charity in Gujarati Letter by Shivani Goshai books and stories PDF | દાન

Featured Books
Categories
Share

દાન

મને બઉ અનુભવ તો નથી પણ જે કંઈ પણ મેં જોયું છે એ અનુસાર હું મારી વાત રજૂ કરું છું આજ કાલ લોકો દાન કરે છે પણ દિલ થી નહિ ફકત ને ફક્ત સોસાયટી મા પોતાની ઍક અલગ ઓળખ ઊભી કરવા પૂરતું જયારે બી એ કંઈ વસ્તુ કોઇ ને દાન મા આપે છે ત્યારે એની સાથે ફોટા પાડશે પછી એને ૧૦ જગ્યા એ પોસ્ટ કરશે જેના થી બધાં જુવે અને એ વ્યક્તિ ને વાહ વાહ મળે પણ લોકો એ નથી વિચારતા કે દાન લેવા વાળા મજબૂર છે એનું પણ આત્મસમ્માન છે જે આવી રીતે કરી ને દાન નહિ પણ એનું દિલ દુખાવો છો જ્યારે પણ એમનું કોઇ જાણીતું વ્યકિત આ ફોટોઝ ને જુવે છે ત્યારે એ હસી ને પાત્ર બની રહે છે પેહલા નાં જમાના માં જુનવાણી લોકો કહેતા હતા દાન કરો તો ઍક હાથે કરો તો બીજા હાથ ને બી ખબર ના પડવી જોઈયે કા તો અમુક રકમ આપતા તો એમાં પોતાનાં નામ ના બદલે રામ ભરોસે લખાવતા પણ આજે તો ૫૦રૂપિયા આપ્યા હોય તોય પોતાનાં નામ નો ડંકો વગાડવો જરૂરી બની ગયો છે નઇ તો લોકો ને ખબર કેવી રીતે પડશે પોતાનું નામ કંઈ રીતે બનશે આ સોશિયલ મીડિયા મા પોતાની નામના મેળવવા લોકો કંઈ હદ સુધી જશે એ તો હવે ભગવાન જ નક્કી કરી શકે એમ છે . મંદિર જશે ત્યારે ભગવાન ની સામે ઊભા રહી ને કેહસે કે હે ભગવાન મને સુખ આપજે ઘર ગાડી બધુ જ આપજે અને દાન પેટી મા ૧૦ કે ૨૦ રૂપિયા નાખી દેશે પણ એ નઇ સમજતો કે ૧૦ મા ગાડી ને બધુ ન મળે પણ જો મિત્રો જોડે કઈ હોટેલ મા ગયા ત્યારે ત્યાં નાં વેટર ને સામે થી જેનોપગાર પણ ફિક્સ હોય એની આવક બી હોય તો પણ સામે થી બોલાવીને પોતાની શાખ ઊભી કરવા ૧૦૦ ૨૦૦ કે ૫૦૦ આપતા ખચકાતા નથી અને જો આવી મદદ પોતાનાં થી આર્થિક રીતે કમજોર પોતાનાં સંબંધી કે જાણકાર વ્યકિત ને એનાં ખરાબ સમય મા કરવાં માં આવશે તો ભગવાન પણ ખુશ થાય. ફકત ને ફકત ઉપ્પર થી કહીએ જરૂર હોય તો યાદ કરજો અને ખરેખર જ્યારે આપણે મદદ માંગીએ ત્યારે એવો દેખાડો કરશે જેમ કે સૌથી દુઃખી એ જ છે એની પાસે તો આપણી જોડે જે છે એટલું બી નથી ત્યારે બહુ જ લાગણીઓ દુભાય છે આ બધુ જોઈને અમુક વાર વિચારો માં ખોવાઈ જવું છું કે આવું બઘું પેહલા નહોતું ત્યારે પડોસી પણ દરેક કાર્ય માં સગા પેહલા આયને ઊભા રહેતા હતા આજ કલ તો પડોસી ને એમની બાજુ ના ઘર માં કોણ રહે છે એબિ ખબર નથી હોતું અને જરૂર પડે દાન તો દૂર ની વટ કઈ વાત નાં ગમી હોય તોય નાની નાની બાબતમાં તરત જ પોલીસ ને બોલાય લેવામાં આવે છે એટ્લે મને તો બઉ જ પ્રયત્નો કર્યાપછી પણ આ રીતો સાથે પોતાનાં મન ને ભેળવવા મા સંકોચ ઊભો થાય છે અને ખૂબ દુઃખ પણ થાય છે આ તો ફકત ને ફકત એક સરૂઆત છે આના પછી આવનારો સમય તો દાન માત્ર ને માત્ર ઍક ચોપડી ના પાન માં રહી જશે એનો ખરેખર મૂલ્ય જે આપનો વારસો આપણે સિખવી ગયો છે ઍ ફકત યાદો માંજ રહેશે...........🙏 આપ શું સહમત છો?