My freak accident in Gujarati Comedy stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | મારું અતરંગી અકસ્માત

Featured Books
  • विंचू तात्या

    विंचू तात्यालेखक राज फुलवरेरात का सन्नाटा था. आसमान में आधी...

  • एक शादी ऐसी भी - 4

    इतने में ही काका वहा आ जाते है। काका वहा पहुंच जिया से कुछ क...

  • Between Feelings - 3

    Seen.. (1) Yoru ka kamra.. सोया हुआ है। उसका चेहरा स्थिर है,...

  • वेदान्त 2.0 - भाग 20

    अध्याय 29भाग 20संपूर्ण आध्यात्मिक महाकाव्य — पूर्ण दृष्टा वि...

  • Avengers end game in India

    जब महाकाल चक्र सक्रिय हुआ, तो भारत की आधी आबादी धूल में बदल...

Categories
Share

મારું અતરંગી અકસ્માત

આજથી લઘ્ભગ્ બે વર્ષ પહેલા ની વાત છે , ઉનાળા ની ગરમી ના દિવસો હતા અને રજાઓ પણ , અમારા ઘર થી 2 km દૂર એક મંદિર આવેલું સધી માતાનું મારા મિત્ર એ કહ્યું આપણે આજે જઈએ આજે રવિવાર છે મંદિરે આજે મેળા જેવું હશે અને ત્યાં જઈ ને દર્શન કરીને આપણે પાછા આવી જઈશું ,

હું : હા વાંધો નહીં પણ જઈશું શેમાં બાઈક માં જઈએ ચાલશે ને ?

મિત્ર : ના આજે આપણે ચાલતા જઈએ લોકો આજે ચાલતા જતા હશે ચાલ જઈએ આપણે પણ ચાલી ને જઈએ

હું :પણ 🤔 હા બરાબર ચાલ જઈએ

મિત્ર : 4 વાગે મળીએ ઓકે

હું : હા વાંધો નહીં હું આવી જઈશ

(4 વાગ્યા હું અને મિત્ર નીકળ્યા ઘરે થી નીકળ્યા રસ્તા માં વાતો કરતા કરતા )

મિત્ર : તે કાલે પેલી ફિલ્મ ની લિન્ક મોકલી હતી એમાં યાર જરાય પણ fight તો હતી જ્ નહીં ,આપણે તો એકદમ fight વાળી ફિલ્મો જોવા વાળા અને તે તો love સ્ટોરી વાળી ફિલ્મ ની લિન્ક મોકલી મને કેમ ?

હું : જો ભાઈ મને તો બધી જ્ જાત ની ફિલ્મો ગમે કાલે વાંધો નહીં કોઈ hollywood ની ફિલ્મ ની લિન્ક મોકલીશ ચાલશે ને , mi ચાલશે ?

મિત્ર: ના એમાં ટેકનોલોજી વધારે હોય અને ઇંગ્લિશ પણ એ પણ નથી જોવી

હું : તો એમ કહી દે ને કે સાઉથ ની ફિલ્મો વધારે ગમે છે ચાલ એ મોકલીશ ,

મિત્ર : હા એમાં પણ આલ્લુ અર્જુન ની ફિલ્મ હોય તો પહેલી મોકલજે

હું : હા ભાઈ જરૂર

મિત્ર : એક મિનિટ તે દિવસ જેવું ન્ કરતો

હું : શું તે દિવસ જેવું

મિત્ર : તે દિવસે એક જૂની ફિલ્મ નું નામ બદલી ને તે અમને આપી હતી ,અને ઉપર લખ્યું હતું કે south new action film 😂

હું : હા એ દિવસે મેં બે ત્રણ જણા ને એ ફિલ્મ આપી હતી અને એ જૂની south ની ફિલ્મ હતી પણ મેં નામ બદલિ ને બધા સાથે ગમ્મ્ત્ કરી હતી ખાસ તારી સાથે 😁😁😂

