Bhula dena muje..... books and stories free download online pdf in Gujarati

ભુલા દેના મુજે....

ભૂલા દેના મુજે................

મને આજે પણ યાદ છે મારો “ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ” નો  તે આઠમા ધોરણનો પહેલો દીવસ, બધા વિધાર્થીઓનો આજે પહેલો દીવસ હોવાથી ટીચર બધાનો એક બીજા સાથે ઇન્ટ્રોડક્સન કરાવતા હતા, દરેક વિધાર્થી એક પછી એક પોતાનું ઇન્ટ્રોડક્સન આપતા હતા, એવામાં જ એક આવાજ સંભળાયો

મી આઈ કમ ઈન સર...... 

અમારા ટીચરની સાથે આખા ક્લાસના તમામ વિધાર્થીઓ દરવાજા સામું તાકી રહ્યા, દરેકની આંખોમાં આશ્ચર્ય અને વાવ નો ભાવ હતો, આ દરવાજા સમક્ષ એક રૂપકડી ઢીંગલી જેવી “સુંદરતાથી પણ સુંદર” છોકરી પીંક કલરનું ફ્રૉક પહેરીને ઊભી હતી, અમારા ટીચર જાણે કોઈ સ્વપ્નમાંથી જાગ્યા હોય તે રીતે બોલ્યા યસ પ્લીઝ કમ ઇન સાઈડ.

છોકરી ક્લાસમાં પ્રવેશી, અને મારી પાસેની બેન્ચ પર આવીને બેસી તેના સોનેરી વાળ પર બારીમાંથી સૂર્યનું કીરણ આવીને પડયું અને આખો ક્લાસ જાણે ઝળહળી ઉઢયો, વારંવાર લોકોની આંખો આ પરીને જોવા તરસથી હતી, અને મન ભરીને લોકો તેણે જોતાં, તેની પાસે બેઠેલી અન્ય છોકરીઓના ચહેરા પર ઈર્ષાના ભાવ સાફ –સાફ દેખાતા હતા, પણ આ છોકરી હસી પડતી અને પેલી છોકરીઓની ઈર્ષા અને ગુસ્સાના ભાવ પીગળી જતાં, જેટલી આતુરતા આ છોકરીને નિહાળવાની હતી, તેની સાથે દોસ્તી કરવાની હતી, તેનાથી પણ વધારે તેના વિષે જાણવાની હતી, અમારી આ આતુરતાનો પણ અંત આવ્યો અમારા ટીચરે કહ્યું.

ડીયર સ્ટુડન્ટ્સ વી ઓલ મોસ્ટ હેવ કમ્પ્લીટ ઇન્ટ્રોડક્સન સેસન એકસેપ્ટ રીસેન્ટલી કમ ક્યૂટ ગર્લ, લેટ મી ગીવ અ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ.  બેટા ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, છોકરી ઊભી થઈ અને બોલવાનું શરૂ કર્યું....

ગૂડ મોર્નિંગ એવરી વન...

માય નેમ ઈઝ મિહીકા રાજવંશી,  ફ્રોમ અંકલેશ્વર, વી આર ગોઇંગ ટુ સેટલ ઇન ધીસ સીટી ફોર બીઝનેસ પર્પઝ.

ટીચરે કહ્યું વાવ બેટા ધેટ્સ ગ્રેટ... જેટલા સુંદર તમે છો તેટલુજ સુંદર તમારું નામ અને તેથી પણ સુંદર તમારો અવાજ.

થેન્ક યુ વેરી મચ કહી છોકરી બેસી ગઈ.

છોકરી એ મારી સામું જોયું અને સ્માઇલ આપી.

હું તો હેતબાઈ ગયો કારણ કે , હું ઈન્ટ્રોવર્ટ સ્વાભાવનો છોકરો હતો, મને છોકરાઓ સાથે મિત્રતા કરતાં ઘણો સમય લાગતો તો આતો છોકરી હતી. છોકરીએ પાછું મારી સામું જોયું અને પુછ્યું હાય, વ્ડોટ ઈઝ યોર નેમ.....

મે ખચકાટ ભર્યા અવાજે કહ્યું અર્જુન.

વાવ વ્હોટ એ નાઇસ નેમ યુ હેવ.. છોકરીએ કહ્યું. 

અને મારી સાથે હેન્ડસેક કરવા હાથ આગળ લંબાવ્યો. અને કહ્યું હાય ધીસ ઈઝ મિહીકા.  મે પણ તેને પહેલા દીવસે ખરાબ ના લાગે તેટલા માટે હેન્ડસેક કરવા હાથ લંબાવ્યો અને કહ્યું આઈ નો યુ આર મિહીકા......

થોડી વારમાં, લંચ ટાઈમ થયો બધા ધીરે ધીરે પોતાના લંચ બોક્સ લઈને બહાર કમ્પાઉન્ડમાં જવા લાગ્યા, તે  છોકરી મારી સાથે વાતો કરવા લાગી અને તેનું ટીફીન બોક્સ ખોલીને મારી સામે આલૂ પરોઠા મૂક્યા અને કહેવા લાગી યુ નો અર્જુન ધીસ ઈઝ માય ફેવરીટ બ્રેકફાસ્ટ, પ્લીઝ હેવ ધીસ, નો થેંક્સ કહી હું મારુ ટીફીન બોક્સ લઈ હું  ત્યાંથી કમ્પાઉન્ડ તરફ ભાગ્યો......

શરમથી આજે મારુ નાક લાલ થઈ ગયું, અને મનમાં વિચારતો કે કાલથી બેસવાની જગ્યા જ બદલી નાખું, આ છોકરી તો મારી પાછળ જ પડી ગઈ છે, ક્લાસમાં શું છોકરીઓ ઓછી છે, કે મારી સાથે ફ્રેન્ડડશીપ કરવા માંગે છે, પણ તેની સ્માઇલની પાછળ હું લાચાર હતો તેને જોતાં જ મારી ધડકન તેજ થઈ જતી.

