Li. taro pyaro dost books and stories free download online pdf in Gujarati

લિ .તારો પ્યારો દોસ્ત ..

આખરે એ દિવસ આવી ગયો ..!! જે દિવસ ની રાહ સમીર છેલ્લા ત્રણ મહિના થી જોતો હતો .૨૬ , એપ્રિલ , ૨૦૦૩ ....!! સાંજ ના ત્રણ વાગે ૧૩ નંબર ની કોર્ટ માં તેનો કેસ ચાલવાનો હતો . છેલ્લી મુદત ..છેલ્લી તારીખ.! આજે તેની સજા નક્કી થવાની હતી. ફાંસી ..કે ઉંમરકેદ ..! જે થાય તે પરંતુ તેમાંથી હવે રાહ જોવાતી ન હતી ! આમ પણ hu ક્યારેય કોઈ બાબત માં તેને રાહ જોવાની ટેવ પણ ન હતી ...તેને કરેલા ગુના નો ભાર લઈને તેને છેલ્લા પાંચ વર્ષ વર્ષ થી ચાલતા કેસ થી તે અલૌકિક રીતે કંટાળ્યો હતો .જેલ માં રહીને આત્મહત્યા કરવાના કેટલાય વિચારો તેને આવી ગયા હતા .પરંતુ એ આમ કાયર બની ને ભાગવા ઈચ્છતો ન હતો..તેને પોતે કરેલા ગુનાની એને દુનિયા ની સામે દુનિયા તરફથી સજા જોયતી હતી .પાંચ વશ પહેલા ક્યારે કોર્ટ માં પ્રથમ વખત તેનો કેસ chalava ma આવ્યો તો ત્યારે જ તેના વકીલ મી. વિનોદ શેલતે તેમને ઈશારો કરી દીધો હતો કે ડો. સમીર શેઠ ..કેસ ભલે આજે શરુ થતી ..પણ તમે કેસ પહેલા જ હારી ગયા છો ..આજે અંતિમ તારીખ ..કેસ ની કે જિંદગી ની ..!

સમીર ને હાથકડી પહેરાવી ને ડાબી બાજુમાં કઠેડા માં ઉભા રાખવામાં આવ્યો હતો ..તેની પાછળ ઇન્સ્પેક્ટર મોહન રાજપૂત ઉભા હતા . તેના વકીલ મી. વિનોદ શેલત આગળ ની બાજુ વકીલો ને બેસવાની બેન્ચ ઉપર કેસના કાગળો વ્યવસ્થિત કરતા હતા . કોર્ટ રમ માં લોકોની ચિક્કાર ભીડ એકથી થઇ હતો સમીર ને આ બધા માં રસ ન હતો તે કોર્ટ રમ રૂમ માં ભેગી થયેલી ભીડ માં કોઈ એક ચહેરા ને શોધતો હતો તેના આશ્ચર્ય વચ્ચે જે વ્યક્તિ આ ભીડ માં સૌથી વહેલી દેખાવી જોઈએ તે દેખાતી ન હતી ..
જજે કોર્ટ રૂમ માં આવી ને પોતાની બેઠક લીધી . વકીલો ની દલીલ શરુ થઇ ..સમીર ને એ ખોખલી દલીલો માં રસ ન હતો કારણ કે પરિણામ તો નક્કી જ હતું ..! સમીર ની આખો કોર્ટ રૂમ માં નિરંતર ફરતી હતી પણ તેમાં પોતાની કોઈ એક વ્યક્તિ હાજર ન હતી .સમીર ની આખો ના ખૂણા ભીના થઇ ગયા ..કોઈએ તેને કરેલા ગુનાની પણ લાજ રાખી ન હતી!!અને તેનું મન ભૂતકાળ માં સારી ગયું ..
સુમી ..!!
નામ યાદ આવતા જ જાણે તેના હૃદય ના ધબકારા બંધ થઇ ગયા ..તેની નસો માં જાણે રુધિર ની જગ્યા એ તે નામ ફરવા લાગ્યું ..કેવી પવિત્ર સબંધ હતો ..અને એ બધું આગ માં ભસ્મી ભૂત થઇ ગયું !!
એ ભૂતકાળ ભયાનક હતો કે સાર્થક હતો એ સમીર આજસુધી નક્કી કરી શક્યો ન હતો ..પણ એ બધું તેને યાદ આવવા લાગ્યું .
સુસ્મિતા અને કાજલ ..! બે અજોડ અને સૌંદર્યવાન ભગવાને ઘડેલી મૂર્તિ ઓ !! શહેર ના કાપડ ના પ્રતિસહિત વેપારી અંશુમાન મહેતા ની બંને દીકરી ઓ ..બંને ની ઉમર માં એક જ વર્ષ નો ફેર સુસ્મિતા મોટી હતી અને કાજલ નાની ..બંને કોલેજ માં એક સાથે ભણતા ..સુસ્મિતા ને બધા પ્રેમ થી સુમી કહેતા
કોર્ટ ના ભયાનક વાતાવરણ માં .પોતાના પર મૃત્યુ નો ઓથાર હોવા છતાં સમીર ને એ આહલાદક દિવસો યાદ આવી ગયા ..સમીર ને એ દિવસ યાદ આવી ગયો કે જયારે ડૉક્ટર બન્યા પછી પોતે પોતાનું ક્લિનિક શરુ કર્યું હતું અને એ સાંજે... .
