Vasudha - Vasuma - 88 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-88

વસુધા ડેરીએથી નીકળી હતી એણે કારમાં એકાઉન્ટની ફાઇલ ચોપડાં બધુ સાથે લીધું હતું આજે એને થાક પણ વર્તાતો હતો એ ગામને પાદર પહોચે પહેલાં કારનો હોઝપાઇપ ફાટ્યો અને ગાડીનું ટેમ્પરેયર એકદમ વધી ગયું બોનેટમાંથી ધુમાડો વરાળ નીકળવા માંડ્યું એણે મોટો નિસાસો નાંખ્યો ઓહ આ શું થઇ ગયું ? એણે થોડું ભાવેશકુમાર પાસેથી શીખેલું એણે ગાડી બંધ કરી.. આગળો ખેંચી બોનેટનું લોક ખોલ્યું...

બોનેટ ખોલીને જોયું હોઝપાઇપ ફાટી ગયેલો અને રેડીયેટરનું બધું પાણી ખાલી થઇ ગયુ હતું વરાળ નીકળી ગઇ રબ્બર બળ્યા જેવી વાસ આવી રહી હતી. એને થયું સાંજ પડી ગઇ છે અંધારુ થવા આવ્યું છે કોઇ અહીંથી નીકળે તો મદદ લઇ લઊં એ વિવશ થઇ ગઇ એનાં ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાઇ ગઇ..

વસુધાએ પાદર નજીકનાં ઝાડ પાસે કોઇ માણસો બેઠાં હોય એવું લાગ્યું. અંધારુ છવાયુ તેથી ચહેરા કોઇ ઓળખાતાં નહોતાં એણે હાથ ઊંચા કરીને એ લોકોને બૂમ પાડી બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ એનો અવાજ ત્યાં સુધી પહોચી નહોતો રહ્યો..

વસુધાએ બોનેટ ખોલેલું હતું એ ગાડીની આગળ ઉભી હતી ખોલેલા બોનેટને કારણે ગાડીનાં પાછળનાં ભાગેથી કોઇ માણસો આવી રહ્યાં હતાં એને અંદાજ ના આવ્યો. એ ફરીથી પાદર તરફ જોવા લાગી ત્યાંજ એનાં મોઢા પર કોઇનો સખ્ત હાથ આવ્યો એને ગળામાંથી પકડી હતી એનાં હાથ પાછળ તરફ ખેંચી લીધાં હતાં એ કંઇ બોલી ના શકી એનાં ડોળા મોટાં થઇ ગયાં.

મોઢાં પર હાથ દાબેલો હતો એણે એ હાથને બચકું ભરવા પ્રયત્ન કર્યો પણ એ ફાવી ના શકી ત્યાં એની આંખો પર પાટૉ બંધાઇ ગયો એ જોઇ નહોતી શક્તી એણે પગ સખ્ત પકડી લીધાં એને અંદાજ આવી ગયો છે 3-4 માણસો એં એનાં પર એક સાથે હુમલો કર્યો છે એને ઉંચકી લીધી અને અંધારામાં ચાલવા લાગ્યાં.

આંખો પર પાટો મોઢાં પર હાથ અને ઊંચકાયેલી વસુધા સાવ વિવશ હતી એને ઊંચકીને લગભગ 15-20 મીનીટ હુમલાખોરો ચાલ્યા હશે ત્યાં એનાં મોઢા પરથી હાથ ખસ્યો અને એ જગ્યાએ જાડા કપડાએ લીધો ખૂબજ સખ્ત રીતે આંખો અને મોઢું બાંધેલુ હતું અને એલોકોએ વસુધાને પૂળાનાં ઢગલાં પર રીતસર ફેંકી...

વસુધાને ખ્યાલ આવી ગયો કે એને કોઇ અવાવરૂ જગ્યાએ લાવ્યાં છે એ અંદાજ બાંધવા માંડી કે પાદરથી 15-20 મીનીટમાં કોણ ક્યાં લઇ જઇ શકે પણ કંઈ અંદાજ ના બેઠો. એને ફેંકી એનાં હાથ સખ્ત રીતે દુખતાં હતાં એનાં પગ ખૂલ્લા હતાં એને બીડી સળગવાની વાસ આવી એ ધંમપછાડા કરી રહી હતી હાથ છોડાવવા પ્રયત્ન કરતી હતી ફેંકી ત્યારે હાથ છૂટા હતાં હવે પાછાં સખ્ત રીતે પકડાયેલાં હતાં.

વસુધા ઊં ઊં કરી ઊંહકાર ભરી બોલવા પ્રયત્ન કરી રહી હતી પણ અવાજ નીકળી શકે એમ નહોતો એણે પણ હુમલો કર્યો હતો એ ખૂબ આયોજનપૂર્વક કરેલો. વસુધાએ અનુભવ્યું કે કોઇ માણસ એનાં બે પગ વચ્ચે બેસી ગયો છે અને એનાં ચહેરા તરફ આવી રહેલો છે એનાં મોઢામાંથી બીડી તમાકુની વાસ આવી રહી હતી વસુધાએ એનો ચહેરો બેઉ બાજુ ઘૂમાવવા માંડ્યો.