અમારા ફળીયામાં મારા ધરની બરાબર સામેનું ધર વર્ષોથી ખાલી પડ્યું હતું, આજે રવિવારનો દીવસ હતો, આજે અમે બધા મિત્રો હંમેશાની જેમ મારી બાલ્કનીમાં ભેગા મળીને મ્યુઝીકની પ્રેક્ટીસ કરતાં હતા, તે સમયે મોબાઈલ કે કમ્પ્યુટરનું ચલણ વધારે ન હતું, અમે ટાઇમપાસ કરવા આવી બધી એકટીવીટીમાં જોડાયેલા રહેતા, અને અમારે બધા મિત્રોને 5માં ધોરણથી જ મ્યુઝીક સબ્જેક્ટ હતો તેથી, અમે તૂટલું-ફૂટલું મ્યુઝીક વગાડતા અને સ્કૂલમાં પરફોર્મ કરતાં ભાડેથી મ્યુઝીક ઇન્સ્ટુમેન્ટ લાવી ૯૦સ રોકર્સ નામનું બેન્ડ ગ્રૂપ અમે લોન્ય કર્યું હતું. તેમાં હું ગીટાર વગાડતો, આજે પણ રજાના દરેક રૂટીન પ્રમાણે અમે ભેગામળીને ધીંગા મસ્તી કરતાં હતા.

ત્યાં એક મોટો ટેમ્પો પેલા ધરની પાસે આવ્યો તેમાંથી એક અંકલ ઉતાર્યા અને તેમના નોકર જેવા લાગતાં માણસને સૂચનો આપી સામાન પેલા ધરમાં ગોઠવાવતા હતા, આ સામાન રાજવી ઠાઠનો હતો તેથી હું સમજી ગયો કે આ વર્ષોથી બંધ પડેલા મકાનને તેનો માલીક મળી ગયો, એ પણ અમિર માલીક લગભગ આખો દીવસ અને રાત્રી સુધી આ જ પ્રકારે ગોઠવણી ચાલી, હું મારા બેડરૂમમાંથી માણસોના અવરજવરનો અવાજ  સાંભળતો હતો. સવાર પડી અને હું દરરોજની જેમ ફ્રેશ થઈ મારી બાલ્કનીમાં મારુ ગીટાર લઈને ગોઠવાઈ ગયો, મમ્મી ચા નાસ્તો  લઈ આવ્યા.. અર્જુન બેટા જલ્દી નાસ્તો કરી લો સ્કૂલે જવાનું લેટ થાય છે.

ઓકે મમ્મી મે કહ્યું.......

મે જેવી ચાની ચુસકી ભરી અને મારા ઘરની સામેની બાલ્કનીમાં જે દૃશ્ય જોયું કે મારા મોંમાંથી ચાની પીચકારી વાગી ગઈ. ચા ઢોડાઈ ગઈ હું દાઝી ગયો. એક્ય્યુઅલી મે દૃશ્ય જ એવું જોઈ લીધું હતું , કે જેના પર વિશ્વાસ નહતો કરી શકતો, મારા ધરની સામેની બાલ્કનીમાં એક છોકરી આળસ મરડી રહી હતી, સૂર્યની સામે હાથ ખુલ્લા રાખી આંખો બંધ કરી સવારની મજા માણતી હતી. આ છોકરી કોણ હતી ખબર છે? મિહીકા હું સમજી ગયો કે, અમારા ફળીયામાં જે નવું ફેમિલી રહેવા માટે આવ્યું છે, તે બીજું કોઈ નહી પણ આ “રાજવંશી” પરિવાર છે. આ બલા અહી પણ આવી ગઈ તેમ વિચારી, ગીટાર-બીટાર સમેટીને હું બાલ્કની વાળો દરવાજો બંધ કરી ફટાફટ સ્કુલ માટે તૈયાર થઈ સ્કૂલ જવા નીકળી પડયો, પેલી મિહુડી જોવે તે પહેલા સ્કૂલ ભેગો થઇ ગયો. હું ક્લાસામાં મારી બેન્ચ પર બેઠો હતો, લેકચર હજુ સ્ટાર્ટ થયું નહતું એટલામાં મહારણી મિહીકા પધાર્યા.

હાય અર્જુન ગૂડ મોર્નિંગ ક્લાસના બધા જ છોકરાઓ એક સાથે બોલી ઉઠયા ઓ....... હો...........

હું કાઇ બોલ્યો નહી, એટલે મોં ચઠાવીને બેસી ગઈ, આમ તો ક્લાસની દરેક છોકરીને તેણે પોતાની ફ્રેન્ડ બનાવી લીધી હતી, લગભગ ક્લાસના બધા જ છોકરાઓ તેની પાછળ લટ્ટુ હતા, પણ ખબર નહી કેમ તે મારામાં જ રસ  દાખવતી હતી. લેકચર શરૂ થયો અને મિહુડી કાગળના બોલ્સ બનાવીને મારા ઉપર ફેંકતી હતી, હું ગુસ્સાથી લાલ થઈ ગયો, જ્યારે હું તેની સામું જોતો ત્યારે તે હસવા લાગતી અને હું પીગળી જતો, અમારા ટીચર આ બધુ ક્યારનાય ઓબ્સર્વ કરતાં હતા, ટીચરે મિહીકાને ઊભી કરીને લાકડાની સ્કેલથી ફટકારી, તેના કોમળ હાથ પર જ્યારે સ્કેલના ધા પડતાં ત્યારે ટીચર પર હું ગુસ્સાથી લાલ થઈ જતો, મારા હાથની બંને મુઠ્ઠીઓ વળી જતી જાણે હમણાં જ ટીચરને ખતમ કરી દઉ તેવી ફીલીંગ થતી પણ હું મજબૂર હતો, બીજી તરફ પેલી મિહુ દર્દના કારણે રડતી હતી, તેનું એક એક આસું મારા દીલ પર એસીડની માફક રેડાતું હતું, ખબર નહી કેમ?.........