સમીર ગેર જવાની તૈયારી કરતો હતો ને ઇન્ટરકોમ ની રિંગ વાગી ..સમીરે રીસીવર ઉંચકી ને કહ્યું "" ગીતા તને ખબર છે ને કે આજે મમ્મી સાથે બહાર જવાની છે એટલે સાત પછી ની બધી જ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવાની છે ." સમીરે ફોન મૂકી દીધો અને પોતાની થાય ઢીલી કરી ..

એટલા માં અચાનક તેની કેબીન નું બારણું ખુલ્યું અને ફેરનહિત ના સેન્ટ ની ખુશ્બુ ડો.સમીર ની કેબીન માં ફેલાઈ કારણ કે એક યુવતી ..તોફાન ની જેમ તેમની કેબીન માં પ્રવેશી.
" ડૉક્ટર તમને ખબર છે અમે કેટલા દૂરથી આવીયે છીએ " તે યુવતી જાણે સમીરને ઓર્ડર આપતી હોય તેમ તેની સામે ઉભી રહી ગઈ ..સમીરે એક નજર તેના પર નાખી અને જાણે તેની નજર તેના પર ચોંટી ગઈ !
તેને ગેરવાળો આછા બ્લુ રંગ નો સ્કર્ટ પહેર્યો હતો ..ઉપર ડાર્ક પિન્ક કલરની તવષરત પહેરી હતી તેના કાલા ભમર વાળ તેના ખભા પર ફેલાયેલા હતા . તેની કાળી અણીદાર આખો જેમાં એક અજબ ખેંચાણ હતું ..નાનું પણ તીણું નાક અને પ્રમાણસર પાતળા હોઠ ..જેના પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી હતી ..પ્રમાણ સાર દેહ પણ ઉન્નત ઉરોજ ..એ કોઈ સામાન્ય છોકરી ન હતી એવું સમીર ને લાગ્યું ..સમીર ને સુ બોલવું તે સુજતુ ન હતું ..
" એ મિસ્ટર ડૉક્ટર .." પેલી યુવતી એ સમીર ના ચહેરા આગળ ચપટી વગાડતા કહ્યું " ક્યાં ખોવાઈ ગયા મારી બહેન ને ગાલા માં બહુ બળે છે પ્લીઝ જોઈ આપો " તે ઝડપથી બોલી હતી ..
સમીર ની મુગ્ધાવસ્થા તૂટી " પ્લીસ તેમને લઇ આવો " એ એટલું જ બોલી શક્યો . થોડી વાર માં જ તે યુવતી બીજી એક યુવતી ને લઈને આવી તેનું સૌંદર્ય પણ બેનમૂન હતું તાજમહેલ કે મુમતાઝ બંને માંથી કોણ સારું એ નક્કી ના કરી શકાય એવીજ રીતે આ બંને યુવતી ઓ માંથી કોણ ચડિયાતું એ નક્કી કરી શકવું એ દુનિયા ની કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હતું ..તેને આછા મારું રંગ નો પંજાબી ડ્રેસ પહેર્યો હતો જે તેના ગોરા વેન પર દીપી ઉઠતો હતો આરસપહાણ માંથી શરીર ના આએક એક કરોડ ને કોરીને જેમ મૂર્તિ બનાવ માં આવે એવીજ રીતે ભગવાને તેના એક એક અંગ બનાવ્યા હતા . તે પેલી યુવતી કરતા શાંત સ્વભાવ ની હતી ..તે કેબીન માં આવી ત્યારથી જ પોતાની આખો નીચી રાખીને બેઠી હતી પણ એ નક્કી હતું કે અત્યારે સમીર ની કેબીન માં શહેર ની બે સર્વશ્રેષ્ઠ યુવતીઓ હાજર હતી એમાં કોઈ બે મત નહતો ..!!

સમીરે ગાળામાં દુખતું હતું એ યુવતી ને પોતાની પાસે બેસાડી અને પેલી પહેલા આવી હતી એ યુવતી સમીર ની સામેની ચેર માં બેઠી ..સમીરે પેલી યુવતી નું ચેકઅપ શરુ કર્યું..પણ વારે વારે સમીર ની નજર તેની સામે બેઠેલી યુવતી પર પડતી હતી ..ચેક એ પૂરું થયા પછી સમીરે તેનો લેટરહેડ લીધો
" ડૉક્ટર તેને ગાલા માં છેલ્લા એક મહી ના થી તકલીફ છે " સામે બેઠેલી યુવતી એ કહ્યું.