(વાતો કરતા કરતા મંદિર પણ આવી ગયું અમે દર્શન કર્યા થોડું ફર્યા અને સમય થયો ઘરે પાછા ફરવાનો )

મિત્ર : ચાલ જઈએ ,ફરી કોઈ દિવસ આવીશું અહીં

હું : હા જરૂર વાતાવરણ ખૂબ જ્ સરસ છે અહિનુ ,ચાલ નીકળીએ

અમે મિત્રો થોડું ચાલ્યા અને રસ્તામાં એક ભાઈ મળ્યા જેમની રિક્ષા બગડી હતી ,મેં અને મિત્ર એ હેલ્પ કરી ઘેયર્ માંથી જામ હતી થોડો ધક્કો માર્યો અને રિક્ષા ચાલુ થઈ ગઈ મિત્ર તે ભાઈ ને ઓલ્કતો હતો ,

મિત્ર: અરે વાહ તમે તો રિક્ષા લાવ્યા આવડી પણ ગઈ

રિક્ષા વાળા ભાઈ : હા ચાલો તમને છોડી દઉં

હું અને મિત્ર રિક્ષા માં બેઠા ,તે ભાઈ એ રિક્ષા ચાલુ કરી થોડી આગલ પાછલ્ થઈ અને એમને રિક્ષા ચલાવી મારા કાન માં એઅર્ફોને હતા હું શાંતિ થી સોન્ગ સાંભળતો હતો રિક્ષા ચાલતી હતી ,પણ હજી તો રિક્ષા 100 થી 200 મીટર દૂર ગઈ હશે ને તે ભાઈ ને વાઈ આવી કે શું રસ્તાની ડાબી બાજુ ઉભેલા ઝાડ ને ભેગી કરી દીધી 😂😂

ખરેખર એ દિવસે મને એમ થયું કે હું જ્ સાઉથ ના ફિલ્મ માં તો નથી આવી ગયો ને , એવું થયું રિક્ષા તો ઊંઘી થઈ પણ હું પણ ઉંધો સીધો થયો એ વખતે ખબર નહીં પણ રિક્ષા ના ઉંધા થયા ના તરત જ્ હું ઊંઘી થયેલિ રિક્ષા મથી કૂદકો મારી ને બહાર નીકળ્યો , મિત્ર પેલા ભાઈ ની બાજુ માં આગલ બેઠેલો એ બંને કાચ તો તોડી ને નીકળ્યા હું પાછલ્ હતો ,

નીકળ્યા પછી 10 મિનિટ તો માથું ભમ્તુ હતું કે આ શું થયું હું ત્યાં રસ્તા ની બાજુ ના પત્તર ઉપર બેઠો અને મિત્ર અને પેલો ભાઈ રિક્ષા ને જોતાં હતા 😂 હા એ બંને ને લાગ્યું હતું ,મને પણ થોડું , મિત્ર ને કમ્મર માં રિક્ષા ની શીટ નો બોલ્ટ પેસી ગયેલો અને તે ભાઈ ને કાચ વાઘેલા મોઢા ઉપર ,

થોડી વાર માં આસ પાસ ના માણસો આવી ગયા અને અમને પુછવા લાગ્યા લાગ્યું તો નથી ને અમે ત્ર્નેયે ના પાડી ,પણ મારી જીભ ઉપર કંઈક મરચા જેવું બલ્તુ હતું મેં મોઢું બતાવ્યું મિત્ર ને તો તેમાથિ લોહી નિક્લતુ હતું ,થોડે દૂર પાણી ની ટાંકી હતી રસ્તા ની જમણી તરફ અમે ત્યાં ગયા અને હાથ મોઢું ધોયું ,અને પાછા તે ભાઈ ની પાસે આવ્યા,

તે પછિ તે રિક્ષા તો તેના દવાખાને ગઈ અને અમે બંને મિત્રો ઘરે તે મિત્ર ની પાટા પટ્ટી મેં જ્ મારા ઘરે કરી અને તેના ઘરે પણ હું જ્ ગયો કહેવા તેના મમ્મી ને સમજાવ્યા આમાં અમારો કોઈ વાંક ન્ હતો અમને થયું એને રિક્ષા આવડે છે અને તે નીકળ્યો શિખાઉ,

