motivational stories - 1 books and stories free download online pdf in Gujarati

બોધદાયક વાર્તાઓ - 1

વાર્તાઓ વાંચ્યા પછી પોતાના મોબાઈલ માં લખજો કે શું શીખવા જેવું હતું, મને ખબર હતી પણ હું એમ કેમ નથી કરતો...
1.
*"જરૂરત"*

એકવાર એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. *તેણે એક યુવાન છોકરાને મોટેથી બોલતો સાંભળ્યો - પાણીની બોટલ? કોઈને પાણીની બોટલ જોઈએ છે?* પેલા માણસે તેને બોલાવ્યો અને પૂછ્યું - પાણીની બોટલનો ભાવ કેટલો છે? *તેણે કહ્યું કે રૂ. 20/-. અને તે છોકરાએ જવાબની રાહ ન જોઈ અને આગળ ચાલવા લાગ્યો.*

એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે તે વ્યક્તિને પાણીની બોટલ આપવા માટે કેમ રાહ ન જોઈ? શું તને પાણીની બોટલ વેચવામાં રસ નથી?

_*છોકરાએ કહ્યું… જો તેઓને ખરેખર પાણીની તરસ લાગી હોત તો તેમણે કિંમત પૂછ્યા વિના ખરીદી લીધી હોત!*_

*જ્યારે કોઈ વ્યક્તિ કિંમત પૂછે છે.. તો તેની જરૂરત કદાચ હોય પણ ખરી કે કદાચ ન હોય. પરંતુ જો કોઈને કોઈ પણ વસ્તુની જરૂરત હોય.. તો તે ક્યારેય કિંમત પૂછશે નહીં! મિત્રો, સામેની વ્યક્તિની જરૂરિયાતો જાણવાના પ્રયત્નો કરો.
2.

*“ક્રિસમસ ગિફ્ટ!”*

પરિવારમાં જોડે રહેતા એક ભાઈ અને બહેન અભ્યાસ માટે જુદા જુદા શહેરોમાં ગયા. તેઓ બંને પરિવાર સાથે ક્રિસમસ વેકેશન ગાળવા માટે પાછા ભેગા થયા. બહેનને નીલગીરીના વૃક્ષો ખૂબ જ પસંદ હતા. *તેનો શોખ હતો એટલે બહેને શહેરમાં ભણવા જતાં પહેલાં 1 નીલગીરીનું વૃક્ષ વાવ્યું હતું.*

જ્યારે તે વેકેશનમાં પાછી આવી, ત્યારે બહેન ઝાડ જોવા પાછળના યાર્ડમાં ગઈ. જ્યારે તેણીને ખબર પડી કે ઝાડ ત્યાં નથી ત્યારે તે ખૂબ જ હેરાન થઈ ગઈ. *તેણીના આંખમાં આંસુ આવી ગયા! તેણે કોઈની સાથે વાત કરી નહીં અને તેના રૂમમાં જતી રહી.*

ભાઈને કારણ ખબર પડી ગઈ . તે એક સારો શિલ્પકાર હતો. તેણે બજારમાં જઈને લાકડાનો નાનો ટુકડો ખરીદ્યો અને તેને નીલગીરીના વૃક્ષ તરીકે કોતર્યો! *બહેન ઓરડામાંથી બહાર આવી ત્યારે… ભાઈએ કોતરેલું નીલગીરીનું વૃક્ષ બહેનને ક્રિસમસની ભેટ તરીકે આપ્યું! બહેનના દુઃખના આંસુ હવે ખુશીના થયી ગયા.

3.
*"ટેલિવિઝન"*

બે મિત્રો મહેશ અને રમેશ એક જ ઉંમરના કે.જી. થી સાથે હતા અને હવે તેઓ એજ શાળાના 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા. રમેશ નું ધ્યાન દિવસે ને દિવસે વધુ ભણતર ઉપર કેન્દ્રિત કરતો હતો અને શાળાનો પ્રિય વિદ્યાર્થી બની ગયો. *જયારે મહેશ ધીમે ધીમે ભણવામાં રસ ગુમાવી રહ્યો હતો.*

એક દિવસ રમેશે મહેશને પૂછ્યું – તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને તને અભ્યાસમાં રસ ગુમાવતો જોવો મને ગમતો નથી! શું કારણ છે તે મને જણાવ? *મહેશે જવાબ આપ્યો – મને કારણ ખબર નથી... મને ભણવા માટે પૂરતો સમય મળતો નથી... રમેશે પૂછ્યું - તે કેવી રીતે શક્ય છે? આપણી પાસે લગભગ સરખો સમય છે.* તું શાળાએથી ઘરે આવ્યા પછી શું કરે છે?

*મહેશે કહ્યું - હું ટેલિવિઝન જોઉં છું! હું દિવસમાં લગભગ 4-5 કલાક ટીવી જોઉં છું...* હું જે સિરિયલો જોઉં છું તેના વિશે તું મને કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે - હું જવાબ આપી શકું છું! રમેશ હસ્યો અને બોલ્યો – મહેશ, આપણે આપણા અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. *હું પણ ટીવી જોઉં છું, પણદિવસમાં માત્ર 1 કલાક. માત્ર મુડ પરિવર્તન માટે! હું મારો બાકીનો સમય પુસ્તકો વાંચવા, અભ્યાસ કરવા અને નવી વસ્તુઓ વિશે શીખવા માટે વાપરું છું.*

*_મિત્રો, આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે. માનવજાતની શોધોમાંની એક શ્રેષ્ઠ શોધ. ટીવી જોવું સારંજ છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણને તે ફાયદા કારક થઈ શકે. ટીવી જોવા માટેનો તમારો સમય મર્યાદિત કરો. ટીવીનો ઉપયોગ એક સાધન તરીકે માઈન્ડ ફ્રેશ કરવા, નવું શીખવા અને સમજવા માટે કરો.
બોલો લખશો ને comments માં....