" હું તમને દવા લખી આપું છું તેનાથી રાહત થઇ જશે " સમીર દવા લખવા માં વ્યસ્ત હતો પણ તેની આખો સમક્ષ બંને યુવતી ના ચહેરા વારંવાર આવતા હતા સમીરે દવા લખેલો લેટર હે'દ તેની સામે બેઠેલી યુવતી ને આપ્યો અને સ્મિત કર્યું .
" થેન્ક યુ " પેલી યુવતી એ સ્મિત કરી ને કાગળ લેતા કહ્યું ..
બંને યુવતીઓ કેબીન ની ભાર નીકળી ગઈ અને સમીર પોતાની ચેર માં ઝૂલતો બેસી રહ્યો ..
માનવ માત્ર નો સ્વભાવ છે આપણે કોઈ સારી જગ્યા એ ફરવા ગયા હોઈએ અને ત્યાંથી પાછા ફરવાનું થાય ત્યારે તરત જ પહેલા આપણને વિચાર આવે કે ફરી અહીં ક્યારે પાછા આવીશું ..એવી જ રીતે કોઈ સારી વ્યક્તિ ને મળ્યા હોઈએ ત્યારે આપણ ને એવું થાય કે આમને ફરી ક્યારે પાછા મળીશું ..અથવા આ વ્યક્તિ જીવન માં આપણ ને ફરીથી મળશે કે નહીં ..સમીર આ બધું વિચારતો હતો કે તરત જ તેની કેબીન નો દરવાજો ફરીથી ખુલ્યો. અને સમીરે જેનું ચેક ઉપ કર્યું હતું તે યુબમવતી અંદર આવી ..
" સોરી સર કાજલ થોડા તોફાની સ્વભાવ ની છે એટલે હું તેના વર્તન બદલ માફી માંગુ છું " દિલ મોહક અવાજે એ બોલી ....

મૃદુ અવાજે બોલાયેલા સુમી ના એ શબ્દો આજેય કોર્ટ રૂમ માં ડો.સમીર શેઠ ના અજ્ઞાત મનમાં અથડાતા હતા ..કોટ માં અડધો કલાક ની રીસેસ પડી હતી એટલે તેને કોર્ટ ના ટેમ્પરરી શેલ માં બેસાડવામાં આવ્યો હતો ..તે વિચારો માં એટલો ખોવાઈ ગયો હતો કે એને કોર્ટ માંથી ટેમ્પરરી શેલ માં ક્યારે લાવવા માં આવ્યો એની ખબર જ ના પડી ..
એટલા માં જ શેલ નો દરવાજો ખુલ્યો અને મિહિર અંદર આવ્યો સમીર ની નજર મિહિર પર પડી ..
" સોરી યાર બહાર ભીડ જ એટલી હતી કે અંદર આવતા વાર થઇ ગઈ " આટલું બોલતા જ મિહિર ની આખો ભીની થઇ ગઈ ..
ટપોરા ના વ્હાલસોયા મિત્ર ને ભેટી ને રડવા લાગ્યો જાણે કે આ એમનું છેલ્લું મિલાન હતું. ..!!
અત્યાર સુધી કઠણ રહેલો સમીર પણ ભાંગી પડ્યો ..કારણ કે બંને જીગરજાન દોસ્તો ના વિરહ ની આ છેલ્લી ઘડી હતી. ..
મિહિર સંઘવી અને સમીર શેઠ બાળપણ ના મિત્રો હતા દસમા ધોરણ સુધી બંને સાથે ભણ્યા હતા ..પછી સમીર ને સાયન્સ લેવાનું હ્હતું ને મિહિર ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા કોમર્સ લેવાનું હતું પણ બંને ની દોસ્તી માં આ છેલ્લી ઘડી સુધી કોઈ ફર્ક પડ્યો ન હતો .. સમીર ને આજે પણ મિહિર ના જીવનનો એ મહત્વનો દિવસ યાદ હતો ...સમીર ને ભૂતકાળ યાદ આવતો હતો ને મિહિર પોતાની આખો લૂછતો હતો ...
********.
સુમી નો ઈલાજ ચાલુ કાર્ય પછી તે અવાર નવાર કાજલ સાથે સમીર ના ક્લિનિક માં આવતી સમીર ને પણ ગમતું ..એવું કહેવા માં જરાય અતિશયોક્તિ ન હતી કે સમીર ને બંને નો સાથ ગમતો ..તેને જાણે બંને સાથે પ્રેમ થઇ ગયો હતો ..સુમી અને કાજલ ..કાજલ અને સુમી ..કોને પસંદ કરવી એ તેના માટે આ શક્ય હતું ..એટલેજ એ ને પોતાની ઈચ્છા બંને માંથી કોઈને જાહેર થવા દીધી ન હતી ..

