ છે, જેવો એ રૂમ નો દરવાજો ખોલે છે, તો એમને રૂમ ની લાઈટ બંધ દેખાઈ છે, સામે દિવ્યા જોવે છે કે પાયલ બેડ પર સુઈ રહી હોય છે. દિવ્યા મન માં વિચારે તો છે કે આજે પાયલ આટલી જલ્દી એમના આવ્યા પેહલા કેમ સુઈ ગઈ. પણ તે છતાં દિવ્યા રૂમ ની લાઈટ ચાલુ નથી કરતા. દિવ્યા પાયલ સાથે વાત કરવા માંગતી હતી પણ પાયલ ને આ રીતે સૂતી જોઈ એ એમના મન ને સમજાવી લે છે. અને ફ્રેશ થઈ ને એ પણ સુઈ જાઈ છે.


___________________________

( દેવાંગી અને વૈશાલી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા ની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં રૂહાંન ભાગતા ભાગતા આવે છે. )

રૂહાંન : મમ્મી.....શું બનાવ્યું??

દેવાંગી : રોહું.....બસ કર...અને ધીરે થી આવ..... આના લીધે જ પપ્પા તને બોલે છે.

રૂહાંન : મમ્મી....પપ્પા મને શું ભાઈ ને પણ બોલે છે 🤣તમારો શ્રવણ જેવો દીકરો ગમે એટલો ડાયો હોય....પણ પપ્પા વાત ના માન્યા એટલે ના જ માન્યા....મે તો ભાઈ ને કહ્યું કે ભાગી મે લગ્ન કરી લો...🤣🤣

દેવાંગી રૂહાંન પર થોડા ગુસ્સે થઈ જાય છે
" રૂહાંન..... તને કેટલી વાર કેવા નું કે સમજી ને બોલ...મોટો ભાઈ છે તારો"

વૈશાલી : દીદી.....રૂહાંન એ વાત તો સાચી જ કરી છે પણ. હવે મોટા ભાઈ માનતા નથી તો બિચારો છોકરો કરે પણ શું?. અને આજ ના છોકરાં ઓ ને તમે તો જાણો જ છો માં બાપ ને કહ્યા વગર....

દેવાંગી વૈશાલી ને એમની વાત અડધે જ રોકી ને એમને જવાબ આપે છે
" વૈશાલી.....એવું કંઈ જ નઈ થાય. આદિત્ય ઓબરોય ખાનદાન નો દીકરો છે. આજ ના છોકરાં ઓ અને મારા આદિત્ય માં બોવ ફર્ક છે. "

પાછળ થી અજીત આવે છે અને દેવાંગી ની વાત માં હામી ભરી ને જવાબ આપે છે
" સાચું કહ્યું ભાભી એ.....આદિત્ય કંઈ પણ કરી શકે પરંતુ એના માં બાપ ના ફેંસલા વિરુદ્ધ ક્યારે પણ નઈ જાઈ. અને આ ભાઈ અને ભાભી ના સંસ્કાર છે. "

રૂહાંન : તો કાકા મારા માં કોના સંસ્કાર છે?🤣😂

અજિત : તારી બધી ગર્લ ફ્રેન્ડ ના 🤣છોકરીઓ સાથે રહી ને જ બગડ્યો છે તું.

રૂહાંન : અરે છોકરીઓ સાથે રહી ને તો સુધરીયો છું...હે ને મમ્મી..

દેવાંગી : રૂહાંન....ચૂપ ચાપ જમી લે ચાલ..

રૂહાંન : ભાઈ અને પપ્પા ને તો આવવા દે..

અજીત : હા...આટલી વાર થઈ અનંત પણ નઈ આવ્યો હજી

દેવાંગી : અનંત નો તો ફોન આવ્યો મને કે મોડું થશે એને...આ બંને નઈ આવ્યા હજી

( બાર પાર્કિંગ માં આદિત્ય પોતાની કાર લઇ ને આવે છે. કાર માંથી પોતાનું બેગ લઈ બાહર આવી ગાડી લોક જ કરતા હોય છે ત્યાં આદિત્ય ધનરાજ ની કાર ને આવતા જોવે છે. ધનરાજ જેવા કાર માંથી બહાર આવે છે એટલે તરત એ આદિત્ય ને જોવે છે. ડ્રાઇવર કાર લઈ પાર્કિંગ માં અંદર મૂકવા જાઈ છે. ધનરાજ થોડું આગળ આદિત્ય પાસે આવે છે , આદિત્ય સામે આવી ધનરાજ એમને સરસ સ્માઇલ આપી સવાલ કરે છે.