આખો લેકચર ખતમ થઈ ગયો અને બીજા લેકચર માટે થોડો રેસ્ટ મળ્યો પણ ખબર પડી કે, બીજા ટીચર તો રજા પર છે, તેથી લેકચર ફ્રી હતો, બધા ફ્રેન્ડસે મિહુને રડતી બંધ કરવાની કોશીશ કરી, મનાવવાની કોશીશ કરી પણ તે એકની બે થતી નહતી, આખરે કંટાળીને બધા ફ્રેન્ડસ ગ્રાઉન્ડમાં રમવા માટે ચાલ્યા ગયા.

ક્લાસમાં અમે બંને એકલા જ હતા, મે તેણી સામે પાણીની બોટલ ધરી અને કહ્યું બસ હવે રડવાનું બંધ કરને યાર, એક તો ચાંપલા વેડા કરે છે અને પછી પનિશમેન્ટ મળે છે તો રડવા લાગે છે. અરે આટલી ક્યૂટ છોકરીની આંખોમાં આસું શોભે ખરા?

તેણે તરત જ મારા હાથમાંથી હરખ સાથે બોટલ લીધી પાણી પી ને આંસુ લૂછીને મારા ગળે વળગી પડી.

અને થેન્ક્સ કહી.....

તેની બેગમાંથી કીટકેટ બ્રાન્ડની એક મોટી ચોકલેટ કાઢીને મને આપી, લે આ ચોકલેટ તારે જ ખતમ કરવાની છે.

મે કહ્યું આ શા માટે?

મને ખુશ કરવા માટે, નાનકડી ગિફ્ટ

ઓકે બાબા બાઈ તેમ કહી ચોકલેટ લઈ હું ત્યાથી નીકળી ગયો.

લગભગ તે મારા ઘરની સામે રહેવા આવ્યે આજે ઘણા દીવસો વીતી ગયા હતા, પણ મે તેણે નહોતું જાણવા દીધું કે હું પણ તેના જ ફળીયામાં રહું છુ, પણ ક્યાં સુધી હું મારા સંગીતથી દૂર રહું........

સવાર પડી અને દરરોજની જેમ ગીટાર લઈ હું બાલ્કનીમાં ગોઠવાઈ ગયો, પણ આજે ઊંધી દીશામાં બેઠો હતો, જેથી પેલી મને ઓળખી ન જાય, લગભગ આ। જ રૂટીન બે ત્રણ દીવસ ચાલ્યું. આજે રવીવારની રજા હતી, હું બાલ્કનીમાં બેઠો બેઠો મારી ફેવરીટ ધૂન વગાડી રહ્યો હતો, કે અચાનક જ મને વાયોલીનની સુમધૂર ધૂન સંભળાઈ તે ધૂન મારા ગીટારની ધૂનને સહકાર આપતી હતી, હું તે ધૂનને તોડવા નવી ધૂન બદલતો પણ, જાણે કોઈ પારંગત મ્યુઝીશીયન હોય તેમ તે વાયોલીનનો વગાડનાર મારા તાલ સાથે તાલ મિલાવતો હતો, મને આશ્ચર્ય થયું, કે વળી આ ફળીયામાં મને ટક્કર આપવાવાળો નવો મ્યુઝીશિયન કોણ આવ્યો હશે! મે મ્યુઝીક બંધ કર્યું અને ચેર પરથી ઊભા થઈને જોયું તો મારી સામેની બાલ્કનીમાં વાયોલીન લઈને મિહુ ઊભી હતી, મારી ધૂન બંધ થતાં જ તેને પોતાનું વાયોલીન બંધ કર્યું, મારી સામું જોયું અને અતિશય આનંદથી બોલી ઊઠી...

વાવ! અર્જુન યુ આર એ ગ્રેટ મ્યુઝીશીયન યાર..

આઈ કાન્ટ બીલીવ ધીસ.......

આપણે બંને સાથે મળીને ઓરકેસ્ટ્રા ખોલી નાખવું જોઈએ.....

મે માથામાં ટપલી મારી ને મનમાં કહ્યું આ વળી નવું આવ્યું પાછું.......તેટલામાં કારની સફાઈ કરતાં કરતાં પારસી કાકા બાબડયા.....

અરે! અજજુ દીકરા આ છોકરી તદ્દન સાચું કહે છે, તમારા બંનેની જોડી જામશે, તમે એક બેન્ડ ખોલી નાખો અને આખા ફળીયાના કાન ફોડે રાખો, મોટા આવ્યા તે.... રજાના દીવસે પણ શાંતી નથી.........

ફળીયામાં એક કુમારશાનું ઓછા હતા તે આલ્કાયાજ્ઞીક પણ આવી ગ્યાં.......

અરે! ફિરોઝ તું તો તદ્દન ઘેલો છે. મીસ બાટલીવાલા બોલ્યા...

આ છોકરાવ કેટલું સુંદર મ્યુઝીક ક્રીએટ કરે છે, એન્જોય કરવાદે ને તેમને.....

અરે! બેટા આ નવી છોકરી કોણ છે? ઓ અચ્છા તું મીસ્ટર એન્ડ મીસીસ રાજવંશીની ડોટર છે, રાઇટ...

બેટા તારું નામ શું છે?

મિહીકા

ઓ વ્હોટ એ બ્યુટીફુલ નેમ યુ હેવ. ક્યૂટ ગર્લ.

બેટા આજથી હું તને ક્યુટીપાઇ કહીશ ચાલશે ને....

હા આન્ટી ઇટ્સ ઓકે મિહીકાએ કહ્યુ.....

અને હા તારા ફીરોઝ અંકલથી ડરવાની જરૂર નથી...

મિસ બાટલીવાલાએ મારા તરફ ઈશારો કરતાં કહ્યું અરે અજજુ પરફેકટ મેચ.