થોડા દિવસ પછી એક સાંજે મિહિર નો સમીર પર ફોન આવ્યો અને તેને તાત્કાલિક નહેરુબ્રિજ ઉપર મળવા બોલાવ્યો ..મિહિરે આ પહેલા આવું ક્યારેય કર્યું ન હતું એટલે સમીર ને આશ્ચર્ય થયું .મિહિરે. ફોન માં એવું કહ્યું હતું કે જે કામ કરતો હોય એ પડતું મૂકીને જલ્દી આવી જા
સમીર તરત જ એ દિવસ ની બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને તે નહેરુ બ્રીઝ ગયો ..મિહિર ત્યાં કોર્નર પર તેની રાહ જોઈને ઉભો હતો ..મિહિરે તે દિવસે આખો દિવસ પોતાની ઓફિસ બંધ રાખી હતી ..સમીર ને એ વાત પછીથી ખબર પડી હતી ..
" બોલ મિહિર આમ અચાનક કેમ બોલાવ્યો " સમીરે ગાડી ઉભી રાખી ને તરત જ તેને પૂછ્યું.
" આપણે ઉપર જવાનું છે ત્યાં આપડી કોઈ રાહ જોઈ રહ્યું છે " મિહિરે આકાશ તરફ આંગળી કરી ને કહ્યું
" ઉપર સ્વર્ગ માં ??!! " સમીરે ઉપર જોતા કહ્યું
" સ્વર્ગ માં નહિ બુધ્ધુ ઉપર પતંગ માં " મિહિર જોરથી બોલ્યો તેના અવાજ માં ભરો ભાર ખુશી હતી એ સમીરથી છુપી રહ્યું નહિ
" ઓહ પણ કેમ? " સમીરે આશ્ચર્ય થી પૂછ્યું ..
" ત્યાં તને એક વ્યક્તિ ને મળવાની છે " મિહિર ઉતાવળે બોલ્યો
" વ્યક્તિ ? કોણ ? " સમીર ને બધું રહસ્યમય લાગતું હતું ..
" જેની સાથે હું આજીવન ભાગીદારી પેઢી ચાલુ કરવાનો છું એ " મિહિરે ઉત્સાહ થી કહ્યું
" તારી એકાઉન્ટ ની વેદિયા ભાસ માં ના બોલ સાફ સાફ કે જે હોય એ " સમીરે થોડા ઉંચા અવાજે કહ્યું
" ઓક મેં આજે એક છોકરી જોઈ છે અને મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે એ ઉપર છે અને એને સૌ પ્રથમ તને મળવા લઇ આવ્યો છું બસ ખુશ .." મિહિર ફટાફટ બોલી ગયો ..
" શું વાત કરે છે ..!! " સમીર સ્પ્રિંગ ની જેમ ઉછાળ્યો અને મિહિર ને ભેટ્યો ..એ દિવસ ની એક એક પળ આજે સમીર ને યાદ આવતી હતી ..
સમીર અને મિહિર ઝડપથી પતંગ હોટેલ ની લિફ્ટ માં પ્રવેશ્યા ત્યારે મિહિર કરતા સમીર ની આખો માં ખુશી વધારે દેખાતી હતી . લિફ્ટ છેક ઉપર પહોંચી તેમાંથી સૌ પ્રથમ મિહિર બહાર આવ્યો અને હોટેલ માં પ્રવેશ્યો. તેની પાછળ સમીરે લિફ્ટ નો દરવાજો બંધ કર્યો અને બરાબર તેની સામે રહેલું રેસ્ટોરન્ટ નો દરવાજો ખુલ્યો ..રેસ્ટોરન્ટ નો દરવાજો ખુલતા જ સમીર ની આખો પહોળી થઇ ગઈ .!! કારણ કે તેની બરાબર સામેના ટેબલ પર જ ..સુમી , કાજલ અને મિહિર બેઠા હતા .સમીર અત્યારે પોતાની જિંદગી ની મોટા માં મોટી રહસ્યમય પળ જોઈ રહ્યો હતો !! હાજી તો એ આ બંને માંથી કોની આગળ પોતા ના પ્રેમ નો એકરાર કરવો એ નક્કી નહતો કરી શક્યો ને એને એ વિચારવું પડતું હતું કે મિહિર આ બંને માંથી કોની સાથે લગ્ન કરવાનો છે. !! વિચાર મગ્ન થઇ ને તે યંત્રવત્ત તે ટેબલ આગળ પડેલી ચોથી ખુરશી માં બેઠો .સમીર વિષે પહેલેથી જ ત્રણેવ વચ્ચે વાતચીત થઇ ગઈ હતી એટલે બાકીના ત્રણેવ ને કોઈ આશ્ચર્ય ન હતું
" કેમ ડો. સમીર શેઠ ..ચક્કર ખાઈ ગયા ને .." મિહિરે પોતાના ચહેરા પર સ્માઈલ કરતા કહ્યું ..
સમીર ને સમજાતું નહતું કે અત્યારે કુદરત તેની મજાક કરે છે કે મિહિર ...તેને લાગ્યું કે પોતે આમ ચુપચાપ નહિ બેસી શકે એટલે એને પોતાની જાત ને સાંભળી લીધો ..