હવે વાત હતી મારા ઘર ની કે પપ્પા ને શું કહેવું કે મોઢા માં ખવાતું નથી મને તો ડર હતો ,કારણ કે દાદા જ્યારે પપ્પા મારી ઉમ્મ્ર્ ના હતા ત્યારે બાઈક ને અડવા પણ ના દેતા અને પપ્પા એ મને રોજ સમજાવે કે સાધન સંભાળી ને જ્ ચલાવવા નું,પણ આ વખતે અમારી ભૂલ જ્ નહતી મમ્મી એ કહ્યું ચિંતા ન્ કર પપ્પા નહીં બોલે ,પપ્પા સાંજે આવ્યા મેં જમ્યા પછી વાત કરી ,પપ્પા એ કહ્યું ચાલ દવાખાને ,
મેં ના કહ્યું કારણ કે માત્ર દાંત વચ્ચે જીભ આવી હતી તેથી લોહી આવતું હતું તે પણ બંધ થઈ ગયું હતું,

પપ્પા : તો અજાણી રિક્ષા માં ના બેસવાનું અને અમુક તો helicopter ની જેમ ચલાવે છે ગાડીઓ , ચાલ વાંધો નહીં પણ એક શીખ તો મળી ને કે સાધન કેમ ધીમું ચ્લવવુ જોઈએ ,

હું ; હા પપ્પા,

એ દિવસ થી ખોડ ભૂલ્યો એવું લાગે ને કે આ માણસ ઉતવલો છે તો તેની પછલ્ બાઈક ઉપર પણ નથી જતો એ દિવસ થી ડર લાગે છે , અને હમણાં થોડા મહિના પહેલા બાજુ વાળા ભાઈ નો એક્સિડન્ટ નું જે પરિણામ આવ્યું કે તે ખૂબ જ્ ભયાનક હતું પગ ના તો બે ટુકડા થઈ ગયા એમની ભૂલ ન્ હતી તો પણ પછલ્ થી ટક્કર આવે તો એ પણ શું કરે , હા હવે તો એમનો પગ માં શુધાર્ આવ્યો પણ 1 વર્ષ નો ભોગ આપવો પડ્યો અને વેદના પણ સહન કરવી પડી એ અલગ એક જ્ પગ ઉપર 5 ઓપરેશન થયા એ દુઃખદ બાબત છે ,

હા અકસ્માત જાણી જોઈ ને કોઈ નથી થતું પણ આપણે આપણી કાળજી રાખવી જરૂરી છે નહીં તો તે દિવસે અમે પણ ભગવાન ને કારણે જ્ બચ્યા હતા , રિક્ષા ની તો જે હાલત આગળ થી તો સાવ ભાગી ગઈ હતી ,

એ દિવસે એમ થયું કે આપણે તો કહેવું છે પણ જેની ઉપર વીતે છે એને જ્ ખબર છે કેવો હોય છે અકસ્માત ,

હા જીવન એ ભગવાન ના હાથ છે પરંતુ તેને કેવી રીતે જીવવું એ આપણી હાથ માં છે જેટલા લોકો ગુજરાત માં corona ને લીધે નથી મૃત્યુ પામતા એટલા લોકો અકસ્માત માં પોતાનો જીવ ગુમાવે છે ,તમારી એક ભૂલ કોઇના આખા કુટુંબ ની લાગણી સાથે રમી શકે છે ,

તો મિત્રો સાધન ને helicopter ની જેમ ચલાવતા પહેલા એક વાર જરૂર વિચારજો કે તમે હવા માં નથી અને જીવન ફરી નથી મળવાનું આજ ખોળિયા માં આજ વિચારો અને લાગણી શીલ સમ્બ્ન્ધો નહીં મળે બીજી વાર એટલું વિચારજો plese ,🙏🙏

જય હિંદ, જય ભારત 🙏🙏