કેટલાં વાગ્યા???😄

આદિત્ય : પપ્પા મિટિંગ હતી એટલે મોડું થયું. સોરી

ધનરાજ : અચ્છા....જમી ને આવ્યો?

આદિત્ય : ના.....મમ્મી એ નાં કહી હતી એટલે

ધનરાજ :🤣🤣મમ્મી કંઈ વાત માં હા પાડે છે તારી

આદિત્ય :🤣🤣

ધનરાજ : ચાલો તો અંદર.....

આદિત્ય અને ધનરાજ સાથે ઘર માં અંદર આવે છે. દેવાંગી ની નજર તરત એમના પર પડે છે. બંને ને હસતા હસતા આવતા જોઈ દેવાંગી એમને જોઈ રહે છે. ધનરાજ ત્યાં આવી દેવાંગી સામે જોઈ ને કહે છે

ધનરાજ : શું થયું?😄

દેવાંગી : કંઈ નઈ બધાં રાહ જોવે છે તમારા બંને ની , જમી લો ચાલો.આદિત્ય બેસી જા ચાલ

આદિત્ય: મોમ હું ચેન્જ કરી ને આવું.

દેવાંગી : હા....

ધનરાજ : હું પણ હાથ પગ ધોઈ એવું , જમવાનું ચાલુ કરો બધાં , અને હા આજે મારે એક વાત કરવી છે એટલે જમી ને બધાં મને મળો બરાબર....આદિત્ય બરાબર ને

આદિત્ય : હા વાંધો નઈ

ધનરાજ : સારું જા , ચેન્જ કરી આવ.
( બધાં જમવા નું ચાલુ કરે છે,અને ધનરાજ એમના રૂમ માં જતાં રહે છે. )

_________________________


( સંજય ઘરે પોહચે છે અને એમની વાઇફ સ્વાતિ ઘર નો દરવાજો ખોલે છે. સંજય ઘર માં આવી પોતાનું બ્લેજર ઉતારી સોફા પર નિરાશ થઈ ને પોતાના વિચારો માં ખોવાઈ જાય છે.સંજય ને આ રીતે નિરાશ જોઈ સ્વાતિ એમને તરત સવાલ કરે છે. )

સ્વાતિ : સંજુ.....શું થયું?કેમ આટલા નિરાશ છો?

સંજય : હું નિરાશ નથી નીરસ છું , જીવન ની બબાલો થી કંટાળી ચુક્યો છું , થાકી ચુક્યો છું બધાં ને સંભાળી સંભાળી ને.

સ્વાતિ સંજય ને આવી રીતે જોઈ થોડા ગભરાઈ જાઈ છે , અને સંજય ની પાસે જઈ એમનો હાથ પકડી ને પૂછે છે " સંજય આમ જોવો તો શું થયું , કંઈ થયું? બોલો ને ? જમી લો ચાલો...

સંજય : નથી જમવું

સ્વાતિ : કારણ તો હોઈ ને એનું કંઈ

સંજય : સ્વાતિ....કાલ થી હું ઓફિસ માં રીઝાઈન આપુ છું.
સંજય ની વાત સાંભળી સ્વાતિ એક દમ સ્તબ્ધ બની જાય છે. અને સંજય ની તરફ જ જોયા રાખે છે.

સ્વાતિ : કેમ???શું થયું છે એ વાત તો કરો?

( સંજય સ્વાતિ ની બાજુ માંથી ઉઠી ને ગુસ્સા માં જ ત્યાં થી ઉપર જઈ એમના રૂમ માં જતાં રહે છે. સ્વાતિ બસ ચૂપ થઈ અચાનક શું થયું એના વિચારો માં જ ખોવાઈ જાય છે. )

___________________________________

( ઓબરોય મેન્શન માં બધાં જ આગળ ના રૂમ માં બેઠાં હોઈ છે અને ધનરાજ ના આવવા ની રાહ જોઈ રહ્યાં હોઈ છે. )

અજીત : ભાભી શું લાગે છે ભાઈ શું વાત કરવા ના છે?

દેવાંગી : ખબર નઈ એમના મન માં શું ચાલે એ તો એ જ જાણે.

રૂહાંન ( આદિત્ય ને ) : ભાઈ.....શું વિચારો છો ?🤣

આદિત્ય : કંઈ નઈ...