પેલો હેવાન હવે આગળ વધી રેહેલો એણે વસુધાનાં પગ પરથી એની સાડી અને ચણીયો ઊંચો કરવા માંડ્યો વસુધાથી સહેવાઇ નહોતું રહ્યું પેલો એનાં સુંવાળા ગોરાં પગ સાથે અટકચાળા કરતો હાથ ફેરવી રહેલો પેલો જેવો થોડો ઊંચો થઇ આગળ વધે પહેલાંજ વસુધાએ ખૂબ જોર કરીને બેઉ પગ ઉછાડી પેલાનાં બે પગ વચ્ચે જોરથી માર્યો.

પેલો ઓ મા... રે કરતો ચીસ પાડતો બેવડ વળી ગયો. એને સખ્ત માર પડેલો બીજાએ એણે હાથ પકડેલાં એની પકડ છૂટી ગઇ વસુધાનાં હાથ છૂટી ગયાં વસુધા જોર કરીને બેઠી થઇ ગઇ.

વસુધાએ એનો આંખૌ પરથી પાટો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ સજ્જડ બાંધેલો મોઢેથી પાટો નીકળતો નહોતો એણે આંખોનો પટ્ટો જોરથી નીચે તરફ ખસેડ્યો છૂટ્યો નહીં પણ આંખ પરથી હટી ગયો અને ગળામાં પરોવાઇ ગયો.

વસુધાએ અંધારામાં જોવા પ્રયત્ન કર્યો કે હુમલાખોરો કોણ છે. ત્યાં પાછળથી ગળામાં ગયેલો પાટો કોઇએ ખેંચ્યો વસુધાથી આ ના સહેવાયું એનાંથી જોરથી રાડ નંખાઇ ગઇ આંખોમાંથી પાણી નીકળી ગયાં એણે અનુભવ્યુ કે હુમલાખોર કંઇક બોલી રહ્યો છે પણ એનું ગળુ એટલું છોલાયુ કે એ બેભાન જેવી થઇ ગઇ એ જમીન પર પાછી પડી ગઇ.

ત્યાં એની નજીક આવી એક જણે ફરીથી એનાં પગને સાવચેતથી પકડ્યાં સાડી ઊંચી કરી નાંખી અને બોલી પડ્યો “ વાહ ગોરાં ગોરાં પગ કેવી મસ્ત ચીકણી જાંધ વાહ આજે મજા આવી જશે”.

વસુધાને થયું આ અવાજ ક્યાંય સાંભળેલે છે પણ એ અર્ધબેહોશીની અવસ્થામાં છે એ બેહોશી તરફ ઢળી રહી હતી પેલાંએ એનાં પગ પહોળા કરી.. હજી એ આગળ વધે ત્યાં બાઇક આવવાનો અવાજ આવ્યો અને એક જણો બોલ્યો “એય ચાલ અહીંથી ભાગ કોઇ અહીંજ આવી રહ્યું છે.” પેલાએ વસુધાનો સાડલો નીચો કર્યો એનાં પગને જોરથી લાત મારી અને બધાં પાછળ તરફ ભાગ્યા.

વસુધાને લાત ખૂબ જોરથી વાગી હતી એનાં મોઢેથી વેદનાનો ચિક્કાર નીકળી ગયો ઓ માડી અને એણે બેઉ પગ ઉપર તરફ ખેંચી ઠૂંઠીયુ વાળી દીધું એને બાઇકનો અવાજ નજીક આવતો સંભળાયો પણ એ પછી અર્ધબેહોશીમાથી બેહોશીમાં સરી પડી..

**********

વસુધા એનાં ઘરનાં ડ્રોઇગરૂમમાં ખાટલા પર સૂતી છે આજુબાજુ એની સાસુ, નણંદ, સસરા, દિવાળી ફોઇ ઉભા છે આકુ એની બાજુમાં બેઠી રડી રહી છે વસુધાને ભાન આવ્યું છે એણે આંખો ખોલી અને જોયુ એ એનાં ઘરમાં છે.

વસુધાએ આંખો બંધ કરી દીધી એણે જોરથી રડવાનું શરૂ કર્યું એણે ઓઢેલી ચાદરનો આખી પોતાના તરફ ખેંચી લીંધી ઠુંઠીયુ વાળી દીધુ એ મોં ચાદરમાં છૂપાવી ખૂબ રડી રહી હતી એની નણંદે વસુધાનો હાથ પોતાનાં હાથમાં લીધો કહ્યું “વસુ.. વસુ...”

વધુ આવતા અંકે - પ્રકરણ-89