College campus - 65 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 65

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 65

"કૉલેજ કેમ્પસ"ભાગ-65
આકાશનું બાઈક ઘણે દૂર નીકળી ગયું હતું અને એરિયા પણ બિલકુલ અજાણ્યો કદી ન જોયો હોય તેવો હતો એટલે પરીએ આકાશને પૂછ્યું કે, "આપણે ક્યાં જઈ રહ્યા છીએ, બરાબર તો જઈ રહ્યા છીએ ને?
આકાશ: હા હા, બરાબર જ જઈ રહ્યા છીએ. હું અહીંયા ઘણી વખત પાર્સલ આપવા માટે આવું જ છું એટલે મને ખબર છે.
પરી: ઓકે.
અને આકાશને જ્યાં જવાનું હતું તે જ્ગ્યા આવી પહોંચી હતી એટલે આકાશે પરીને ગલીની બહાર ત્યાં બાઈક પાસે જ ઉભા રહેવા કહ્યું અને પોતે થેલો લઈને અંદર આપવા માટે ગયો એટલે પરી ગલીમાં અને આજુબાજુ બધે નજર કરવા લાગી કે, આ એરિયા બરાબર નથી આવા એરિયામાં આ આકાશ કોને પાર્સલ આપવા માટે આવ્યો હશે?

પરી આમ વિચારી રહી હતી અને આકાશ પાર્સલ આપીને બહાર આવી ગયો એટલે બંને ત્યાંથી નીકળી ગયા પરંતુ પરીના મનમાં આજે જે વિચારો ચાલી રહ્યા હતા તે રોકાવાનું નામ લેતા નહોતા તે આકાશને એક પછી એક પ્રશ્ન પૂછી રહી હતી કે, "આ તું શેનું પાર્સલ આપવા માટે અહીં આટલે સુધી લાંબો થાય છે અને પાર્સલ તો કુરિયરમાં પણ મોકલાવી દેવાય તેના માટે આમ છેક અમદાવાદથી સ્પેશિયલ ધક્કો ન ખવાય.. મને તો કંઈજ સમજણ નથી પડતી કે તું શું કામ આમ એક પાર્સલ માટે ધક્કો ખાય છે?"

પરીના આ પ્રશ્નનો આકાશ પાસે ખૂબજ સરસ જવાબ હતો અને આ સીરીયસ પ્રશ્નને તે હસવામાં કાઢી કાઢતો હોય તેમ તે હસતાં હસતાં પરીને કહેવા લાગ્યો કે, "ગાંડી એ તો તને ખબર ન પડે, આ પાર્સલમાં જે હતું ને એ ખૂબજ મોંઘી દવા બનાવવા માટેનું ડ્રગ હતું જે ફક્ત આપણે ત્યાં જ મળે છે અને તે કુરિયરમાં મોકલાય તેવું નથી હોતું માટે જ તો તે આપવા માટે ડેડી મને છેક અમદાવાદથી સ્પેશિયલ અહીં બેંગ્લોર ધક્કો ખવડાવે છે."
પરીને આકાશની આ વાતથી નવાઈ તો લાગી પરંતુ તે કંઈજ ન બોલી અને ચૂપ રહી. તેના નાદાન મનમાં આ બધા વિચારો ચાલી રહ્યા હતા અને આકાશ તેને પૂછી રહ્યો હતો કે, આપણે ખાલી કોફી પીવા માટે જ જવું છે કે નાસ્તો પણ કરવો છે? આકાશની વાતમાં પરીનું બિલકુલ ધ્યાન નહોતું એટલે આકાશે તેને ફરીથી પૂછ્યું કે, ક્યાં ખોવાઈ ગઈ છે તું? હું તને કંઈક પૂછી રહ્યો છું પણ તારું બિલકુલ ધ્યાન જ નથી અને આકાશે તેને ફરીથી એનો એજ પ્રશ્ન પૂછ્યો ત્યારે જઈને પરીએ જવાબ આપ્યો કે, "ના, નાસ્તો કરવાની બિલકુલ ઈચ્છા નથી ખાલી કોફી પીવા માટે જઈએ અને બંને જણાં નજીકમાં જ એક ખૂબજ સરસ સીસીડી આવેલું હતું તેમાં કોફી પીવા માટે બેઠાં.

આજે પરીને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને આકાશ તેને પૂછી રહ્યો હતો કે, "આજે તું ખોવાયેલી ખોવાયેલી લાગે છે, મનમાં ને મનમાં શું વિચારો કર્યા કરે છે?"
પરી પણ આજે આકાશને કંઈક કહેવા માંગતી હતી એટલે તેણે પ્રશ્નાર્થ ચહેરે આકાશની સામે જોયું અને તે બોલી કે, "આકાશ આ પહેલી અને છેલ્લી વખત આજ પછી હું આ રીતે તારી સાથે ક્યાંય પણ બહાર નહીં આવું...
આકાશને પરીની આ વાત બિલકુલ ન ગમી તે તો બસ ગમે તે રીતે પરીને પોતાની કરવા માંગતો હતો એટલે તેણે પરીની સામે જોયું અને પોતાનો હાથ તેની સામે લંબાવ્યો અને તે બોલ્યો કે, "તો મને પ્રોમિસ આપી દે કે, તું લગ્ન કરીશ તો મારી જ સાથે કરીશ બીજા કોઈની સાથે નહીં કરું...
પરી તેને સમજાવતાં બોલી કે, "મેં તને પહેલા પણ કહ્યું હતું કે, હું લગ્ન કરીશ કે નહીં કરું તે પણ એક પ્રશ્ન છે અને કરીશ તો ક્યારે કરીશ તે બીજો પ્રશ્ન છે મારા જીવનનો ગોલ કંઈક જૂદો છે અને મેં જે ધાર્યું છે તે હું કરીને જ રહીશ માટે અત્યારે હું તને કોઈપણ જાતની પ્રોમિસ આપી શકું નહીં...
આકાશે ઘોર નિરાશા સાથે પોતાનો હાથ પાછો લેવો પડ્યો અને બે મિનિટ માટે બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહી એટલામાં આકાશ ઉભો થઈને ઓર્ડર આપેલી કોફી લઈ આવ્યો. હવે તેને શું કરવું તેમ તે વિચારવા લાગ્યો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો તેના ડેડનો ફોન હતો જે પૂછી રહ્યા હતા કે, "તું અત્યારે ક્યાં છે?" આકાશ ખોટું બોલ્યો અને પોતાના એક મિત્રને ત્યાં થોડા કામથી ગયો છે તેવો તેણે જવાબ આપ્યો મતલબ કે, કદાચ આકાશ બેંગ્લોરમાં છે તે તેના ડેડ જાણતાં નથી તો પછી હમણાં તેણે પરીને એમ કહ્યું કે, તેને પોતાના ડેડે જ આ પાર્સલ આપવા માટે અહીં બેંગ્લોર મોકલ્યો છે. હવે મામલો શું છે તે ઉપરવાળો જાણે અને આપણે આ પછીના ભાગમાં જાણીશું... તો મારા વ્હાલા વાચક મિત્રો આપણે મળીએ આ પછીના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/23

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 2 months ago

milind barot

milind barot 5 months ago

Janvi Virani

Janvi Virani 5 months ago

Heena Suchak

Heena Suchak 5 months ago

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 6 months ago

Share