Anandeshwar and Prakriti Van Patan books and stories free download online pdf in Gujarati

આનંદેશ્વર અને પ્રકૃતિ વન પાટણ

🦒પાટણનું એક વધુ તીર્થ🦍
આનંદે શ્વર......
#પાટણ યાદ આવે એટલે રાણી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ યાદ આવે.પરંતુ ગુંગળી તળાવ પછી વિરમેઘમાયા ટેકરી, સિદ્ધિ સરોવર અને હરિહર મહાદેવ પાસે સરસ મજાનું સ્મશાન પણ દર્શનીય છે અને ચાણસ્મા હાઇવે તરફ પદમવાડી પણ ખુબજ દર્શનીય છે.
છેલ્લા અઢી વરસથી આકાર લઇ રહેલું એક કુદરતી સૌંદર્યનું અનેરું સ્થાન કહો તીર્થ કહો અને સરસ્વતી નદીને જીવંત નિહાળવા માટે
🌹આનંદેશ્વર પરિસર🌹
આકાર લઇ રહ્યું છે.નદીના બન્ને પૂલ પછી બન્ને કિનારે હજારો રોપા વાવીને નગરપાલિકા,સરકાર અને પ્રાકૃતિપ્રેમી મિત્રોએ અથાગ મહેનત કરી નદીના બન્ને કિનારે નંદનવન ઉભું કર્યું છે.
મેલડીમાતા નાં મંદિરે જતાં ડાબા હાથ તરફ અનેક વૃક્ષ વાવી નદીને આ બે અઢી વરસમાં સ્વર્ગ બનાવી દીધું છે.
મને ગઇ કાલે સમય મળ્યો એટલે એકલો એકલી નીકળી પડ્યો પગપાળા.... લગભગ 2.5 કિલોમીટરના નદી કિનારે હેમચંદ્રચાર્ય યુનિવર્સીટીના ઉતરીય બગલમપણ પાટણ અસલ સ્વરૂપમાં આવતું જાય છે.યુનિવર્સિટીની બગલમાં જોડે આવેલું પુરાણ પ્રસિદ્ધિ પીતામ્બર તળાવની સુધારા વધારાની પ્રક્રિયા પણ ચાલુ છે.
આ વનમાં હવે પછીના સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકમાતા સરસ્વતી દેવીનું ભવ્ય મંદિર બાંધવાની વિચારણા ચાલી રહી છે.નદીના ડીસા હાઇવે તરફ બબ્બે પૂલ હવે સહેલાણીઓ કે સવારે મૉર્નિંગ વૉક કરતા મિત્રો માટે "સ્વર્ગાદપિગરિયસ્યસી" અર્થાત સ્વર્ગથી સુંદર નજારો સાંજે કે સવારે જોવા મળે છે..
બન્ને બન્ને છેડે નદીનો પ્રવાહ થોડો હાલ ચાલુ છે.પરંતુ નદીની અંદર ઉતરીને આગળ વધીશુ તો મોટા મોટા (ભેડા)પાણીના ખાડા પાણીથી છલોછલ હાલ જોવાં મળે છે.રસીક તરવૈયા માટે આ જગ્યા best છે.હા ગાંડા બાવળની અંદર પગપાળા જવાની તૈયારી હોય તો જ મજા આવે.કેમકે નદીના અસલ સ્વરૂપને ગાંડા બાવળોએ કબ્જો જમાવી દીધો છે.જો સરકારી તંત્ર આ બાવળને હટાવી સરસ્વતી તાલુકા પંચાયતથી સીધા પાટણના શીતળા ચોક સુધી પાકી સડક બનાવે તો યાતાયાત અને કોઝવે નાનો બંને તો પાટણમાં સહેલાણીઓનો ધસારો વધી શકે એમ છે.
હજારો જાતના વૃક્ષ રોપા આરોપણ કરીને આ અઢી વરસમાં હાલમાં 15-20 ફૂટ ઊંચાં ઝાડ પણ નજરે ચડે છે.આ સ્થળે જવા પાટણ ડીસા હાઇવે પર ટીબી ચોકડીથી માત્ર એક કિલોમીટર અંતરે પુલના પ્રથમ છેડા નીચે આનંદેશ્વર મંદિરનાં દર્શન થશે.અને તેના બિલકુલ પશ્ચિમ તરફ અઢી કિલોમીટરના લંબાઈ કિનારે આ વૃક્ષ આજે ખીલી રહ્યા છે.અને સાથે સાથે પક્ષીઓને માટે ચબુતરા અને પરબ ઠેર ઠેર મૂકીને પક્ષી જગતને આહવાન કરતા બેઠા છે.
🌹"કોઈ સાથ ન આપે તો એકલો જાને રે...."🌹
ગુજરાતી કોઈ કવીએ લખેલા આ કાવ્યની પંક્તિ આધારે જયારે જયારે મન થાય ત્યારે ત્યારે એકલો ઉપડી જાઉં છું.ભગવાન શિવનાં દર્શન થઇ જાય.મંદિર પરિસર એકદમ નેપાળના પશુપતિનાથ ટાઈપનું પરંતુ ખુલ્લું અને બેસી શકે તેવું બનાવ્યું છે.બાળકોને હીંચકા,ગોળ ગોળ ચકરડાલપસણી તો ખરાં જ!પૂલ નીચે વહેતી નદીના જળમાં પગ મૂકીને આનંદની છોળો ઉડાડવાની મજા પડે તેવું આધુનિક તીર્થ બન્યું છે.
અહીં રોપાનું વાવેતર જાપાનના "મીયાવાકી" પદ્ધતિથી કરવામાં આવ્યું છે.દરેક છોડને પાણી મળી રહે તેં માટે ટપક પદ્ધતિ અપનાવી છે.પ્રકૃતિ પ્રેમીઓની યાદમાં કુટિરો અને તેમાં વાંચી શકાય તેવા ગુજરાતી ભાષાના અક્ષરોમાં વૃક્ષ પરિચય અને વૃક્ષનાં નામ પણ અંકિત કરેલાં છે.
મિત્રો મંદિરે દર્શન કરી વ્હીકલ કે કાર ત્યાંજ મૂકીને પગપાળા પણ ધીમે ધીમે એકેક વૃક્ષને નિહાળતા જાઓ. પાન પિચકારીઓવાળા કે તમાકુ ખાનારા ત્યાં ન જાય તો સારુ.કેમકે આટલુ પવિત્ર સ્થળ પાન મસાલા થુકીને ગંદુ કરતા રોકવા અને આ પ્રકૃતિ વનને સ્વચ્છ રાખવા આટલુ તો અવશ્ય કરો જ.
સાથે બાળકો લઇ જાઓ પણ નાસ્તાનાં પડીકા પણ ન લઇ જાઓ.બાળકોને ઘેર નાસ્તો ખવડાવીને જ લઇ જાઓ એટલે ત્યાં જીદે ચડે તો આ પ્રકૃતિનાં દર્શન તમને નહીં થાય કે તે બાળક પણ નહીં કરી શકે.અને છોડ ઉપર ખીલેલાં ફૂલો તો નજ તોડો, કેમકે તે વનની અનેરી શોભા છે.
🌹"દરેક વ્યક્તિ તેની ગમતી જગ્યાએ એક વૃક્ષ ફરજીયાત વાવે તે સંદેશ સાથે"🌹
..... આભાર.🙏🏿
---- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)