" મિહિર .યુ. ? " કહીને સમીરે મિહિર ને જોરથી ધબ્બો માર્યો
" ચાલ હવે એકે કે આ બંને માંથી કોની જોડે હું પરણવાનો છું ..". મિહિરે નિર્દોષતા થી પૂછ્યું .....
સમીર ને લાગ્યું કે આજે ભગવાન મિહિર ના રૂપ માં મારી પરીક્ષા લઇ રહ્યા છે.
" અરે ડૉક્ટર સાહેબ તમે તો બહુ વિચાર માં પડ્યા ...." કાજલે સમીર સામે જોઈ ને કહ્યું સુમી આ બધા માં શાંત બેઠી હતી
". હમ્મ હમ્મ મારે પણ વિચારવું પડશે " આટલું બોલી સમીર વારા ફરીથી કાજલ અને સુમી ની સામે જોવા લાગ્યો અને અચાનક જ એને જાણે શું થઇ ગયું કે " આ..જ છે " કહી ને સુમી સામે આંગળી ચીંધી ..
" અમેઇઝીન ...બ્રિલિઅન્ટ ..યુ આર મેજિશિયન ..." મિહિર ના આ શબ્દો સમીર ની પસંદગી સાચી હોવા નો પુરાવો હતા ..!!
". વાહ ડૉક્ટર આખરે સાબિત કરી દીધું કે દરેક ડૉક્ટર પોતાના પેશન્ટ ની રગે રંગ જાણે છે " કાજલે તાલિ પડી ને કહ્યું.
પણ ત્યાં બેઠેલા માંથી કોઈને પણ ક્યાં ખબર હતી કે સમીરે સુમી તરફ આંગળી ચીંધી એ મિહિર ની પસંદગી નાઈ પોતાની પસંદગી હતી ..! કેવી વિચિત્ર સંજોગ બન્યો હતો કે જે છોકરી એ પોતા ના ભાઈ સમા મિત્ર સાથે પરણવાનું નક્કી કર્યું હતું ..એની જ સાથે એને આ ઘડીયે પ્રેમ થઇ ગયો હતો ..!!
*******"

કોર્ટ ના એ સ્પેશ્યલ શેલ માં સમીર અને મિહિર ને પાણી આપવા માં આવ્યું આગળ ના એક કલાક માં સમીર ની જિંદગી નો અંત આવવા નો હતો ..એ વાત મિહિર માટે ભયાનક હતી . " સુમી..? " સમીર મિહિર સામે જોઈને એટલું જ બોલી શક્યો અને એના ગાલા માં ડૂમો ભરાઈ ગયો અને બંને દોસ્તો એકબીજા ને ભેટી ને રડી પડ્યા

મિહિર અને સુમી ના લગ્ન માં ચારેય જન એ ખુબજ આનંદ કર્યો હતો. ..
અને કાજલ તો પહેલેથી જ સમીર ને ચાહતી હતી એ વાત સમીર ને ત્યારે ખબર પડી કે જયારે સુમી અને મિહિર ના લગ્ન બાદ મિહિર અને સુમી એ સમીર સમક્ષ કાજલ તેની સાથે લગ્ન કરવા માંગે છે એવો પ્રસ્તાવ મુક્યો હતો .
પહેલા તો સમીરે ના પડી કારણકે મિહિરે સુમી સાથે લગ્ન કાર્ય પછી પોતે કોઈની સાથે નહિ પરણે એવો પાક્કી નીર્ધાર કર્યો હતો.. પરંતુ કાજલ સાથે લગ્ન કરવા માટે મિહિર અને સુમી એ સમીર ને બહુ સમજાવ્યો ..અને કાજલ તો જાણે એના પ્રેમ માં પાગલ હતી ..કાજલે ધમકી પણ આપી હતી કે જો સમીર એની સાથે લગ્ન નહિ કરે તો ..પોતે આત્મહત્યા કરી લેશે.
આખરે સમીર ઝૂક્યો હતો ..કારણ કે પોતે પોતાના આ પ્રિય જાણો ને દુઃખી જોવા માંગતો ન હતો. ..છેવટે સમીર અને કાજલ ના લગ્ન થયા.
શરૂઆત માં સમીર કાજલ ને અપનાવી શકતો ન હતો ..તેને કાજલ ને અપનાવા ની બહુ કોશિશ કરી પણ તેનું મન માનવ તૈયાર ન હતી. ..સામે કાજલ તમામ હદો પાર કરીને સમીર ને ચાહતી હતી ..સમીર આ વાત જાણતો હતો એટલે એ પણ ક્યારેય કાજલ ને કોઈ વાતે ઓછું આવવા દેતો ન હતો ..પરંતુ સમીર ના દિલો દિમાગ માંથી સુમી જતી ન હતી ..આ વાત ની જાણ સુમી ને પછી થી થઇ હતી !!!!