( તરત જ ધનરાજ પોતાના રૂમ માંથી બહાર આવી બધાં ની સાથે આગળ ના રૂમ માં આવે છે.)

ધનરાજ : ઓહ....હો , સભા આખી હાજર છે 🤣

રૂહાંન : હા....🤣શેર બુલાયે ઓર જનતા ના આયે એસા થોડી હો શકતાં હે.

અજીત : ભાઈ....શું વાત છે , કોઈ જરૂરી વાત હતી?

ધનરાજ : અજીત....વાત જરૂરી છે એટલે જ આપણે બધાં અહીંયા હાજર છે. દેવાંગી અનંત ક્યાં?

દેવાંગી : એને કામ હતું એટલે કહ્યું છે કે વાર થશે. રાજ વાત શું છે એ કહો.

ધનરાજ ની નજર તરત આદિત્ય તરફ જાય છે અને ધનરાજ તરત ઉઠી ને આદિત્ય પાસે જાય છે. આદિત્ય સોફા પર થી ઉઠી ને ધનરાજ ની સામે ઊભા રહી જાય છે. અને આદિત્ય સમજી જાય છે કે વાત એમના જ રિલેટેડ છે.ધનરાજ ને આવી રીતે જોઈ દે સમજી જાઈ છે કે ધનરાજ આદિત્ય વિશે કોઈ વાત કરવા ના છે.

ધનરાજ : છેલ્લાં 15 દિવસ માં આપણે સૌ જોઈ રહ્યાં છે કે એક વાત ઘર માં ખુબ ચાલી રહી છે. જેની જાણ મને સૌથી પેહલા દેવાંગી પાસે થી થઈ હતી અને એ વાત હતી કે આદિત્ય લગ્ન કરવાં માંગે છે.

દેવાંગી ધનરાજ ની વાત સાંભળી તરત સોફા પર થી ઉભા થઈ જાય છે. અને આદિત્ય ધનરાજ બાજુ જોઈ નિશબ્દ બની જાય છે.

ધનરાજ : આદિત્ય....તું માને છે કે હું તારા જીવન માં કોઈ ફેંસલો લવ અને એ ખોટો હોઈ?

આદિત્ય : નઈ ડેડ....

ધનરાજ : તો મે એક ફેંસલો લીધો છે કે તારા લગ્ન હવે થશે , બોવ જલ્દી થશે.

ધનરાજ ની વાત સાંભળતા જ દેવાંગી અને આદિત્ય એક બીજા સામે જોઈ રહ્યા હોય છે. અને થોડી વાર આમ જ રહે છે. અચાનક રૂહાંન ધનરાજ ની પાસે આવી ને કહે છે,
" વાઉ......ડેડ , સિરિયસલી....તમને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ ના લગ્ન થી. મતલબ ભાઈ અને દિવ્યા જી ના લગ્ન ફાઇનલ "

અજીત: આદિત્ય.....હવે ખુશ😄તને ખૂબ ખૂબ અભિનંદન.

ધનરાજ : એક મિનિટ.... ઊભા રહો બધાં , મે કહ્યુ કે આદિત્ય ના લગ્ન ફાઇનલ....પણ એવું નથી કહ્યું કે દિવ્યા સાથે ફાઇનલ.

ધનરાજ ની વાત સાંભળી આદિત્ય ની બે પલ ની બધી ખુશી ગાયબ થઈ જાય છે. દેવાંગી ટેન્શન માં આવી ધનરાજ પાસે જાઈ સવાલ કરે છે

દેવાંગી : મતલબ????દિવ્યા સાથે નઈ તો કોની સાથે?

ધનરાજ : મારા મિત્ર છે એની છોકરી આરાધ્યા સાથે. અને હા આ લગ્ન નક્કી છે હવે. હું બસ હવે ચાહું છું કે આદિત્ય એક વાર એને મળી લેઇ.

દેવાંગી : રાજ....આ લગ્ન નઈ થાય

ધનરાજ : સવારે તે મને વચન આપ્યું તું કે મારી વાત માં મારો સાથે આપીશ.

દેવાંગી : એ ફક્ત એટલે કારણ કે તમે મને કહ્યું કે આ વાત માં આદિત્ય ની ખુશી છે.

ધનરાજ : હા....તો આદિત્ય ના લગ્ન માં નથી એની ખુશી....15 દિવસ થી બન્ને એ જ લગ્ન ની વાત લઈ ને બેઠાં છો. હવે શું વાંધો છે.