હું શરમથી લાલ થઈ ગયો તમે પણ શું આન્ટી. એમ કહી હું ઘરમાં ચાલ્યો ગયો. દીવસો વિતતા ગયા અને હું અને મિહુ એક બીજાની નજીક આવતા ગયા.. પણ માત્ર સારા ફ્રેન્ડ હતા તે પણ કઈ રીતે ખબર છે? આજે ન તો ફ્રેન્ડશીપ-ડે હતો કે ન તો બીજો કોઈ ખાસ દીવસ છતાં, યાર આ મિહુએ મારો હાથ પકડીને મોંઘેરો ફેન્ડશીપ બેલ્ડ મારા હાથ પર બાંધી દીધો, અમે મને ધમકી આપી કે એ ફટ્ટુ જો આ બેલ્ટ કાઢીને ફેંકવાની કોશીશ કરી છે તો આખા ક્લાસની સામે બીજો આવો બેલ્ટ બાંધી દઇશ સમજ્યો?

“ઓર એ ક્યાં અપૂનને તેરેકો નોટીસ કીયેલા હે, કે તું અપને શર્ટકા પહેલા બટન બંધ હી ચ રખતા હે એક દમ ગોચું કી માફીક, યે એ શર્ટ કા પહેલા બટન હંમેશા ખુલા હી ચ રખને કા એક દમ ભાઈ લૉગ કે માફીક સમજા ક્યાં મામૂ”.

બસ ત્યારથી જ આ અર્જુનના શર્ટનું પહેલું બટન હંમેશા ખુલ્લુ જ હોય છે.

અરે હા પછી તેને મને કહ્યું કે તું તો લાવ્યો નહી હોય?

અને કાલે પણ લઈને નહી આવે, ચાલ હું જ લઈને આવી છુ, લે આ ફ્રેન્ડશીપ બેલ્ટ મારા હાથ પર બાંધી દે અને મારે બાંધવો જ પડયો આમ, અમારી સર્ટીફાઇડ ફ્રેન્ડશિપ શરૂ થઈ ગઈ.

આ ટપોરી ટાઈપ લાગતી છોકરી, અંદરથી ઘણી બધી પરિપક્વ અને હોશીયાર હતી, લખપતી બાપની એકની એક ઓલાદ છતાં, રતીભાર પણ ઘમંડ ન હતું તેનામાં, હમેશા બીજાને હસાવતી બીજાની મદદ કરવા આગળ રહેતી ગરીબમાં ગરીબ વ્યક્તિનું સન્માન કરતી, આગળ જતાં અમે સાત મિત્રોએ મળીને ટપોરી ગેંગ શરૂ કરી હતી, માત્ર ધીંગા મસ્તી કરવા માટે સ્કૂલમાં, ફળીયામાં, સીટીમાં અમે છવાયેલા રહેતા ખૂબ મસ્તી કરતાં અમે..... મિહુડી તેમાં ટોપ પર રહેતી.........

તે તેના લંચબોક્સમાં હંમેશા અમારા બંનેનો નાસ્તો લઈ ને જ આવતી મને પણ તેના હાથનું ખાવાની આદત પડી ગઈ હતી. એક વખત તો હદ જ થઈ ગઈ....

સ્કૂલથી થોડે દૂર અમારી ઓટો બગડી હતી અમે બધા મિત્રો રસ્તામાં હેરાન પરેશાન ઊભા હતા. તેટલામાં મિહુ તેનું સ્કૂટી લઈને મારી પાસે આવી અને મોટે મોટે થી હસતાં હસતાં મને કહ્યું એ બુધ્ધું આ રોજ રોજ શું ખટારા ઓટોમાં આવે છે, અંકલને કહેને એક બાઇક લાવી આપે. હવે તું મોટો થઈ ગયો છે, પણ તારું બાઇક આવે અને આ ઓટો રીપેર થાય તે પહેલા તું મારા સ્કૂટી પર ચાલ હુ તને ધરે છોડી દઇશ, મારા બધા મિત્રોએ  બેકગ્રાઉન્ડ વોઇસ આપ્યો ઓ........ હો..........

અરે હા અજજુ જા ને ધર સુધી લીફ્ટ મળી ગઈ તને ઓટો વાળાએ કહ્યું...... તમે પણ શું અંકલ આ ચાંપલીના સૂરમાં સૂર પુરાવો છો, રોજ રોજ ઓટો બગાડનાર ડાકૂ આ જ છે.

આખરે લીફ્ટ લેવી જ પડી ..... હોમવર્ક પણ ઘણું હતું અને ધરે જવાનું લેટ થતું હતું.

એ ફૂટ્ટુ તને સ્કૂટી ચલાવતા નથી આવડતુ ને મિહુએ કહ્યું.

મે કહ્યું ના......

લે આ ચાવી ડ્રાઈવ કરી લે...... મિહુએ કહ્યું

એ તું મને રસ્તામાં ઉતારી દે મારી નથી અવાવું તારી સાથે મે કહ્યું. છતાંય એ જીદ્દી છોકરીએ મને સ્કૂટી આપ્યું, મને ચલાવતા આવડતું નહતું એટલે અમે બંને ઉંધા મો એ રોડ પર પટકાયા અને હસી હસીને લોટપોટ થઈ ગયા.

ફીલ્મ હોય કે રીયલ લાઈફ જનરલી, એવું હોય છે, કે હીરોઈન હીરોના બાઇક પાછળ બેસીને ફરતી હોય છે, પણ આ સ્ટોરી જરા અલગ છે, અહીં હીરો હંમેશા હીરોઇનની સ્કૂટી પાછળ બેઢેલો જોવા મળે છે. આમ તો અમે બંને ભણવામાં પણ હોશીયાર હતા, અને સારા નંબરે પાસ થતાં હતા, પણ મસ્તીખોર પણ તેટલા જ તે મને હંમેશા મીસ્ટર સ્કૉલર કહેતી, અને હું તેને મિસ સાઈન્ટીસ્ટ કહેતો કારણ કે તેણે સાયન્ટીસ્ટ બનવું હતું અને મારે ડોક્ટર.

સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં અમારું “૯૦સ રોકર્સ ગ્રૂપ” પરફોર્મ કરતું અને અમે હંમેશા જીતતા આ વખત કાંઇ ખાસ હતું, કારણ કે અમારા ગ્રૂપમાં આ વખતે મિહુ હતી, આ ફંકશનમાં તેણે સૂર મુવીનું  “કભી શામ ઢલે તો મેરે દીલમે આજાના સોંગ ગાયું હતું અને  મે  “ એ મેરે હમસફર બસ જરા.....” ગાયું હતું અમને વન્સમોરના પ્રતીસાદ પણ  મળ્યા હતા, અમારી સ્કૂલ આર્ટને ડેડીકેટેડ હતી, તેથી અમારી સ્કૂલમાં ઘણા બધા આર્ટીસ્ટ હતા કોઈ પેઇન્ટીગમાં, કોઈ સિંગિંગમાં તો કોઈ ડાંસિંગ માં માહીર હતું.

અમે ટપોરી ગેંગ ભેગા મળીને અમારા ફળીયામાં એક ખાલી જગ્યા હતી ત્યાં રાત્રે બેસવા જતા, ત્યાં અમે કેમ્પ ફાયર કરતા, હસી મજાક કરતા, સ્ટડી કરતાં........

મને આજે પણ યાદ છે, તે પ નવેમ્બર ર૦૦૬ ની રાત્રી અમે બધા મિત્રો ત્યાં જ બેઠા હતા, બધા મિત્રો ચાલ્યા ગયા હતા ત્યાં ફક્ત હું અને મિહુ બેઠા હતા, અમારી વચ્ચે કેમ્પ ફાયરની આગ ધીમે ધીમે સળગતી હતી, મે કહ્યું મિહુ ચાલને યાર ગૂડનાઇટ મારે સૂઈ જાવું છે, તેણે કહ્યું હે.. અજજુ બેસને..... પણ કેમ...... અરે બેસ તો ખરો..... તેણે મારો હાથ પકડીને તેણી સાથે બેસાડયો.....

મારા હાથમાં તેણે પોતાનો હાથ નાખીને મને કહ્યું યુ આર માય બેસ્ટફેન્ડ એવર..... હા હું જાણું છુ.... પછી..... એ મીહુડી.. છોડને મને મમ્મી વઢશે. એ બુધ્ધું બેસ. હું તેના હાથમાં હાથ નાખીને શાંત બેસી રહ્યો ચાંદની રાત હતી, અમારી આંખો એકબીજાને તાકી રહી હતી, મારી ધડકન તેજ હતી. તેને પોતાના હોઢ મારા કાનની નજીક લાવીને મને કહ્યું, આઈ.... લવ..... યુ....... મારી ધડકન ૧૨૦ની સ્પીડે દોડવા લાગી, “ સુદામા કે ઘર ક્રીષ્ણા પધારે જેવી  ફીલીંગ થઈ” પણ આ જ મોકો હતો.... તેણે તો પહેલ કરી દીધી મારે પણ તેણે કહેવું જોઈએ અમારી વચ્ચે કોઈ હતું નહી એટલે મે પણ ચાંદની રાતમાં સળગતી આગ વચ્ચે, તેનો હાથ પકળીને આંખોમાં આખો નાખીને એક દમ શાહરૂખની સ્ટાઇલમાં કહી જ દીધું આઈ લવ યુ ટુ... મિહુ.

યે હુવીના બાત. તેણે કહ્યું.

પણ મિહુ મને કહેને તે મારામાં શું જોયું? હું તો એટલો બધો હેન્ડસમ પણ નથી, ન તો મારી પાસે એટલા બધા રૂપિયા, ક્લાસમાં ઘણા બધા છોકરા છે, અને પેલો મિહીર કેટલો હેન્ડસમ છે, તે તો તારી પાછળ લટ્ટુ છે. છતાય હું કેમ..... મને બોલતો અટકાવીને તું મારા પ્રેમને રૂપિયાથી કે રૂપથી ના તોલીસ અજજુ આ મિહુ અલગ માટીની બનેલી છે, મને તો તને જોતાની સાથે જ પ્રેમ થઈ ગયો હતો, અને બધી છોકરીઓ માત્ર હેન્ડસમ છોકરાને જ પોતાનું દીલ નથી આપતી, તું સ્ત્રીઓનું ઘણું સન્માન કરે છે, એ મે તારી આંખોમાં જોયું છે, તું ધણી વખત મારી સાથે એકલો હોય છે છતાં તે મારી એકલતાનો ફાયદો નથી ઉઠાવ્યો ક્યારેય મારી સાથે ફ્લર્ટ નથી કર્યું, હું તારી એ જ અદા પર તો ફીદા છુ યાર........એ મને જ બોલાડીશ બધુ તું પણ મને કહેને મારી કઈ વાત તને પસંદ છે.

મિહુ સાચું કહું તો તારી સાદગી અને મસ્તીખોર સ્વાભાવ સાથે જ તારી પરિપક્વતા અને તારો મીઠો અવાજ મને પસંદ છે. ઘણી વાર મને એવું થાય કે તું મારા જીવનમાં ક્યાંથી પ્રગટ થઈ ગઈ પણ કહેવાય છે ને કે “ જોડીયા ઉપરવાલા બનાતા હે”.

તે મારી નજીક આવી મારા દીલ પર હાથ રાખીને જાણે ઘડીયાળમાં ટાઈમ મેળવતી હોય તેવી ક્રીયા કરી. મે કહ્યું તું આ શું કરે છે. શાંતી રાખ બાબા તારા અને મારા દીલની ધડકનનું ટાઈમર સેટ કરું છુ. ટાઈમર મે પૂછ્યું .હા ટાઈમર આજથી સાથ જીયેંગે સાથ મરેંગે તારા અને મારા દીલની ધડકન એક જ રીધમમાં ચાલશે. સમજ્યો......

હા મિહુ બધુ બરાબર પણ શું તારા પપ્પા મને એક્સપ્ટ કરશે? અરે મારા પપ્પા મને ખૂબ જ પ્રેમ કરે છે, મારી માટે આસમાનના તારા પણ લઈ આવે. થયું પણ એવું જ તેના પપ્પાએ અમમારો પ્રેમ સ્વીકાર્યો.