*******.
મિહિર અને સુમી ના લગ્ન પછી કાજલ અને સમીર ના લગ્ન પણ થયા બધું વ્યવસ્થિત ચાલતું હતું ..પણ સુમી ની અન્નનળી ની તકલીફ દિવસે ને દિવસે વધતી જતી હતી .અને તેનું ઓપરેસન કરવું પડે એવું જ હતું .
સંજોગો પણ કેવા હતા ઔમિનું અન્નનળી નું ઓપરેશન પણ સમીર જ કરવાની હતો ..
સમીર જયારે તૈયાર થઇ ને ઓપરેશન થિયેટર માં જતો હતો ત્યારે કાજલ અને મિહિર બહાર બેઠા હતા..મિહિર ખુબ જ હતાશ હતો. તે સમીર ને ભેટી ને રડ્યો હતો.
" સમીર સુમી હવે તારા હવાલે છે .." મિહિર રડતા રડતા આટલું જ બોલી શક્યો હતો ..સમીર ના નસીબ ની કઠિનાઈ તો જુવો એતો રડી શકે તેમ પણ ન હતો ..તેને મિહિર નો હાથ પકડી ને જોરથી દબાયો ..અને તેના અંતર માંથી અવાજ આવ્યો .." મિહિર સુમી ની જેટલી જરૂર તારે છે એટલી જરૂર મારે પણ છે .." પણ સમીર બોલી ના શક્યો .....અને ઓપરેશન થિયેટર માં પ્રવેશ્યો ....
સમીર અંદર આવ્યો ત્યારે હાજી સુમી ને બે ભાન કરવા માં નહતી આવી ..સુમી અને સમીર ની આખો મળી ..બંને ની આખો માં પારાવાર દર્દ હતું. સમીર સુમી ની નજીક ગયો તેનો હાથ પકડ્યો અને તેના હાથે એક કિસ કરી ..". જાણે કહેતો હોય કે તું ચિંતા ના કરીશ હું કોઈ પણ ભોગે તને બચાવીશ ..અને બરાબર એક વખતે સુમી ની આખો ના ખૂણા ભીના થઇ ગયા અને અનાયાસે જ બંને વચ્ચે પ્રેમ નો એકરાર થઇ ગયો..
" સુમી તારું જીવન એ મારો શ્વાસ છે " સમીર એની નજીક જય ને બોલ્યો.
" હું કાજલ ને કહું એ પહેલા કાજલે મને કહી દીધું કે એ તારા પ્રેમ માં છે ..અને તારી નજીક રહેવા માટે મારે મિહિર સાથે લગ્ન કરવા પડ્યા " સુમી એ ઓપરેશન થિયેટર માં કહેલા આ શબ્દો થી ..સમીર ના હાથ માં જાણે નવો સંચાર થયો ..આમતો આટલા વખત થી બંને સાથે હાર્ટ હતા ફરતા હતા એટલે સુમી અને સમીર બંને ની આખો માં બંને એ વાંચી લીધું હતું કે બંને ને એક બીજા માટે પ્રેમ છે .પણ આજે આવી નાજુક પળ વખતે એ પ્રેમ નો એકરાર કરવો પણ જરૂરી હતો. ..!
આખરે સુમી નું ઓપરેશન સફળ થયું હતું. અને સમીરે પોતાના શ્વાસ માટે સુમી ની જિંદગી બચાવી લીધી હતી ..!!

*******.
સમીર ને પાછો કોર્ટરૂમ માં લાવવા માં આવ્યો એ પહેલા મિહિરે સમીર ને કહ્યું હતું કે સુમીની તબિયત સારી નથી એટલે એ અહીં આવી શકી ન હતી ...આટલું સાંભળી ને સમીર ને રાહત થઇ હતી કે જે થયું એ સારું થયું ..પોતાને જો ફાંસી ની સજા થાત તો સુમી આ ભાર સહન ના કરી શાક્ત .. સમીર ને કોર્ટ રૂમ માં તેના કઠેડા માં ઉભો રાખ્યો હતો..દરમ્યાન મિહિરે સમીર ના વકીલ સાથે વાત કરી હતી કે જજ સાહેબ ને જેટલા પૈસા આપવા પડે એટલા આપવા હું તૈયાર છું પણ સમીર ને ઓછા માં ઓછી સજા થાય. એવું કરજો ..