દેવાંગી : રાજ.... એ ફક્ત દિવ્યા સાથે લગ્ન ની વાત હતી...બીજા કોઈ સાથે નઈ.

ધનરાજ : એક કામ કર , બધાં ફેંસલા તું જ લઈ લે ને , આદિત્ય બરાબર ને , કોઈ વાત હોઈ તો એ પણ મોમ ને , પ્રોબ્લેમ હોઈ તો એ પણ મોમ ને , તો ફેંસલો પણ એ જ લઈ લેઇ ને. હું જતો રહ્યુ.

આદિત્ય : ડેડ....એવું નથી. હું બસ કેહવા નો જ હતો તમને.

ધનરાજ : ક્યારે લગ્ન કરી કોઈ ને ઘર માં લઇ આવીશ ત્યારે આદિત્ય ઓબરોય?

ધનરાજ નો ગુસ્સો અને વાત સાંભળી આદિત્ય ની આંખો માં આંસુ આવી જાય છે.

આદિત્ય : હું એવું ક્યારે પણ નઈ કરું પપ્પા , તમારી અને મોમ ની ખુશી મારા માટે બધું જ છે. તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પ્લીઝ તમે ગુસ્સે નઈ થાય.

દેવાંગી : આદિ...કોઈ લગ્ન નઈ થાય.

ધનરાજ ગુસ્સા માં દેવાંગી સામે બોલે છે , પ્રોબ્લેમ શું છે....

દેવાંગી : પ્રેમ છે પ્રોબ્લેમ.....જેને આપણાં માટે આપણાં છોકરાં એ ત્યાગી દીધો. એક વાર છોકરા ની પાસે બેસી ને પૂછ્યું કે તને એ વાત નું દુઃખ છે કે નઈ , એક વાર એની પાસે બેસી ને સવાલ કર્યો કે મારા ફેંસલા થી તું ખુશ છે કે નઈ. પોતાનો ફેંસલો મનાવવો હોઈ ને બીજા પાસે તો એના ફેંસલા ને ફક્ત એક વખત તો માન આપો. દીકરો બધું માને છે એનો મતલબ એવો નથી કે એની બધી ઈચ્છાઓ મારી નાખવા ની. એક વખત એની પસંદ ને માન આપતા સિખો.

બોલતાં બોલતાં દેવાંગી રડી પડે છે.અને થોડું શાંત થઈ આદિત્ય નો હાથ પકડી ને કહે છે.

દેવાંગી : આદિ.... તારે શું કરવું છે બોલ , દિવ્યા સાથે લગ્ન કરવા છે.

ધનરાજ : નઈ થાય....

દેવાંગી : થશે....કોઈ ને મંજુર કોઈ કે મંજૂર ના હોઈ.

આદિત્ય : મોમ....મને આ લગ્ન મંજૂર છે, અને હવે તમે એક પણ વાર પપ્પા સામે બોલ્યા તમને મારી કસમ ......

દેવાંગી આદિત્ય સામે જોતા જ રહી જાય છે. ધનરાજ આદિત્ય પાસે આવી એને છેલ્લી વખત પૂછે છે
" તને ખરેખર મંજૂર છે? "

આદિત્ય નાની સ્માઈલ આપી ને ધનરાજ ને જવાબ આપે છે,
" પપ્પા હું તમારો દીકરો છું , કદાચ તમે મને જેટલો પ્રેમ કરો છો એટલો કોઈ ને પણ નઈ કરતા હોવ , તમારો આ ફેંસલો છે તો મને એના પર 100% વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે હું ભૂલ કરી શકું તમે નઈ કરી શકો , આ ઘર માટે તમે જેટલું કર્યું છે એટલું કોઈ એ નઈ કર્યું , અને મારા મોમ ડેડ ના હક થી તમે આ ફેંસલો લીધો છે અને મને આમાં કોઈ ઓબજેકશન નથી. ડેડ તમે જે રસ્તે ચાલવા કહેશો હું ત્યાં ચાલીશ , તમે ખાડા માં પડવા કહેશો હું આંખ બંધ કરી પડવા તૈયાર છું , અને હું આ લગ્ન માટે પણ તૈયાર છું. તમારી અને મોમ ની ખુશી માં જ મારી ખુશી છે. આપ જે કેહશો હું કરીશ. "

આદિત્ય ની વાત સાંભળી ધનરાજ જાણે આદિત્ય માં ખોવાઈ ગયાં હોઈ એમ એણે જોઈ જ રહ્યાં હોઈ છે. બધાં ના ચેહરા પર આદિત્ય ને જોઈ એક દમ શાંતિ છવાઈ જાય છે. આદિત્ય નો ધનરાજ માટે નો પ્રેમ એના ચેહરા પર સાફ સાફ દેખાઈ રહ્યો હતો. આદિત્ય ને આવી રીતે જોઈ ધનરાજ એને તરત ગળે લગાવી લેઇ છે.