સમય પાણીના રેલાની માફક વહેતો જતો હતો, અમે બધા પરિપક્વ થતાં જતાં હતા, સામે દસમું ધોરણ આવતું હતું અમે બધા કરીયર માટે સીરીયસ હતા, અમે હવે ટપોરી વેડા છોડી દીધા હતા, અને વાંચવામાં મશગૂલ રહેતા હતા મ્યુઝીકને પણ તિલાંજલી આપી દીધી હતી, કોઈને સાયન્ટીસટ, તો કોઈને ડોક્ટર કે એંજીનીયર બનવું હતું અને બધા પોત પોતાની રીતે મહેનત કરતાં હતા, અમે સારો સ્કોર પણ કરતાં હતા, દશમાં ધોરણાની એક્જામ આવી પતી ગઈ, અમે વેકેશન માણ્યું રીઝલ્ટ આવ્યું બધાના સારા ટકા આવ્યા, મિહુના 83 % આવ્યા અને મારા બીજા ફ્રેન્ડ્સના પણ સારા ટકા આવ્યા પણ મને ઘણા ઓછા માર્ક્સ મળ્યા કારણ કે, પરિક્ષા સમયે મારો નાંનકળો અકસ્માત થયો હતો હાથ પર પ્લાસ્ટર હતું મને લખવાનો સમય એક્સ્ટ્રા મળ્યો છતાં પણ હું સ્કોર ના કરી શક્યો, મને અફસોસ હતો તેના કરતાં પણ વધારે મિહુને અને મારા મિત્રોને, હું સાયન્સમાં ન ગયો, મિહુ એ સાયન્સ કર્યું,  મે આર્ટસ કર્યું, પણ અમે બંને શનિ -રવિ મળતા, તેણે મને એક ફીચર ફોન ગીફ્ટ આપ્યો હતો, અમે બંને રોજ મેસેજથી વાતો કરતાં. ફરવા જતા, મૂવી જોવા જતાં, આખું વડોદરા ગાંડું કરતાં અલ્લા રખ્ખાના સેવ મમરા, વડાપાઉ,ફેંચ ક્રાઇસ ના જાણે કેટલું બધૂ અને સાથે કટીંગ ચા. મિહુ એક સારા ફેમિલીની હતી છતાં પણ તે મોટી હોટેલ્સ ના પસંદ કરાતા નાની નાસ્તાની દુકાનો પર મારી પાસે સમય વિતાતવતી.

એક વખતની વાત છે, એક વખત બાલાજી ગાર્ડન (નામ બદલેલ છે) માં હું મિહુ અને તેની કઝીન પ્રીયા બેઠા હતા અચાનક જ આ મિહુડીને “ રબને બનાડી જોડી ફીલ્મ નો સીન યાદ આવ્યો, પ્રિયાને તેનો ફોન આપી મને કે એ મારા શાહરુખ ખાન ઊભો થા ચાલ પેલો રબને બનાદી જોડી વાળો પોઝ આપ આપણે ફોટા પાડીએ. મે કહ્યું ઓ ગાંડી મારી ઇજ્જતનું શું? મને આસપાસ બધા ઓળખાતા હોય અને આ બધુ અહીયાં સારું ના લાગે એ ઇજજત વાળા..... કહયુને એક વાર ચાલ..............


ઓકે મારી માં...... આવી હતી મારી મિહુ............

અમે એચ. એસ.સી. પણ પાસ કર્યું સારા માર્કસે, મે હયુમાનિટીઝ જોઇન કર્યું અને તેણે મારુ સ્વપ્ર પુરું કરવા માટે નામાંકીત યુનિવર્સીટીમાં એમ.બી.બી.એસ. શરૂ કર્યું. અમે બંને એકબીજાથી દૂર કોલેઝોમાં ભણતા છતાં પણ અમારી સ્પેશીલ જગ્યાઓએ મળતા રહેતા, ફોન પર વાત કરતાં, મેસેજ કરતાં સીલસીલો ચાલુ હતો હવે અમે અને અમારો પ્રેમ પરિપક્વ થવા લાગ્યો હતો, અમે મેરેજના સપના જોવા લાગ્યા હતા, અમારા લગ્નમાં તો કોઇ અડચણ નહતી, હું પણ મારા કરિયરમાં સારું પરફોર્મ કરી રહ્યો હતો અને તે પણ, તેણે મારા બર્થડે પર મને લેટેસ્ટ મોબાઈલ પણ ગીફ્ટ કર્યો હતો. 2012 નું વર્ષ શરૂ થઈ ગયું હતું અમારા પ્રેમને 6 વર્ષ પુરા થવા આવ્યા હતા, બધુ આમ તો બરાબર જ ચાલ તું હતું પણ............ મિહુ અચાનક મારાથી અળધી રહેવા લાગી માર્ચ 2012 શરૂ થઈ ગયું હતું, મારા મેસેજીસના આન્‍સર પણ કાંઇક અલગ આપતી હતી, એકદમ ઉદાસ અને શાંત રહેવા લાગી હતી, અમે ,મળતા ત્યારે તેની આંખોમાંથી આંસુ સરી પાડવા મથતું હોય પણ તે જાણે રોકી રાખતી, મને તેની આંખોમાં અજીબ સન્નાટો દેખાતો હતો, તે મારી જ હતી, પણ બદલાઇ ચૂકી હતી, ક્યાંક ખોવાએલી રહેતી, અચાનક મને ગળે વળગે પડતી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડતી, આ તરફ હું પણ તેની આ હાલત જોઈને ઉદાસ રહેવા લાગ્યો મને સમજાતું ન હતું મને મિહુ આવોઈડ કેમ કરે છે, તે બીજા કોઈને ચાહતી હશે તેવો સવાલ જ અમારા પ્રેમમાં નહતો કારણકે ,સૂર્ય ઉગવાનુ કદાચ છોડી દે. પણ મિહુ અજજુને ચાહવાનું ક્યારેય ના છોડી શકે, કારણ કે, અમે માત્ર મળેલા જીવ નહી, પણ એક બીજાના હૈયે મઢેલા જીવ હતા.