*******.
" મને ખબર છે કે તમે એક બીજા સાથે કેવી પ્રેમ લીલા કરો છો .." કાજલ ના એ શબ્દો એ સમીર ને એ રાત્રે હચમચાવી દીધો હતો ..સમીર ના મન માં સુમી માટે પ્રેમ છે એ વાત કાજલ ને ખબર પડી ગઈ હતી ..કારણ કે એક અઠવાડિયા પહેલા ચારેય જણા ખંડાલા ગયા ત્યારે અનાયાસે જ કાજલ આમિર અને સુમી ની વાતો સાંભળી ગઈ હતી ..ત્યારે સુમી એ સમીર ને કહ્યું હતું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના સેમી નાર માં મિહિર અમારી કોલેજ માં આવ્યો હતો અને અમારી કોલેજ ના ગ્રુપ માં અમે બંને બહેનો હતી ..સેમિનાર લગભગ ૩ દિવસ ચાલ્યો હતો એ ત્રણ દિવસ દરમ્યાન મારે એક વખત તારી જોડે ચેક ઉપ કરાવવા આવાનું હતું ..ત્યાં સુધી તો મને તારી સાથે પ્રેમ થઇ ગયો હતો ..અને મેં નક્કી કરી લીધું હતું કે સેમિનાર પાટે પછી હું તને મારા દિલ ની વાત કહીશ ..પણ કુદરત ને એ મંજુર ન હતું ..એટલે અમે જયારે તે દિવસે ચેકકુપ કરાવી ને નીકળ્યા ત્યારે જ કાજલે મને એકદમ કહ્યું કે " દીદી મને આ ડૉક્ટર બહુ ગમે છે મારે એમની સાથે લગ્ન કરવા છે .." બસ ત્યારથી જ મેં મારા પ્રેમ નું બલિદાન આપવાનું નક્કી કરી દીધું હતું ..હું પણ દ્વિધા માં હતી કે હવે મારે શું કરવું ..હું તને કોઈ પણ કાલે મરાઠી દૂર જવા દેવા માંગતી નહતી અને મારે કાજલ ના લગ્ન તારી સાથે કરવા ના હતા ..જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય ..સેમિનાર ના છેલ્લા દિવસે જયારે હું , મિહિર અને કાજલ લુંચ કરી રહ્યા હતા ત્યારે વાતો વાતોમાં ખબર પડી કે મિહિર અને તું નાનપણ ના દોસ્ત છો ..અને મિહિરે મારી સાથે સીધો લગ્ન નો પ્રસ્તાવ મુક્યો ..અને તારી નજીક લેવા મળશે એવું વિચારી ને મેં એ પ્રસ્તાવ સ્વીકારી પણ લીધો ...
આ વાતચીત ખંડાલા માં સમીર અને સુમી વચ્ચે થઇ હતી અને અનાયાસે કાજલે આ આખી વાતચીત સાંભળી લીધી હતી ..ત્યારથી જ કાજલ નો ગુસ્સો સાતમા આસમાને રહેતો એ સમીર પર આરોપ લગાવતી હતી કે તું મને પ્રેમ નહોતો કરતો તો તે મારી સાથે લગ્ન શા માટે કાર્ય ..એક વખત તો કાજલ આત્મ હત્યા નો પ્રયાસ કરી ચુકી હતી ..આ પરિસ્થિતિ માં સમીરે શરાબ પીવાનું ચાલુ કરી દીધું હતું. ..હવે કાજલ સાથે એકવાઈક પળ વિતાવવી મુશ્કેલ થતી જતી હતી ..બંને વચ્ચે આટલી હદ સુધી ઝગડો હોવા છતાં સમીરે સુમી અને મિહિર ને આ વાત નો હહનાક સુધ્ધાં આવવા દીધી ન હતી !!
દિવસે ને દિવસે બંને વચ્ચે વધતા ઝગડા માં કાજલ સુમી ને અને સમીરને હદપાર ની ગાળો બોલતી હતી ..એક વાર સમીરે ચિક્કાર દારૂ પીધો હતો ..અને કાજલે હદપાર નો ઝગડો કર્યો હતો .." આજે તો હું સુમી અને મિહિર ને અહીં બોલાવી ને ફેંસલોઃ કરી જ દઉં છું " એમ કહી તેને ફોન હાથ માં લીધો ..સમીર ના દિલો ડેગ પાર દારૂ નો નશો ચડ્યો હતો ..અને એ કોઈ પણ કાલે આ બધી વાતો મિહિર અને સુમી ને જણાવા દેવા માંગતો નહતો એટલે ..કાજલે બંને ને ફોન કરવા માટે જેવો મોબીલે હાથ માં લીધો એવોજ સમીરે એને બેડ પર ધક્કો માર્યો. દારૂ નો નશો તેના મગજ પર હાવી થઇ ગયો હતો ..કાજલે મોટેથી ચીસ પડી અને એનો અવાજ દબાવવા માટે સમીરે ઓશીકું તેના ચહેરા પર દબાવી દીધું ..અને આ ભયાનક પળ ખૂબી ભયાનક બની ગયી ..અને અનાયાસે સમીર થી કાજલ નું કહું થઇ ગયું. !!!

******.
" ડો સમીર શેઠ એ ધંધા ધરી ખૂની નથી તેઓ સમાજ માં એક ઉચ્ચ સ્થાન ધરાવે છે તેમને ગરીબ દર્દી ઓ ની સેવા પણ કરી છે ..કોઈ વિપરીત પરિસ્થિતિ માં તેમના થી તેમની પત્ની કાજલ ની હત્યા થઇ છે .જેનું કારણ તેમને જણાવ્યું નથી પણ હત્યા એ હત્યા છે .તમામ ઘટનાઓ અને સંજોગો ધ્યાન માં રાખી ને કોર્ટ તેમને ૫ વર્ષ ની કેદ ની સજા ફરમાવે છે ..!!!!".