ધનરાજ : વિશ્વાસ છે ને મારા પર...હું ક્યારે પણ તારું ખોટું નઈ વિચારું...બસ એક વાર મારી વાત માન, અને મારી સાથે પરમદિવસે છોકરી જોવા ચાલ , આવીશ ને???

આદિત્ય : તમે જ્યાં લઈ જશો ત્યાં આવીશ😄

વાત કરતા કરતા આદિત્ય દેવાંગી પાસે જાય છે,
" મમ્મી હવે તું પણ સ્માઇલ કર , જો મને કોઈ પ્રોબ્લેમ નથી , હું ખુશ છું ડેડ ના ફેંસલા થી. "

ધનરાજ : દેવાંગી....પ્લીઝ એક વાર તો મારો સાથ આપી ને જો.

અજિત : ભાભી ભાઈ સાચું કહે છે....એમને આદિત્ય માટે કંઈક સારું વિચારી ને જ નિર્ણય લીધો હસે ને.

વૈશાલી : સાચી વાત છે....આદિત્ય પણ સેટ થઇ જાય , આદિ વાત માને ત્યાં સુધી લગ્ન નઈ કરાવો તો પછી ભાઈ છોકરી ને લઈ ને રવાના થતા 2 મિનિટ પણ નઈ વિચારે.....

દેવાંગી : એ બીજા છોકરા હસે , મારા દીકરા ના સંસ્કાર આવા નથી.

આદિત્ય : હા... એ દીકરા ની ખુશી માટે એક સ્માઈલ આપો ચાલો😄.

આદિત્ય ની વાત સાંભળી દેવાંગી હસતા હસતા આદિત્ય ને ગળે મળી જાય છે.

ધનરાજ : આદિત્ય....પૂછી જો કે ફેંસલો ચાલશે કે એમને પછી એમનું જ ચલાવું છે.

દેવાંગી : હું મારાં દીકરા માટે લડું છું મારા માટે નઈ.

ધનરાજ દેવાંગી ની પાસે સોફા પર બેસી જાય છે અને પ્રેમ થી એમને કહે છે.

" હાં.....તો મેડમ , તમારો એ દીકરો મારો પણ કંઇક લાગે છે. અને એ હક થી શું હું એના માટે કોઈ નિર્ણય લવ....તો એ ખોટો હસે એના માટે?

વાત ચાલતી જ હોઈ છે અને ધનરાજ ની નજર ઘર ના ડોર ઉપર પડે છે અને એમને અનંત દેખાઈ છે.

ધનરાજ : અનંત.....😄આવો

અજિત અનંત પાસે જાય છે અને એમને કહે છે કે
" અનંત ભાઈ એ આદિત્ય માટે એક છોકરી પસંદ કરી છે , જો આદિત્ય ને પસંદ આવી જશે તો લગ્ન નક્કી "

અનંત દેવાંગી સામે જોઈ ને જવાબ આપે છે " સાંભળ્યું મે "
અનંત અને દેવાંગી ની આંખો માં આ લગ્ન માટે એક નાસેહમતી સાફ સાફ દેખાઈ રહી હતી.ધનરાજ ઊભા થઈ ને બધાં ને કેશે.

ધનરાજ : તો વાત નક્કી , આપને પરમ દિવસ એ મારા મિત્ર ના ઘરે જઈ રહ્યા છે. ચાલો 11 વાગ્યા હવે સુઈ જઈએ.....દેવાંગી અનંત ને જમવા નું આપી દો જાવ.

★★★★★★★


[ NEXT DAY ]

( NO SPOILER FOR SOME EPISODES🥰 )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 4 months ago

Zalak Soni

Zalak Soni 5 months ago

Dipti Patel

Dipti Patel 4 months ago

Hemal nisar

Hemal nisar 4 months ago

Khyati Pathak

Khyati Pathak 4 months ago