મને આજે પણ યાદ છે,  28 ડીસેમ્બર 2012 નો એ કારમો દીવસ, જ્યારે અમે બધા ફ્રેન્ડસ અમારા એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા હતા મિહુ પણ ત્યાજ હતી, અમે બંને ત્યાં સાથે જ ગયા હતા, બર્થડે પાર્ટી પૂરી થઈ અમે બધા છૂટા પડયા, પણ મિહુ અને પ્રીયા બંને ત્યાં દેખાયા નહી મને ચિંતા થવા લાગી મે મિહુ ને ફોન કર્યો પણ તેને ફોન રીસીવ જ ના કર્યો...  મારી ચિંતા વધવા લાગી મે પ્રીયાને ફોન ટ્રાય કર્યો તેને મને વાત કરતાં કહ્યું કે મિહુ અચાનક જ નીકળી ગઈ હું પણ તેણી પાછળ મારુ સ્કૂટી લઈને નીકળી ગઈ છુ , અમે જી.આઈ.ડી.સી. વાળા રસ્તે છીએ ખબર નહી આ મિહુ આટલું ફાસ્ટ સ્કૂટી કેમ ચલાવે છે! આઈ ટોક ટુ યુ લેટર કહી તેને ફોન મૂક્યો.......

હું વધારે ઘભરાયો અમે બધા ફ્રેન્ડસ ત્યાથી જી.આઈ.ડી.સી. વાળા રસ્તે જવા નીકળ્યા પણ તે રસ્તો ઘણો દૂર હતો. મારી ચિંતા વધતી જતી હતી બરાબર  સાંજના ૬ વાગ્યા ને મારા ફોનમાં મે કેટલાક મેસેજ જોયા. પહેલો મેસેજ મિહુનો હતો good bye ajju, take care of yourself, and I love u....................

અરે આ ગાંડીને શું થયું, કેમ આવો મેસેજ કરે છે, લાવ મને ફોન કરવા દે. પણ ...........

ત્યાંતો મે બીજો પણ મેસેજ જોયો તે તેની કઝીન પ્રીયાનો હતો.

Ajju Our Mihu is No More………….

અને એક કેમિકલ ઇંડસ્ટ્રી નું  એડ્રેસ હતું 

વાંચતાની સાથે જ મારા શ્વાસ જાણે થંભી ગયા, દુનિયા આખી ગોળ ફરવા લાગી, હું મારામાં નહતો, પસીનાથી રેબજેબ થઈ ચૂક્યો હતો, ત્યાં જ બસ ઢળી પડયો હતો, મારા એક ફ્રેન્ડને મે બસ એટલું જ કહ્યું કે, મને આ એડૈસ પર પહોચાડી દે........અને અમે બધા ફ્રેન્ડસ જ્યાં અકસ્માત થયો હતો ત્યાં પહોચ્યા 

મારી મિહુડી રોડ પર લોહીથી લથપથ હાલતમાં પડી હતી, આસપાસ નોકરી પરથી છૂટેલા લોકો મૌન ઊભા હતા, તે જી.આઈ ડી.સી. ના બંને રસ્તા જન મેદનીથી બ્લોક થઈ ગયા હતા,  મીહુની લાશની ની બાજુમાં તેને કઝીન પ્રીયા ઊભી હતી......

આ જોઈને જ મારો આત્મા ત્યાં જ નિકળી ગયો બચ્યું તો બસ એક ખોરડું, મારાથી તેના નામની એક બૂમ પડાઈ ગઈ......

હીંમત કરીને મે, મિહુનું માથું મારા ખોળામાં લીધૂ......... મારી બધી હદો તૂટી ગઈ મારો આક્રંદ કોઈ જોઈ શકતું ન હતું મરેલી હાલતમાં મારી પ્રેમિકાની લાશને ખોળામાં લઈ મૌન થઈ મારુ મન ફરિયાદ કરતું હતું...... એ જાગને મિહુ આમ મને સ્વતંત્ર જીવતા શીખવીને તારી યાદોના પીંજરામાં પુરીને ક્યાં ચાલી ગઈ ....તને ખબર છે, ને કે તારો આ અર્જુન દુનિયાના દરેક ચક્રવ્યૂહને તોડી શકે છે, પણ હે ગાંડી આ તારી યાદોના ચક્રવ્યૂહ ને હું કઈ રીતે તોડીશ બોલને.........

પૂર્ણીમાની રાત્રે પેલી ચાંદનીની રોશની તારા કોમળ ગાલને ચૂમવા આવશે ત્યારે હું શું જવાબ આપીશ એ જાગને જાનું..........

એ તું તો મારા શ્વાસમાં વસનારી મારી ધડકનને હું શું જવાબ આપીશ? મને ખબર છે, મિહુ આ તારા ભગવાનનુ જ  ષડયંત્ર છે,પણ કહી દેજે તારા કાન્હાને કે અજજુના શરીરમાં મિહુનો આત્મા વશે છે, આતો લાશ માત્ર મિહુની છે, બાકી મોત તો અજજુનું થયું છે, તારા કહેવાતા એ સ્વર્ગમાં પરીઓની શું ખોટ પડી ગઈ કે, અમારી પરીને તે છીનવી લીધી.

હે મિહુ આ મારી આંખનો શું વાંક? કે બસ તેને તારો જ ચહેરો જોવાની આદત પડી ગઈ છે. આ મારા દીલનો શું ગુનો કે બસ તારા નામથી જ ધડકે છે, તે યુનિવર્સીટીના કમ્પાઉન્ડ અને કેન્ટીન, તે નદીઓના કીનારા કે જ્યાં આપણે મળતા હતા, મારી દોરેલી તારી તસ્વીરો, આ બધા નિર્જીવ છતાં રડી ઉઠશે, તેની હસ્તી ખીલખીલટ કરતી ડૉલને નિહાળવા માટે આતુરતાથી રાહ જોતાં હશે, મને સવાલ પુછશે કે, મિહુ ક્યાં તો હું શું જવાબ આપીશ બોલને............