જજ સાહેબ ના આ ચુકાદા થી સૌ પ્રથમ ખુશી મિહિર ને થઇ ..એ પોતાની ચેર પર ઉછાળી પડ્યો ..
" ફક્ત પાંચ વર્ષ ની સજા ..૫ વર્ષ તો આમ નીકળી જશે .. તે સમીર ને ભેટી પડ્યો ...જજ sahebJJ સાહેબ ના ફેંસલા એ સુખદ આશ્ચર્ય આપ્યું હતું પણ સમીર ને લાગતું હતું કે જજ સાહેબે એને જીવતો રાખી ને મોટા માં મોટી સજા ફટકારી છે..!!!
પોલિસ ઇન્સ્પેક્ટર સમીર ને કોર્ટ માંથી બહાર લઇ જતા હતા ત્યારે મિહિરે કહ્યું હતું કે સુમી ની તબિયત સારી થઇ જશે ત્યારે તે એને જેલ માં મળવા લઇ આવશે .સમીરે એક સૂકું સ્મિત મિહિર સામે કર્યું અને જીઓ માં બેસી ગયો ..
*******.
જેલ માં લગભગ ૨ મહી ના વીતી ગયા પણ સુમી કે મિહિર તેને મળવા ના આવ્યા સમીર મારે આ પરિસ્થિતિ અસહ્ય બની ગઈ તેને કાજલ ની યાદ આવતી હતી..તે સુમી અને જીગરજાન દોસ્ત મિહિર ને પણ ભૂલી શકતો ન હતો તેને જેલ માંથી કાગળ લખવાની સુવિધા પણ આપવા માં આવી હતી ..તેને ત્રણ ચાર કાગળ પણ લખ્યા હતા ..એની પણ જવાબ આવ્યો ન હતો કે એને કોઈ મળવા પણ આવ્યું ન હતું ...
છ મહિના વીતી ગયા છતાં પરિસ્થિતિ એમ જ હતી ..કદાચ મિહિર ને બધી ખબર પડી ગઈ હશે ને એ સુમી ને લઈને ક્યાંક જતો રહ્યો હશે ? કદાચ અમદાવાદ માં જ હોય પણ એ પોતાની સાથે કોઈ સબંધ રાખવા માંગતો નહિ હોય ? ક્યારેય ના ધારેલા વિચારો થી સમીર નું મન ઘેરાયેલું હતું
એ દિવસે સંત્રી એ આવી ને કહ્યું કે " તમને કોઈ મળવા આવ્યું છે " ત્યારે સમીર નું હૃદય એક ધબકારો ચુકી ગયું ..અને ભારે હૃદયે એ મુલાકાત કક્ષ તરફ ગયો ..ત્યાં ઉભેલી વ્યક્તિ ને જોઈ ને તેના આશ્ચર્ય નો પાર ના રહ્યો .તેની સામે સુમી સફેદ સાડી પહેરી ને ઉભી હતી..!! એનો મતલબ..!!! સમીર ને જોઈને સુમી ની આખો માં આંસુ આવી ગયા. !! તેના હાથ માં એક કવર હતું ..સુમી એ એ કવર સમીર ને આપ્યું ..સમીરે ભારે ઉત્સુકતા થી એ કવર ખોલ્યું તેમાં એ ચિઠ્ઠી હતી .. સમીર મિહિર ના અક્ષરો ઓળખી ગયો.
પ્રિય દોસ્ત. ..
તેતો તારા દિલ ની વાત મને કહી નહિ પરંતુ ભગવાન કોઈ ને અન્યાય કરતો નથી કાજલે માર્ટા પહેલા તમારી વચ્ચે જે પણ કઈ બન્યું એનો ઈ - મેલ કર્યો હતો પણ મારા ખરાબ નસીબે એ મેં મોડો વાંચ્યો તેનું મને દુઃખ છે ..તે કે સુમી એ આ વાત મને કહી નહિ કોર્ટ ના કેસ દરમ્યાન એક હરખ સુધ્ધાં ઉચ્ચાર્યો નહિ .મારી જિંદગી માટે તે તારી જિંદગી બરબાદ કરી નાખી .પણ કોર્ટ નો ફેંસલોઃ સાંભળી ને હું આનંદ થી ઝૂમી ઉઠ્યો .કારણકે તું તો તારા મનસૂબા માં કામયાબ નીવડ્યો હતો પણ ભગવાને મને તારી દોસ્તી નિભાવ નો મોકો આપી દીધો ..હું આત્મહત્યા નથી કરતો પણ મારા દોસ્ત ની જિંદગી મારા દોસ્ત ને આપીને જાઉં છું એનો મને આનંદ છે .આ ઘટના ને આત્મહત્યા શબ્દ ના આપતી પ્લીઝ ..!! સુમી ને સાચવજે ..!!
લી ..
તારો પ્યારો દોસ્ત .