મને ખબર છે કે, મારાથી કાંઈક ભૂલ થઈ ગઈ હશે, પણ મને દૂ:ખ ના થાય એટલે મારી મિહુ કાંઇ બોલતી નથી એ બોલને મારી ભૂલોને જણાવવા આવને આજે મને કાંઇ ખોટું નહી લાગે.

મારાથી તો ઠીક પણ તારી આ કીટકેટ, અને આઇસ્ક્રીમથી ક્યાં રીસાણી તું, ...... તારું ટેડીબેર, વાયોલીન અને તારા વોર્ડરોબમાં શોભતા તારા ફેવરીટ ફ્રોક્સને નથી ખબર કે તેમની મિહુ હવે..............

ત્યાં ઊભેલી જનમેદની બસ અમને જ નિહાળી રહી હતી, આજે દરેકની આંખમાં આસું હતાં, એ લોકો તદ્દન મૌન હતા જાણે કે, તેમના વર્ષો જૂના દર્દને ઠાલવવા આજે અમારો કાંધો મળી ગયો હોય, મારી આ વેદના અને આક્રંદ નિહાળવા લોકો મજબૂર હતા, જાણે કે રાધા અને કૃષ્ણના વિરહનુ દૃશ્ય પુન: ધરતી પર ઉતારી આવ્યું હોય, વિખૂટા પડેલા આ યુગલની વેદના જોઈને કુદરત પણ રડી પડી અને ક્યાક વરસાદ બની વરસી પડી.............

મને કોઈ એ બેહોશ કરી દીધો. ઉઠતાની સાથે જ મારાથી છેલ્લા શબ્દો બોલાયા કે તમે લોકોએ મારી મીહુને સળગાવી દીધી, તો મને શું કામ બાકાત રાખ્યો........... બસ ત્યારથી જ હું કહેવાતો માણસ છુ બાકી તો છુ પથ્થર જ.

આખરે મારી મિહુનો અકસ્માત કઈ રીતે થયો હશે? તે સવાલનો જવાબ મને મળી જ ગયો, તેનો અકસ્માત ન હતો થયો પરંતુ તેણે આત્મહત્યા કરી હતી, પૂર ઝડપે આવતા એક ટ્રકની સામે તે પોતાનું સ્કૂટી જાણી જોઈને લઈ ગઈ હતી, પણ કેમ? તેની જાણ તેની કઝીને આપેલા મિહુના આખરી પત્ર પરથી થઈ, આ પત્ર પ્રીયાને મિહુના પેન્ટના ખીસ્સામાથી મળ્યો હતો. આ પત્રમાં જે લખ્યું હતું તે શબ્દ સહ વર્ણવું છુ.

ડીયર અજજુ ,

જ્યારે તને આ પત્ર મળશે ત્યારે કદાચ તારી મિહુ, ખૂબ જ દૂર ચાલી ગઈ હશે, હે અજજુ મારા માટે આંસુ વહાવીશ નહી, મને ખબર છે, મારા પછી તારા શ્વાસ રોકાઈ જશે, પણ તને ખબર છે, આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા, ત્યારે મે તારા દીલનું ટાઈમર મારા દીલની ધડકનથી એક્સ્ટ્રા મેળવી દીધું હતું, તારે જીવવવાનું છે, અને આપણાં દરેક સ્વપના પૂરા કરવાના છે, તને મારી યાદ આવે તો આસમાન માં જે સિતારો વધારે ચમકતો હશે, તે જ તારી મિહુ હશે, અને હા ઘણું કહેવું છે. પણ.... હું...... હે. જરાય રડીશ નહી, પ્રોમિસ કર.......... તને ખબર છે, મારે આવું કેમ કરવું પડયુ, ખબર નહી પણ ક્યાંથી મને એચ.આઈ.વી. વાઇરસનું ઇન્ફેકસન લાગી ગયું  મને ધીરે ધીરે લક્ષણો દેખાવા લાગ્યા, મે ઘણી બખત મારો ટેસ્ટ કર્યો અને તે દરેક વખતે રીકટીવ આવ્યો. બસ હું સમજી ગઈ..... હું આ બીમારી... તને નહતી આપવા માગતી તેથી જ..... હું તને આવોઈડ કરતી હતી.... 

અજજુ હું જાણતી હતી કે, તું મને સ્વીકારી લેત. પણ તારું જીવન હું બરબાદ ના કરી શકુ.

હે અજજુ બી સ્ટ્રોંગ, ટેક કેર ઓફ યોર સેલ્ફ, મારા પછી કોઇ ખોટુ પગલુ ભરીશ નહી, અને હે.......પ્લીઝ મને ભૂલી જજે ને યાર...............................બસ આ જ તેના છેલ્લા શબ્દો મારા કાનમાં ગુંજયા કરે છે તમે જ કહો શું કોઈ શ્વાસ લેવાનું ભૂલી શકે?

મારી આ દરેક દર્દભરી ક્ષણોની ગુંજ જ્યારે જ્યારે મારા કાનમાં પડે છે, ત્યારે દુનિયાભરના દર્દ મારા દીલ પર ઠાલવી જાય છે, અને દીલ ફરી તે દર્દના બોજ હેઠળ દબાઈ જાય છે, અને બોજથી તડપી ઊઠે છે, કેમ કરીનેય બહાર નીકળતું નથી, આ કહાની માત્ર કલમની સ્યાહીથી નહી પણ મારા દીલના રક્તની સ્યાહીથી લખાઈ છે, તેથી જ તો તેમાં મારા દર્દની સુવાસ છે. આ કથા આમ તો કાલ્પનિક છે, તેમાં દર્શાવેલા સ્થળો, પાત્રોના નામ વગેરે કાલ્પનિક છે. પરંતુ દુનિયામાં સાચો પ્રેમ કરનાર વ્યક્તીઓ ક્યારેય એક થતાં નથી ઇતિહાસ તેનો ગવાહ છે, અને આમ કાલ્પનિક છતાં દરેક પ્રેમ કરનાર વ્યક્તી માટે આ વાર્તા વાસ્તવિક છે.